શેર
 
Comments
વધારાયેલ એમએસપીનો ઉદ્દેશ પાક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો છે
ઘઉં, રાયડો અને સરસવના કિસ્સામાં અને ત્યારબાદ મસૂર, ચણા, જવ અને કુસુમના કિસ્સામાં ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચ પર વળતર સર્વોચ્ચ રહેવાનો અંદાજ
તેલિબિયાં, કઠોળ અને બરછટ અનાજની તરફેણમાં એમએસપીને જોડવામાં આવ્યા
રવિ પાકની એમએસપીમાં વધારો ખેડૂતો માટે લાભદાયી ભાવો સુનિશ્ચિત કરશે

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રવિ બજાર સિઝન 2022-23 (આરએમએસ) માટે તમામ અધિદિષ્ટ રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારાને મંજૂરી આપી છે.

ખેડૂતોને પોતાના પાક માટે લાભદાયી ભાવો સુનિશ્ચિત કરવા માટે સરકારે આરએમએસ 2022-23 માટે રવિ પાકના લઘુતમ ટેકાના ભાવોમાં વધારો કર્યો છે. અગાઉના વર્ષની સરખામણીએ એમએસપીમાં સૌથી વધારે સંપૂર્ણ વધારો મસૂર અને રાયડો (રેપસીડ્સ) અને જવ માટે (દરેકમાં ક્વિન્ટલે રૂ. 400) ભલામણ કરવામાં આવી છે. ત્યારબાદ ચણા (ક્વિન્ટલ દીઠ રૂ. 130)માં વધારો કરવામાં આવ્યો છે. કુસુમ માટે ગત વર્ષની સરખામણીએ  ક્વિન્ટલે રૂ. 114નો વધારો કરવામાં આવ્યો છે. પરિવર્તનશીલ વળતરનો હેતુ પાક વૈવિધ્યને પ્રોત્સાહન આપવાનો છે.

 

બજાર સિઝન 2022-23 માટે તમામ રવિ પાક માટે એમએસપી ( રૂ./ક્વિન્ટલમાં)

પાક

આરએમએસ 2021-22 માટે એમએસપી

આરએમએસ 2022-23 માટે એમએસપી

2022-23નો ઉત્પાદન ખર્ચ*

એમએસપીમાં વધારો (સંપૂર્ણ)

ખર્ચ પર વળતર (ટકામાં)

ઘઉં

1975

2015

1008

40

100

જવ

1600

1635

1019

35

60

ચણા

5100

5230

3004

130

74

મસૂર

5100

5500

3079

400

79

રાયડો અને સરસવ

4650

5050

2523

400

100

કુસુમ

5327

5441

3627

114

50

સર્વગ્રાહી ખર્ચ છે જેમાં નોકરીએ રાખેલ માનવ શ્રમ પાછળ ખર્ચ, બળદ શ્રમ/મશીન શ્રમ, જમીનમાં ગણોત માટે ચૂકવાયેલ ભાડું, બિયારણ, ખાતર, છાણ, સિંચાઇ શુલ્ક જેવી સામગ્રીઓના વપરાશ પાછળ ખર્ચ, ઓજારો અને ખેત ઇમારતોનો ઘસારો, કાર્યકારી મૂડી પરનું વ્યાજ, પમ્પ સેટ ઈત્યાદિના વપરાશ માટે ડીઝલ/વીજળી, પરચૂરણ ખર્ચ અને પારિવારિક શ્રમની ઉમેરાયેલ મૂલ્ય જેવાં ચૂકવાયેલ તમામ ખર્ચાનો સમાવેશ થાય છે.

આરએમએસ 2022-23 માટે રવિ પાક માટે એમએસપીમાં વધારો અખિલ ભારત ભારાંક સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા દોઢ ગણા એમએસપી નક્કી કરવા માટે કેન્દ્રીય અંદાજપત્રે 2018-19માં કરાયેલી જાહેરાતને અનુરૂપ છે જેનો ઉદ્દેશ ખેડૂતો માટે વાજબી વળતર માટેનો છે. ખેડૂતોને એમના ઉત્પાદન ખર્ચની ઉપર અપેક્ષિત વળતર ઘઉં અને રાયડા તેમજ સરસવના કિસ્સામાં (દરેકમાં 100 ટકા) સર્વોચ્ચ અને ત્યારબાદ મસૂર (79%); ચણા (74%); જવ (60%); કુસુમ (50%) પર મળવાની ધારણા છે. 

તેલિબિયાં, કઠોળ અને બરછટ-જાડાં અનાજની તરફેણમાં એમએસપીને ફરી જોડવા માટેના કેન્દ્રીય પ્રયાસો છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયા છે જેથી ખેડૂતો એમનો મોટો વિસ્તાર આ પાક હેઠળ લાવવા અને માગ-પુરવઠાના અસંતુલનને સુધારવા માટે શ્રેષ્ઠ ટેકનોલોજી અને ખેત પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત થાય. 

આ ઉપરાંત, સરકાર દ્વારા તાજેતરમાં જાહેર થયેલી કેન્દ્ર પુરસ્કૃત યોજના નેશનલ મિશન ઓન એડિબલ ઑઇલ્સ-ઑઇલ પામ (એનએમઈઓ-ઓપી‌) ખાદ્ય તેલોના ઘરેલુ ઉત્પાદનને વધારવામાં અને આયાત પરના અવલંબનને ઘટાડવામાં મદદ કરશે. કુલ રૂ. 11040 કરોડના ખર્ચ સાથે આ યોજના આ ક્ષેત્રના વિસ્તારને વિસ્તારવામાં અને ઉત્પાદકતાને વધારવામાં મદદ કરશે એટલું જ નહીં, પણ ખેડૂતોને એમની આવક વધારીને એમને મદદરૂપ થશે અને વધારે રોજગાર પેદા કરશે.

2018માં સરકાર દ્વારા જાહેર કરાયેલી છત્ર યોજના “પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન” (પીએમ-આશા) ખેડૂતોને એમના પાક માટે લાભદાયી વળતર પૂરું પાડવામાં મદદ કરશે. આ છત્ર યોજના ત્રણ પેટા યોજનાઓ ધરાવે છે જેમ કે પ્રાઇસ સપોર્ટ સ્કીમ (પીએસએસ), પ્રાઇસ ડેફિસિયન્સી પેમેન્ટ સ્કીમ (પીડીપીએસ) અને પ્રાઈવેટ પ્રોક્યુઅર્મેન્ટ એન્ડ સ્ટૉકિસ્ટ સ્કીમ (પીપીએસએસ) પાઇલટ આધારે સામેલ કરવામાં આવી છે.

 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development

Media Coverage

Rs 1,780 Cr & Counting: How PM Modi’s Constituency Varanasi is Scaling New Heights of Development
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The world class station of Jhansi will ensure more tourism and commerce in Jhansi and nearby areas: PM
March 26, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has said that the World Class Station of Jhansi will ensure more tourism and commerce in Jhansi as well as nearby areas. Shri Modi also said that this is an integral part of the efforts to have modern stations across India.

In a tweet Member of Parliament from Jhansi, Shri Anurag Sharma thanked to Prime Minister, Shri Narendra Modi for approving to make Jhansi as a World Class Station for the people of Bundelkand. He also thanked Railway Minsiter, Shri Ashwini Vaishnaw.

Responding to the tweet by MP from Jhansi Uttar Pradesh, the Prime Minister tweeted;

“An integral part of our efforts to have modern stations across India, this will ensure more tourism and commerce in Jhansi as well as nearby areas.”