પ્રધાનમંત્રીએ શાંતિ અને વિકાસ માટે અણુ ઊર્જાના સલામત અને સુરક્ષિત ઉપયોગ માટે ભારતની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો
ડીજી ગ્રોસીએ જવાબદાર પરમાણુ ઊર્જા તરીકે ભારતના દોષરહિત રેકોર્ડ અને સામાજિક લાભ માટે નાગરિક પરમાણુ એપ્લિકેશન્સમાં તેની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાની પ્રશંસા કરી હતી
ભારત અને આઇએઇએ વૈશ્વિક દક્ષિણમાં પરમાણુ ટેકનોલોજી એપ્લિકેશન્સને વિસ્તૃત કરવા સહકાર આપશે

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીના મહાનિદેશક શ્રી રાફેલ મારિયાનો ગ્રોસીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ શાંતિ અને વિકાસ માટે અણુ ઊર્જાના સલામત અને સુરક્ષિત ઉપયોગ માટે ભારતની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ દેશના ઊર્જા મિશ્રણના ભાગરૂપે પર્યાવરણને અનુકૂળ પરમાણુ ઊર્જા ઉત્પાદન ક્ષમતાના હિસ્સાને વધારવાના ભારતના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની વહેંચણી કરી હતી.

ડાયરેક્ટર જનરલ ગ્રોસીએ ભારતના દોષરહિત રેકોર્ડને જવાબદાર પરમાણુ શક્તિ તરીકે બિરદાવ્યો હતો. તેમણે પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારતની પ્રગતિની પ્રશંસા કરી હતી, ખાસ કરીને સ્વદેશી પરમાણુ ઊર્જા પ્લાન્ટનાં વિકાસ અને તેની સ્થાપના પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સામાજિક લાભ માટે નાગરિક પરમાણુ કાર્યક્રમોમાં ભારતની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો. તેમાં પરમાણુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતે કરેલી નોંધપાત્ર પ્રગતિનો સમાવેશ થાય છે, જે માનવજાત સામેના પડકારોનું સમાધાન કરે છે, જેમાં આરોગ્ય, ખાદ્ય, જળ શુદ્ધિકરણ, પ્લાસ્ટિક પ્રદૂષણ અને આબોહવામાં પરિવર્તન સાથે સંબંધિત પડકારો સામેલ છે.

સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ અને મિર્ક્રો-રિએક્ટર્સ સહિત ચોખ્ખી શૂન્ય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં અણુ ઊર્જાની ભૂમિકાના વિસ્તરણ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું.

ડાયરેક્ટર જનરલ ગ્રોસીએ આઇએઇએ અને ભારત વચ્ચે ઉત્કૃષ્ટ ભાગીદારી માટે પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે તાલીમ અને ક્ષમતા નિર્માણ કાર્યક્રમો માટે ભારતની પ્રશંસા કરી હતી, જેણે ઘણાં દેશોને મદદ કરી છે. બંને પક્ષોએ ભારત અને આઇએઇએ વચ્ચે વૈશ્વિક દક્ષિણમાં નાગરિક પરમાણુ ટેકનોલોજી એપ્લિકેશન્સનો વિસ્તાર કરવા માટે સહકારનાં માર્ગો શોધવા સંમતિ વ્યક્ત કરી હતી.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”