ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી મંચના અધ્યક્ષ શ્રી જ્હોન ચેમ્બર્સે આજે ગાંધીનગર ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ તેમની અગાઉની મુલાકાતને યાદ કરી હતી અને ભારત તથા અમેરિકા વચ્ચેના વધી રહેલા દ્વિપક્ષીય વ્યાપારી અને આર્થિક સંબંધોને આવકાર્યા હતા. તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ગાઢ બની રહેલા સંબંધો અને વ્યુહાત્મક ભાગીદારીમાં આવી રહેલી મજબૂતીની નોંધ લીધી હતી. તેમણે ભારતમાં ઉત્પાદન ક્ષેત્રની અંદર અમેરિકાના વધુ રોકાણને આવકાર્યું હતું અને મેક ઇન ઇન્ડિયા માટે વધુ તકોનું નિર્માણ કરવા અમેરિકી કંપનીઓને આવકારી હતી.


