શેર
 
Comments
અગાઉ, સસ્તા અનાજનો અવકાશ અને બજેટ વધારવામાં આવતા હતા પરંતુ તેના પ્રમાણમાં ભૂખમરો અને કુપોષણમાં ઘટાડો થયો નહોતો: પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રારંભ થયા પછી લાભાર્થીઓને અગાઉની સરખામણીએ લગભગ બમણું રાશન મળી રહ્યું છે: પ્રધાનમંત્રી
રૂપિયા 2 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ સાથે 80 કરોડ કરતાં વધારે લોકો મહામારીના આ સમય દરમિયાન વિનામૂલ્યે રાશન મેળવી રહ્યાં છે: પ્રધાનમંત્રી
સદીની સૌથી મોટી કુદરતી આપદા આવી છતાં, એક પણ વ્યક્તિને ભુખ્યા રહેવાનો વારો આવ્યો નથી: પ્રધાનમંત્રી
ગરીબોના સશક્તીકરણને આજે સૌથી વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી
આપણાં ખેલાડીઓમાં આવી રહેલો નવો આત્મવિશ્વાસ આપણાં નવા ભારતનો હોલમાર્ક બની રહ્યો છે: પ્રધાનમંત્રી
દેશ 50 કરોડ લોકોના રસીકરણ મહત્વપૂર્ણ આધારચિહ્નની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી
'આઝાદીનો અમૃત મહોત્સવ' નિમિત્તે ચાલો સૌ રાષ્ટ્ર નિર્માણ માટે નવી પ્રેરણા જગાવવાનું પવિત્ર સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી

નમસ્કાર!

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલજી, સંસદમાં મારા સાથી અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલજી, પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાના તમામ લાભાર્થી ભાઈઓ અને બહેનો.

વિતેલા વર્ષોમાં ગુજરાતે વિકાસ અને વિશ્વાસનો જે અવિરત સિલસિલો શરૂ કર્યો છે તે રાજ્યને નવી ઊંચાઈ પર લઈ જઈ રહ્યો છે.

ગુજરાત સરકારે આપણી બહેનો, આપણાં ખેડૂતો, આપણા ગરીબ પરિવારોના હિતમાં દરેક યોજનાને સેવાભાવ સાથે અમલમાં મૂકી છે.

આજે ગુજરાતના લાખો પરિવારોને પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક સાથે વિનામૂલ્યે રાશનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ મફત રાશન વૈશ્વિક મહામારીના સમયમાં ગરીબોની ચિંતા ઓછી કરે છે, તેમનો વિશ્વાસ વધારે છે. આ યોજનાનો પ્રારંભ આજે થયો નથી, આ યોજના તો અંદાજે છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે કે જેથી દેશનો કોઈ ગરીબ ભૂખ્યો સૂએ નહીં.

મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

ગરીબોના મનમાં પણ આ કારણે વિશ્વાસ પેદા થયો છે. આ વિશ્વાસ એટલા માટે આવ્યો છે કે તેમને લાગે છે કે પડકાર ગમે તેટલો મોટો હોય, દેશ તેમની સાથે છે. થોડીવાર પહેલાં મને કેટલાક લાભાર્થીઓ સાથે વાતચીત કરવાની તક મળી. આ ચર્ચામાં મેં અનુભવ કર્યો છે તે એક નવા આત્મવિશ્વાસથી ભરેલા છે.

સાથીઓ,

આઝાદી પછી લગભગ દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન આપવાની વાત કરી હતી. સસ્તુ ભોજન આપવાની યોજનાઓનો વ્યાપ અને બજેટ દર વર્ષે વધતું જાય છે, પરંતુ તેની અસર જેટલી હોવી જોઈએ તેના કરતાં સીમિત રહી છે.

દેશના અન્ન ભંડારો વધતા ગયા, પરંતુ ભૂખમરો અને કુપોષણના પ્રમાણમાં ઘટાડો થયો નથી. તેનું મોટું કારણ એ હતું કે અસરકારક ડિલીવરી સિસ્ટમ હતી નહીં અને કેટલીક બીમારીઓ પણ આવી ગઈ. વ્યવસ્થાઓમાં કેટલીક cutની કંપનીઓ પણ આવી ગઈ, સ્વાર્થી તત્વો પણ ઘૂસી ગયા. આ સ્થિતિને બદલવા માટે વર્ષ 2014 પછી નવેસરથી કામ શરૂ કરવામાં આવ્યું. આ પરિવર્તન માટે નવી ટેકનોલોજીને માધ્યમ બનાવવામાં આવી. કરોડો નકલી લાભાર્થીઓને વ્યવસ્થામાંથી દૂર કરવામાં આવ્યા. રેશનકાર્ડને આધાર સાથે જોડવામાં આવ્યું અને રેશનની સરકારી દુકાનોમાં ડિજિટલ ટેકનોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને તેનું પરિણામ આપણી સામે છે.

ભાઈઓ અને બહેનો,

100 વર્ષની સૌથી મોટી આફત માત્ર ભારત પર જ નહીં, સમગ્ર દુનિયામાં આવી છે. સમગ્ર માનવજાત પર આવી છે. આજીવિકા માટે સંકટ પેદા થયું છે. કોરોના લૉકડાઉનના કારણે ધંધા બંધ કરવા પડ્યા, પણ દેશે પોતાના નાગરિકોને ભૂખે સૂવા દીધા નહીં. કમનસીબે દુનિયાના અનેક દેશોમાં આ સંક્રમણની સાથે સાથે ભૂખમરાનું ભીષણ સંકટ પણ આવી પડ્યું છે, પરંતુ ભારતે સંક્રમણના સંકેતના પ્રથમ દિવસથી જ આ સંકટ ઓળખી લીધું હતું અને તેની પર કામ કર્યું હતું. એટલા માટે આજે સમગ્ર દુનિયામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની પ્રશંસા થઈ રહી છે. મોટા મોટા નિષ્ણાંતો પણ એ બાબતની પ્રશંસા કરી રહ્યા છે કે ભારત પોતાના 80 કરોડથી વધુ લોકોને આ મહામારી દરમ્યાન મફત અનાજ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ કામ માટે દેશ રૂ.2 લાખ કરોડ કરતાં વધુ રકમ ખર્ચી રહ્યું છે. ઈરાદો એ છે કે ભારતના મારા કોઈ ભાઈ- બહેન, મારા કોઈ ભારતવાસી ભૂખ્યા ન રહે. આજે બે રૂપિયે કિલો ઘઉં, ત્રણ રૂપિયે કિલો ચોખાના ક્વોટામાં વધારો કરીને પાંચ કિલો ઘઉં અને ચોખા મફત આપવામાં આવી રહ્યા છે, એટલે કે આ યોજનાની સરખામણીમાં રેશનકાર્ડ ધારકોને બમણાં પ્રમાણમાં રેશન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે. દિવાળી સુધી કોઈ ગરીબે પેટ ભરવા માટે પોતાના ખિસ્સામાંથી પૈસા નહીં ખર્ચવા પડે. આજે ગુજરાતમાં આશરે સાડા ત્રણ કરોડ લાભાર્થીઓને મફત અનાજ મળી રહ્યું છે.

હું ગુજરાત સરકારની એટલા માટે પ્રશંસા કરી રહ્યો છું કે તેમણે દેશના બીજા ભાગોમાંથી આવેલા અને પોતાને ત્યાં કામ કરતા શ્રમિકોને પણ અગ્રતા આપી છે. કોરોના લૉકડાઉનના કારણે અસર પામેલા લાખો શ્રમિકોને આ યોજનાનો લાભ મળ્યો છે. એમાં ઘણાં બધા એવા સાથી હતા કે જેમની પાસે રેશનકાર્ડ હતું જ નહીં, અથવા તો તેમનું રેશનકાર્ડ અન્ય રાજ્યનું હતું. ગુજરાતનો એવા રાજ્યોમાં સમાવેશ થાય છે કે જેણે સૌથી પહેલા વન નેશન, વન રેશનકાર્ડની યોજના લાગુ કરી. વન નેશન, વન રેશનકાર્ડ યોજનાનો લાભ ગુજરાતના લાખો શ્રમિક સાથીઓને મળી રહ્યો છે.

ભાઈઓ અને બહેનો,

એક એવો સમય હતો કે જ્યારે દેશમાં વિકાસની વાત માત્ર કેટલાક શહેરો પૂરતી જ મર્યાદિત રહેતી હતી. ત્યાં પણ વિકાસનો અર્થ માત્ર એટલો જ થતો હતો કે ખાસ ખાસ વિસ્તારોમાં મોટા મોટા ફલાયઓવર બનાવવામાં આવે, સડકો બની જાય, મેટ્રો બની જાય એટલે ગામડાં અને કસબાથી દૂર અને આપણાં ઘરની બહાર જે કામ થતું હતું, જેની સામાન્ય માનવી સાથે કોઈ લેવડદેવડ નહોતી તેને વિકાસ માનવામાં આવતો હતો. વિતેલા વર્ષોમાં દેશમાં આ વિચારધારા બદલાઈ છે. આજે દેશ બંને દિશાઓમાં કામ કરવા માંગે છે, બે પાટા પર ચાલવા માંગે છે. દેશને નવી માળખાકીય સુવિધાઓની જરૂર છે. માળખાકીય સુવિધાઓ માટે લાખો- કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી  રહ્યો છે અને તેનાથી લોકોને રોજગારી તો મળી રહી છે, પણ સાથે સાથે સામાન્ય માનવીના જીવનની ગુણવત્તા સુધારવા માટે, જીવનમાં આસાની માટે નવા ધોરણો સ્થાપિત કરવામાં આવ્યા છે. ગરીબોના સશક્તીકરણને આજે સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવી રહી છે. જ્યારે બે કરોડ પરિવારોને ઘર આપવામાં આવે છે, તો તેનો અર્થ એ થાય છે કે તે હવે ઠંડી, ગરમી અને વરસાદના ડરથી મુક્ત થઈ જશે. એટલું જ નહીં, જ્યારે પોતાનું ઘર હોય ત્યારે આત્મસન્માનથી તેમનું જીવન ભરાઈ જાય છે. નવા સંકલ્પો સાથે જોડાય છે અને એ સંકલ્પોને સાકાર કરવા માટે ગરીબ પરિવારો તનતોડ મહેનત સાથે તે કામમાં લાગી જાય છે. દિવસ રાત મહેનત કરે છે.

જ્યારે 10 કરોડ પરિવારોને શૌચ માટે ઘરની બહાર જવાની મજબૂરીમાંથી મુક્તિ મળે છે ત્યારે તેનો અર્થ એવો થાય છે કે તેમના જીવનનું સ્તર બહેતર થયું છે. તે પહેલાં વિચારતા હતા કે સુખી પરિવારોના ઘરમાં જ ટોયલેટ હોય છે, શૌચાલય તેમના ઘરમાં હોય છે અને બિચારા ગરીબ પરિવારોએ તો અંધારું થવાની રાહ જોવી પડે છે, ખૂલ્લામાં જવું પડે છે, પણ જ્યારે ગરીબ પરિવારને શૌચાલય મળે છે તો તે પોતાને અમીરની તુલનામાં જુએ છે. એક નવો વિશ્વાસ પેદા થાય છે. આ રીતે જ્યારે દેશના ગરીબને જનધન ખાતા મારફતે બેંકીંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવે છે, મોબાઈલ બેંકીંગ ગરીબના હાથમાં હોય છે તો તેને તાકાત મળે છે. તેને નવી તકો મળે છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે –

સામર્થ્ય મૂલમ્,

સુખમેવ લોકે!

આનો અર્થ એ થાય છે કે આપણાં સામર્થ્યનો આધાર આપણાં જીવનનું સુખ જ હોય છે. જે રીતે આપણે સુખની પાછળ દોડીને સુખ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ તેના માટે આપણે નિર્ધારિત કામ કરીને કશુંક હાંસલ કરવાનું રહે છે. એવી જ રીતે સશક્તીરણ પણ આરોગ્ય, શિક્ષણ, સુવિધા અને ગરિમા વધવાથી પ્રાપ્ત થાય છે. જ્યારે કરોડો ગરીબોને આયુષમાન યોજના મારફતે મફત સારવાર મળે છે ત્યારે આરોગ્યના કારણે તેમનું સશક્તીરણ થાય છે. નબળા વર્ગો માટે અનામતની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવે છે ત્યારે આ વર્ગોનું શિક્ષણથી સશક્તીરણ થાય છે.

જ્યારે સડકો શહેરોને ગામડાં સાથે જોડે છે ત્યારે ગરીબ પરિવારોને ગેસનું મફત જોડાણ, વિજળીનું જોડાણ મફત મળે છે ત્યારે આ સુવિધાઓ તેમનું સશક્તીરણ કરે છે. જ્યારે એક વ્યક્તિને આરોગ્ય, શિક્ષણ અને અન્ય સુવિધાઓ મળતી રહે છે ત્યારે તે પોતાની ઉન્નતિ બાબતે અને દેશની પ્રગતિ બાબતે વિચારે છે.

આ સપનાં પૂરા કરવા માટે આજે દેશમાં મુદ્રા યોજના છે. સ્વનિધિ યોજના છે. ભારતમાં એવી અનેક યોજનાઓ ગરીબોને સન્માન સાથે જીવન જીવવાનો માર્ગ પૂરો પાડી રહી છે. સન્માનથી સશક્તીરણનું માધ્યમ બની રહી છે.

ભાઈઓ અને બહેનો ,

જ્યારે સામાન્ય માનવીના સપનાંને તક મળે છે, વ્યવસ્થાઓ જ્યારે જાતે ઘર સુધી પહોંચે છે ત્યારે જીવન કેવી રીતે બદલાય છે તે ગુજરાત સારી રીતે સમજે છે. ક્યારેક ગુજરાતના એક મોટાભાગમાં લોકોએ, માતાઓ અને બહેનોએ પાણી જેવી જરૂરિયાત માટે અનેક કિલોમીટર પગપાળા જવું પડતું હતું. આપણી તમામ માતાઓ-બહેનો સાક્ષી છે. આ રાજકોટમાં તો પાણી માટે ટ્રેન મોકલવી પડતી હતી. રાજકોટમાં તો પાણી જોઈતું હોય તો ઘરની બહાર ખાડો ખોદીને નીચે પાઈપમાંથી એક એક વાડકી પાણી લઈને ડોલ ભરવી પડતી હતી, પરંતુ આજે સરદાર સરોવર બંધને કારણે, સૌની યોજનાના કારણે, નહેરોના નેટવર્કને કારણે, જ્યાં કોઈ વિચારી પણ શકતું ન હતું તે કચ્છમાં પણ મા નર્મદાનું પાણી પહોંચી રહ્યુ છે. અને આપણે ત્યાં કહેવામાં આવતું હતું કે મા નર્મદાના સ્મરણ માત્રથી પુણ્ય મળે છે. આજે તો મા નર્મદા ખુદ ગુજરાતના ગામે ગામ જાય છે, મા નર્મદા સ્વયં ઘેર ઘેર જાય છે. મા નર્મદા સ્વયં તમારા ઘરે આવીને તમને આશીર્વાદ આપે છે. આ પ્રયાસોનું એ પરિણામ છે કે આજે ગુજરાતમાં 100 ટકા નળથી જળ ઉપલબ્ધ કરવાનો લક્ષ્યાંક વધુ દૂર નથી. આ ગતિ, સામાન્ય માનવીના જીવનમાં આવેલું આ પરિવર્તન હવે સમગ્ર દેશ અનુભવી રહ્યો છે. આઝાદીના દાયકાઓ પછી પણ માત્ર 3 કરોડ ગ્રામ પરિવારોને પાણી માટે નળની સુવિધાથી જોડવામાં આવ્યા હતા અને માત્ર આવા લોકોને જ પાણી મળતું હતું. આજે જલ જીવન અભિયાન હેઠળ સમગ્ર દેશમાં માત્ર બે વર્ષમાં, બે વર્ષની અંદર સાડા ચાર કરોડથી વધુ પરિવારોને પાઈપથી પાણી આપવા માટે જોડવામાં આવ્યા છે અને એટલા માટે મારી માતાઓ, બહેનો મને ભરપૂર આશીર્વાદ આપી રહી છે.

ભાઈઓ અને બહેનો,

ડબલ એન્જીનની સરકારના લાભ ગુજરાત સતત જોઈ રહ્યું છે. આજે સરદાર સરોવર બંધના કારણે વિકાસની નવી ધારા વહે છે એટલું જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વરૂપે વિશ્વનું સૌથી મોટું આકર્ષણ આજે ગુજરાતમાં છે. કચ્છમાં સ્થપાઈ રહેલો રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતને વિશ્વના રિન્યુએબલ એનર્જીના નકશામાં સ્થાપિત કરવાનો છે. ગુજરાતમાં રેલવે અને હવાઈ કનેક્ટિવિટીના આધુનિક અને ભવ્ય માળખાકિય સુવિધાના પ્રોજેક્ટ બની રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં મેટ્રો કનેક્ટિવીટીનું ઝડપથી વિસ્તરણ થઈ રહ્યું છે. આરોગ્ય અને તબીબી શિક્ષણમાં પણ ગુજરાતમાં પ્રશંસનિય કામ થઈ રહ્યું છે. ગુજરાતમાં તૈયાર થયેલી બહેતર તબીબી માળખાકિય સુવિધાઓના કારણે 100 વર્ષની સૌથી મોટી મેડિકલ ઈમર્જન્સી સામે કામ પાર  પાડવામાં મોટી ભૂમિકા નિભાવી શકાઈ છે.

સાથીઓ,

ગુજરાત સહિત સમગ્ર દેશમાં એવા અનેક કામ છે કે જેના કારણે આજે દરેક દેશવાસીમાં, દરેક વિસ્તારમાં આત્મવિશ્વાસ વધી રહ્યો છે અને આ આત્મવિશ્વાસ જ દરેક પડકારને પાર કરવામાં, દરેક  સપનું સાકાર કરવામાં એક મોટું કારણ બન્યો છે. હમણાંનું તાજુ ઉદાહરણ ઓલિમ્પિકમાં આપણાં ખેલાડીઓનું પ્રદર્શન છે. આ વખતે ઓલિમ્પિકમાં ભારતના અત્યાર સુધીના સૌથી વધુ ખેલાડીઓ ક્વોલિફાય થયા છે. એ યાદ રહે કે 100 વર્ષની સૌથી મોટી આફત સામે ઝઝૂમતા આપણે આ કામ કર્યું છે. કેટલીક  તો એવી રમતો છે કે જેમાં આપણે પ્રથમ વખત ક્વોલિફાય થયા છીએ, માત્ર ક્વોલિફાય થયા છીએ એટલું જ નહીં, પરંતુ મજબૂત ટક્કર પણ આપી રહ્યા છીએ. આપણાં ખેલાડીઓ દરેક રમતમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવી રહ્યા છે. આ ઓલિમ્પિકમાં ભારતનો બુલંદ આત્મવિશ્વાસ દરેક રમતમાં દેખાઈ રહ્યો છે. ઓલિમ્પિકમાં ઉતરેલા આપણાં ખેલાડી, આપણાં કરતાં બહેતર રેન્કીંગ ધરાવતા ખેલાડીઓને અને તેમની ટીમ પડકાર આપી રહ્યા છે. ભારતીય ખેલાડીઓનો જોશ, ઝનૂન અને હિંમત આજે સર્વોચ્ચ સ્તર પર છે. આ આત્મવિશ્વાસ ત્યારે જ આવે કે જ્યારે સાચી પ્રતિભાની ઓળખ થતી હોય છે, તેમને પ્રોત્સાહન મળતું હોય છે. આ આત્મવિશ્વાસ ત્યારે જ આવે છે કે જ્યારે વ્યવસ્થાઓ બદલાય છે અને પારદર્શક હોય છે ત્યારે નવો આત્મવિશ્વાસ ભારતની ઓળખ બની રહ્યો છે. આ આત્મવિશ્વાસ આજે દેશના ખૂણે ખૂણે અને દરેક નાના મોટા ગામ, કસબા, ગરીબ મધ્યમ વર્ગના યુવાનોમાં, ભારતના દરેક ખૂણાના યુવાનોમાં આ વિશ્વાસ દેખાઈ રહ્યો.

સાથીઓ,

આ આત્મવિશ્વાસને આપણે કોરોના સાથેની લડાઈમાં અને આપણા રસીકરણના અભિયાનમાં પણ જાળવી રાખવાનો છે. વૈશ્વિક મહામારીના આ વાતાવરણમાં આપણે આપણી સતર્કતા સતત જાળવી રાખવાની છે. દેશ આજે 50 કરોડ રસીકરણ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. ગુજરાત સાડા ત્રણ કરોડ રસીકરણના ડોઝના મુકામે પહોંચી રહ્યું છે. આપણે રસી પણ લેવાની છે, માસ્ક પણ પહેરવાનો છે અને જેટલું શક્ય બને તેટલું ભીડનો હિસ્સો બનવાથી બચતા રહેવાનું છે. આપણે દુનિયામાં જોઈ રહ્યા છીએ કે જ્યાં પણ માસ્ક દૂર કરવામાં આવ્યા છે ત્યાં હવે ફરીથી માસ્ક પહેરવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે. આપણે સાવધાની અને સુરક્ષા સાથે આગળ ધપવાનું છે.

સાથીઓ,

આજે જ્યારે આપણે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે આટલો મોટો કાર્યક્રમ કરી રહ્યા છીએ ત્યારે હું દેશવાસીઓને એક સંકલ્પ આપવા માંગુ છું. આ સંકલ્પ છે- રાષ્ટ્ર નિર્માણની નવી પ્રેરણા જગાવવાનો. આઝાદીના 75મા વર્ષ પ્રસંગે, આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે આ સંકલ્પ લેવાનો છે. આ સંકલ્પોમાં આ અભિયાનમાં ગરીબ- અમીર, મહિલા- પુરૂષ, દલિત- વંચિત તમામ બરાબરીના ભાગીદાર છે.

આગામી વર્ષોમાં ગુજરાત પોતાના તમામ સંકલ્પો સિધ્ધ કરે, વિશ્વમાં પોતાની ગૌરવશાળી ઓળખાણને વધુ મજબૂત કરે તેવી કામના સાથે હું આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ફરી એકવાર અન્ન યોજનાના તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!!

આપને ખૂબ ખૂબ ધન્યવાદ!!!

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
PM-KISAN helps meet farmers’ non-agri expenses too: Study

Media Coverage

PM-KISAN helps meet farmers’ non-agri expenses too: Study
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM attends Civil Investiture Ceremony
March 22, 2023
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi today attended Civil Investiture Ceremony at Rashtrapati Bhavan.

The Prime Minister tweeted :

"Attended the Civil Investiture Ceremony at Rashtrapati Bhavan where the Padma Awards were given. It is inspiring to be in the midst of outstanding achievers who have distinguished themselves in different fields and contributed to national progress."