ફ્રાન્સના સેન્ટ-પૌલ- લેઝ ડૂરેન્સ ખાતે આજે 28 જુલાઇ, 2020ના રોજ ITER સંગઠન દ્વારા ITER ટોકામેક એસેમ્બલીના પ્રારંભની ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ ITER સભ્ય દેશોના આમંત્રિત રાષ્ટ્રાધ્યક્ષો અહીં પ્રત્યક્ષરૂપે અથવા દૂરસ્થ માધ્યમો દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે હાજરી આપી રહ્યા છે અથવા તેમનો સંદેશો પાઠવી રહ્યા છે. રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંદેશમાં, ITER સંગઠને કરેલા સખત પરિશ્રમ અને અત્યાર સુધીમાં તેમણે મેળવેલી સફળતા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. દુનિયાભરના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરો તેમાં ભાગ લઇ રહ્યાં હોવાની બાબતની નોંધ લેતા તેમણે ITERને ભારતની પ્રાચીન માન્યતા ‘વસુધૈવ કુટુંબકમ્’નું એકદમ યોગ્ય દૃષ્ટાંત ગણાવ્યું હતું, જ્યાં આખી દુનિયા માનવજાતના ઉત્કર્ષ માટે સાથે મળીને કામ કરી રહી છે અને ભારત પોતાના યોગદાન જેમ કે, ક્રાયોસ્ટેટ, ઇન વેસલ શિલ્ડ્સ, કૂલિંગ વોટરમાં નોંધપાત્ર યોગદાન, ક્રાયોજેનિક અને ક્રાયો-ડિસ્ટ્રિબ્યુશન પ્રણાલી, RF અને બીમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આનુષંગિક હીટિંગ ઉપકરણો, મલ્ટી મેગા વૉટ વીજપૂરવઠો અને ITERને તેના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને નિદર્શિત કરવામાં મદદરૂપ થવા માટે કેટલાક ડાયગ્નોસ્ટિક્સના સંદર્ભમાં યોગદાનના ઉચિત હિસ્સા સાથે ગૌરવપૂર્વક તેમની જોડે ઉભું છે.

આ પ્રસંગે, ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાઠવેલો સંદેશો ફ્રાન્સ અને મોનાકોમાં ભારતના રાજદ્વારી શ્રી જાવેદ અશરફે આપ્યો હતો.

આ સંદેશાનો સંપૂર્ણ પાઠ આપેલ લિંક પર વાંચો

https://dae.gov.in/writereaddata/iter2020_message_pm_india_shri_narendra_modi.pdf

 

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
India achieves 50% non-fossil fuel power generation capacity 5 years ahead of 2030 target

Media Coverage

India achieves 50% non-fossil fuel power generation capacity 5 years ahead of 2030 target
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Uttarakhand meets Prime Minister
July 14, 2025

Chief Minister of Uttarakhand, Shri Pushkar Singh Dhami met Prime Minister, Shri Narendra Modi in New Delhi today.

The Prime Minister’s Office posted on X;

“CM of Uttarakhand, Shri @pushkardhami, met Prime Minister @narendramodi.

@ukcmo”