Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
PM Jan-Dhan Yojana: Number of accounts tripled, government gives direct benefit of 2.30 lakh

Media Coverage

PM Jan-Dhan Yojana: Number of accounts tripled, government gives direct benefit of 2.30 lakh
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સંયુક્ત રાષ્ટ્ર સામાન્ય સભાની 74મી બેઠકની ચર્ચામાં ભારતે જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કર્યો
September 28, 2019
શેર
 
Comments

માનનીય અધ્યક્ષ,

 1. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ કરેલા નિવેદન સામે હું ભારતના જવાબ આપવના અધિકારનો ઉપયોગ કરૂ છું.
 2. આ પ્રતિષ્ઠિત સદનને સંબોધીને આ મંચ પરથી બોલાયેલો દરેક શબ્દ સમજવામાં આવે છે અને તેનું ઐતિહાસિક મહત્વ હોય છે. કમનસીબે આજે આપણે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પાસેથી જે કંઈ સાંભળ્યું છે એ અમારા વિરૂદ્ધ તેમના સમુદાય, ગરીબ વિરૂદ્ધ અમીર, ઉત્તર વિરુદ્ધ દક્ષિણ, વિકસિત વિરૂદ્ધ વિકાસમાન, મુસ્લિમ વિરુદ્ધ અન્યને આવરી લેતુ બેવડુ વલણ વ્યક્ત કરાયેલુ એક ઉદાસીન નિવેદન છે. તેનાથી મતભેદો તીવ્ર બને, શત્રુતાને વેગ મળે તેવું અને સાદી ભાષામાં કહીએ તો તે એક ધિક્કાર વ્યક્ત (hate speech) કરતું નિવેદન છે.
 3. સામાન્ય સભાએ શબ્દોનો આવો દુરૂપયોગ, નિંદા કરવાનો પ્રયાસ અને પ્રતિભાવ આપવાનો આવો કિસ્સો કદાચ જવલ્લે જ જોયો હશે. રાજદ્વારી બાબતોમાં શબ્દો ઘણુ બધુ મહત્વ ધરાવતા હોય છે. ‘કતલેઆમ’, ‘ખૂન ખરાબી’, ‘જાતિય શ્રેષ્ઠતા’, ‘બંદૂક ઉઠાવવી’, ‘અંત સુધી લડી લેવુ’, આ બધા શબ્દો 21મી સદીના વિઝનનુ નહીં પણ મધ્યયુગની માનસિકતાને પ્રતિબિંબિત કરે છે.
 4. ન્યુક્લિયર વિનાશ વેરાવાની પ્રધાનમંત્રી ખાનની ધમકી તેમનું છીંછરાપણું પૂરવાર કરે છે, મુત્સદીગીરી નહીં.
 5. તે એક એવા દેશના નેતા તરીકે અહીં આવ્યા છે કે જે આતંકવાદની સમગ્ર મુલ્ય સાંકળમાં ઈજારાશાહી ધરાવે છે, આતંકવાદને યોગ્ય ઠરાવવાનુ પ્રધાનમંત્રી ઈમરાન ખાનનુ વલણ દ્વેષ બુદ્ધિ ધરાવનાર અને બેશરમ જણાય છે.
 6. એવી વ્યક્તિ કે જે ક્યારેક ક્રિકેટર હતી અને સજ્જન માણસોની રમતમાં માનનાર વ્યક્તિ હતી તેવી વ્યક્તિનુ આજનુ પ્રવચન દારા આદમના ખેલની બંદૂકોની યાદ અપાવે છે.  
 7. હવે પ્રધાનમંત્રી ઈમરાન ખાને યુનોના નિરિક્ષકોને એ ચકાસવા માટે પાકિસ્તાન બોલાવે છે કે પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી સંગઠનો નથી. વિશ્વને આશા છે કે તેઓ આ વચન નિભાવશે.
 8. એવા કેટલાક સવાલો છે કે જેનો પાકિસ્તાન સૂચિત ચકાસણી પહેલાં પ્રતિભાવ આપી શકે છે.
 • શું પાકિસ્તાન એ હકિકત પૂરવાર કરશે કે યુનોએ જેમને આતંકવાદી ઠરાવ્યા છે તેવા 130 અને સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં આતંકવાદી સંસ્થાઓ તરીકે ઓળખાતી 25 સંસ્થાઓનું ઘર પાકિસ્તાન છે.
 • શું પાકિસ્તાન એ બાબતનો જવાબ આપશે કે તે વિશ્વની એવી એક માત્ર સરકાર છે કે યુનોએ જેને અલકાયદાની તથા દાએશની પ્રતિબંધિત યાદીમાં સમાવેશ કરી વ્યક્તિગત આતંકવાદી જાહેર કરી છે તેવી વ્યક્તિને પાકિસ્તાન પેન્શન આપે છે!
 • શું પાકિસ્તાન જવાબ આપશે કે શા માટે તેમની અહીં ન્યૂયોર્કમાં આવેલી મોખરાની બેંક, હબીબ બેંકને ટેરર ફાયનાન્સીંગ કરવા બદલ અનેક મિલિયન ડોલરનો દંડ થયો હતો અને બેંક બંધ કરવી પડી હતી?
 • શું પાકિસ્તાન એ બાબતનો ઈન્કાર કરી શકે તેમ છે કે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે મહત્વના 20 થી 27 માપદંડને ભંગ કરવા બદલ તેને નોટિસ આપી હતી.
 • શું પ્રધાનમંત્રી ખાન ન્યૂયોર્કને એ બાબત જણાવવા માગશે કે તે ઓસામા બિન લાદેનનુ ખૂલ્લે આમ સમર્થન કરે છે?

માનનીય અધ્યક્ષ,

 1. આતંકવાદ અને ધિક્કાર ફેલાવતાં પ્રવચનોના મુખ્ય પ્રવાહમાં રહેલુ પાકિસ્તાન હવે પોતે માનવ અધિકારોના પ્રણેતા તરીકેની નવી ભૂમિકા બજાવવા માગે છે.
 2. આ એક એવો દેશ છે તે જેણે પોતાના લઘુમતી સમુદાયની સંખ્યા 23 ટકા હતી તે હાલમાં ઘટાડીને 3 ટકા કરી દીધી છે અને તેમણે ખ્રીસ્તીઓ, શિખ, એહમદીયા, હિંદુ, શીયા, પશ્તુન્સ, સિંધી અને બલોચ લોકો માટે કઠોર કાયદા કર્યા છે અને તેમને ઈશનીંદા, પદ્ધતિસરની સતામણી, અતિશય ધિક્કાર અને બળપૂર્વકના ધર્માંતરણનો ભોગ બનાવવામાં આવ્યા છે.
 3. માનવ અધિકારનો બોધ આપવાના તેમના આ નવા શોખની સાથે-સાથે પર્વત વિસ્તારના બકરાઓની નષ્ટ થઈ રહેલી 'મારખોર' જાતિના શિકાર બદલ પણ તેમને એક ટ્રોફી આપવી જોઈએ.
 4. પ્રધાનમંત્રી ઈમરાન ખાન નિયાઝી, કત્લેઆમ એ હાલની ધબકતી લોકશાહીઓમાં બનતી ઘટના નથી. અમે તમને તમારા ઇતિહાસ અંગેની ઉપરછલ્લી સમજ તાજી કરવા વિનંતિ કરીએ છીએ. એ બાબત ભૂલશો નહીં કે 1971માં પાકિસ્તાનમાં તેમના પોતોના લોકોની નિર્દય કતલેઆમ ચલાવવામાં આવી હતી અને આ ભૂમિકા લેફટેનનન્ટ જનરલ નિયાઝીએ ભજવી હતી. એક હકિકત એ પણ છે કે બંગલાદેશનાં માનનીય પ્રધાનમંત્રી આ બેઠકમાં બપોર પછી હાજર હતાં.

માનનીય અધ્યક્ષ,

 1. ભારતના એક રાજ્ય જમ્મુ અને કાશ્મીરમાં વિકાસને અવરોધતા અને એકતાને બાધારૂપ જોગવાઈઓ ધરાવતા એક જરીપૂરાણા અને કામચલાઉ કાયદાને દૂર કરવામાં આવ્યો છે તેનો પાકિસ્તાન તિવ્ર પ્રતિભાવ આપી રહ્યું છે.
 2. પાકિસ્તાન જ્યારે આતંકવાદને ઊંચેને ઊંચે લઈ જાય છે અને ધિક્કારનાં પ્રવચનો પ્રસરાવે છે ત્યારે ભારત જમ્મુ અને કાશ્મીરને વિકાસનો મુખ્ય પ્રવાહમાં લાવી રહ્યું છે.
 3. ભારતના ધબકતા અને ધમધમતા અર્થતંત્રમાં જમ્મુ અને કાશ્મીરને તથા લદ્દાખને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવી રહ્યું છે અને ભિન્નતાનો જૂનો વારસો, બહુવિધતા અને સહિષ્ણુતાનું હવે આગમન થઈ રહ્યુ છે ત્યારે આ સ્થિતિને પલટી શકાય તેમ નથી.
 4. કોઈ પોતાના વતી બોલે તેવી ભારતના લોકોને કોઈ જરૂર નથી અને એ પણ એવા લોકો બોલે કે જેમણે ધિક્કારની વિચારધારા વડે આતંકવાદના ઉદ્યોગનુ નિર્માણ કર્યું છે.

માનનીય અધ્યક્ષ, આપનો આભાર