Dahej SEZ has made it to the top 50 industrial areas in the world: PM
OPAL will have a key role to play in intiatives like 'Make In India' and 'Start up India': PM
Petrochemical sector is expanding at a fast rate in the country: PM Modi
After we assumed office, we took measures to control inflation rate: PM Modi
Today India is a bright spot in global economy: PM Modi
Latest GDP data reveals that demonetisation did not affect India's growth: PM Modi

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી

કેન્દ્રમાં મંત્રીમંડળમાં મારા સાથીદારો શ્રી નીતિન ગડકરી અને શ્રી મનસુખ માંડવિયા

આ ક્ષેત્રના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા

મંચ પર બિરાજમાન અન્ય ગણમાન્ય વ્યક્તિ

મારા સાથીદારો,

આપણું દહેજ એક રીતે લઘુ ભારત બની ગયું છે. દેશનો કોઈ જિલ્લો એવો નહીં હોય, જેના લોકો અહીં નહીં હોય અને જેમની આજીવિકાનું સાધન દહેજ સાથે જોડાયેલું નહીં હોય.

સમગ્ર દેશ અને જગતમાં ગુજરાતની વેપારવાણિજ્યની સૂઝબૂઝ અને સાહસિકતાની પ્રશંસા થાય છે.

ગુજરાતની આ સાહસિકતાને બહાર લાવવામાં દહેજ-ભરુચ ક્ષેત્રનો ફાળો અમૂલ્ય છે.

હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો, ત્યારે ઘણી વખત આ ક્ષેત્રના વિકાસને વેગ આપવા આવવાનું થતું હતું અને તેની સાથે હું સતત જોડાયેલો રહ્યો છું.

આ જગ્યાને મેં તબક્કાવાર રીતે (Brick by Brick) મજબૂત થતા અને ક્રમશઃ (Step By Step) આગળ વધતા જોઈ છે.

છેલ્લાં 15 વર્ષોમાં દહેજના વિકાસ માટે ગુજરાત સરકારે ભગીરથ પ્રયાસો કર્યા છે. તેના પરિણામો દહેજનો સંપૂર્ણ વિસ્તાર ઔદ્યોગિક દ્રષ્ટિએ બહુ મહત્વપૂર્ણ બની ગયો છે.

 

મિત્રો, ગુજરાત સરકારના સતત પ્રયાસોના પરિણામે જ દહેજ-SEZએ દુનિયાના ટોચના 50 ઔદ્યોગિક ક્ષેત્રોમાં સ્થાન બનાવ્યું છે.

 

આ ભારતનું પ્રથમ ઔદ્યોગિક ક્ષેત્ર હતું, જેણે વર્લ્ડ રેન્કિંગમાં આટલી જોરદાર એન્ટ્રી કરી હતી.

વર્ષ 2011-12માં દહેજ SEZનું વર્લ્ડ રેન્કિંગ 23મું હતું.

આજે પણ દહેજ SEZ વિશ્વના કેટલાક ગણ્યાગાંઠ્યા ઔદ્યોગિક ક્ષેત્રોમાં પોતાનું વિશેષ સ્થાન ધરાવે છે.

 

દહેજ ઔદ્યોગિક ક્ષેત્ર ફક્ત ગુજરાતના જ નહીં, પણ સંપૂર્ણ દેશના લાખો નવયુવાનો માટે રોજગારી આપવામાં મોટી ભૂમિકા અદા કરે છે. અત્યારે આ વિસ્તારમાં રૂ. 40,000 કરોડથી વધારે રોકાણ થયું છે.

 

દહેજ SEZની આ શાનદાર સફળતા માટે હું તેની સાથે જોડાયેલા લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

દહેજ અને તેની આસપાસના માળખાને વિકસાવવામાં ગુજરાત સરકારે હંમેશા ગંભીરતા દાખવી છે. આ કારણે જ્યારે દેશમાં ચાર પેટ્રોલિયમ-કેમિકલ-પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એટલે કે PCPIR બનાવવામાં આવશે તેવી ચર્ચા શરૂ હતી, ત્યારે તેમાં ગુજરાતના દહેજનું નામ પણ સામેલ હતું.

 

PCPIRના કારણે સવા લાખથી વધારે લોકોને રોજગારી મળી છે અને તેમાં 32,000 તો એવા લોકો છે, જેઓ તેની સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. એક અંદાજ મુજબ, જ્યારે PCPIRનો સંપૂર્ણ વિકાસ થશે, ત્યારે 8 લાખ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે.

 

PCPIRના કારણે દહેજ અને સંપૂર્ણ ભરુચની આસપાસ માળખાનો પણ સારો વિકાસ થયો છે. પેટ્રોલિયમ-કેમિકલ-પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના કારણે આર્થિક પ્રવૃત્તિઓને મોટા પાયે વેગ મળ્યો છે.

 

અત્યારે દહેજનો SEZ, PCPIR અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ અતિ વાઇબ્રન્ટ ઔદ્યોગિક સ્થળ બની ગયા છે. આ એક એવું બાળક છે, જેને મેં મારી આંખો સામે વિકસતા જોયું છે અને એટલે તેની સાથે મારો લાગણીનો સંબંધ છે.

 

દહેજ SEZ અને PCPIRને કોઈએ ચાર ચાંદ લગાવ્યા હોય તો તે છે ONGC PETRO ADDITIONS LIMITED એટલે ઓપેલ.

 

ઓપેલ અહીં એન્કર ઉદ્યોગની જેમ છે. આ દેશનો સૌથી મોટો પેટ્રોકેમિકલ પ્લાન્ટ છે. તેમાં રૂ. 30,000 કરોડનું રોકાણ થવાનું છે, જેમાંથી આશરે રૂ. 28,000 કરોડનું રોકાણ થઈ ગયું છે.

 

વિચારો કે, અત્યારે ભારતમાં Polymersનો Per capita consumtion (માથાદીઠ વપરાશ) ફક્ત 10 કિલોગ્રામ છે, જ્યારે વિશ્વમાં તેનો સરેરાશ માથાદીઠ વપરાશ લગભગ 32 કિલોગ્રામ છે.

 

અત્યારે સંપૂર્ણ દેશમાં મધ્યમ વર્ગમાં વધારો થઈ રહ્યો છે, લોકોની આવક વધી રહી છે, શહેરોનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ભવિષ્યમાં Polymersનો Per capita consumtion (માથાદીઠ વપરાશ)માં વધારો થશે એ નક્કી છે.

 

તેમાં ONGC PETRO ADDITIONS LIMITEDએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. Polymers સાથે સંલગ્ન ઉત્પાદનનો ઉપયોગ ઘણામહત્વપૂર્ણ ક્ષેત્રો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉસિંગ, પેકેજિંગ, સિંચાઈ, ઓટોમોટિવ, હેલ્થકેરમાં થાય છે.

 

કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા મોટા પ્રોજેક્ટોમાં પણ ઓપેલનો બહુ મોટો ફાળો હશે. એક અંદાજ મુજબ, 2018 સુધી Polymersમાં OPALનો હિસ્સો લગભગ 13 ટકા થઈ જશે.

 

Polymersનો ઉપયોગ વધારવાનો સીધો અર્થ એ છે કે લાકડી, કાગળ, મેટલ જેવી પરંપરાગત ચીજવસ્તુઓનો ઉપયોગ ઓછો થશે. એટલે તે આપણા દેશના કુદરતી સ્ત્રોતોને બચાવવામાં ઉપકારક પુરવાર થશે.

 

દેશમાં પેટ્રોકેમિકલ સેક્ટર અત્યારે બહુ ઝડપથી વૃદ્ધિ કરી રહ્યું છે. નિષ્ણાતોના અનુમાન મુજબ, આગામી બે દાયકામાં આ સેક્ટર 12થી 15 ટકાના દરે વૃદ્ધિ કરશે.

 

મિત્રો, ભવિષ્યમાં આ સેક્ટરમાં મોટા પાયે infrastructureનો વિકાસ થશે, જેમાં portનું આધુનિકરણ, 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન અને waste treatment plant સામેલ છે. ચોક્કસ, તેમાં દેશમાં લાખો નવયુવાનોને રોજગારી મળશે.

 

શ્રમિકોની સુવિધા માટે, જોબ માર્કેટના વિસ્તાર માટે સરકાર સતત પ્રયાસો કરી રહી છે. ઉદ્યોગમાં રોકાણ આકર્ષવાની સાથે સાથે કૌશલ્ય વિકાસ માટે પણ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. દેશમાં પહેલી વખત કૌશલ્ય વિકાસ મંત્રાલય બનાવીને તેના પર આયોજનબદ્ધ રીતે કામ થઈ રહ્યું છે. સરકાર વર્ષો જૂના કાયદા રદ કરીને કે તેમાં ફેરફારો કરીને જોબ માર્કેટનો વિસ્તાર કરી રહી છે.

એપ્રિન્ટિસશીપ કાયદામાં સુધારો કરીને એપ્રિન્ટિસો (તાલીમાર્થીઓ)ની સંખ્યા વધારવામાં આવી છે અને તાલીમ દરમિયાન પ્રાપ્ત ચુકવણીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

 

1948ના કારખાના કાયદામાં ફેરફાર કરીને રાજ્ય સરકારોને મહિલાઓને રાત્રે કામ કરવાની સુવિધા પ્રદાન કરવાની સલાહ આપવામાં આવી છે.

 

આ ઉપરાંત Paid Maternity Leaveને 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવી છે.

 

શ્રમિકોની મહેનતની કમાણી અને બચત EPF એકાઉન્ટમાં જમા થાય છે. તેમને આ રકમ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે મળી શકે એ માટે Universal Account Number આપવાની શરૂઆત કરવામાં આવી છે.

 

ટેક્સટાઇલ સેક્ટર જેવા કેટલાક ક્ષેત્રોમાં રોજગારીની વિશેષ સંભાવના છે, ત્યાં જરૂરિયાત મુજબ “fixed term employment”અંતર્ગત શ્રમિકોને રોજગારી આપવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 

સામાન્ય દુકાનો અને સંસ્થાઓ વર્ષમાં 365 દિવસ ચોવીસ કલાક ખુલ્લાં રહે એ માટે રાજ્ય સરકારોને સલાહ આપવામાં આવી છે.

 

સાથીદારો, વર્ષ 2014માં સરકાર બની એ અગાઉ દેશ સામે કેવા આર્થિક પડકારો હતા એ તમે બધા જાણો છો. મોંઘવારીએ માઝા મૂકી હતી, રોકાણ અને રોકાણકારોને વિશ્વાસ, બંને ઘટી રહ્યા હતા. રોકાણમાં ઘટાડાની સીધી અસર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી પર થઈ હતી.

 

પણ કેન્દ્ર સરકારે અર્થવ્યવસ્થા સાથે સંબંધિત દરેક પડકારનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. એક તરફ આખા વિશ્વમાં શંકા-કુશંકાના વાદળો ઘેરાયેલા છે, ત્યારે ભારત “બ્રાઇટ સ્પોટ” બનીને ચમકી રહ્યું છે.

 

ગયા વર્ષે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં ભારતને વર્ષ 2016થી 2018 વચ્ચે દુનિયાની ટોચની 3 Prospective Host Economyમાં સ્થાન આપવામાં આવ્યું છે.

 

વર્ષ 2015-16માં 55.5 અબજ ડોલર એટલે કે 3.64 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ વિદેશી રોકાણ મળ્યું છે. આ કોઈ પણ નાણાકીય વર્ષમાં પ્રાપ્ત થયેલું સૌથી વધારે રોકાણ છે.

 

બે વર્ષમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમના Global Competitiveness Indexમાં ભારત 32 સ્થાન આગળ વધ્યું છે.

 

વર્લ્ડ બેંકના Logistics Performance Indexમાં ભારતે વર્ષ 2014માં 54મું સ્થાન મેળવ્યું હતું, પણ વર્ષ 2015માં ભારતે આ રેન્કિંગમાં હરણફાળ ભરીને 35મું સ્થાન મેળવીને પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો હતો.

 

મેક ઇન ઇન્ડિયા અત્યારે ભારતની સૌથી મોટી પહેલ બની ગયો છે.

 

તમામ રેટિંગ એજન્સીઓ આ સફળતાની પ્રશંસા કરે છે. મેક ઇન ઇન્ડિયા એક પ્રયાસ છે, જેનો ઉદ્દેશ ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતામાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે.

 

આ અભિયાન અંતર્ગત અત્યારે ભારત દુનિયાનો છઠ્ઠો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે, જ્યારે અગાઉ ભારતનું સ્થાન આ દ્રષ્ટિએ નવમું હતું.

 

ઉત્પાદન ક્ષેત્રમાં ઘણી સારી વૃદ્ધિ દેખાય છે. તેનું ઉદાહરણ Gross Value Additionનો વિકાસ દર છે. વર્ષ 2012થી વર્ષ 2015 વચ્ચે તે 5થી 6 ટકા હતો અને ગયા વર્ષે વધીને 9.3 ટકા થઈ ગયો.

 

અત્યારે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ ઝડપથી વિકાસ કરતો દેશ છે.

અત્યારે બંદર સંચાલિત વિકાસ સરકારની પ્રાથમિકતા છે. સાગરમાલા યોજના પર ઝડપથી કાર્ય ચાલી રહ્યું છે.

 

બંદરનું આધુનિકરણ, નવા બંદરોનું નિર્માણ, કનેક્ટિવિટીમાં સુધારા પર ભાર, બંદર સંચાલિત ઔદ્યોગિકરણ અને દરિયાકિનારે વસતા સમુદાયોનો વિકાસની આ એક મહત્વાકાંક્ષી યોજના છે.

 

રૂ. 8 લાખ કરોડનું રોકાણ ધરાવતા 400થી વધારે પ્રોજેક્ટ્સની પસંદગી થઈ ગઈ છે અને રૂ. એક લાખ કરોડના વિવિધ પ્રોજેક્ટ અમલીકરણના વિવિધ તબક્કાઓમાં છે.

 

રેલવે અને બંદરની શ્રેષ્ઠ કનેક્ટિવિટી માટે ઇન્ડિયન પોર્ટ રેલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી છે.

 

દેશના વિવિધ વિસ્તારોમાં 14 કોસ્ટલ ઇકોનોમિક્સ ઝોન પ્રસ્તાવિત છે.

 

ગુજરાતમાં રૂ. 85 હજાર કરોડનું રોકાણ ધરાવતા 40થી પણ વધારે પ્રોજેક્ટ ચિહ્નિત કરવામાં આવ્યા છે. રૂ. 5 હજારના કરોડના પ્રોજેક્ટ પર તો કામ ચાલુ પણ થઈ ગયું છે.

 

કંડલા બંદર પર કેટલીક મોટી યોજનાઓનો પ્રારંભ થઈ ગયો છે.

 

કંડલા બંદરની વર્તમાન ક્ષમતા વધારવામાં આવી રહી છે. આ ઉપરાંત 1400 એકરમાં સ્માર્ટ ઔદ્યોગિક સિટીનો વિકાસ થઈ રહ્યો છે. તેનાથી લગભગ 50 હજાર રોજગારીનું સર્જન થશે.

 

બે નવી કાર્ગો જેટી અને એક ઓઇલ જેટી પર કામ ચાલી રહ્યું છે. વિન્ડ પાવર પ્રોજેક્ટ અને રુફ સોલર પ્રોજેક્ટ પણ ઝડપથી પૂર્ણ થવાની દિશામાં અગ્રેસર છે.

 

નવેમ્બરમાં કાળા ધન અને ભ્રષ્ટાચાર સામે કડક પગલાં લીધા પછી અર્થવ્યવસ્થાને નુકસાનનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો, તેનો જવાબ ગત ત્રણ મહિનાના આંકડાઓએ આપી દીધો છે.

 

દિવાળી પછી શરૂ થયેલા આ અભિયાને દુનિયાની મોટી-મોટી સંસ્થાઓ અને જાણકારોએ સમર્થન આપ્યું છે.

 

Appleના CEO ટિમ કૂકે કહ્યું છે કે આ પગલું લાંબા ગાળે ભારત માટે લાભદાયક રહેશે અને તેના દૂરગામી પરિણામો મળશે.

 

માઇક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સે પણ કહ્યું છે કે આ પગલું સમાંતર અર્થતંત્રને ખતમ કરશે અને અર્થવ્યવસ્થામાં પારદર્શકતા લાવશે.

 

વર્લ્ડ બેંકના સીઇઓ ક્રિસ્ટલિના જાર્જીવાએ પણ આ નિર્ણયને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પગલાંથી અર્થવ્યવસ્થા પર સકારાત્મક અસર પડશે અને ભારતની આ કામગીરીનો અભ્યાસ દુનિયાના બીજા દેશો પણ કરશે.

 

મલેશિયાના પ્રધાનમંત્રી નજીબ રઝાકે પણ આ નિર્ણયને અતિ સાહસિક ગણાવ્યો હતો.

 

આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે પણ આ નિર્ણયને સમર્થન આપ્યું હતું.

 

નોબેલ પુરસ્કારથી સમ્માનિત અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે પણ કહ્યું હતું કે, ડિમોનેટાઇઝેશનથી ગ્રામીણ અને અસંગઠિત ક્ષેત્ર હવે બેંકિંગ સિસ્ટમમાં આવી ગયા છે.

 

બ્રિટનના પ્રસિદ્ધ અખબાર Financial Timesના મુખ્ય આર્થિક ટીકાકાર માર્ટિન વુલ્ફે લખ્યું હતું કે, આ નિર્ણયથી મૂડી અપરાધીઓના હાથમાંથી નીકળીને સરકાર પાસે આવશે. મૂડીના આ હસ્તાંતરણથી જેમને નુકસાન થયું છે, તેમની સાથે કોઈ સહાનુભૂતિ રાખવી મુશ્કેલ છે.

 

મિત્રો, ચોક્કસ, જ્યારે અર્થવ્યવસ્થામાંથી કાળું નાણું ખતમ થશે, ત્યારે તેનો લાભ દરેક સેક્ટરને મળશે, પછી તે આર્થિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર, પણ બધા ક્ષેત્રોને થશે. અત્યારે દુનિયા ભારતના આ સાહસિક પગલાંને અતિ સમ્માન સાથે જોઈ રહી છે.

 

સાથીદારો, છેલ્લે હું વધુ એક મહત્વપૂર્ણ વાત તમારી સામે મૂકું છું. એ છે પર્યાવરણની સુરક્ષા.

મેં અગાઉ પણ કહ્યું છે કે આપણે યોજનાઓનું વિસ્તરણ કરતી વખતે, નવી ટેકનિકનો ઉપયોગ વધારવાના સમયે પર્યાવરણને કોઈ નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. પર્યાવરણની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન થઈ ન શકે.

 

મને આશા છે કે જેમ દહેજનું સંપૂર્ણ environment તમામ માટે friendly છે, તેમ દહેજ SEZ પણ environment friendly રહેશે.

 

આ જ શબ્દો સાથે હું મારી વાત પૂર્ણ કરું છું.

 

તમારા બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
More than 1.55 lakh candidates register for PM Internship Scheme

Media Coverage

More than 1.55 lakh candidates register for PM Internship Scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister receives a memento of Swami Samarth
October 14, 2024
We will always work to realise his vision for our society: PM

The Prime Minister Shri Narendra Modi today received a memento of Swami Samarth. Shri Modi remarked that the Government will always work to realise his vision for our society.

In a post on X, Shri Modi wrote:

“आज स्वामी समर्थ यांचे स्मृतिचिन्ह भेट म्हणून स्विकारण्याचे भाग्य मला लाभले. हे मी कायम जपणार आहे... त्यांचे उदात्त विचार आणि शिकवण कोट्यवधी लोकांना प्रेरणा देत आली आहे. त्यांचा आपल्या समाजाप्रति असलेला दृष्टिकोन प्रत्यक्षात आणण्यासाठी आम्ही सदैव प्रयत्नशील राहू.”