પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે
રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે
નવ નિયુક્ત લોકો ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા ખુદ તાલીમ પ્રાપ્ત કરી શકશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી ફેબ્રુઆરી, 2024ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી નવી દિલ્હી ખાતે સંકલિત સંકુલ “કર્મયોગી ભવન”ના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. આ સંકુલ મિશન કર્મયોગીના વિવિધ સ્તંભો વચ્ચે સહયોગ અને સુમેળને પ્રોત્સાહન આપશે.

દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળા યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો અને રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. નવ નિયુક્ત લોકો સરકારમાં વિવિધ મંત્રાલયો/વિભાગોમાં જેમ કે, મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, સંરક્ષણ મંત્રાલય, નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને રેલ્વે મંત્રાલયમાં વિવિધ હોદ્દાઓ પર જોડાશે.

રોજગાર મેળો એ દેશમાં રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળાથી વધુ રોજગાર સર્જનનો લાભ મળવાની અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં સીધી ભાગીદારી માટે લાભદાયી તકો પૂરી પાડવાની અપેક્ષા છે.

નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પર એક ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે જ્યાં ‘ક્યાંય પણ કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટ માટે 880 થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump

Media Coverage

India's forex reserves hit all-time high of $729.33 billion after $12.42 billion jump
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 ઓગસ્ટ 2026
August 29, 2026

New India, New Speed, New Stage: Missiles, Medals, Multilateralism under PM Modi