રશિયન સંઘની સુરક્ષા પરિષદના સચિવ મહામહિમ શ્રી નિકોલાઈ પેત્રુશેલે આજે અગાઉ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.
સચિવ પેત્રુશેવે પ્રધાનમંત્રીને દિવસમાં અગાઉ એનએસએ અને વિદેશમંત્રી સાથે પોતાના ઉપયોગી આદાનપ્રદાન માટે જાણકારી આપી અને ભારત સાથે પોતાની ‘વિશેષ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારી’ને વધુ સુદૃઢ કરવા માટે રશિયાની મજબૂત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ એવા સમયમાં કે જ્યારે આ ક્ષેત્રમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે ત્યારે સચિવ પેત્રુશેવને નેતૃત્વમાં રશિયન પ્રતિનિધિમંડળની યાત્રા માટે પોતાના તરફથી પ્રશંસા વ્યક્ત કરી.
તેમણે સચિવ પેત્રુશેવને ભારત-રશિયા સહભાગિતા તરફ સતત ધ્યાન આપવા માટે રાષ્ટ્રપતિ પુટિનને ધન્યવાદ આપવા માટે કહ્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ દ્વિપક્ષીય શિખર સંમેલન માટે નિકટના ભવિષ્યમાં ભારતમાં રાષ્ટ્રપતિ પુટિનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે.