ઓપનએઆઈના સીઈઓ શ્રી સેમ ઓલ્ટમેનએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
બેઠક બાદ પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે ભારત AIમાં જબરદસ્ત પ્રગતિ કરી રહ્યું છે અને પ્રતિભા અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર બનવા માટે તૈયાર છે.

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય સમુદાયને ભારતના પ્રતિભાશાળી યુવાનોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું, જે આ પરિવર્તનશીલ ક્ષેત્રને વધુ ઉર્જા આપશે.
X પર સેમ ઓલ્ટમેનની પોસ્ટનો જવાબ આપતા શ્રી મોદીએ કહ્યું:
"આ ખરેખર ખૂબ જ શાનદાર બેઠક હતી. ભારત AIની દુનિયામાં ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. અમે વિશ્વને અમારા પ્રતિભાશાળી યુવાનોમાં રોકાણ કરવા અને આ ક્ષેત્રમાં ઉર્જા વધારવા માટે આમંત્રણ આપીએ છીએ.
@OpenAI"
It was a very good meeting indeed. India is making immense strides in the world of AI. We invite the world to invest in our talented youth and add vigour to this sector.@OpenAI https://t.co/FC3IsVaX23
— Narendra Modi (@narendramodi) February 20, 2026


