ભાજપના કાર્યકર્તાઓ સુધી પહોંચવાના પ્રયાસોને ચાલુ રાખતા વડાપ્રધાને આજે ‘નરેન્દ્ર મોદી મોબાઈલ એપ’ દ્વારા ભાજપના સંસદસભ્યો અને વિધાનસભ્યો સાથે વાર્તાલાપ કર્યો હતો. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા, વડાપ્રધાને છેવાડા સુધી તેમણે કરેલા કાર્યોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે લોકો સાથે તેમના સીધા સંપર્કને કારણે યોજનાઓ છેવાડા સુધી પહોંચે અને લોકોની ચિંતાઓ કાયદા બનાવનારાઓ સુધી પહોંચે એ સુનિશ્ચિત બન્યું છે અને આમ થવાથી હકારાત્મક બદલાવ આવ્યો છે.
તેમણે એ હકીકત પર પ્રકાશ પાડ્યો હતો કે આજે ભાજપ પાસે સૌથી મોટી સંખ્યામાં આદિવાસી, SC/ST અથવાતો OBC પ્રતિનિધિઓ છે. તેમણે પ્રતિનિધિઓને વિનંતી કરી હતી કે તેઓ વધુને વધુ લોકો સાથે સંપર્ક સાધે.
ઝારખંડના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પરિણામો પર ચર્ચા કરતા, વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને વિજય બદલ અભિનંદન આપ્યા હતા અને ભાજપના વિકાસના રાજકારણમાં પુનઃવિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે લોકોનો આભાર માન્યો હતો.
વડાપ્રધાને સંસદ સભ્યોને તેમની સોશિયલ મિડિયા પહોચ વધારવાની વિનંતી કરી અને કહ્યું હતું કે તે તેમને અત્યંત લાભ આપશે.
શ્રી મોદીએ કાર્યકર્તાઓને BHIM એપનો ઉપયોગ વધારવાની તેમજ કેસલેશ વ્યવહારો વધારવાની ચળવળને આગળ ધપાવવાની વિનંતી કરી હતી.
સરકારી કર્મચારીઓ વિષે કહેતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તેઓ સરકારી યોજનાઓને લોકો સુધો પહોંચાડવાનું સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહ્યા છે.
તેમણે ભાજપ કાર્યકર્તાઓની 14 એપ્રિલથી 5 મે સુધી ચાલનારા ગ્રામ સ્વરાજ્ય અભિયાન માટે પણ પ્રસંશા કરી હતી, વડાપ્રધાને પાર્ટી કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે મુદ્રા યોજના, ઉજ્જવલા, અને વીમા યોજનાઓ જેવી પહેલને તેઓ દૂરદૂર સુધી પહોચાડે. આ સંદર્ભે તેમને કાર્યકર્તાઓને વિનંતી કરી હતી કે તેઓ ગ્રામ સભાઓનું વારંવાર આયોજન કરતા રહે.
યુવાનો, ગ્રામીણ વિકાસ અને ખેડૂતોના કલ્યાણ અંગે પણ વડાપ્રધાને સમગ્ર દેશના ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓના સવાલોના જવાબ આપ્યા હતા. ગામડાઓમાં વસતા લોકોના જીવનને વધારે સારું બનાવવા અંગેના એક સવાલનો જવાબ આપતા વડાપ્રધાને ગામડાઓમાં વસતા લોકોની સંયુક્ત સત્તા પર ભારત મુક્યો હતો. તેમણે અન્ના હઝારેજીના ગામડાનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે સ્વચ્છતા પર ભાર મુક્યો હતો અને કેવી રીતે આ ગામડું અન્યો માટે દાખલારૂપ બન્યું હોવાનું કહ્યું હતું.
તેમણે આયુષ્માન ભારત યોજના અને આરોગ્ય ક્ષેત્ર અંગે પણ સવાલોના જવાબ આપ્યા હતા. આ સંદર્ભે તેમણે જન ઔષધી કેન્દ્રો અંગે કહ્યું હતું જે પોસાય તેવા દરે ઔષધિઓ પૂરી પાડે છે.


