ગયા દાયકાએ મનસ્વી નિર્ણયો, ભ્રષ્ટાચાર અને વિસંગતતા અથવાતો મહત્ત્વના નિર્ણય લેવામાં નીતિનો અભાવની અસંખ્ય કથાઓનું સાક્ષી બનવું પડ્યું છે, તેનાથી સાવ અલગ, છેલ્લું વર્ષ સ્વાગત કરવા યોગ્ય અલગ રહ્યું હતું.

સુપ્રિમ કોર્ટના કોલસાના બ્લોકની ફાળવણી રદ્દ કરવાના નિર્ણય બાદ, સરકારે પારદર્શી અને સમયબદ્ધ હરાજી માટે અપ્રતિમ તીવ્રતા સાથે કાર્ય કર્યું. 67 કોલસાના બ્લોકની હરાજી અને ફાળવણીથી થનારી કમાણી એ ખાણના સમગ્ર જીવન દરમ્યાન 3.35 લાખ કરોડને સ્પર્શ કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી:
“એ બાબત જેણે અમને ખાતરી આપી છે તે છે હરાજીની પ્રક્રિયા સારી રીતે પાર પાડવામાં આવી છે. અમને એવું લાગ્યું છે કે પ્રક્રિયા કોઇપણ રીતે મનસ્વી કે અતાર્કિક નથી રહી. અને આથીજ એવો કોઇપણ આરોપ લાગ્યો નથી કે હરાજીની પ્રકિયા કોઇપણ ખાસ બોલી બોલનારને ખાસ પ્રકારની તરફેણ કરવામાં આવી છે.”

જે રીતે સરકારે સ્પેક્ટ્રમની હરાજી હાથ ધરી હતી તેણે ખૂબ મોટો લાભ કરાવી આપ્યો હતો જે ભૂતકાળની ઝીરો લોસ થિયરીની બિલકુલ વિરુદ્ધ હતો. ડિફેન્સ બેન્ડનો ગૂંચવાડાભર્યો મુદ્દો સાત વર્ષથી પણ વધુ સમયથી નિલંબિત હતો જેને રક્ષા મંત્રાલય દ્વારા ત્વરિત અને 2100 MHz જેવી સારીએવી માત્રામાં મુક્ત કરીને સ્પેક્ટ્રમની હરાજીમાં મુકવામાં આવ્યા હતા. ચાર વિવિધ બેન્ડના સ્પેક્ટ્રમ – 800 MHz, 900 MHz, 1800 MHz અને 2100 MHzને પહેલી વખત માટે એકસાથે અને વિવિધ રાઉન્ડ્સમાં મુકવામાં આવ્યા હતા, જેથી ઓપરેટરો માહિતીપ્રદ નિર્ણય લઇ શકે. રૂ. 80277 કરોડની અંદાજીત અનામત રકમ સાથે હરાજીએ વિક્રમી રૂ. 109875 કરોડ ઉભા કરી આપ્યા હતા.

પારદર્શિતાને સુનિશ્ચિત કરવાના એક નવીન પગલામાં પર્યાવરણ મંત્રાલયે પર્યાવરણને લગતી મંજૂરીઓ માટેની અરજીઓની ઓનલાઈન રજૂઆત કરવાની પ્રક્રિયા શરુ કરી છે. હવે મંજૂરીઓ માટે મંત્રાલય આવવાની જરૂર નથી. અરજીઓ ઓનલાઈન જોઈ શકાય છે. ફોરેસ્ટ એપ્રુવલ અરજીઓ પર માહિતીપ્રદ, પારદર્શી, ઝડપી અને અનુમાનનીય નિર્ણય માટે GIS પર આધારિત ડિસીઝન સપોર્ટ સિસ્ટમ (DSS) શરુ કરવામાં આવી છે.

કાળા નાણાના મુદ્દે સત્તામાં આવવાના પ્રથમ દિવસે જ SIT બનાવવામાં આવી હતી. સરકાર સ્વિસ સરકાર સાથે સંકલન કરીને અને IT વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા કેસોની વિગતો મેળવીને કાર્ય કરી રહી છે. સરકારે અનડીસ્કલોઝ્ડ ફોરેન ઇન્કમ એન્ડ એસેસ્ટ્સ (ઈમ્પોઝીશન ઓફ ટેક્સ) બીલ 2015ને મંજૂરી આપી છે. આ બીલની જોગવાઈઓમાં જાહેર ન કરવામાં આવેલી વિદેશી આવકો અને સંપત્તિઓ માટે ભારે દંડ અને સજા સામેલ છે. રૂ. 1 લાખ ઉપરની ખરીદી/વેચાણ પર PAN જણાવવો ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે.




