PM Narendra Modi appreciates the role of media on #NationalPressDay
#NationalPressDay: The role of the media in giving voice to the voiceless is commendable, says PM Modi
Media has added great strength to ‘Swachh Bharat Mission’ and effectively furthered the message of cleanliness: PM Narendra Modi #NationalPressDay
A free press is the cornerstone of a vibrant democracy: PM Narendra Modi #NationalPressDay

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયા પ્રતિનિધિઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર મીડિયાના તમામ મિત્રોને મારી શુભેચ્છા. હું આપણાં મીડિયા, ખાસ કરીને પત્રકારો અને કેમેરાપર્સનની મહેનતની પ્રશંસા કરું છું, જેઓ રાતદિવસ કામ કરે છે તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓને આકાર આપતાં વિવિધ સમાચારો રજૂ કરે છે.

મીડિયાની ભૂમિકા વંચિત વર્ગોનો અવાજ બનવામાં પ્રશંસનીય છે. છેલ્લાં ત્રણ વર્ષમાં મીડિયાએ ‘સ્વચ્છ ભારત અભિયાન’ને સારું એવું બળ આપ્યું છે અને સ્વચ્છતાનાં સંદેશને અસરકારક રીતે આગળ વધાર્યો છે.

અત્યારે આપણે સમાચારો સોશિયલ મીડિયા અને મોબાઇલ ફોન મારફતે વધારે જોઈએ છીએ. મને ખાતરી છે કે ટેકનોલોજીનો આ વિકાસ મીડિયાની પહોંચ વધુ વધારશે અને મીડિયાને વધુ લોકતાંત્રિક અને સહભાગી બનાવશે.

સ્વતંત્ર પ્રેસ જીવંત લોકશાહી માટે મહત્ત્વપૂર્ણ છે. અમે પ્રેસની સ્વતંત્રતા જાળવવા અને તમામ સ્વરૂપે અભિવ્યક્તિની આઝાદીને સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છીએ. આપણું મીડિયા 125 કરોડ ભારતીયોની કુશળતા, તાકાત અને રચનાત્મકતા વધુને વધુ પ્રદર્શિત કરશે એવી શુભેચ્છા.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism

Media Coverage

India's manufacturing outlook remains resilient despite global headwinds; machine tools, metals and auto lead optimism
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 1 જુલાઈ 2026
July 01, 2026

PM Modi's Vision: Driving Digital Empowerment, Inclusive Development and India's Global Rise