પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાને બે વર્ષ હમણાં જ પૂરાં થયાં. તેઓ હવે પ્રધાનમંત્રી તરીકે સાત વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. સરકારના વડા તરીકે તેમની સિદ્ધિઓ અને ત્રુટિઓની સમીક્ષા કરવા માટે આટલો લાંબો સમય પર્યાપ્ત છે. એટલે, આપણે પ્રધાનમંત્રી મોદીનો અત્યાર સુધીનો કાર્યકાળ કેવી રીતે મૂલવવો જોઈએ ?
હા, એક સ્પષ્ટ માર્ગ છે, સિદ્ધિઓની યાદી મારફતે, જે જથ્થાબંધ છે. દાખલા તરીકે, મુખ્ય યોજનાઓની સંખ્યા અત્યંત અસાધારણ છે. જન ધન યોજના દ્વારા બેન્કિંગ સેવાઓ સાથે નહીં જોડાયેલા લોકોને બેન્કિંગ સાથે જોડીને 42 કરોડ બેન્ક એકાઉન્ટ્સ - અને આમ ભારતના પ્રત્યેક ઘરને નાણાંકીય સમાવેશીકરણ હેઠળ આવરી લેવાયાં. મુદ્રા યોજના હેઠળ ભંડોળ ન મળતું હોય તેમને ભંડોળ ઉપલબ્ધ કરાયું - 29 કરોડ લોન મંજૂર કરાઈ અને રૂા. 15 લાખ કરોડનાં ધિરાણ ફાળવાયાં - અને આમ, ઉદ્યોગસાહસિકતાની ક્રાંતિનાં બી રોપાયાં. ડિજિટાઈઝેશન ન થયું હોય ત્યાં યુપીઆઈ મારફતે ડિજિટાઝેશન કરાયું - વર્ષ 2020માં 25 અબજ જેટલાં રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયાં - અને આમ, ભારત, વિશ્વની સૌથી મોટી ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બન્યો.
આમ છતાં, આ નોંધનીય આંકડાઓ ઉપરાંત પણ નરેન્દ્ર મોદીની સફળતાને મૂલવવાનો બીજો એક રસ્તો પણ છે - આપણા રાષ્ટ્રીય ચારિત્ર્યમાં ફેરફાર. આમાંના કેટલાક બદલાવ કયા છે ?
પહેલું તો, મોદીએ અગાઉની કેન્દ્રની સરકારોની આર્થિક નીતિ ઘડતરની સમજને ધરમૂળથી બદલી નાંખી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં, તે અગાઉ આર્થિક નીતિ ઘડવૈયાઓએ લગભગ સંપૂર્ણપણે વ્યાપક અર્થતંત્ર (મેક્રોઈકોનોમિક્સ) અને તેની સાથે સંકળાયેલા રોચક બાબતો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યારે સૂક્ષ્મ અર્થશાસ્ત્ર (માઈક્રો ઈકોનોમિક્સ) પૃષ્ઠભૂમિમાં ધકેલાઈ ગયું હતું અથવા તો રાજ્ય સરકારોને હસ્તક હતું. આને કારણે જ સ્વતંત્રતાનાં 66 વર્ષ વીતી ગયાં હોવા છતાં (નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં શાસન સંભાળ્યું તે પહેલાં) દેશ, હજુ પણ તમામ ગામડાંમાં વીજળી પહોંચે તે માટે, પ્રત્યેક વ્યક્તિને ઘર મળે તે માટે અથવા તો તમામ ગામડાંમાં યોગ્ય સ્વચ્છતા સુનિશ્ચિત કરવા કે પછી તમામને પરવડે તેવી સ્વાસ્થ્યસંભાળ માટે ઝઝૂમી રહ્યો છે.
મોદીએ આ અસંતુલનને દૂર કર્યું. જેથી, પ્રત્યેક ઘેર નળ દ્વારા જળ સુનિશ્ચિત બનાવવું હવે ખાનગીકરણ માટે નીતિગત માળખું ઘડવા કે કૃષિ ક્ષેત્ર માટે નવા કૃષિ કાયદાઓ સહિતના નવા માપદંડો તૈયાર કરવા જેટલી જ પ્રાથમિકતા ધરાવે છે. આ ક્ષેત્રોમાં અસાધારણ પ્રગતિનો શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.
બીજું, મોદીએ કેન્દ્ર સરકારો પાસેથી માત્ર "બીજી શ્રેષ્ઠ" ડિલિવરીની અપેક્ષા રાખવાની માનસિકતા કાયમ માટે બદલી નાખી છે. આ દેશની પ્રજા હવે પછાત કે અનુયાયી બનીને સંતુષ્ટ નહીં થાય. જો વિશ્વ એક વર્ષ કરતાં ઓછા સમયમાં કોવિડ -19 સામે લડવા માટે અસરકારક રસી વિકસિત કરે છે, તો હવે આપણે અપેક્ષા રાખીએ છીએ કે ભારત ઘરઆંગણે વિકસાવાયેલી રસીઓ સાથે જ તે દોડમાં અગ્રેસર બનશે, એટલું જ નહીં પરંતુ તે વિશ્વની સૌથી ઝડપી ગતિમાં વહીવટ કરશે.
ત્રીજું, મોદીએ છેલ્લાં 70 વર્ષની આપણી ઓળખને બદલી નાખી છે, જે શક્તિશાળી વિરોધીનો સામનો કરતી વખતે પીછેહઠ કરનારની હતી. વન બેલ્ટ વન રોડ યોજનાથી દક્ષિણ ચીન સમુદ્ર થરફ જવાનો માર્ગ વાપરતા ચીને ડોકલામ અને પેંગોંગ તળાવ વિસ્તારમાંથી પારોઠનાં પગલાં ભરવાં પડ્યાં. આબોહવા પરિવર્તનની વાટાઘાટોથી માંડીને મુક્ત વેપારની સમજૂતીઓ સુધી અને કદાવર બહુરાષ્ટ્રીય કંપનીઓ, જે વૈશ્વિક નિષ્ણાતોની માફક જ ભારતની વાતને નજરઅંદાજ કરીને તેને દબડાવતા હતા --- તે દરેકને હવે ભાન થયું છે કે આ 2021નું ભારત, તેઓ જે 2014 પહેલાના ભારતને ઓળખતા હતા, તે નથી.
ચોથું, આપણી વિદેશ નીતિમાં જે નોંધપાત્ર ફેરફારો કરાયા, તેમાંનો એક ફેરફાર અત્યંત મહત્ત્વપૂર્ણ છે એ છે કે વિદેશ નીતિ હવે નીતિ વિજ્ઞાનના પ્રવચનોથી નહીં, પરંતુ સંપૂર્ણપણે રાષ્ટ્રહિતનાં ચશ્મા દ્વારા જોવાય છે. વિદેશ નીતિ, હવે ભવ્યતાથી છેડા ફાડીને તેમજ નર્યા આદર્શોને હાથા બનાવ્યા વિના વ્યવહારુપણા ઉપર આધારિત શસ્ત્રાગારનો હિસ્સો છે.
પાંચમું, ખાનગી કંપનીઓ માટે આદર અને વાજબી નફો મેળવવો હવે વર્જિત નથી. મોદીએ સંસદમાં ઉદ્યોગસાહસિકોને રાષ્ટ્ર નિર્માતા તરીકે ઓળખાવીને જે સંરક્ષણ સ્થાપિત કર્યું, તેને શરૂઆતથી જ નીતિમાં પણ ઉતારવામાં આવી રહ્યું છે અને સમય વીતતાં તે એમનું સૌથી મોટું આર્થિક યોગદાન બની શકે છે.
છઠ્ઠું, મહિલાઓના સશક્તીકરણ અને તેમને સામાજિક અવરોધોની બેડીઓમાંથી મુક્ત કરવા માટે મોદીએ જે કામ કર્યાં, તે સમય જતાં મોદીનું સૌથી મોટું સામાજિક યોગદાન બની શકે છે. ભારતના સૌથી મહત્ત્વના કેન્દ્રીય મંત્રાલયોનું સંચાલન કરવાથી માંડીને સશસ્ત્ર દળોમાં કાયમી પંચ સુધી અને કરોડો નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોની સ્થાપનાથી માંડીને કોર્પોરેટ બોર્ડરૂમ સુધી તેમજ રિગ્રેસિવ ઇન્સ્ટન્ટ (પ્રતિગામી ત્વરિત) ટ્રિપલ તલાકમાંથી આઝાદીથી લઈને પૂર્વજોની મિલકતમાં કાયદેસર અધિકારો મળવા સુધીના લગભગ અવરોધો દૂર કર્યાં છે.
સાતમું, અને કદાચ મોદીનું સીમાચિહ્નરૂપ અને લાંબા ગાળાનું યોગદાન, જે રીતે તેમણે આપણા આધુનિક જુસ્સા સાથે આપણી ભવ્ય સભ્યતા વારસાને જોડવા માટેની વ્યવસ્થા ઊભી કરી છે, તે છે. આ રાષ્ટ્ર હવે રામ મંદિરના નિર્માણની ઉજવણી એટલા જ ઉત્સાહ અને આતુરતાથી કરે છે, જેટલા ઉત્સાહ અને આતુરતાથી તે ઈન્ડિયન એન્ટી સેટેલાઈટની સફળતા ઉજવે છે કે ગગનયાનના લોન્ચિંગની પ્રતીક્ષા કરે છે.
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્ત્વ હેઠળની સરકાર, આટલા દાયકાઓમાં એવી એકમાત્ર સરકાર છે, જે સંપૂર્ણ બહુમતિ સાથે ફરીવાર ચૂંટાઈને આવી છે. દેશ કોવિડ-19ની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે, ત્યારે મોદી સરકાર માટે પોતાની સાતમી જયંતીની ઉજવણીનો યોગ્ય માર્ગ એ છે કે પોતાને આ દેશના લોકોની સેવામાં પુનઃ સમર્પિત કરે. આ કેવળ વર્તમાન રાષ્ટ્રીય જરૂરિયાત સાથે સુસંગત નથી, પરંતુ આ સરકારમાં વિશ્વાસ મૂકીને જે લોકોએ તેને મત આપ્યા, તેમને પણ સંતુષ્ટ કરતાં પગલાં છે. છેવટે, શાસનથી સેવા સુધી - સરકારોની ભૂમિકા કાયમી રીતે બદલાતી નથી - પરંતુ શું મોદીની આ સૌથી અદભુત સિદ્ધિ બનશે ?


