પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની મુલાકાત દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપશે
પ્રધાનમંત્રીએ G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાત અને પ્રધાનમંત્રી કાર્ની સાથેની તેમની મુલાકાતને યાદ કરી
પ્રધાનમંત્રીએ વેપાર, ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને લોકો વચ્ચેના સંબંધોમાં બંને દેશો વચ્ચેના સહકારમાં વધારો થવાના મહત્વની નોંધ લીધી
પ્રધાનમંત્રી મોદીએ પીએમ કાર્નીને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને તેમની આગામી મુલાકાત માટે આતુર હોવાનું જણાવ્યુ

કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડાની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે.

પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ વેપાર, ઉર્જા, ટેકનોલોજી, કૃષિ અને લોકો વચ્ચેના સંબંધોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીને તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે તેઓ તેમની આગામી મુલાકાત માટે આતુર છે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's sugar output increased 22% to 15.9 MT until January 15: ISMA

Media Coverage

India's sugar output increased 22% to 15.9 MT until January 15: ISMA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જાન્યુઆરી 2026
January 21, 2026

Viksit Bharat in Full Swing: Global Praise, Job Boom, and Self-Reliance Under PM Modi