ભૂતકાળથી અલગ ચીલો ચાતરતા, વડાપ્રધાન મોદીએ સમગ્રતયા વિકાસને સિદ્ધ કરવા માટે સહકારી અને સ્પર્ધાત્મક સમવાય તંત્રને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો છે. ઘણા સમય બાદ આપણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મોટા અને નાનાભાઈના સંબંધ જોયા છે. ‘દરેક માટે એક જ ઉપાય’ નો અભિગમ વર્ષો સુધી વિવિધ રાજ્યોમાં રહેલી વિવિધતા અને તેમની સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં લીધા વગર ઉપયોગમાં લેવામાં આવતો હતો.

નીતિ આયોગને રાજ્યોને વધારે સશક્ત તેમજ મજબુત બનાવવા માટે રચવામાં આવ્યું છે. આ ભૂતકાળ કરતા મહત્ત્વનો વિકાસલક્ષી બદલાવ છે જે રાજ્યો સાથે વાસ્તવિક અને સતત ભાગીદારીની નીતિ દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતી કેન્દ્દ્રથી રાજ્યની એકતરફી નીતિનું સ્થાન લેશે. નીતિ આયોગ સરકારના વ્યુહાત્મક નીતિ દર્શન તેમજ આકસ્મિક મુદ્દાઓ સાથે પાર પાડવા ગતિ સાથે કાર્ય કરશે.

રાષ્ટ્રીય હેતુઓ માટે નીતિ આયોગ રાષ્ટ્રીય વિકાસની પ્રાથમિકતાઓ, ક્ષેત્રો અને રણનીતિઓ રાજ્યોની સક્રિય સામેલગીરી સાથે વિકસિત કરશે. નીતિ આયોગની દ્રષ્ટિ ત્યારબાદ વડાપ્રધાન અને મુખ્યમંત્રીઓ સમક્ષ પ્રેરણા માટે ‘નેશનલ એજન્ડા’ ની રૂપરેખા પૂરી પાડશે. તે સહકારી સમવાયતંત્રની પહેલ અને વ્યવસ્થાની સંભાળ રાજ્યો સાથે સતત કરશે, અને નક્કી કરશે કે મજબૂત રાજ્યો મજબૂત રાષ્ટ્ર બનાવે. તે ગ્રામીણ સ્તરે વિશ્વસનીય યોજનાઓ બનાવવા વ્યવસ્થા વિકસિત કરશે અને તેને ઉચ્ચ સ્તરે સમગ્રપણે પ્રગતિશીલ બનાવશે.

એક સીમાચિહ્નરૂપ પગલાંમાં કેન્દ્રની NDA સરકારે 14માં નાણા પંચની ભલામણો સ્વીકારી લીધી છે. રાજ્યોને હવે અગાઉના 32%ના સ્થાને કર આવકના 42% જેટલો હિસ્સો મળશે. જો કે આ સ્વાભાવિક રીતે કેન્દ્દ્ર પાસે ઘણી ઓછી રકમ છોડશે, પરંતુ ભારત સરકારે 14માં નાણા પંચની ભલામણોને હકારાત્મકતાની ભાવનાથી લીધી છે કારણકે તે રાજ્યોને તેમની પ્રાથમિકતાઓ અને જરૂરિયાત અનુસાર યોજનાઓની રચના કરવામાં અને તેનો અમલ કરવામાં સ્વાયત્તતા બક્ષશે. આ એક અભૂતપૂર્વ વધારો છે જે રાજ્યોને શક્ય હોય તેવી તમામ રીતે રાજ્યોને સશક્ત બનાવશે, તે તેમના કાર્યક્રમોને નાણાંકીય ડાહપણ અને શિસ્તનું ધ્યાન આપીને વ્યાપક નાણાંકીય મજબૂતી અને સ્વાયત્તતા સાથે રચવાનું શક્ય બનાવશે.

એક નવીન પહેલમાં વડાપ્રધાન મોદી સાથે તેમની ચીન મુલાકાત દરમ્યાન બે મુખ્યમંત્રીઓ સાથે હતા. તેમણે એક સીમાચિહ્નરૂપ પહેલમાં ભાગ લીધો હતો: ધ પ્રોવિન્શિયલ લીડર્સ ફોરમ. આ રાજ્યથી રાજ્યના સહકારમાં નવા યુગની શરૂઆત કરશે.
રાજ્યોને એક મહત્ત્વના પ્રોત્સાહનમાં ખાસ કરીને કોલસાથી ધનવાન પૂર્વ ભારતના રાજ્યો, મોટાભાગની પ્રવૃત્તિઓ સફળ કોલસાની હરાજીથી શરુ ત હશે જે રાજ્યોને અતિશય મદદરૂપ થશે.




