શેર
 
Comments
પ્રધાનમંત્રી મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે 'ગ્લોબલ ગોલકીપર પુરસ્કાર' એનાયત
છેલ્લા પાંચ વર્ષોમાં રેકર્ડ 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું હતું: પ્રધાનમંત્રી મોદી
જો સ્વચ્છ ભારત અભિયાનથી કોઈને સૌથી વધારે લાભ થયો હોય તો એ દેશના ગરીબ અને મહિલાઓ છે: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 24 સપ્ટેમ્બર, 2019નાં રોજ બિલ એન્ડ મિલિન્દા ગેટ્સ ફાઉડેન્શન તરફથી સ્વચ્છ ભારત અભિયાન માટે ‘ગ્લોબલ ગોલકીપર’નો એવોર્ડ પ્રાપ્ત થયો હતો. આ પુરસ્કાર અર્પણ કરવાનોકાર્યક્રમ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા (યુએનજીએ)નાં સત્ર દરમિયાન યોજાયો હતો.

પ્રધાનમંત્રીએ આ પુરસ્કાર સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવામાં અને પોતાનાં રોજિંદા જીવનનો ભાગ બનાવવા માટે પ્રયાસ કરનાર ભારતીયોને અર્પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ પુરસ્કાર સ્વીકાર્યા પછી કહ્યું હતું કે, “સ્વચ્છ ભારત અભિયાનની સફળતાનો શ્રેય ભારતીયોને જાય છે,જેમણે આ અભિયાનને પોતાનું આંદોલન બનાવ્યું છે અને ઇચ્છિત પરિણામો મળે એસુનિશ્ચિત કર્યું હતું.”

મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીનાં વર્ષ પર પુરસ્કાર મળવાની બાબતને અંગત જીવન માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ ગણાવીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત અભિયાન એ વાતનો પુરાવો છે કે, 130 કરોડ ભારતીયો કોઈ પણ પડકાર ઝીલી શકવાની દૃઢતા ધરાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતે મહાત્મા ગાંધીનાં સ્વપ્નનું સ્વચ્છ ભારત બનાવવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે.

પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “છેલ્લાં પાંચ વર્ષમાં 11 કરોડથી વધારે શૌચાલયોનું નિર્માણ થયું છે. આ અભિયાનથી દેશનાં ગરીબો અને મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. સ્વચ્છતા અને સ્વાસ્થ્ય સંબંધિત ફાયદા ઉપરાંત 11 કરોડ શૌચાલયોનાં નિર્માણથી ગામડાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને પણ વેગ મળ્યો છે.”

આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વચ્છતાનોવ્યાપ વધારવા વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત અન્ય દેશો સાથે તેની કુશળતા અને અનુભવોને વહેંચવા તૈયાર છે, જેથી વિશ્વ ભરમાંસ્વચ્છતા વધારવા માટેના સહિયારો પ્રયાસ થઈ શકશે.

પ્રધાનમંત્રીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને જલ જીવન મિશન જેવા અભિયાનોનેમિશન મોડમાં અમલમાં મુકી નિવારણાત્મક આરોગ્ય સેવાની દિશામાં ભારતનાં પ્રયાસોનો ઉલ્લેખ પણ કર્યો હતો.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click here to read full text speech

Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April

Media Coverage

India's total FDI inflow rises 38% year-on-year to $6.24 billion in April
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
June 24, 2021
શેર
 
Comments

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંત કબીર દાસજીને તેમની જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સંત કબીર દાસજી માત્ર સામાજિક દૂષણો સામે લડ્યા નહોતા બલકે તેમણે વિશ્વને માનવતા અને પ્રેમનો પાઠ પણ ભણાવ્યો. તેમણે જે માર્ગ સૂચવ્યો છે તે આગામી પેઢીઓને ભાઈચારા અને સદ્ભાવની સાથે આગળ વધવા માટે પ્રેરણારૂપ બની રહેશે.

પ્રધાનમંત્રીએ મગહરમાં સંત કબીર દાસની મગહર ખાતે નિર્વાણ સ્થળની થોડા વર્ષ પૂર્વે લીધેલી મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી.