વહીવટકર્તા

Published By : Admin | May 15, 2014 | 16:18 IST


નરેન્દ્ર મોદી ભાજપના આવશ્યક સંગઠકમાંથી ભારતના અસરકારક શાસક બન્યા છે, જે તેમના ધૈર્ય, ખંત અને દ્રઢ મનોબળનો પુરાવો છે..

admin-namo-in1

નરેન્દ્ર મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ રાજકીય કાર્યકર્તા અને સંગઠક હતા અને તેમના પક્ષ ભાજપે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય એકાએક લીધો હતો, જેના પગલે તેમને વહીવટકર્તા તરીકે અનુભવ મેળવવાનો અને સરકારનું સંચાલન કરવાનો પૂરતો સમય મળ્યો નહોતો. શ્રી મોદીને મુખ્યમંત્રી તરીકે પ્રથમ દિવસથી જ જટિલ વહીવટી કામગીરીઓ હાથ ધરવાની હતી, ભાજપ માટે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કામ કરવાનું હતું અને દ્વૈષયુક્ત રાજકીય વાતાવરણનો સામનો કરવાનો હતો. અધૂરામાં પૂરું તેમના પક્ષના સાથીદારો જ તેમને બહારની વ્યક્તિ ગણતા હતા અને તેમની પાસે વહીવટ સાથે સંબંધિત જાણકારીનો અભાવ હોવાનું માનતા હતા. પણ તેઓ તમામ પડકારોમાંથી સફળ શાસક તરીકે બહાર આવ્યા હતા.

admin-namo-in2

પ્રથમ 100 દિવસ
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ 100 દિવસની કામગીરી એ ઝાંખી આપે છે કે, શ્રી મોદી કેવી રીતે તેમની જવાબદારીઓથી પરિચિત થઈ રહ્યા છે. વળી આ સમયગાળાની કામગીરી તેમણે વહીવટી સુધારા કરવા અપનાવેલા અપરંપરાગત અભિગમને પ્રસ્તુત કરે છે અને ભાજપની રાજકીય સ્થિતિને મજબૂત કરવા નવીન વિચારોની ઝલક આપે છે. આ 100 દિવસમાં આપણે જોઈએ છીએ કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં વહીવટી પ્રક્રિયાને સરળ અને અસરકારક બનાવવા ઉચ્ચ અધિકારીઓ સાથે કામ કરે છે તથા કચ્છમાં અત્યાર સુધી આવેલા વિનાશક ધરતીકંપ પછી પુનર્ગઠનના પ્રયાસોમાં ઝડપ લાવવા વિવિધ પ્રક્રિયાઓ સરળ બનાવે છે.

મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળના પ્રથમ 100 દિવસ નરેન્દ્ર મોદીના સિદ્ધાંતો અને તેમની કાર્યશૈલીને સમજવા માટેનો અવકાશ આપે છે – નકામાં ખર્ચ બંધ કરવા, ઉદાહરણ આપીને નેતૃત્વ લેવું, સારા શ્રોતા બનવું અને ઝડપથી શીખવું. પ્રથમ 100 દિવસ તેમની સર્વસમાવેશક મૂલ્ય વ્યવસ્થામાં માન્યતા પણ પ્રકટ કરે છે, જેમાં તેમની કન્યા કેળવણીને પ્રોત્સાહન અને ચૂંટણીને બદલ સમરસ બનેલા ગામડાઓને વિકાસ ભંડોળ આપીને પ્રોત્સાહિત કરવા વગેરે બાબતો સામેલ છે. 

છેલ્લે સત્તામાં આવ્યા પછી પ્રથમ ત્રણ મહિનામાં તેમણે તેમના પોતાના રાજ્યમાં લોકોને સશક્ત કર્યા હતા અને શાસનમાં ભાગીદાર બનાવ્યા હતા. તેમણે દિવાળીની પૂર્વસંધ્યા કચ્છમાં ભૂકંપપીડિતો સાથે પસાર કરી હતી અને યુદ્ધના ધોરણે પુનર્વસનની કામગીરીઓ હાથ ધરવા મોરચો સંભાળ્યો હતો. શ્રી મોદીએ દર્શાવ્યું હતું કે, ગુજરાત પડકારને પ્રગતિ કરવાનું પગથિયું કેવી રીતે બનાવી શકે છે તથા વિકાસના રાજકારણ અને સુશાસન પર ધ્યાન કેન્દ્રીત કરીને કટોકટીમાંથી કેવી રીતે ઝડપથી બેઠું થઈ શકે છે.

admin-namo-in3

નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટને વિકાસ અને સુશાસનનું ઉદાહરણ બનાવી દીધું, પણ તેમના માટે આ માર્ગ સરળ નહોતો. આ માર્ગ પર અનેક મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ અને પડકારો હતા. કેટલાક પડકારો કુદરતી હતાં, તો કેટલાક માનવસર્જિત. તેમાંથી કેટલાક પડકારો તેમના પોતાના પક્ષની અંદરથી જ ઊભા થયા હતા. પણ કટોકટીના સમયમાં તેમના મજબૂત નેતૃત્વની ખાસિયતોએ તમામ પ્રકારના તોફાન માટે તેમને અડગ રાખ્યા હતા. વર્ષ 2002માં નરેન્દ્ર મોદી વીજ સુધારાનો કાર્યક્રમ મોટા પાયે હાથ ધરવાના હતાં, પણ તેઓ આ યોજનામાં આગળ વધે એ અગાઉ વર્ષ 2002ની ઘટનાઓમાં તેમનો લિટમસ ટેસ્ટ થયો હતો, જેમાંથી તેઓ સફળતાપૂર્વક મજબૂત નેતા બનીને બહાર આવ્યા હતા.

ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં કમનસીબે સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લોકોએ ગુજરાતની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવી દીધો હતો. આ સંજોગમાં કોઈ ઢીલીપોચી વ્યક્તિએ જવાબદારી છોડી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું હોત. જોકે નરેન્દ્ર મોદી અલગ માટીના બનેલા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયાની ટીકાનો સામનો કરી અને રાજકીય હરિફોના દબાણને વશ ન થઈને તેમણે સુશાસનના લક્ષ્યાંક તરફ આગેકૂચ કરી હતી.

તમસો મા જ્યોર્તિગમયઃ જ્યોતિગ્રામ યોજના
શ્રી નરેન્દ્ર મોદીએ રાજકીય પડકારો અને પ્રતિકૂળતાઓ વચ્ચે કેવી રીતે મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું તેનું ઊડીને આંખે વળગે તેવું ઉદાહરણ ગુજરાતના વીજ ક્ષેત્રમાં સુધારાની પહેલ છે. જ્યોતિગ્રામ સમગ્ર ગુજરાતમાં મેગા-સિટીથી લઈને અંતરિયાળ આદિવાસી ગામડાઓ સુધી 24x7 વીજળીનો પુરવઠો પૂરો પાડવાનો ક્રાંતિકારી વિચાર હતો.

આ યોજના જાહેર થયા પછી તરત જ ખેડૂતોએ તેનો વિરોધ કર્યો હતો. ખેડૂતોના સંગઠનો સાથે અનેક મોટી હસ્તીઓ જોડાયેલી હોવા છતાં નરેન્દ્ર મોદી 24x7 વીજળી સુનિશ્ચિત કરવાના તેમના વિઝનમાં અડગ રહ્યાં હતાં, જેથી જ્યોતિગ્રામ યોજનાને સમગ્ર યોજનામાં સફળતા મળી હતી. જ્યોતિગ્રામ યોજના મારફતે નરેન્દ્ર મોદીએ પુરવાર કર્યું હતું કે, તેમના શાસનના સર્વસમાવેશક અભિગમ સાથે તેમનું મજબૂત નેતૃત્વ સમાજના દરેક વર્ગનું નસીબ બદલી શકે છે. અત્યાર સુધી તેમનો મૂળ સિદ્ધાંત એ જ રહ્યો છે – “સહુનો સાથ, સૌનો વિકાસ.”

 

admin-namo-in4

રાજકારણ નહીં, સુશાસનને પ્રાધાન્ય

નરેન્દ્ર મોદી હંમેશા માને છે કે રાજકારણ કરતા શાસન વધારે મહત્ત્વપૂર્ણ છે. તેઓ વિકાસલક્ષી પડકારોનું સમાધાન શોધવા રાજકીય મતભેદોને ચલાવી લેતા નથી. સરદાર સરોવર પ્રોજેક્ટનું પૂર્ણ થવું અને નર્મદાનું પાણી ગુજરાતનાં ગામડેગામડે પહોંચે એવી સુનિશ્ચિતતા કરવામાં નરેન્દ્ર મોદીની કાર્યશૈલી દર્શાવે છે કે સુશાસનમાં સર્વસંમતિ અને શાણપણનું સંતુલન કેવી રીતે સંકળાયેલું છે.

શ્રી મોદીએ કુનેહપૂર્વક પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સાથે વાટાઘાટ કરી હતી, જેના પગલે પ્રોજેક્ટની કામગીરીની ઝડપ વધી હતી અને આ પ્રક્રિયામાં તેમની પહેલોને કોંગ્રેસના મુખ્યમંત્રીઓનું સમર્થન મળ્યું હતું, જે આજના રાજકીય વાતાવરણમાં દુર્લભ છે.

પીવાના અને સિંચાઈ માટે એમ બંને પ્રકારના પાણીના વ્યવસ્થાપનનું વિકેન્દ્રીકરણ કરીને શ્રી મોદીએ એ સમજણ પ્રસ્તુત કરી હતી કે સરકારની કામગીરી વિશાળ પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવાનું જ નથી, પણ અંતિમ સેવા પ્રદાન કરવાનું પણ છે.

 

admin-namo-in5

પ્રગતિથી એક કદમ દૂર

નરેન્દ્ર મોદી પ્રોજેક્ટના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને તેમની નજર દરેક બારીક બાબતો પર હોય છે, જેના પરિણામે છેલ્લાં દાયકામાં તેમના પ્રયાસોના બળે છેવાડાના માનવી સુધી મૂળભૂત સુવિધાઓ ઉચિત રીતે પહોંચી હતી એ સમજાવે છે.

જીઓ-સ્પેશિયલ મેપિંગથી ઇ-કોર્ટ્સ જેવા વિવિધતાસભર ક્ષેત્રોમાં ટેકનોલોજીનો નવીન ઉપયોગ તેમજ નાગરિક-સરકાર વચ્ચે આદાનપ્રદાન થાય એવી પદ્ધતિને સ્વાગત અને વન ડે ગવર્નન્સ જેવી નવીન પદ્ધતિઓ મારફતે ફરી શરૂ કરવામાં આવી હતી.

શ્રી મોદી એટીવીટી જેવા તેમના વિકેન્દ્રીકરણના પ્રયાસો માટે પણ જાણીતા છે, જેમણે વિકાસ યોજના અને શાસનને તાલુકા સ્તર સુધી પહોંચાડી દીધું હતું તથા ગામડાની નજીક લઈ ગયા હતા. શ્રી મોદી વધારે “કાયદાઓ” બનાવવાને બદલે “કામગીરી” હાથ ધરવામાં વિશ્વાસ ધરાવે છે, જે ઉદ્યોગ માટે સિંગલ વિન્ડો ક્લીઅરન્સ સિસ્ટમ ઊભી કરવાની પહેલોમાં પ્રતિબિંબિત થાય છે. એટલું જ નહીં તેમણે ટેકનોલોજીના ઉપયોગ સાથે પર્યાવરણ સંબંધિત મંજૂરીના ક્ષેત્રમાં પારદર્શકતા અને અસરકારકતા લાવવામાં આવી હતી.

સફળતા 3 આધાર

નરેન્દ્ર મોદીએ ગુજરાતને વિકાસના માર્ગે અગ્રેસર કરવા ત્રણ ક્ષેત્રોને આધાર બનાવ્યા હતાં – કૃષિ, ઉદ્યોગ અને સેવા. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતમાં કૃષિ વૃદ્ધિ 10 ટકાથી વધારે જોવા મળી હતી, જે દુષ્કાળગ્રસ્ત રાજ્ય તરીકે જાણીતા ગુજરાત માટે નોંધપાત્ર સિદ્ધિ હતી. કૃષિ મહોત્સવ જેવી પહેલો મારફતે તેમણે ગુજરાતના ખેડૂતોના જીવનની કાયાપલટ કરી હતી. તેમણે શરૂ કરેલી દ્વિવાર્ષિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટને પગલે ગુજરાતમાં વિક્રમ રોકાણ આવ્યું હતું, જેથી સમગ્ર રાજ્યમાં રોજગારીને પ્રોત્સાહન મળ્યું છે. તેમના નેતૃત્વમાં ગુજરાત મધ્યમ અને લઘુ ઉદ્યોગો માટે સ્વર્ગ બની ગયું છે.

 

admin-namo-in6

સંસ્થાઓનું મહત્ત્વ

શ્રી નરેન્દ્ર મોદીની વહીવટી ક્ષમતાની કસોટી બે વખત થઈ હતી. એક વખત, વર્ષ 2006માં સુરતમાં આવેલા વિનાશક પૂર સમયે અને વર્ષ 2008માં ગુજરાતના અનેક શહેરોમાં થયેલા આતંકવાદી હુમલા વખતે. આ બંને પ્રસંગોએ શ્રી મોદીના શ્રેષ્ઠ પ્રયાસોને સંસ્થાકીય સ્વરૂપ આપવાના પ્રયાસોએ જ ફરક પાડ્યો હતો.

આપત્તિ નિવારણ માટે સંસ્થાકીય અભિગમ વર્ષ 2001-2002માં કચ્છમાં પુનર્વસનના પ્રયાસો દરમિયાન જોવા મળ્યો હતો, પણ ભારતીય સમુદ્રમાં આવેલી સુનામી અને ઉત્તરાખંડમાં આવેલા પૂરના સમયે ઉપયોગી પુરવાર થયો હતો.

ગુજરાતની પોલીસે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોંબવિસ્ફોટ કેસ અતિ ટૂંકા ગાળામાં ઉકેલવામાં સંસ્થાગત અભિગમ દાખવ્યો હતો. વહીવટ અને શાસનના ક્ષેત્રોમાં કોઈ પણ અસરકારક અને સફળ નેતા પોતાના પાછળ સંસ્થાકીય વારસો છોડીને જાય છે. આ દ્રષ્ટિએ નરેન્દ્ર મોદીની પ્રગતિશીલ વિચારસરણી આપણી ઊર્જાની જરૂરિયાત પૂર્ણ કરવા પેટ્રોલિયમ યુનિવર્સિટીથી લઈને ફોરેન્સિક અને આપણી આંતરિક સુરક્ષાનું સમાધાન કરવા રક્ષા યુનિવર્સિટી જેવી વિવિધ સંસ્થાઓની સ્થાપનામાં દેખાય છે.

શ્રી મોદીનો સંસ્થાકીય વારસો તેમની એ દ્રઢ માન્યતામાં પ્રતિબિંબિત થાય છે કે સુશાસન આજની સમસ્યાઓનું સમાધાન કરવા સાથે સંબંધિત નથી, પણ ભવિષ્યના પડકારો માટે સજ્જ થવા સાથે સંબંધિત છે.

 

admin-namo-in7

admin-namo-in8

સમન્વયમાં શ્રદ્ધા

શ્રી નરેન્દ્ર મોદી ભારતના આગામી પ્રધાનમંત્રી તરીકે હોદ્દો સંભાળવાની તૈયારી કરી રહ્યા હોવાથી વહીવટ અને શાસન પ્રત્યે તેમનો અભિગમ કેન્દ્રાભિમુખ વિચારસરણીને પ્રદર્શિત કરે છે. શ્રી મોદીની ફિલોસોફી “લઘુતમ સરકાર, મહત્તમ શાસન”ની છે, જે તેમની પંચામૃત યોજનામાં દેખાય છે, જેમાં સંપૂર્ણ સરકાર સંયુક્ત અભિયાન માટે કામ કરે છે, ત્યારે મંત્રાલયો અને વિભાગો વચ્ચેના ભેદ દૂર કરે છે.

શ્રી મોદીના જણાવ્યા મુજબ, ભારતમાં સરકારનો મૂળભૂત પડકાર કેન્દ્રાભિમુખ વિચારસરણી અને અમલનો સંકલિત અભિગમ છે. શ્રી મોદીના આ વર્ષો દરમિયાન બિનપરંપરાગત સ્ત્રોતોમાંથી ઊર્જા વિકસાવવાથી લઈને આધુનિક શહેરી માળખામાં રોકાણ કરવાના વિવિધ પ્રયાસોમાં કોઈ પણ વ્યક્તિ વહીવટ અને સુશાસનના પ્રયાસનો સમન્વય જુએ છે. આ સમન્વય ભારતને આગામી વર્ષોમાં પ્રગતિના પંથે દોરી જશે અને વૈશ્વિક ફલક પર વિકસિત રાષ્ટ્રોમાં સ્થાન અપાવશે.

 

admin-namo-in9

admin-namo-in10

વર્ષ 2001થી વર્ષ 2013 સુધી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં અસરકારક શાસનકર્તા તરીકે વિકાસ કર્યો છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને સ્તરે તેમની સરકારને પ્રાપ્ત થયેલા અનેક એવોર્ડમાં પ્રતિબિંબિત થાય છે.

પ્રશંસાપત્રો

"બધા જાણે છે કે મોદી મજબૂત નેતા છે અને સક્ષમ વહીવટકર્તા છે. મારી શુભેચ્છા અને પ્રાર્થના તેમની સાથે હંમેશા છે. હું તેમને ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું તથા ભારત માટે તેમણે જોયેલા તમામ સ્વપ્નો અને યોજનાઓ સાકાર થાય તેવી આશા છે " – રજનીકાંત, સુપરસ્ટાર

"હું નરેન્દ્ર મોદીને મળ્યો છું, તેઓ સજ્જ છે, તેમણે ગુજરાતમાં સારું કાર્ય કર્યું છે" - એચ. એચ શ્રી શ્રી રવિશંકર જી, આધ્યાત્મિક નેતા અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક

"નરેન્દ્રભાઈ મારા ભાઈ સમાન છે. આપણે બધા તેમને પ્રધાનમંત્રી તરીકે જોવા ઇચ્છીએ છીએ. દિવાળીના પવિત્ર પ્રસંગે આપણી ઇચ્છાઓ પૂર્ણ થશે તેવી મને આશા છે." – લતા મંગેશકર, પ્રસિદ્ધ ગાયિકા

"અત્યારે દેશને તમામ ઓફિસમાં પ્રામાણિક વ્યક્તિઓની જરૂર છે. એક શબ્દમાં કહું તો આપણે નરેન્દ્ર મોદીની જરૂર છે." – શ્રી અરુણ શૌરી, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન, પત્રકાર અને લેખક

"શ્રી નરેન્દ્ર મોદીને અત્યારે આ તબક્કે ઈશ્વરે આપણા માટે મોકલ્યા છે. તેઓ આગામી પ્રધાનમંત્રી બનશે. તેઓ દેશને ગૌરવ અપાવશે" – શ્રી ચો રામાસ્વામી, સંપાદક, “તુઘલક” 

ભારતના 14મા પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદી ભારતના સૌથી સફળ મુખ્યમંત્રીઓમાંના એક મુખ્યમંત્રી અને શ્રેષ્ઠ શાસનકર્તાઓ પૈકીના એક તરીકે સમૃદ્ધ અને બહોળો અનુભવ લાવ્યા છે.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
ISRO achieves significant milestone for Gaganyaan programme

Media Coverage

ISRO achieves significant milestone for Gaganyaan programme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
વડાપ્રધાન મોદીનો હૃદયસ્પર્શી પત્ર
December 03, 2024

દિવ્યાંગ કલાકાર દિયા ગોસાઈ માટે સર્જનાત્મકતાની એક ક્ષણ જીવનને બદલી નાખનાર અનુભવમાં ફેરવાઈ ગઈ. 29મી ઓક્ટોબરે પીએમ મોદીના વડોદરા રોડ-શો દરમિયાન, તેણીએ વડાપ્રધાન મોદી અને સ્પેન સરકાર ના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પેડ્રો સાંચેઝ ને સ્કેચ ભેટ કર્યા.બંને નેતાઓએ તેણીની હૃદયપૂર્વકની ભેટને અંગત રીતે સ્વીકારવા માટે બહાર નીકળ્યા, તેણીને ખૂબ આનંદ થયો.

અઠવાડિયા પછી, 6ઠ્ઠી નવેમ્બરે, દિયાને વડાપ્રધાન તરફથી એક પત્ર મળ્યો જેમાં તેણીની કલાકૃતિની પ્રશંસા કરવામાં આવી હતી અને શેર કરવામાં આવ્યું હતું કે કેવી રીતે મહામહિમ શ્રી સાંચેઝે તેની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન મોદીએ તેમને "વિકસિત ભારત"ના નિર્માણમાં યુવાનોની ભૂમિકામાં વિશ્વાસ વ્યક્ત કરીને સમર્પણ સાથે લલિત કળાને આગળ ધપાવવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમના અંગત સ્પર્શને દર્શાવતા તેમના પરિવારને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પણ આપી

આનંદથી અભિભૂત દિયાએ તેના માતાપિતાને પત્ર વાંચ્યો, જેઓ ખુશ હતા કે તેણીએ પરિવાર માટે આટલું મોટું સન્માન અપાવ્યું છે. દિયાએ કહ્યું કે "મને આપણા દેશનો એક નાનકડો ભાગ હોવાનો ગર્વ છે. મોદીજી, મને તમારો પ્રેમ અને આશીર્વાદ આપવા બદલ તમારો આભાર," તેણી કહ્યું કે પીએમ તરફથી પત્ર પ્રાપ્ત થવાથી તેણીને જીવનમાં હિંમતભેર પગલાં લેવા અને સશક્તિકરણ કરવા માટે અને બીજાને પણ એવું કરવા માટે ખૂબ પ્રેરણા મળી.

વડાપ્રધાન મોદીનું આ પગલું દિવ્યાંગોને સશક્તિકરણ અને તેમના યોગદાનને માન્યતા આપવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સુગમ્ય ભારત અભિયાન જેવી અસંખ્ય પહેલોથી માંડીને દિયા જેવા વ્યક્તિગત જોડાણો સુધી, તે ઉત્થાન અને પ્રેરણા આપતાં રહે છે,અને સાબિત કરે છે કે દરેક પ્રયત્નો ઉજ્જવળ ભવિષ્યને ઘડવામાં મહત્ત્વપૂર્ણ છે.