મા. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે

૬૩મા વન મહોત્સવ તથા શ્રી ગોવિંદ ગુરુ સ્મૃતિ વનનો  લોકાર્પણ કાર્યક્રમ

માનગઢ હિલ, સંતરામપુર તાલુકા, પંચમહાલ

૩૦ જૂલાઈ, ૨૦૧૨

ગોવિંદ ગુરુની પ્રેરણાથી દેશની આઝાદીની લડત માટે જેમણે પોતાનું લોહી વહેવડાવ્યું છે એવી આ પવિત્ર ભૂમિ પર પધારેલ મધ્ય પ્રદેશના, રાજસ્થાનના અને ગુજરાતના સૌ મારા વહાલા આદિવાસી ભાઈઓ અને બહેનો...

હેલી વાર એવું બન્યું હશે કે વનમાં કોઈ સરકાર વન મહોત્સવ કરતી હોય..! ગુજરાત સરકારે એક વિશેષતા ઊભી કરી છે, અને વિશેષતા એ છે કે વન મહોત્સવ દ્વારા માત્ર પર્યાવરણ અને વૃક્ષોની વાત કરીને અટકવાને બદલે આ વન મહોત્સવને સાંસ્કૃતિક વિરાસત સાથે જોડવામાં આવે, સામાન્ય માનવીની શ્રદ્ધા સાથે જોડવામાં આવે અને એકવાર કોઈ બાબત શ્રદ્ધા સાથે જોડાઈ જાયને તો પછી એના માટે કોઈ અભિયાન નથી ચલાવવા પડતાં. ક્યાંય તમે જોયું છે કે ભાઈ તુલસીને નુકશાન ન કરતા એવું બોર્ડ મારવું પડે છે? ના, કારણ બધાના મનમાં ફીટ થઈ ગયું છે કે તુલસી અત્યંત પવિત્ર હોય, એ ભગવાનનું રૂપ હોય એટલે એને તો નુકશાન કરાય જ નહીં. આ બધાના મગજમાં ગોઠવાઈ ગયું છે. એકવાર કોઈપણ બાબતમાં શ્રદ્ધા પેદા થાય તો પછી સમાજ પોતે જ એનું સંરક્ષણ પણ કરે છે, સંવર્ધન પણ કરે છે. અને તેથી આ રાજ્ય સરકારે વન મહોત્સવની આખી કલ્પનાને બદલી નાખી છે. બીજી બાબત કે આ વન મહોત્સવ આટલા બધા વર્ષોથી ચાલે છે એ સમાજ માટે કાયમી ઉપયોગી ઘરેણું કેમ ન બને? માત્ર એક મેળાવડો કરીને પાંચ-પચાસ વૃક્ષો વાવીને જતા રહેવું કે એને એક યાદગાર સ્મૃતિરૂપે તૈયાર કરવું, રાજ્યની અસક્યામતમાં ઉમેરો કરવો, સમાજજીવનની આવશ્યકતામાં એક સગવડ ઊભી કરવી, આવા એક સુભગ હેતુથી, એક સુખદ હેતુથી આ સરકારે વન મહોત્સવના કાર્યક્રમોને પણ સમાજ માટે કાયમી વ્યવસ્થાઓ વિકસે એવું એક નવું રૂપ આપ્યું છે.

પ અંબાજી જાવ તો અંબાજીમાં ધર્મશાળા મળી જાય, અંબાજીમાં મંદિરનો આશરો મળી જાય પણ કુટુંબ સાથે કોઈ જગ્યાએ ખુલ્લામાં બેસવું હોય તો જગ્યા ન મળે. વન મહોત્સવ કરવાનો જ હતો તો આપણે નક્કી કર્યું વર્ષો પહેલાં કે અંબાજીનો એક ડુંગરો હશે બાજુમાં, જ્યાં કોઈ જોતું ય નથી કે જતું ય નથી, ત્યાં આપણે માંગલ્ય વન બનાવો. ધીરે ધીરે ધીરે માંગલ્ય વન એટલું મોટું થઈ ગયું છે કે ભાદરવાની પૂનમે લાખો લોકો જ્યારે મા અંબાજીના દર્શને જાય છે ત્યારે આ માંગલ્ય વન તેમના માટે મંગલકારી પુરવાર થઈ ગયું છે, આશીર્વાદરૂપ બની ગયું છે. જૈન સમાજના યાત્રીઓ, ખાસ કરીને દિગંબર સમાજ, તારંગાજીએ યાત્રા કરવા જતા હોય. તારંગા જઈને ડુંગરો તમે જુઓ, એકેય ઝાડ જોવા ન મળે અને એક પટ્ટો તો એવો છે કે જ્યાં ધૂળની ડમરીઓ જ ઊડતી હોય, વેરાન ભૂમિ, પથ્થરોના ઢગલા... એની વચ્ચે ખૂણે ખાંચરે પડેલા મંદિરો, એવી ભગ્નાવસ્થા..! તારંગાજી જેવું તીર્થક્ષેત્ર, ત્યાં આપણે નક્કી કર્યું કે તીર્થંકર વન બનાવીશું અને ચોવીસમા તીર્થંકર જેમને જે વૃક્ષની નીચે બોધ થયો હતો તે વૃક્ષને વાવીશું અને એ વૃક્ષને વાવીશું અને જે લોકો ભગવાન મહાવીરની ઉપાસના માટે તારંગાજી આવે એમને કહ્યું કે થોડું થોડું પાણી અહિંયાં પણ ચઢાવતા જાઓ, એ પણ એક પુણ્યનું કામ થશે અને આજે તીર્થંકર વન તૈયાર થઈ ગયું છે. ભાઈઓ-બહેનો, શ્રાવણ મહિનો ચાલે છે, ભોળાનાથને સૌ યાદ કરે. સોમનાથ તમે જાવ તો ખારીપટ હવા દરિયાની આવતી હોય, એમાં પણ લીલુંછમ કેમ ના હોય? સોમનાથના મંદિરે કોઈ આવે, દેશભરના લોકો આવતા હોય તો સોમનાથના મંદિરે આંખને ગમે એવું વાતાવરણ કેમ ન બનાવીએ? એક વન મહોત્સવ આપણે સોમનાથમાં કર્યો. હરિહર વન બનાવ્યું અને હરિહર વન બનાવ્યું એટલું જ નહીં, ભગવાન સોમનાથને, ભોળાનાથને જે વૃક્ષો પસંદ હોય એવા વૃક્ષોનું વાવેતર કર્યું, બીલીનાં વૃક્ષોનો ઘટાટોપ ઊભો કરી દીધો. શામળાજીમાં આપણો કાળિયો, તમારા આદિવાસી ભીલ સમાજનો કાળિયો, શામળાજીમાં બિરાજે. લોકો આવતાં-જતાં ઉદેપુર જતા હોય, શ્રીનાથજી જતા હોય અને સમય હોય તો શામળાજી ડોકિયું કરી આવે પણ રોકાય નહીં. આપણે શામળાજીમાં આ કાળિયાનું વન બનાવ્યું, શામળ વન બનાવ્યું અને એટલું જ નહીં, વિષ્ણુ ભગવાનને રોજ સવારમાં જે કમળનું પુષ્પ ચઢતું હોય છે એ તાજું પુષ્પ આ કાળિયાના વનમાં મળી રહે એના માટેની વ્યવસ્થા કરી. આજે કોઈપણ યાત્રી ત્યાં જાય અને હવે તો ત્યાં કેવો સુમેળ છે, ટેક્નોલૉજીનો ઉપયોગ કર્યો છે જેથી કરીને બૉટનીનો અભ્યાસ આ બાળકો ત્યાં જાય તો કરી શકે અને કિઓસ્કમાં એક્ઝામ આપી શકે અને જાતે જાતે માર્ક મળી શકે એવી વ્યવસ્થા કરી છે. બાળક શામળાજીના દર્શન પણ કરે છે, જોડે જોડે આ બૉટનિકલ ગાર્ડનનાં પણ દર્શન કરે છે. ભાઈઓ-બહેનો, પાલિતાણા. તીર્થક્ષેત્રની યાત્રા માટે લોકો આવે, પાલિતાણા ઉપર જાય, રસ્તાની અંદર એક સરસ મજાની જગ્યા જોઇએ, આપણે ત્યાં પાવક વન બનાવ્યું અને પાવક વનની વિશેષતા એવી કરી કે એમાં એક આખા શરીરની રચના કરી અને કયું ઔષધીય વૃક્ષ કયા પ્રકારના રોગ માટે કામમાં આવે... ઘૂંટણ હોય, શરીર બનાવ્યું હોય તો ઘૂંટણ પાસે વૃક્ષ વાવ્યું, હૃદયની બિમારીમાં કામમાં આવનારું વૃક્ષ હોય તો જ્યાં હૃદય હોય ત્યાં બનાવ્યું, આંખની બિમારી માટે કામ આવનારું વૃક્ષ હોય તો જ્યાં આંખ હતી ત્યાં બનાવ્યું..! ગરીબમાં ગરીબ, અભણમાં અભણ, સામાન્યમાં સામાન્ય માનવી આવે તો એને ખબર પડે કે શરીરને ઉપયોગી કયાં કયાં વૃક્ષો છે, ઔષધ તરીકે કેવા ઉપયોગો થાય છે અને આજે લોકો અભ્યાસ માટે ત્યાં આવે છે. કલાક-બે કલાક તે વનમાં ફરે અને એને ખબર પડે કે આ વૃક્ષનું શું મહત્વ છે..! ભાઈઓ-બહેનો, આવા તો અનેક નવતર પ્રયોગો કર્યા. ચોટીલા જાવ તો ભક્તિ વન જોવા મળે. પાવાગઢ આવો તમે, અહિંયાં પાવાગઢની અંદર વિરાસત વન બનાવ્યું છે. વર્લ્ડ હેરિટેજની જગ્યા હોય ચાંપાનેરની, આ બાજુ મા કાળી બિરાજમાન હોય અને બન્નેની સાક્ષીએ ઊભું હોય એવું આપણે વિરાસત વન બનાવ્યું.

 

ને આજે જ્યારે વન મહોત્સવની વાત આવી ત્યારે ગોવિંદ ગુરુ, ભાઈઓ આદિવાસીઓની છાતી ગજ ગજ ફૂલે એવું નામ, કોઈપણ ભારત ભક્તનું માથું ઊંચું થાય એવું નામ. પણ કમનસીબે એ નામને ઇતિહાસના ચોપડેથી ભૂંસી નાખવામાં આવ્યું. બહુ બહુ તો પાંચ-પચાસ કુટુંબો, કે બે-ચાર મહંતો જ એમને યાદ કરતા હોય એટલું સીમિત કરી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારના લોકો કદાચ ભક્તિભાવથી પૂર્ણિમાએ મેળો થતો હોય અને આવતા હોય બાર મહિનામાં એકવાર એટલા પૂરતી એમની ગણના રહી. ભાઈઓ-બહેનો, આ ઐતિહાસિક ઘટના છે અને એને હવે શતાબ્દી થવા આવી છે ત્યારે ૧૯૧૩ માં આજથી નવાણું વર્ષ પહેલાં જેનું હવે શતાબ્દી વર્ષ શરૂ થયું છે, આ જ ભૂમિ પર ગોવિંદ ગુરુની પ્રેરણાથી નિ:શસ્ત્ર સમાજ સુધારક તરીકે કામ કરનારા ભગતોનો સમૂહ, સંત સભાના  લોકો, આ સંપ સભાના લોકો સમાજ સુધારવાનું કામ કરે, અંગ્રેજ સલ્તનત સામે પોતાનો અવાજ  ઉઠાવે અને ગોવિંદ ગુરુથી આ અંગ્રેજ સલ્તનત ફફડી ગઈ. પંચમહાલ જિલ્લાના સંતરામપુર-દાહોદના પટ્ટાની અંદર ભેખધારી એક સમાજ સુધારક એ હરતો જાય, ફરતો જાય, મળતો જાય, વાત કરતો જાય અને લોકોમાં એક નવી ચેતના જગાવતો જાય અને એનું પરિણામ શું આવ્યું? છેક લંડનમાં ખબર પડી કે આ એક એવો માણસ છે કે જેની પાછળ પાછળ આ આદિવાસી ભાઈઓ પોતાનું જીવન આપી દેવા માટે તૈયાર થયા છે, આદિવાસીઓ પોતાની જીંદગી આપી દેવા તૈયાર થયા છે અને આ જો આવડો મોટો તોપનો ગોળો જો અંગ્રેજો બાજુ ફર્યો તો એમની કત્લેઆમ થઈ જશે એવો ડર હતો. ગોવિંદ ગુરુને સીધા કરવાના ષડયંત્ર રચાયાં. સ્પેશ્યલ માણસો મૂકાયા, નક્કી કરવામાં આવ્યું કે આ ગોવિંદ ગુરુને પતાવી દો. પણ ગોવિંદ ગુરુના ભક્તો એવા હતા કે એ આદિવાસી ભાઈઓએ ભારતમાતાની આઝાદીને માટે અંગ્રેજો સામે ઝૂકવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ભાગવાનું પસંદ ન કર્યું, અંગ્રેજી ફોજ આવી તો ગોવિંદ ગુરુને એકલા મૂકીને દોડવાની કોશિશ ન કરી, અંગ્રેજોની સામે ગયા મારા વીર આદિવાસીઓ, અંગ્રેજોની સામે લડ્યા. એમના તોપના નાળચા હતાં ને બંદૂકના નાળચા હતાં, ગોળીબારની રમઝટ ચાલતી હતી અને એક પછી એક મારા આદિવાસી ભાઈઓ શહીદ થતા જતા હતા પણ ગોવિંદ ગુરુને ઊની આંચ ન આવે એના માટે પોતે બલિદાન દેતા હતા. લાશોના ઢગ ખડકાઈ ગયા. આપ વિચાર કરો, જલિયાંવાલા બાગ કરતાં ડબલ લોકો અહીંયાં શહીદ થયા છે. જલિયાંવાલા બાગનું નામ તો ઇતિહાસમાં પડ્યું છે, પરંતુ માનગઢનો કોઈ ઉલ્લેખ ન કરે એવી રીતે ઇતિહાસને ભુલાવી દેવામાં આવ્યો છે, મારા આદિવાસી ભાઈઓને ભુલાવી દેવામાં આવ્યા છે. દેશની આઝાદી માટે મરનાર બિરસા મુંડા હોય કે ગોવિંદ ગુરુની પ્રેરણાથી શહીદ થનાર પંદરસો કરતાં વધારે મારા ભીલ યુવકો હોય આ બધા લોકોએ આ ભારતમાતાને આઝાદ કરવા માટે જીવન આપ્યાં હતાં, બલિદાન આપ્યું હતું પણ ઇતિહાસમાં એને ભુલાવી દેવામાં આવ્યા. અને આજે એ વાતને મારી-ઠોકીને દુનિયા સામે મારે લઈ જવી છે. એની શતાબ્દી જ્યારે ઊજવીશ, આખું વર્ષ આદિવાસી સમાજના લોકો અહિં આવશે, યાત્રા નીકળ્યા કરશે, અવિરત યાત્રા ચાલ્યા કરશે અને ૨૦૧૩ માં જ્યારે શતાબ્દી વર્ષ પૂરું થતું હશે ત્યારે આપણને ગર્વ થશે કે મહાત્મા ગાંધીની શતાબ્દી સૌ કોઈ ઊજવે, પંડિત નહેરુની શતાબ્દી સૌ કોઈ ઊજવે, મહાપુરુષની શતાબ્દીઓ સૌ કોઈ ઊજવે પણ કોઈક તો જોઈએ જે ગોવિંદ ગુરુને, આ મહાન વિરાસતને, આ શહાદતને, જેનાં અજાણ નામ કોઈને ખબર નથી એવા પંદરસો કરતાં વધારે લોકો જો અહિં શહીદ થયા હોય તો એ શહાદતની શતાબ્દી પણ કોઈકે ઊજવવી જોઇએ. ગુજરાતમાં કોઈક તો છે કે જેની એને યાદ આવી છે અને એને ઊજવવી છે. કેટલાક લોકોને એમ લાગે છે કે આ બધું તો ચૂંટણી આવી એટલે થાય છે. હવે ભાઈ, આ શતાબ્દી કંઈ અમે નક્કી કરી હતી..? શતાબ્દી અને ચૂંટણી ભેગી થઈ જાય એ અમારો ગુનો..? એ ૧૯૧૨ માં બન્યું હતું ને આ ૨૦૧૨ માં આવી, એમાં અમારો કંઈ ગુનો છે, ભાઈ? અને આ બધી બાબતોને ચૂંટણી સાથે જોડીને, તેને રાજકારણ સાથે જોડીને આ બલિદાનોનું મહત્વ ઓછું આંકનારા લોકો આ શહીદોનું અપમાન કરે છે..!

ભાઈઓ-બહેનો, શ્યામજી કૃષ્ણ વર્મા, હિંદુસ્તાનની અંદર સશસ્ત્ર ક્રાંતિનું જેણે નેતૃત્વ કર્યું, વીર સાવરકર જેવા મહાપુરુષો જેણે આપ્યા, મદનલાલ ધીંગરા જેવા લોકોમાં વીરતા પ્રેરી, ભગતસિંહ-સુખદેવ-આઝાદ જેવા લોકો જેને પ્રેરણા માનતા હતા એ શ્યામજી કૃષ્ણ વર્મા, આપણા ગુજરાતના કચ્છના છોરુ, અંગ્રેજોની સામે લંડનમાં અંગ્રેજોના નાક નીચે આઝાદીની લડાઈ લડતા હતા, આ દેશના સશસ્ત્ર ક્રાંતિ કરનારા લોકોને શિષ્યવૃત્તિ આપીને તૈયાર કરતા હતા. એ શ્યામજી કૃષ્ણ વર્મા ૧૯૩૦ માં ગુજરી ગયા ત્યારે લખીને ગયા હતા કે મને તો જીવતે જીવ આઝાદી જોવા ન મળી, પણ મારાં અસ્થિ સાચવી રાખજો, મારાં હાડકાં સાચવી રાખજો, અને જ્યારે મારો દેશ આઝાદ થાય ત્યારે મારી અંતિમ ઇચ્છા છે કે મારા અસ્થિ મારા આઝાદ હિંદુસ્તાનની ધરતી પર લઈ જજો. જેથી કરી મને મોક્ષ મળે, મને શાંતિ મળે. આવું શ્યામજી કૃષ્ણ વર્મા લખીને ગયા હતા. ૧૯૩૦ માં એમનો સ્વર્ગવાસ થયો, ૧૯૪૭ માં દેશ આઝાદ થયો, પંદરમી ઓગસ્ટે તિરંગો ઝંડો ફરકાવ્યા પછી બીજા જ દિવસે દિલ્હી સરકારે માણસ મોકલીને આ અસ્થિ હિંદુસ્તાનમાં લાવવા જોઇતા હતા. પણ એમને શહીદોની પડી નહોતી, દેશને માટે જીવનારા, દેશને માટે મરનારાઓની પરવા નહોતી અને તેથી શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ ત્યાં પડ્યા રહ્યાં. ભાઈઓ-બહેનો, એ સૌભાગ્ય મને મળ્યું, ભારતમાતાના એ સપૂતના અસ્થિ હું ખભા પર ઊંચકીને વિદેશની ધરતી પરથી ૨૦૦૩ માં અહિંયાં લઈ આવ્યો. અને આજે શ્યામજી કૃષ્ણ વર્માનું એક અત્યંત પ્રેરક સ્મારક કચ્છના માંડવી ઉપર ઊભું કર્યું છે. કોઈપણ ભારતમાતાને પ્રેમ કરનારો નાગરિક જાય એને જોતાંની સાથે લાગે કે આવા આવા આપણા વીરપુરુષો..! આજે વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે, દેશ-દુનિયાના ટુરિસ્ટ શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારકની મુલાકાત લે છે. એક દિવસ એવો આવશે કે ગોવિંદ ગુરુની સ્મૃતિમાં અહિંયાં જે સ્મારક બન્યું છે, શહાદતને યાદ કરી છે એવું આ શહીદવન સ્મૃતિવન બન્યું છે, એમાં પણ દેશ અને દુનિયાના લોકો આ પંદરસો કરતાં વધારે મારા શહીદ ભીલ કુમારોને હંમેશાં પુષ્પવર્ષા કરવા માટે આ ધરતી પર પધારશે એ વાતાવરણ બનાવવાનું મેં કામ કર્યું છે.

ભાઈઓ-બહેનો, આઝાદીના આટલાં વર્ષ થયાં, આટઆટલા સમાજ સુધારકો થયા. તમે જુઓ અમે ત્યાં એક નાનકડું પ્રદર્શન મૂક્યું છે. એ જમાનામાં ગોવિંદ ગુરુ કેવી પ્રેરણા આપતા હતા, કેવા વચનો કહેતા હતા..! એ વચનો આજે પણ કામમાં આવે એવા વચનો એ વખતે કહેતા હતા. એક એક વાત ઊતરે એટલા માટે ભગત પંથ ચલાવીને ભગતોને તૈયાર કરીને સમાજ સુધારણાનું કામ કરતા હતા. અને જીવનના કેટલા બધાં વર્ષો જેલમાં કાઢયાં, અમદાવાદની સાબરમતી જેલમાં પણ રહ્યા. અંગ્રેજ સરકારને ભય લાગ્યો તો છેક હૈદરાબાદની જેલમાં મોકલી આપ્યા, હૈદરાબાદની જેલમાં જીંદગી ગુજારવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. એ ગોવિંદ ગુરુ, એમને ભૂલવાડી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના કલ્યાણને માટે જીવન ખપાવી દેનાર વ્યક્તિને આ દેશમાં ભૂલવા નહીં દેવામાં આવે. આવનારી પેઢીઓ યાદ રાખે એના માટેનો અમે સંકલ્પ કર્યો છે અને એ વાત અમે પહોંચાડવા માગીએ છીએ. શહાદત એળે ન જઈ શકે અને જ્યારે ભીલકુમારો જાણશે કે એમના પૂર્વજોએ આટલું મોટું બલિદાન આપ્યું હતું ત્યારે જેમ એકલવ્યમાંથી પ્રેરણા લે છે તેમ ગોવિંદ ગુરુમાંથી પણ પ્રેરણા મળશે એવો મને વિશ્વાસ છે.

ભાઈઓ-બહેનો, આઝાદીના આટલા બધાં વર્ષોમાં આદિવાસીઓના કલ્યાણને માટે આ બધી સરકારો નિષ્ફળ ગઈ. આદિવાસીઓના નામે ખોબલે ખોબલા વોટ લઈ ગયા, પણ આદિવાસીઓના જીવનમાં બદલાવ ન આવ્યો. આ સરકારે પ્રયત્ન આદર્યો કે આદિવાસીઓના ઘર સુધી પીવાનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓના ખેતર સુધી સિંચાઈનું પાણી કેમ પહોંચે, આદિવાસીઓને રહેવા માટે ઘર કેમ મળે, ઝાડની નીચે જીંદગી ગુજારનાર આદિવાસી એને ઘર કેવી રીતે મળે એની ચિંતા આ સરકારે કરી છે. ભાઈઓ-બહેનો, ઝીરો થી સોળ સુધીના ગરીબીની રેખા નીચે જીવનારા બધા જ આદિવાસીઓને મકાન આપવાનું કામ પૂરું કરી દીધું. અને હવે ઉપાડવાનાં છીએ, સત્તરથી વીસ વચ્ચે આવનારા અને એના કારણે લગભગ બે લાખ કરતાં વધારે આદિવાસીઓને ઘર આપવાનું કામ અમે આગામી ડિસેમ્બર સુધીમાં પૂરું કરવાના છીએ. આપ વિચાર કરો, પચાસ વર્ષમાં આ કામ કોઈ નથી કરી શક્યું, એ કામ અમે કરવા માટેની મથામણ આદરી છે અને એ કામનો લાભ લોકોને મળે એના માટેનું કામ કર્યું છે. ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ, વનબંધુ કલ્યાણ યોજનામાં નક્કી કર્યા હતા ૧૫,૦૦૦ કરોડ અને પહોંચાડ્યા ૧૮,૦૦૦ કરોડ અને હવે તો મામલો પહોંચાડ્યો છે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા, ૪૦,૦૦૦ કરોડ રૂપિયા મારા આદિવાસી પ્રજાના. ભાઈઓ-બહેનો, સમાજોને લડાવવા માટે અનામતના નામે તોફાનો કરાવે, બધું કરે, બીજાને ઉશ્કેરવા માટેની વાતો કરે. પણ મારા અનામતની અંદરનો લાભ ક્યારે મળે, ભાઈઓ? મારા આદિવાસી દીકરાને ડૉક્ટર થવું હોય, મારા આદિવાસી દીકરાને એન્જિનિયર થવું હોય તો પહેલા બારમા ધોરણની નિશાળ તો જોઇએ કે નહીં વિજ્ઞાન પ્રવાહની..? તમને જાણીને દુ:ખ થશે ભાઈઓ-બહેનો, ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટામાં એકપણ બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની નિશાળ નહોતી. હું ૨૦૦૧ માં આવ્યો ત્યારે આ રાજ્યમાં ૪૫ તાલુકા એવા હતા કે જેમાં બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી. જો બારમા ધોરણની વિજ્ઞાન પ્રવાહની શાળા જ ન હોય તો એ ડૉક્ટર અને એન્જિનિયર ક્યાંથી થવાનો છે? અનામતનો લાભ ક્યાંથી લેવાનો છે? અને અનામતના નામે ઝગડા કરીને તમારું રાજકારણ ચલાવ્યા કરો છો પણ આદિવાસીઓનું ભલું ન કર્યું. ભાઈઓ-બહેનો, અમે એ પિસ્તાલીસે પિસ્તાલીસ આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની બારમા ધોરણની શાળાઓ ચાલુ કરી દીધી અને એનું પરિણામ એ આવ્યું કે આજે મેડિકલની, એન્જિનિયરિંગની આદિવાસીઓની બધી જ સીટો ભરાવા માંડી. આદિવાસી છોકરો એન્જિનિયર બને, આદિવાસી છોકરો ડૉક્ટર બને એની દિશામાં અમે કામ કર્યું. નર્સિંગની કૉલેજો ચાલુ કરી, આદિવાસી વિસ્તારમાં આઈ.ટી.આઈ. ચાલુ કરી. આદિવાસીનો દીકરો આજે ભણતો થાય, આગળ વધે એની ચિંતા કરી.

ક જમાનો હતો મારા પંચમહાલ તાલુકાના આદિવાસીઓ ૪૪ ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે રોડનું કામ કરવા માટે, ડામરનું કામ કરવા માટે શહેરોની અંદર તપતા પડ્યા હોય, ધોમધખતા તાપ નીચે ડામરના રોડ બનાવવાનું કામ કરતા એવા દિવસો હતા. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે દાહોદ અને પંચમહાલ જિલ્લાનો કોઈ એવો તાલુકો નથી કે જ્યાં આગળ મારા આદિવાસીઓ આજે રોડના કૉન્ટ્રેક્ટર ન બન્યા હોય. જેસીબી લાવતા થઈ ગયા છે. હમણાં એક સદભાવના મિશનના કાર્યક્રમમાં મને મારા આ ગરીબ સમાજના લોકો મળવા આવ્યા, બક્ષીપંચના ગધેડા હાંકનારા લોકો અને ગધેડા પર માટી ઊંચકીને લઈ જનારા લોકો મને મળવા આવ્યા. અને મારે માટે એક રમકડું લઈ આવ્યા, સદભાવના મિશનમાં પ્લાસ્ટિકનું રમકડું મને ભેટ આપ્યું. હું હસી પડ્યો, મેં કહ્યું તમે મને આ પ્લાસ્ટિકનું જેસીબીનું રમકડું શું કામ આપ્યું? મારા પરિવારમાં તો રમે-રમાડે એવું કોઈ નથી, મને હસવું આવ્યું. તો મને કહે કે સાહેબ, અમે આ જેસીબીનું રમકડું એટલા માટે લાવ્યા છીએ કે ગઈકાલ સુધી અમે ગધેડા હાંકતા હતા, આ તમારી સરકારમાં પ્રગતિ થઈ, અમારા ઘરમાં જેસીબી આવ્યું છે તેનો નમૂનો તમને બતાવવા આવ્યા છીએ, એનો આભાર માનવા આવ્યા છીએ. આજે મારા પંચમહાલના, દાહોદના આદિવાસી અને બધા તાલુકામાં જો જો મિત્રો, આજે મારો આદિવાસી રોડનો કૉન્ટ્રેક્ટર બન્યો છે, ગઈકાલ સુધી મજૂરી કરતો હતો. મારો ડાંગ જિલ્લો, આદિવાસી ભાઈઓ, એમના કલ્યાણ માટેની કોઈ યોજનાઓ જ નહોતી. અમે ડાંગ જિલ્લામાં દૂધ ઉત્પાદનના કામો ઉપાડ્યાં, ગાયો-ભેંસો આપવાની દિશામાં વળી ગયા. આજે મારા ડાંગ જિલ્લાનો આદિવાસી પગભર થઈ ગયો. અમે દાહોદ જિલ્લામાં અભિયાન ઉપાડ્યું છે, દૂધ ઉત્પાદન કરવાની ક્ષમતા વધે, દુધાળાં પશુઓ મળી રહે એના માટેનું કામ ઉપાડ્યું છે. અમે એક બાજુ આદિવાસી ભાઈઓને ગાય-ભેંસ દૂધ ઉત્પાદન કરતા થાય એના માટે આપીએ છીએ, ત્યારે દિલ્હી સરકારે શું માંડ્યું છે ખબર છે? દિલ્હી સરકારે કતલખાનાંઓને સબસિડી આપવાનું કામ ચાલુ કર્યું છે. પચાસ કરોડ રૂપિયા કતલખાનાંઓને સબસિડી આપે અને ગાયનું માંસ વિદેશ મોકલો તો તમને સબસિડી આપે અને લાખો ટન ગાયનું માંસ વિદેશ મોકલવાનું કામ આ દિલ્હીની સરકાર કરે છે. આ દેશ એવો હતો કે ૧૮૫૭ ની ક્રાંતિ થઈ હતી, એ ગાયની ચરબી ઉપર ક્રાંતિ થઈ હતી, બુલેટ ઉપર ગાયની ચરબી છે એટલી વાત માત્રથી હિંદુસ્તાન જાગી ગયું હતું. એ હિંદુસ્તાનમાં આજે દિલ્હીની સરકાર ગાયનું માંસ વિદેશમાં મોકલવા માટે પ્રોત્સાહક ઇનામો આપે છે..! આ કમનસીબી વચ્ચે દેશ જીવી રહ્યો છે ત્યારે મારા ભાઈઓ-બહેનો, ગૌ માતાની રક્ષા માટે ગોવિંદ ગુરુએ જીંદગી આપી. ગામડે ગામડે ફરીને ગૌ પાલન માટેનું શિક્ષણ આપવાનું કામ ગોવિંદ ગુરુએ કર્યું હતું. એ ગોવિંદ ગુરુમાંથી પ્રેરણા લઈને આટઆટલા લોકો શહીદ થઈ ગયા અને અંગ્રેજ સરકારને નાકે દમ લાવી દીધો હતો એ માનગઢને ભૂલી ન શકાય. આ માનગઢે જ ગુજરાતનું માન વધાર્યું છે, આ ગુજરાતનો માન-મરતબો વધારવાનું કામ આ માનગઢના મારા શહીદોએ કર્યું છે. એ શહાદતને યાદ કરીને આ ‘શહીદ સ્મૃતિ વન’ એ આપણે આપ્યું.

ભાઈઓ-બહેનો, પર્યાવરણ સામે લડવું હશે તો વૃક્ષો બચાવવાં પડશે, વૃક્ષો વાવવાં પડશે. વરસાદ ખેંચાય તો કેવો જીવ તાળવે બેસી જાય છે..? સમાજનો કોઈ એવો વર્ગ નહીં હોય કે વરસાદ ખેંચાવાને કારણે દુ:ખી ન હોય. રાજા હોય કે રંક હોય, વરસાદ ખેંચાય તો સૌ કોઈ દુ:ખી હોય, હરએકના મનમાં પીડા હોય કે ભાઈ, વરસાદ આવે તો સારું. કેટલાક નકામા લોકો પણ છે, એ લોકો યજ્ઞો કરે છે, યજ્ઞ કરી ભગવાનને પ્રાર્થના કરશે કે વરસાદ ન આવે તો સારું, તો અમને ચૂંટણીમાં સહેલું પડે, બોલો આવી વાત..! અરે ભાઈ, ચૂંટણીઓ જીતવા માટે આ પ્રજાને દુ:ખમાં નાખવાની ન હોય, આ પ્રજાને પીડા થાય એવું કરવાનું ન હોય. અરે, ચૂંટણીઓ તો આવશે અને જશે, પરંતુ મારો આ સમાજ અજરામર છે. જો એને પાણી ઈશ્વરની કૃપાથી નહીં મળે તો કેટલી બધી વિપદાઓ આવશે. આપણે બધા પ્રાર્થના કરીએ, ગોવિંદ ગુરુના ધામમાં પ્રાર્થના કરીએ કે ઈશ્વર વરસાદનો પ્રસાદ આપે અને આપણું ગુજરાત લીલુંછમ બનવાની દિશામાં આગળ વધે, એનો અવસર આપણે લઈએ. વરસાદ એ તો ઈશ્વરે આપેલી મોટામાં મોટી કૃપા છે, એના વગર જીવન શક્ય ન બને. એ પાણી માટેની પૂજા એ સમાજ માટેના ભવિષ્યની ગેરંટી માટેનું એક સાધન છે. ભાઈઓ-બહેનો, વિકાસનો માર્ગ અમે લીધો છે, વિકાસના માર્ગ પ્રમાણે જવું છે, અમારા આદિવાસીઓની જીંદગી બદલવી છે..! હમણાં ભારત સરકારે એક આંકડો બહાર પાડ્યો. ભારત સરકારે કહ્યું કે આખા દેશમાં જે બેરોજગારી છે, એમાં ઓછામાં ઓછી બેરોજગારી ક્યાંય હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત. જો આપણે વિકાસ ન કર્યો હોત તો આ રાજ્યના નવજુવાનોને રોજગારી ન મળી હોત. અને જુવાનિયાઓને રોજગારી નહીં મળે તો એમના કુટુંબની સ્થિતિ નહીં બદલાય અને તેથી અમારી મથામણ છે કે જવાનિયાઓને રોજગારી મળે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા, સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ દ્વારા, કૌશલ્યવર્ધન કાર્યક્રમો દ્વારા પ્રત્યેક નવજુવાનને કામ શિખવાડવું છે જેથી કરીને પથ્થર પર પાટુ મારીને પણ પાણી કાઢી શકે એવી એનામાં તાકાત આવે. એ તાકાત ઊભી કરવાનું કામ ઉપાડ્યું છે.

ભાઈઓ-બહેનો, માનગઢ આવો વેરાન પ્રદેશ, અહીં પહોંચવું પણ કઠિન અને એક પર્વતની નાનકડી ટોચ પર જે રીતે મેં માનવ મહેરામણ જોયો, હેલિકૉપ્ટરથી હું જોતો હતો કેટલા બધા માણસો ઊભા હતા, અંદર તો કશું જ નથી. આટલો મોટો માનવ મહેરામણ, ગોવિંદ ગુરુની યાદ તાજી કરવામાં અમારું જે સપનું હતું એનું બીજ વવાઈ ગયું, દોસ્તો. હવે ગોવિંદ ગુરુને ગમે તેવા ખેરખાંઓ આવેને તો પણ ભૂલવાડી નહીં શકે. ઇતિહાસના પાને શહાદતની વાતોને ભૂંસવાની કોશિશ કરનારા લોકો હવે નિષ્ફળ જશે એવું આ દ્રશ્ય મને દેખાય છે. ઇતિહાસના પાના પરથી શહાદતને કોઈ ભૂંસી નહીં શકે, સશસ્ત્ર ક્રાંતિના વીરોને ભૂંસી ન શકે, ભારતના વીરત્વને ન ભૂલી શકે, આદિવાસીઓના બલિદાનને ન ભૂલી શકે, આદિવાસીઓની યશોગાથાને નહીં ભૂલી શકે, એ મોટું કામ આજે ગોવિંદ ગુરુની ધરતી પર અમે કર્યું છે. મારા આદિવાસી ભાઈઓ-બહેનો, આવો, માત્ર જંગલો બચાવીએ એટલું નહીં, વૃક્ષો પણ વધારીએ. અહિંયાં તમે જોયું હશે કે એક એક ગામને કોઇને પંદર લાખ, કોઈને વીસ લાખ રૂપિયા મળે છે. આ સરકારની યોજનાનો લાભ લો. એટલા બધાં વૃક્ષો વાવો, વૃક્ષો દીઠ રૂપિયા કમાઓ, આ સરકાર તમને પૈસા આપે છે, લાખો રૂપિયા આપે છે. એક એક ગામને પંદર-પંદર, વીસ-વીસ લાખ રૂપિયા મળતા હોય છે તમે જોયું મારી સામે. આટલા બધા રૂપિયાની વર્ષા થતી હોય તો વૃક્ષો ઉગાડવાની બાબતમાં આપણે પાછી પાની ન કરીએ. વન વિભાગના મિત્રોને પણ માનગઢ જેવી આ જગ્યા પર ગોવિંદ ગુરુની યાદમાં... અને આ નોકરીથી પણ ઉપરની ચીજ છે બધી. નોકરીમાં તો બધું ચાલ્યા કરે, પણ તમે આજે ઐતિહાસિક કામ કર્યું છે, આ નોકરી નથી કરી, દોસ્તો. અને ઐતિહાસિક કામના સાક્ષી બનીએને તો એ જીવનનો અનેરો આનંદ હોય છે. તમે પણ ભવિષ્યમાં તમારા સંતાનોને અહીં બતાવવા આવશો કે હું જ્યારે નોકરી કરતો હતોને ત્યારે અમે એક આ મહાન ઐતિહાસિક કામ કર્યું હતું, આવો ભાવ જાગવાનો છે. પેઢી દર પેઢી આ સંસ્કાર પહોંચવાના છે અને એ કામને આપણે જ્યારે અનુભવ્યું છે ત્યારે ફરી એકવાર મારી સાથે ‘ગોવિંદ ગુરુ અમર રહો’ નો જરા નારો બોલાવો, પછી હું કહીશ ‘શહીદો’ એટલે તમે ‘અમર રહો’ કહેજો...

 

ગોવિંદ ગુરુ, અમર રહો...  ગોવિંદ ગુરુ, અમર રહો...!

શહીદો, અમર રહો...  શહીદો, અમર રહો...  શહીદો, અમર રહો...!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Chronic therapies power 11% growth in Indian pharma market in May

Media Coverage

Chronic therapies power 11% growth in Indian pharma market in May
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
દમણ, ગુજરાતમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ/લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05, 2026
The launch of projects across healthcare, aviation, tourism and infrastructure marks a new development push for Daman that will transform lives across the UT: PM
The data released today reflects the strength of India's economy, with growth of 7.7% in FY 2025–26 and 7.8% in the quarter ending March 31: PM
Even amid severe global challenges, the collective efforts of 1.4 billion Indians have ensured that India is not only sustaining itself but also staying ahead of the curve: PM
The National Family Health Survey clearly reflects the government's focus on healthcare. While most deliveries in India earlier took place outside hospitals, today over 90% of all deliveries occur in hospitals: PM
Thanks to Mission Indradhanush, child immunization coverage in India has risen from 60% before 2014 to nearly 90% today: PM

ભારત માતા કી જય! ભારત માતા કી જય!

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના એડમિનિસ્ટ્રેટર પ્રફુલ્લ ભાઈ પટેલ, સંસદમાં મારા સહયોગી કલાબેન ડેલકર, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ દીપિકા ટંડેલ જી, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધર્મ બાબુ પટેલ, સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ સોમનાથ દેવરેજી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના અધ્યક્ષ નિશા ભાવસાર જી, દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના અધ્યક્ષ હરીશ કપાયાજી, દીવ જિલ્લા પંચાયતના અધ્યક્ષ કોટિયા રંજીતાબેન અને અહીં વિશાળ સંખ્યામાં પધારેલા મારા વહાલા ભાઈઓ-બહેનો,

તમે જેમ અહીં એકઠા થયા છો, તેવી જ રીતે લક્ષદ્વીપમાં પણ બહુ મોટી સંખ્યામાં લોકો વીડિયોના માધ્યમથી અમારી સાથે જોડાયેલા છે, કારણ કે આજે લક્ષદ્વીપના વિકાસની પણ એક નવી શરૂઆત, એક નવો પ્રકલ્પ, જે આખા લક્ષદ્વીપના જીવનમાં એક ક્રાંતિકારી કામ કરવાનો છે, તેના માટે પણ કેટલીક યોજનાઓનું શિલાન્યાસ અને લોકાર્પણ થયું છે.

સાથીઓ,

કેટલાક વર્ષો પહેલાં, જ્યારે હું તમારી વચ્ચે આવ્યો હતો, તો મેં કહ્યું હતું આ આપણું દમણ ઝડપથી મિની ઇન્ડિયા બની રહ્યું છે અને આજે હું જોઈ રહ્યો છું, ડાબી બાજુ આખું બંગાળ છે અને જમણી બાજુ આખું અસામ છે. દમણ મિની ઇન્ડિયાનું જીવતું-જાગતું ઉદાહરણ બની ચૂક્યું છે. અહીંની વિવિધતા, અલગ-અલગ ક્ષેત્રોના લોકોનું અહીં નિવાસ કરવું, આખા ભારતની સુંદર ઝલક તમારી વચ્ચે આવીને મળી જાય છે. તમે બધા આટલી મોટી સંખ્યામાં અમને આશીર્વાદ આપવા આવ્યા, હું આના માટે આપ સૌનો ખૂબ-ખૂબ ધન્યવાદ કરું છું.

 

ભાઈઓ-બહેનો,

મને કેટલીય વાર દમણ અને દીવ આવવાનો અવસર મળ્યો છે. દાદરા અને નગર હવેલી પણ આવતો રહું છું અને જ્યારે હું મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રી નહોતો, ત્યારે તો બહુ વાર આવતો હતો. પરંતુ હવે જ્યારે હું અહીં આવું છું અને અહીંના સુશાસનને જોઈને, ગવર્નન્સ મોડલને જોઈને બહુ સારું લાગે છે. દર વખતે મને લાગે છે કે ગત વખતની સરખામણીમાં આ ક્ષેત્ર વિકાસની રાહ પર માઈલો આગળ વધી ગયું છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવએ દાયકાઓથી વિકાસના સપના જોયા હતા. જે સપના પહેલાં જોયા, એ પેઢીઓ તો ચાલી ગઈ. પરંતુ આજે જે પેઢી છે, તે પોતાની આંખોની સામે જોઈ રહી છે કે તેમના માતા-પિતા, દાદા-દાદી જે સપના જોતા હતા, એ આજે સપના પૂરા થતા તમે પોતાની આંખોથી જોઈ રહ્યા છો. આજે પણ અહીં કનેક્ટિવિટી, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આનાથી જોડાયેલી અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ થયું છે. વિકાસના આ કામ દમણ અને આખી યુનિયન ટેરિટરી માટે અહીંના લોકોના જીવનને સરળ બનાવશે. આનાથી યુવાનો માટે નવા અવસરો તૈયાર થશે. આ કામોની પાછળ પ્રફુલ્લ ભાઈ પટેલની દ્રષ્ટિ, તેમની અને તેમની ટીમની મહેનત સાફ-સાફ નજરે પડે છે. હું આના માટે પણ પ્રફુલ્લ ભાઈ અને તેમની આખી ટીમની સરાહના કરું છું. હું બધાને લક્ષદ્વીપના લોકોને, દાદરા-નગર હવેલીના લોકોને અનેક-અનેક શુભકામનાઓ આપું છું, આપ સૌને વધામણી આપું છું.

સાથીઓ,

આજે તમારી વચ્ચે આવ્યો છું, તો એક સુખદ સમાચાર આવ્યા છે. હું તો આજે સવારે દિલ્હીથી નીકળી ચૂક્યો હતો, પરંતુ અત્યારે જે આંકડા સામે આવ્યા છે, જે સમાચાર આવ્યા છે, તે ખરેખર પ્રસન્નતા આપનારા છે અને હું પણ ઈચ્છું છું, આ ખુશી તમારી સાથે પણ વહેંચું. આજે જે આંકડા આવ્યા છે, એ આંકડાઓથી સાફ છે કે ભારતની અર્થવ્યવસ્થાનો પાયો કેટલો મજબૂત છે. વર્ષ 2025-26 માં એટલે કે જે ફાઇનાન્સિયલ યર પાછલું પૂરું થયું, વર્ષ 2025-26 માં ભારતે 7.7 પર્સન્ટનો ગ્રોથ રેટ હાસલ કર્યો છે, 7.7 અને પાછલો ક્વાર્ટર જે 31 માર્ચે ખતમ થયો, તેમાં પણ ભારતનો ગ્રોથ 7.8 પર્સન્ટ રહ્યો છે, 7.8 અને આ દુનિયામાં તેજ ગતિથી આગળ વધનારી મોટી ઇકોનોમી છે. દરેક ભારતીયને ગર્વ થાય, આ છે તેની ગતિ. આજે દેશ જે રિફોર્મ એક્સપ્રેસ પર ચાલી રહ્યો છે, આજે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જે આટલો વિકાસ થઈ રહ્યો છે, ગરીબ કલ્યાણને લઈને આટલા મોટા સ્તરે જે કામ ચાલી રહ્યું છે, આ બધા પ્રયાસોનું પરિણામ છે કે આજે દેશ મોટી ઇકોનોમીમાં સૌથી તેજ ગતિથી આગળ વધી રહ્યો છે અને આપણે બધા જાણીએ છીએ, દુનિયા સંકટોમાં ઘેરાયેલી છે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા સવાલોના નિશાનો નીચે દબાયેલી પડી છે, વૈશ્વિક સંકટના આ ખરાબમાં ખરાબ દોરમાં પણ 140 કરોડ દેશવાસીઓના સામૂહિક પ્રયાસોથી ભારત પોતાની જાતને સંભાળી તો રાખી જ રહ્યું છે, પરંતુ સાથે-સાથે સૌથી આગળ રહેવામાં પણ તેના પ્રયાસો સફળ થતા જઈ રહ્યા છે. હું દેશવાસીઓને આર્થિક ક્ષેત્રની આ નવી ઊંચાઈને પ્રાપ્ત કરવા માટે ખૂબ-ખૂબ વધામણી આપું છું અને હું દેશને ફરી આશ્વસ્ત કરું છું કે દેશ દુનિયાભરમાં ચાલી રહેલા આ સંકટોનો સામનો કરતા Reform, Perform અને Transform ના રસ્તા પર આવી જ રીતે દ્રઢ સંકલ્પની સાથે, તેજ ગતિથી આગળ વધતો જ રહેશે, આ મારી દેશવાસીઓને ગેરંટી છે.

સાથીઓ,

આજે આપણા માટે વિકાસ જેટલો જરૂરી છે, એટલું જ મહત્વનું છે કે આપણું વિકાસનું મોડલ સસ્ટેનેબલ હોય. આજે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના દિવસે આપણા અહીં યુનિયન ટેરિટરી સ્ટેટ આ સંકલ્પને સાકાર કરી રહ્યું છે. આજે એક તરફ અહીં હજારો કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થયું છે. સાથે જ અહીં આશરે એક લાખ એક વૃક્ષ માતાના નામે, એક લાખ છોડ પણ વાવવામાં આવી રહ્યા છે. મને ગર્વ છે કે એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે, જેણે સરકારી ઈમારતોમાં શત પ્રતિશત, 100 પર્સન્ટ સૌર ઊર્જાના ઉપયોગની ઉપલબ્ધિ હાંસલ કરી છે. આજે દીવમાં દિવસમાં જેટલી વીજળીની ડિમાન્ડ હોય છે, તે સોલર પાવરથી જ પૂરી થઈ રહી છે અને આપણે તો આને હજુ આગળ લઈને જવાનું છે. ઘરોમાં પણ સોલર ઊર્જાથી વીજળી મળે, એટલું જ નહીં વધારાની વીજળીથી પરિવારની આવક પણ થાય, તેના માટે રૂફટોપ સોલર પ્લાન્ટ્સ લગાવવાની પહેલ શરૂ થઈ છે. હું આ ઉપલબ્ધિઓ માટે પણ આપ સૌની સરાહના કરું છું.

 

સાથીઓ,

સાથે-સાથે મને એ પણ જણાવવામાં આવ્યું છે, દમણના લોકો આ દિવસોમાં અહીં સ્વચ્છતા અભિયાન પણ ચલાવી રહ્યા છે. આ દર્શાવે છે કે સ્વચ્છતા કઈ રીતે દમણના જનજીવનમાં સંસ્કાર બની ચૂકી છે અને આ સંસ્કાર સ્વચ્છતામાં નજરે પડી રહ્યા છે. હું આ જનભાગીદારીના તમારા પ્રયાસો માટે દમણના લોકોનું અભિનંદન કરું છું.

સાથીઓ,

દાદરા નગર હવેલી, દમણ અને દીવ, આ સંઘ શાસિત પ્રદેશ હોવાની સાથે જ ભારતની ઓળખ અને વિરાસત પણ છે. એટલા માટે, આના વિકાસ માટે અમારા લક્ષ્ય પણ સાધારણ નથી. મને યાદ છે, જ્યારે હું ગયા વર્ષે સિલવાસા આવ્યો હતો, ત્યારે મેં તમને સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. મેં કહ્યું હતું કે એક સમયે સિંગાપોર માછીમારોનું નાનું એવું ગામ હતું. પરંતુ, સિંગાપોરના લોકોએ એક સપનું જોયું, ત્યાંના લોકોએ મોટું લક્ષ્ય નક્કી કર્યું અને આજે એ જ સિંગાપોર દુનિયાનું સૌથી મોટું બિઝનેસ હબ બની ચૂક્યું છે. આજે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ પણ એ જ સપનું જોઈ રહ્યા છે. આ નમો એરપોર્ટ, દમણગંગા નદી પર બનનારો આઇકોનિક બ્રિજ, ‘બીચ ફ્રન્ટ’ તેના પર બનનારો કન્વેન્શન સેન્ટર, આવા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા આપણે ભવિષ્યના મોટા સંકલ્પોનો પાયો નાખી રહ્યા છીએ. આ પ્રોજેક્ટ્સ દ્વારા લોકોની અવરજવર સરળ થશે. અહીં બિઝનેસ માટે નવી સંભાવનાઓ બનશે. દમણના બંને કિનારા પર વિકાસની ગતિ હજુ વધુ તેજ થશે.

સાથીઓ,

અહીં સગવડતાના અર્થતંત્રથી જોડાયેલા અવસરો વધશે અને સાથે જ ટ્રાન્સપોર્ટ નગર જેવી સુવિધાથી વ્યાપાર, લોજિસ્ટિક્સને પણ નવી ગતિ મળશે.

 

સાથીઓ,

આ ક્ષેત્રમાં બ્લુ ઇકોનોમી માટે અમે જે વિઝન તૈયાર કર્યું છે, તે વિઝન પણ હાઇટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની તાકાતથી જ સાકાર થશે. એટલા માટે જ, લક્ષદ્વીપના કલપેની અને કદમત દ્વીપોમાં પણ આજે જ આધુનિક પોર્ટ્સની આધારશિલા રાખવામાં આવી રહી છે. આ તમામ પ્રયાસો બ્લુ ઇકોનોમીમાં દેશની તાકાતને વધારશે અને જેવું મેં કહ્યું આ લક્ષદ્વીપનું ભાગ્ય બદલનારા પગલાં છે.

સાથીઓ,

ભાજપની સરકારમાં, એનડીએની અમારી સરકારમાં અમારા માટે વિકાસની પહેલી કસોટી છે- ગરીબ, વંચિત, આદિવાસી અને મિડલ ક્લાસના જીવનમાં બદલાવ! આના માટે, હેલ્થ સેક્ટર અમારી બહુ મોટી પ્રાથમિકતા છે. વિતેલા વર્ષોમાં દેશ હેલ્થ કેર માટે હોલિસ્ટિક વિઝન લઈને આગળ વધ્યો. અમે ઈલાજથી જોડાયેલી દરેક ચિંતાનું સમાધાન કર્યું છે. આજે ગરીબમાં ગરીબ પાસે પણ આયુષ્માન કાર્ડની સુવિધા છે. તેમની પાસે 5 લાખ રૂપિયા સુધીના મફત ઈલાજનો ભરોસો છે. બીમારીની સમયસર તપાસ થઈ શકે, તેના માટે, પ્રધાનમંત્રી આયુષ્માન આરોગ્ય મંદિરોની વ્યવસ્થા છે. જન ઔષધિ કેન્દ્રો દ્વારા સસ્તી દવાઓ પણ મળી રહી છે. આ સુવિધાઓ હજુ બહેતર થાય, હજુ આધુનિક થાય, તેના માટે આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્વારા આજે સ્વાસ્થ્ય સેવાઓને ટેકનોલોજીથી જોડવામાં આવી રહી છે.

સાથીઓ,

આયુષ્માન કાર્ડ અને જન ઔષધિ કેન્દ્રોથી જ ગરીબ અને મધ્યમ વર્ગના આશરે સવા બે લાખ કરોડ રૂપિયા ખર્ચ થતા બચ્યા છે.

ભાઈઓ-બહેનો,

કેન્દ્ર સરકારની નીતિઓનો બહુ લાભ આ ક્ષેત્રના લોકોને પણ થયો છે. એક સમયે અહીં ઈલાજની સારી સુવિધાઓનો પણ અભાવ હતો. અહીં મેડિકલ કોલેજ સુધી નહોતી. પરંતુ, હવે મેડિકલ કોલેજ પણ છે અને તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનનું ભણતર પણ શરૂ થઈ ગયું છે. સિલવાસાની નમો હોસ્પિટલ ગયા વર્ષથી હજારો લોકોની સેવા કરી રહી છે. આજે દમણમાં પણ નમો હોસ્પિટલનું લોકાર્પણ થયું છે. આ ક્ષેત્રના લોકોને પણ હવે હજુ બહેતર હેલ્થ કેરનો લાભ મળશે.

 

સાથીઓ,

અમારી સરકાર કેવી રીતે સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતા ચાલી રહી છે, આનું એક પ્રમાણ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના પરિણામોમાં પણ મળે છે. એક સમયે ભારતમાં મોટાભાગના બાળકોની ડિલિવરી હોસ્પિટલમાં નહોતી થતી. આજે દેશમાં 90 ટકાથી વધુ ડિલિવરી હોસ્પિટલોમાં થઈ રહી છે, જેના કારણે માતા મૃત્યુ કે નવજાતની મૃત્યુમાં બહુ મોટી અટકાવ આવી છે. મિશન ઇન્દ્રધનુષના કારણે બાળકોના રસીકરણના ક્ષેત્રમાં પણ ભારતે સારી પ્રગતિ કરી છે. 2014 પહેલાં માત્ર 60 ટકા બાળકોનું પૂર્ણ રસીકરણ થઈ શકતું હતું. આજે આ આંકડો વધીને આશરે 90 ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય સુરક્ષાના ક્ષેત્રમાં પણ મોટો બદલાવ આવ્યો છે. 2014 પહેલાં 30 ટકાથી પણ ઓછા પરિવારો સ્વાસ્થ્ય વીમા યોજનાથી જોડાયેલા હતા. આજે આયુષ્માન ભારતે, એ આંકડાઓને પણ બદલી દીધા છે. હવે 60 ટકાથી વધુ પરિવારોને આ સુરક્ષા મળી રહી છે.

સાથીઓ,

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં સરકારના આ પ્રયાસોનો લાભ જો કોઈને સૌથી વધારે મળ્યો છે, તો તે મારા દેશની નારી શક્તિ છે.

સાથીઓ,

પહેલાં આ ક્ષેત્રના યુવાનોને હાયર એજ્યુકેશન માટે પણ બહાર જવું પડતું હતું. પરંતુ, આજે અહીં નેશનલ લેવલની, એક નહીં કેટલીય ઇન્સ્ટિટ્યૂટ બની ચૂકી છે. પાછલા વર્ષોમાં અહીં શાળાઓની નવી બિલ્ડિંગ્સ બની છે, શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પણ બન્યા છે. 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી રહ્યો છે. મને ખુશી છે કે કેન્દ્રશાસિત પ્રદેશ ધીમે-ધીમે એજ્યુકેશનના ક્ષેત્રમાં આગળ આવી રહ્યો છે. સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન હબ જેવા કેટલાય નિર્માણ અહીં થઈ રહ્યા છે.

ભાઈઓ-બહેનો,

આ શિક્ષણ ક્રાંતિમાં આપણી દીકરીઓ પાછળ ન રહે, આ પણ મારો સંકલ્પ છે. આના માટે કેટલાય મોટા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરસ્વતી સાયકલ સ્કીમ, સરસ્વતી વિદ્યા યોજના, અહીંની દીકરીઓને બહુ મદદ કરી રહી છે.

 

સાથીઓ,

આજે ભારતની કોશિશ છે કે દેશના યુવાનોને ડિગ્રીની સાથે જ સાચી દિશા પણ મળે. તેમને એવો એક્સપોઝર મળે, જે લોકલ ટેલેન્ટને ગ્લોબલ અવસરોથી જોડે. ડિઝાઇન, લો, એન્જિનિયરિંગ, મેડિકલ એજ્યુકેશન, આઈટી, ડ્રોન અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં આપણી આજની તૈયારી ભારતની વર્કફોર્સને મજબૂત બનાવશે. એટલા માટે પ્રોફેશનલ સંસ્થાઓનો વિસ્તાર બહુ મહત્વપૂર્ણ છે.

સાથીઓ,

આજે NIFT ના અઢારમાં કેમ્પસની આધારશિલા રાખવામાં આવી છે. આ સંસ્થાન અહીંના યુવાનોને ગ્લોબલ એક્સપોઝરથી જોડશે. આઈ.ટી.આઈ. દમણમાં ડ્રોન ટેકનિશિયન જેવા નવા કોર્સીસ પણ શરૂ થયા છે. પીએમ વિશ્વકર્મા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, આનાથી જોડાયેલા ટ્રેનિંગ પ્રોગ્રામ્સનો લાભ પણ યુવાનોને મળી રહ્યો છે.

સાથીઓ,

દેશમાં રમતગમતને પણ નવી વિચાકધારા સાથે આગળ વધારવામાં આવી. આપણી રમતો હવે માત્ર મોટા શહેરો કે મોટા સ્ટેડિયમો સુધી સીમિત નથી. ખેલો ઇન્ડિયા જેવા પ્રયાસોએ યુવાનોને પોતાની પ્રતિભા દેખાડવાનો નવો મંચ આપ્યો છે. આનાથી નાના-નાના ક્ષેત્રોમાં નેશનલ લેવલ પર રમત જગતમાં આપણા બાળકો આગળ આવી રહ્યા છે અને આનો પણ લાભ આ ક્ષેત્રને થયો છે. દીવ આજે બીચ સ્પોર્ટ્સનું એક મોટું કેન્દ્ર બનીને ઉભર્યું છે. ઘોઘલા બીચ પર થયેલી બીચ ગેમ્સે પણ દેશનું ધ્યાન આ ક્ષેત્ર તરફ ખેંચ્યું છે. આજે અહીં આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સતત કામ થઈ રહ્યું છે. ખાનવેલમાં ફૂટબોલ સેન્ટર અને દમણમાં વોલીબોલ ટ્રેનિંગ સેન્ટર અહીં રમત સંસ્કૃતિને મજબૂત કરી રહ્યા છે.

સાથીઓ,

આજે દેશનું બહુ મોટું ફોકસ ટુરિઝમ પર પણ છે. અમારો પ્રયાસ છે કે ટુરિઝમથી સ્થાનિક કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન મળે. નાના-નાના સ્થાનોને પણ મોટા-મોટા અવસરોથી જોડી શકાય. ‘દેખો અપના દેશ’ જેવા પ્રયાસે લોકોને દેશની વિવિધતા વિશે જાણવા માટે પ્રેરિત કર્યા છે. આજે ભારતમાં હેરિટેજ ટુરિઝમ, ‘બીચ ટુરિઝમ’, ઇકો-ટુરિઝમ, એડવેન્ચર ટુરિઝમ, આ સેક્ટર્સને નવી ઊર્જા મળી રહી છે.

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં તો પર્યટન પણ એટલી અસીમ સંભાવનાઓવાળું એક ક્ષેત્ર છે. આ ક્ષેત્રને પ્રાકૃતિક સુંદરતાનું અદ્ભુત વરદાન મળ્યું છે. એટલા માટે જ પર્યટનને લઈને દેશે જે નીતિઓ પર કામ કર્યું છે, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવને તેનો મોટો લાભ મળી રહ્યો છે. 2021 માં અહીં આશરે 6 લાખ ટૂરિસ્ટ આવ્યા હતા. 2025 માં આ સંખ્યા વધીને લગભગ 50 લાખ સુધી પહોંચી ગઈ છે. એટલે કે કેટલાક જ વર્ષોમાં ટુરિઝમ ફૂટફોલમાં આશરે 10 ગણો વધારો થયો છે. આ સારૂં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારી સુવિધાઓ, સાફ-સુથરા ‘બીચ’ ના કારણે સંભવ થયું છે. દમણ નાઇટ માર્કેટ, રામસેતુ સી-ફ્રન્ટ, નમોપથ સી-ફ્રન્ટ, નાની દમણ ફોર્ટ, ગંગેશ્વર ટેમ્પલ કોમ્પ્લેક્સ, આવા અનેક સ્થાનો આજે આખા ક્ષેત્રની નવી ઓળખ બનાવી રહ્યા છે.

 

સાથીઓ,

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, આના સપનાઓને પૂરા કરવા માટે આપણે અહીંની ઔદ્યોગિક તાકાતને પણ વધારવાની છે. આ પણ ગર્વની વાત છે કે આ યુનિયન ટેરિટરીએ મેન મેડ ફાઈબર ના ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દાદરા અને નગર હવેલીને નેશનલ મેન મેડ ફાઈબર કેપિટલના રૂપમાં ઓળખવામાં આવે છે. પ્લાસ્ટિક એક્સપોર્ટમાં પણ આ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. સરકારે અહીં ઇન્ડસ્ટ્રીઝ અને MSMEs ને સપોર્ટ આપવા માટે પણ સતત પ્રયાસો કર્યા છે. અહીં MSMEs અને અન્ય ઇન્ડસ્ટ્રીઝને કરોડો રૂપિયાથી વધુની આર્થિક સહાયતા આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશના લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો માટે નવા અવસરો ખુલી રહ્યા છે. મને વિશ્વાસ છે, આવનારા સમયમાં આ ક્ષેત્ર મેન્યુફેક્ચરિંગનું મોટું હબ બનશે.

સાથીઓ,

જ્યારે વિકાસના વિઝનની સાથે સંવેદનશીલ ગવર્નન્સ જોડાય છે, તો પરિવર્તન તેજ ગતિથી જમીન પર ઉતરે છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવમાં આપણા આ પ્રયાસોનો પ્રભાવ જોઈને સંતોષ થાય છે. મને આ ધરતીના લોકો પર પૂરો વિશ્વાસ છે. અહીંના યુવાનો, અહીંની માતાઓ-બહેનો, અહીંના ખેડૂતો, કારીગરો, શ્રમિકો અને ઉદ્યમીઓ, આવનારા વર્ષોમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જશે. હું તમને ભરોસો અપાવું છું, તમારા સપનાઓને પૂરા કરવા માટે કેન્દ્ર સરકાર ખભેથી ખભો મિલાવીને ઊભી રહેશે. આ જ વિશ્વાસની સાથે, હું એકવાર ફરી વિકાસ પરિયોજનાઓ માટે તમને ખૂબ-ખૂબ વધામણી આપું છું. મારી સાથે બોલો ભારત માતા કી જય! ભારત માતા કી જય! ભારત માતા કી જય!

ખૂબ-ખૂબ ધન્યવાદ.