“We have to transform India’s economy. On one hand manufacturing sector is to be enhanced, while on the other side, we have to make sure it directly benefits the youth. They must get jobs so that lives of poorest of the poor stands transformed and they come out of the poverty line. Enhancing their purchasing power would increase the number of manufacturers, manufacturing growth, employment opportunities and expand the market.” –Narendra Modi
The cloth industry in Varanasi was badly hit due to lack of basic facilities. It was only after Prime Minister Narendra Modi’s efforts that the weaver community in the region have a reason to rejoice. The Centre has allotted a corpus of Rs. 347 crore for revamping the cloth and handicraft industries in Varanasi.
The impact of Centre’s ‘Make in India’ and ‘Skill India’ is clearly visible in Varanasi. A dedicated textile facilitation centre has been developed worth Rs. 305 crores for technical advancement and other facilities for the handicraft and weaver industries. Also, common facilitation centres have been set up to further aid the weavers.
A branch of National Institute of Fashion Technology and a regional silk technological research station have come up. Alongside, with a corpus of Rs. 31 crore, a scheme has been initiated for overall development of handicraft industry.
The cloth industry offers maximum opportunities in the manufacturing sector. Employment opportunities are set to grow in the region under Prime Minister Modi’s ‘Make In India’ initiative.
Volleyball teaches us that no victory is ever achieved alone, and our success depends on our coordination, our trust, and the readiness of our team: PM
Everyone has their own role, their own responsibility and we succeed only when each person fulfills their responsibility with seriousness: PM
Since 2014, India’s performance across various sports has steadily improved, and we feel immense pride when we see Gen-Z hoisting the tricolor on the field of play: PM
The 2030 Commonwealth Games are set to be held in India, and the nation is making strong efforts to host the 2036 Olympics as well: PM
હર હર મહાદેવ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, ઉપ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકજી, યુપી સરકારમાં મંત્રી ભાઈ રવિન્દ્ર જયસ્વાલ, દયાશંકરજી, ગિરીશ યાદવજી, બનારસના મેયર ભાઈ અશોક તિવારીજી, અન્ય જનપ્રતિનિધિગણ, વોલીબોલ એસોસિએશનના તમામ પદાધિકારીઓ, દેશભરમાંથી આવેલા તમામ ખેલાડીઓ, કાશીના મારા પરિવારજનો, નમસ્કાર.
આજે કાશીના સાંસદ હોવાને નાતે આપ સૌ ખેલાડીઓનું સ્વાગત અને અભિનંદન કરતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે. આજથી કાશીમાં નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપનો શુભારંભ થઈ રહ્યો છે. આપ સૌ ખેલાડીઓ ખૂબ જ સખત મહેનત પછી આ નેશનલ ટૂર્નામેન્ટ સુધી પહોંચ્યા છો. તમે જે મહેનત કરી છે, આવનારા દિવસોમાં કાશીના મેદાન પર તેની પરીક્ષા થશે. જોકે મને જણાવવામાં આવ્યું છે કે દેશના 28 રાજ્યોની ટીમો અહીં એકઠી થઈ છે. એટલે કે આપ સૌ 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની બહુ સુંદર તસવીર પણ પ્રસ્તુત કરી રહ્યા છો. હું આ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.
સાથીઓ,
અમારે અહીં બનારસીમાં કહેવાય છે કે, 'બનારસ કે જાનલ ચાહત હઉવ, ત બનારસ આવે કે પડિ', તો આપ લોકો બનારસ આવી ગયા છો, અને હવે બનારસને જાણી પણ જશો. આપણું બનારસ રમતપ્રેમીઓનું શહેર છે. કુસ્તી, કુસ્તીના અખાડા, મુક્કાબાજી, નૌકા દોડ, કબડ્ડી, આવી અનેક રમતો અહીં ખૂબ પ્રખ્યાત છે. બનારસે અનેક રમતોના નેશનલ ખેલાડીઓ પણ આપ્યા છે. બનારસ હિન્દુ યુનિવર્સિટી, યુપી કોલેજ, કાશી વિદ્યાપીઠ જેવી શૈક્ષણિક સંસ્થાઓના ખેલાડીઓ, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર છવાયેલા રહ્યા છે. અને કાશી તો હજારો વર્ષોથી એ તમામનું સત્કાર કરતી આવી છે, જે જ્ઞાન અને કલાની સાધના માટે અહીં આવે છે. અને એટલા માટે મને વિશ્વાસ છે, નેશનલ વોલીબોલ ચેમ્પિયનશિપ દરમિયાન બનારસનો જોશ હાઈ રહેશે. આપ સૌ ખેલાડીઓને ઉત્સાહ વધારનારા પ્રેક્ષકો પણ મળશે અને કાશીની આતિથ્ય પરંપરાને જીવવાનો અવસર પણ મળશે.
સાથીઓ,
વોલીબોલ એક સાધારણ સ્પોર્ટ્સ નથી, નેટની આ પાર અને પેલી પાર, બંને તરફ, આ સંતુલનનો ખેલ છે, આ સહયોગનો ખેલ છે, અને આ રમતમાં સંકલ્પશક્તિ પણ દેખાય છે. એટલે કે બોલને કોઈપણ કિંમતે ઉપર જ ઉઠાવવાનો છે. વોલીબોલ આપણને ટીમ સ્પિરિટથી જોડે છે. વોલીબોલના દરેક ખેલાડીનો મંત્ર હોય છે- Team First, ભલે દરેક વ્યક્તિ અલગ-અલગ સ્કીલ્સ ધરાવતી હોય, પરંતુ તમામ પ્લેયર્સ પોતાની ટીમની જીત માટે રમે છે. અને હું તો ભારતની ડેવલપમેન્ટ સ્ટોરી અને વોલીબોલમાં પણ ઘણી વાતો કોમન જોઉં છું. વોલીબોલ આપણને શીખવે છે કે કોઈ પણ જીત, એકલા હાથે નથી મળતી. આપણી જીત આપણા કો-ઓર્ડિનેશન, આપણા વિશ્વાસ અને આપણી ટીમની તત્પરતા પર નિર્ભર હોય છે. દરેકની પોતાની ભૂમિકા છે, પોતાની જવાબદારી છે. અને આપણે ત્યારે જ સફળ થઈએ છીએ, જ્યારે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીને સારી રીતે નિભાવે છે, ગંભીરતાથી નિભાવે છે. આપણો દેશ પણ આ જ રીતે આગળ વધી રહ્યો છે. સ્વચ્છતાથી લઈને ડિજિટલ પેમેન્ટ સુધી અને 'એક પેડ મા કે નામ'થી લઈને વિકસિત ભારતના અભિયાન સુધી આપણે એટલા માટે પ્રગતિ કરી રહ્યા છીએ, કારણ કે દેશનો દરેક જણ, દરેક વર્ગ, દરેક પ્રાંત એક સામૂહિક ચેતનાથી, 'India First'ની ભાવનાથી, દેશ માટે કામ કરી રહ્યો છે.
સાથીઓ,
આજકાલ દુનિયામાં ભારતના ગ્રોથની, આપણી ઈકોનોમીની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. પરંતુ જ્યારે દેશ વિકાસ કરે છે, તો આ પ્રગતિ માત્ર આર્થિક મોરચા સુધી સીમિત નથી રહેતી. આ આત્મવિશ્વાસ, રમતના મેદાન પર પણ દેખાય છે. આ જ આપણે વીતેલા કેટલાક વર્ષોમાં દરેક સ્પોર્ટ્સમાં જોઈ રહ્યા છીએ. વર્ષ 2014 પછીથી અલગ-અલગ રમતોમાં ભારતનું પ્રદર્શન સતત વધુ સારું થયું છે. આપણને ખૂબ ગર્વ થાય છે, જ્યારે જેન-ઝી (Gen-Z) ને રમતના મેદાન પર તિરંગો લહેરાવતા જોઈએ છીએ.
સાથીઓ,
એક સમય હતો જ્યારે રમતોને લઈને સરકાર અને સમાજ, બંનેમાં જ ઉદાસીનતાનો ભાવ હતો. આ કારણે ખેલાડીઓમાં પણ પોતાના ભવિષ્યને લઈને આશંકાઓ રહેતી હતી. ખૂબ ઓછા યુવાનો સ્પોર્ટ્સને કરિયર તરીકે અપનાવતા હતા. પરંતુ વીતેલા દાયકામાં સ્પોર્ટ્સને લઈને સરકાર અને સમાજ બંનેની વિચારધારામાં બદલાવ દેખાઈ રહ્યો છે. સરકારે સ્પોર્ટ્સનું બજેટ ઘણું વધારે વધારી દીધું છે. આજે ભારતનું સ્પોર્ટ્સ મોડલ એથલીટ-સેન્ટ્રિક થઈ ગયું છે. ટેલેન્ટની ઓળખ, સાયન્ટિફિક ટ્રેનિંગ, તેમના ન્યુટ્રિશનનું ધ્યાન, અને પારદર્શી પસંદગી, હવે દરેક સ્તરે ખેલાડીઓના હિતોને સર્વોપરી રાખવામાં આવે છે.
સાથીઓ,
આજે દેશ રિફોર્મ એક્સપ્રેસ પર સવાર છે. દેશનું દરેક સેક્ટર, દરેક ડેવલપમેન્ટ ડેસ્ટિનેશન આ રિફોર્મ એક્સપ્રેસ સાથે જોડાઈ રહ્યું છે, અને સ્પોર્ટ્સનું ડેસ્ટિનેશન પણ એમાંનું એક છે. સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ સરકારે મોટા રિફોર્મ્સ કર્યા છે. નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ અને ખેલો ભારત નીતિ 2025, આ પ્રકારની જોગવાઈઓથી સાચા ટેલેન્ટને અવસર મળશે, રમતગમત સંગઠનોમાં પારદર્શકતા વધશે. દેશના યુવાનોને સ્પોર્ટ્સ અને એજ્યુકેશન બંને ક્ષેત્રોમાં એકસાથે આગળ વધવાની તક મળશે.
સાથીઓ,
આજે TOPs જેવા Initiatives થી ભારતમાં સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમ ટ્રાન્સફોર્મ થઈ રહી છે. એક તરફ આપણે સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ફંડિંગ મેકેનિઝમ તૈયાર કરી રહ્યા છીએ, અને તેની સાથે જ નવયુવાનોને શાનદાર એક્સપોઝર આપવા માટે પણ કામ કરી રહ્યા છીએ. તમે નોંધ્યું હશે, વીતેલા દાયકામાં અનેક શહેરોમાં ફિફા અંડર-17 વિશ્વ કપ, હોકી વિશ્વ કપ, ચેસ (Chess) સાથે જોડાયેલા મોટા ઇવેન્ટ્સ, આવા 20 થી વધુ પ્રમુખ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો આયોજિત કર્યા છે. 2030 ની કોમનવેલ્થ ગેમ્સ પણ ભારતમાં જ થવા જઈ રહી છે. ભારત પૂરી મક્કમતાથી 2036 ઓલિમ્પિકની યજમાની માટે પણ તૈયારી કરી રહ્યો છે. આની પાછળ પ્રયાસ એ છે કે વધુમાં વધુ ખેલાડીઓને વધુમાં વધુ રમવાની તકો મળે.
સાથીઓ,
આપણે શાળા સ્તરે પણ ખેલાડીઓને ઓલિમ્પિક સ્પોર્ટનું એક્સપોઝર આપવામાં લાગેલા છીએ. ખેલો ઈન્ડિયા અભિયાનના કારણે સેંકડો યુવાનોને નેશનલ સ્તર પર આગળ આવવાની તક મળી છે. હજુ થોડા દિવસ પહેલા જ સાંસદ ખેલ મહોત્સવનું પણ સમાપન થયું છે. આમાં પણ આશરે એક કરોડ યુવાનોએ પોતાની પ્રતિભા બતાવી છે. હું કાશીનો સાંસદ છું અને તેથી તમને એ પણ ગર્વથી જણાવીશ કે સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન, મારા કાશીના પણ આશરે 3 લાખ યુવાનોએ મેદાન પર પોતાનું જોર બતાવ્યું છે.
સાથીઓ,
સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને જે બદલાવ આવ્યો છે, તેનો લાભ કાશીને પણ મળી રહ્યો છે. કાશીમાં આધુનિક રમત સુવિધાઓ બની રહી છે, અલગ-અલગ રમતો સાથે જોડાયેલા સ્ટેડિયમ બની રહ્યા છે. નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આસપાસના જિલ્લાના ખેલાડીઓને પણ ટ્રેનિંગની તક મળી રહી છે. તમે આજે જે સિગરા સ્ટેડિયમમાં ઉભા છો, તે પણ અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ થઈ ગયું છે.
સાથીઓ,
મને આનંદ છે કે કાશી મોટા ઇવેન્ટ્સ માટે તૈયાર થઈ રહ્યું છે. વોલીબોલની નેશનલ કોમ્પિટિશન માટે, દેશના સ્પોર્ટિંગ મેપમાં સ્થાન બનાવવું પણ, કાશી માટે ખૂબ મહત્વનું છે. અને આ સ્પોર્ટ્સ ઇવેન્ટ પહેલા પણ, કાશીમાં એવા અનેક આયોજનો થયા છે, જેનાથી અહીંના લોકોને, અહીંની લોકલ ઇકોનોમીને પર્ફોર્મ કરવાની મોટી તકો મળી છે. જેમ કે બનારસમાં જી-20 ની મહત્વપૂર્ણ મીટિંગ્સ થઈ છે, કાશી તમિલ સંગમમ અને કાશી તેલુગુ સંગમમ જેવા સાંસ્કૃતિક ઉત્સવો થયા છે, પ્રવાસી ભારતીય લોકોનું સંમેલન થયું છે, અને કાશી શાંઘાઈ સહયોગ સંગઠનની સામૂહિક રાજધાની પણ બની છે, સાંસ્કૃતિક રાજધાની તરીકે. આજે આ સિદ્ધિઓમાં, આ ચેમ્પિયનશિપ પણ એક રત્ન તરીકે જોડાઈ રહી છે. આ તમામ આયોજનોથી કાશી મોટા મંચો પર આવા ઇવેન્ટ્સના મોટા ડેસ્ટિનેશન તરીકે ઉભરી રહી છે.
સાથીઓ,
બનારસમાં અત્યારે સારી ઠંડી પડે છે. અને આ મોસમમાં એક થી એક ચઢિયાતી વાનગીઓ પણ મળે છે. સમય મળે તો મલઈયોનો પણ આનંદ માણજો. બાબા વિશ્વનાથના દર્શન, ગંગાજીમાં બોટિંગ, આ અનુભવો પણ પોતાની સાથે ચોક્કસ લઈને જજો. બાકી, આ ટૂર્નામેન્ટમાં સારી રીતે રમો, કાશીની ધરતી પરથી, તમારો દરેક સ્પાઈક, દરેક બ્લોક અને દરેક પોઈન્ટ, ભારતની સ્પોર્ટ્સ એસ્પિરેશન્સને વધુ ઊંચાઈ આપે, એ જ અપેક્ષા સાથે આપ સૌને ફરીથી ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. આભાર. વંદે માતરમ!