સૂચિત પ્રોજેક્ટ સંપર્ક વિહોણા વિસ્તારોને જોડીને અને પરિવહન નેટવર્કમાં વધારો કરીને લોજિસ્ટિક કાર્યક્ષમતામાં સુધારો કરશે, જેના પરિણામે સપ્લાય ચેઇન સુવ્યવસ્થિત થશે અને આર્થિક વૃદ્ધિને વેગ મળશે
પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 2,642 કરોડ (અંદાજે) છે અને તે ચાર વર્ષમાં પૂર્ણ થશે
આ પ્રોજેક્ટ બાંધકામ દરમિયાન આશરે 10 લાખ માનવ-દિવસો માટે સીધી રોજગારીનું સર્જન પણ કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે રેલવે મંત્રાલયનાં એક પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 2,642 કરોડ (અંદાજે) છે. પ્રસ્તાવિત મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ કામગીરીને સરળ બનાવશે અને ગીચતામાં ઘટાડો કરશે, જે સમગ્ર ભારતીય રેલવેમાં સૌથી વ્યસ્ત વિભાગોને અત્યંત જરૂરી માળખાગત વિકાસ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટ ઉત્તર પ્રદેશના વારાણસી અને ચંદૌલી જિલ્લામાંથી પસાર થાય છે.

વારાણસી રેલવે સ્ટેશન, ભારતીય રેલવેમાં એક મહત્વપૂર્ણ કેન્દ્ર છે, જે મુખ્ય ઝોનને જોડે છે અને યાત્રાળુઓ, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે પ્રવેશદ્વાર તરીકે સેવા આપે છે. વારાણસી-પં. દીન દયાળ ઉપાધ્યાય (ડીડીયુ) જંકશન રૂટ, જે પેસેન્જર અને નૂર ટ્રાફિક બંને માટે મહત્વપૂર્ણ છે, તે કોલસો, સિમેન્ટ અને અનાજ જેવા માલના પરિવહનમાં તેની ભૂમિકાને કારણે તેમજ વધતા જતા પર્યટન અને ઔદ્યોગિક માંગને પહોંચી વળવા માટે ભારે ભીડનો સામનો કરે છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે માળખાગત સુવિધાઓમાં સુધારાની જરૂર છે, જેમાં ગંગા નદી પર નવો રેલ-કમ-રોડ પુલ અને ત્રીજી અને ચોથી રેલવે લાઇનનો ઉમેરો સામેલ છે. આ વૃદ્ધિનો ઉદ્દેશ ક્ષમતા, કાર્યદક્ષતામાં સુધારો કરવાનો અને પ્રદેશના સામાજિક-આર્થિક વિકાસને ટેકો આપવાનો છે. આ પટ્ટામાં ભીડમાં રાહત ઉપરાંત સૂચિત પટ્ટા પર 27.83 એમટીપીએ નૂરની અપેક્ષા છે.

આ પરિયોજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નવા ભારતનાં વિઝનને અનુરૂપ છે, જે આ ક્ષેત્રનાં લોકોને તેમનાં રોજગાર/સ્વરોજગારીની તકોમાં વધારો કરવા માટે વિસ્તૃત વિકાસનાં માધ્યમથી "કુશળ" બનાવશે.

આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે અવિરત જોડાણ પ્રદાન કરશે.

ઉત્તર પ્રદેશના 2 જિલ્લાઓને આવરી લેતી આ પરિયોજનાથી ભારતીય રેલવેના વર્તમાન નેટવર્કમાં આશરે 30 કિલોમીટરનો વધારો થશે.

રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં પરિવહન ખર્ચને લઘુતમ કરવામાં તથા કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (149 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદરૂપ થશે, જે 6 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India outpaces global AI adoption: BCG survey

Media Coverage

India outpaces global AI adoption: BCG survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 17 જાન્યુઆરી 2025
January 17, 2025

Appreciation for PM Modi’s Effort taken to Blend Tradition with Technology to Ensure Holistic Growth