ફ્રાન્સના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 13 - 14 જૂન 2026 (નાઇસ), અને 16 – 19 જૂન, 2026 (એવિયન અને પેરિસ) દરમિયાન ફ્રાન્સની સત્તાવાર મુલાકાત લેશે, તેમજ 14 – 16 જૂન, 2026 દરમિયાન સ્લોવાકિયાની પણ મુલાકાત લેશે. મુલાકાતના પ્રથમ તબક્કામાં, પ્રધાનમંત્રી 14 જૂને રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક માટે નાઇસની મુલાકાત લેશે. બંને નેતાઓ ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે, જેને આ વર્ષની શરૂઆતમાં વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર લઈ જવામાં આવ્યો હતો. નાઇસમાં, બંને નેતાઓ સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ' ઇવેન્ટનું ઉદ્ઘાટન પણ કરશે, જે ભારત, ફ્રાન્સ અને અન્ય દેશોના ટોચના ઇનોવેશન સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર કેપિટલ ફંડ્સને એકસાથે લાવશે. ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ દરમિયાન યોજાઈ રહેલી આ સિગ્નેચર ઇવેન્ટ બંને દેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલી ગતિશીલ ઇનોવેશન ભાગીદારીને મજબૂત બનાવે છે.

તેમની મુલાકાતના બીજા તબક્કામાં, સ્લોવાક રિપબ્લિકના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી રોબર્ટ ફિકોના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 – 16 જૂન 2026 દરમિયાન સ્લોવાક રિપબ્લિકની રાજ્ય મુલાકાત લેશે. 1993માં તેની સ્વતંત્રતા પછી કોઈ ભારતીય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત હશે. આ મુલાકાત એપ્રિલ 2025માં માનનીય રાષ્ટ્રપતિજીની સ્લોવાકિયાની સ્ટેટ મુલાકાત અને ફેબ્રુઆરી 2026માં AI ઇમ્પેક્ટ સમિટ માટે સ્લોવાક રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પીટર પેલેગ્રીનીની ભારત મુલાકાત પછી થઈ રહી છે. પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી ફિકો સાથે વાટાઘાટો કરશે અને સહયોગના નવા માર્ગો શોધશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પેલેગ્રીનીને પણ મળશે. આ મુલાકાત વેપાર, રોકાણ અને ઓટોમોબાઇલ તેમજ રેલવે ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં સ્લોવાકિયા સાથેના તેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા તરફ ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરશે.

મુલાકાતના ત્રીજા તબક્કામાં, પ્રધાનમંત્રી 16 - 17 જૂન 2026 દરમિયાન એવિયન, ફ્રાન્સમાં G7 સમિટમાં ભાગ લેશે. સમિટ દરમિયાન, તેઓ G7 નેતાઓ અને આમંત્રિત ભાગીદાર દેશો તથા આંતરરાષ્ટ્રીય સંગઠનોના નેતાઓ સાથે વિચારોનું આદાનપ્રદાન કરશે, જેઓ સમિટના સત્રો - નવી ભાગીદારીનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ; બધા માટે સંતુલિત, સહિયારી અને ટકાઉ આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવી; અને AIના સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ રોલઆઉટની ખાતરી કરવી - પર ભાગ લઈ રહ્યા છે. સમિટ અંતર્ગત પ્રધાનમંત્રી વિશ્વના કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.

મુલાકાતના અંતિમ તબક્કામાં, પ્રધાનમંત્રી વધુ દ્વિપક્ષીય જોડાણો માટે અને યુરોપની સૌથી મોટી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ, વિવાટેક સમિટમાં ભાગ લેવા માટે 18 જૂન 2026ના રોજ પેરિસની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી પેરિસમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ સંબોધિત કરે તેવી અપેક્ષા છે.

પ્રધાનમંત્રીની આગામી યુરોપ મુલાકાત ફ્રાન્સ, સ્લોવાકિયા અને G7 સાથે ભારતની ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. G7માં પ્રધાનમંત્રીની ઉપસ્થિતિ ગ્લોબલ સાઉથના અગ્રણી અવાજ તરીકે અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટેના મુખ્ય ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને દર્શાવે છે. ભારત ઇનોવેટ્સ અને વિવાટેક સમિટ બંનેમાં પ્રધાનમંત્રીની ભાગીદારી ભારતને ઇનોવેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સાહસિકતા માટે વૈશ્વિક હબ તરીકે પ્રકાશિત કરશે અને ભારતીય, ફ્રેન્ચ અને યુરોપિયન ટેકનોલોજી ઇકોસિસ્ટમ્સ વચ્ચે નવી ભાગીદારીને પ્રેરિત કરે તેવી અપેક્ષા છે. આ મુલાકાત યુરોપિયન યુનિયન સાથે તેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા તરફ ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર પણ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 7 સપ્ટેમ્બર 2026
September 07, 2026

Vasudhaiva Kutumbakam in Action: Tech Hub, Border Villages, Global Leadership by PM Modi