પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે ઇઝરાયલના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહૂનો ટેલિફોન કોલ આવ્યો હતો.
બંને નેતાઓએ ભારત-ઇઝરાયલ વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો અને પરસ્પર લાભ માટે આ સંબંધોને વધુ મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
બંને નેતાઓએ આતંકવાદની સખત નિંદા કરી અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદ પ્રત્યે તેમના શૂન્ય-સહિષ્ણુતાના અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો.
તેઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. પીએમ મોદીએ ગાઝા શાંતિ યોજનાના વહેલા અમલીકરણ સહિત પ્રદેશમાં ન્યાયી અને ટકાઉ શાંતિ માટેના પ્રયાસો માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી
બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા.


