"ઊર્જા વ્યક્તિઓથી લઈને રાષ્ટ્રો સુધીના તમામ સ્તરે વિકાસને અસર કરે છે."
"ભારતે નવ વર્ષ અગાઉ તેના બિન-અશ્મિભૂત સ્થાપિત વિદ્યુત ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરી લીધો છે"
"અમારો પ્રયાસ તમામ માટે સર્વસમાવેશક, સ્થિતિસ્થાપક, સમાન અને સ્થાયી ઊર્જા માટે કામ કરવાનો છે."
"એકબીજા સાથે જોડાયેલા ગ્રીન ગ્રીડના વિઝનને સાકાર કરવાથી આપણે સૌ આપણા આબોહવા લક્ષ્યાંકો હાંસલ કરી શકીશું, હરિયાળા રોકાણને પ્રોત્સાહન આપીશું અને લાખો ગ્રીન જોબ્સનું સર્જન કરી શકીશું."
"આપણા વિચારો અને કાર્યોએ હંમેશાં આપણા 'એક પૃથ્વી'નું જતન કરવામાં, આપણા 'એક પરિવાર'ના હિતોનું રક્ષણ કરવામાં અને હરિયાળા 'એક ભવિષ્ય' તરફ આગળ વધવામાં મદદરૂપ થવું જોઈએ."

મહાનુભાવો, સન્નારીઓ અને સજ્જનો, નમસ્કાર! હું આપ સૌનું ભારતમાં સ્વાગત કરું છું. ભવિષ્ય, ટકાઉપણું અથવા વૃદ્ધિ અને વિકાસ વિશેની કોઈ પણ વાત ઊર્જા વિના પૂર્ણ થઈ શકે નહીં. તે વ્યક્તિઓથી લઈને રાષ્ટ્રો સુધીના તમામ સ્તરે વિકાસને અસર કરે છે.

મિત્રો,

આપણી જુદી જુદી વાસ્તવિકતાઓને જોતાં ઊર્જા સંક્રમણ માટેના આપણા માર્ગો જુદા જુદા છે. જોકે, હું દ્રઢપણે માનું છું કે, આપણા લક્ષ્યાંકો એક સરખા જ છે. ભારત ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝિશન માટે ઘણા પ્રયાસો કરી રહ્યું છે. ભારત દુનિયામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને સૌથી વધુ ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર છે. તેમ છતાં, આપણે આપણી આબોહવા પ્રત્યેની કટિબદ્ધતાઓ પર મજબૂતપણે આગળ વધી રહ્યા છીએ. ભારતે ક્લાઇમેટ એક્શનમાં નેતૃત્વ દર્શાવ્યું છે. અમે અમારું બિન-અશ્મિભૂત સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતા લક્ષ્ય નવ વર્ષ પહેલાં પ્રાપ્ત કરી લીધું છે. હવે અમે વધુ ઊંચો લક્ષ્યાંક નક્કી કર્યો છે. અમે વર્ષ 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત સ્થાપિત ક્ષમતા હાંસલ કરવાની યોજના ધરાવીએ છીએ. સૌર અને પવન ઊર્જામાં પણ ભારત વૈશ્વિક નેતાઓમાં સામેલ છે. મને ખુશી છે કે કાર્યકારી જૂથના પ્રતિનિધિઓએ પાવાગડા સોલર પાર્ક અને મોઢેરા સોલર વિલેજની મુલાકાત લીધી હતી. તેમણે સ્વચ્છ ઊર્જા માટે ભારતની પ્રતિબદ્ધતાનું સ્તર અને વ્યાપ જોયો છે.

મિત્રો,

અમે છેલ્લાં નવ વર્ષમાં 190 મિલિયનથી વધારે કુટુંબોને એલપીજી સાથે જોડ્યાં છે. અમે દરેક ગામને વીજળી સાથે જોડવાની ઐતિહાસિક સિદ્ધિ પણ હાંસલ કરી છે. અમે લોકોને પાઇપ દ્વારા રસોઈ ગેસ પ્રદાન કરવા માટે પણ કામ કરી રહ્યા છીએ. તે થોડા વર્ષોમાં ૯૦ ટકાથી વધુ વસ્તીને આવરી લેવાની સંભાવના ધરાવે છે. અમારો પ્રયાસ તમામ માટે સર્વસમાવેશક, સ્થિતિસ્થાપક, સમાન અને સ્થાયી ઊર્જા માટે કામ કરવાનો છે.

મિત્રો,

નાના પગલા મોટા પરિણામો તરફ દોરી જાય છે. વર્ષ 2015માં અમે એલઇડી લાઇટના ઉપયોગ માટેની સ્કીમ શરૂ કરીને એક નાનકડી મૂવમેન્ટ શરૂ કરી હતી. તે વિશ્વનો સૌથી મોટો એલઇડી વિતરણ કાર્યક્રમ બની ગયો છે, જે દર વર્ષે 45 અબજ યુનિટ ઊર્જાની બચત કરે છે. અમે વિશ્વમાં સૌથી મોટા કૃષિ પંપ સોલારાઇઝેશન પહેલ પણ શરૂ કરી છે. 2030 સુધીમાં ભારતનું ઘરેલું ઇલેક્ટ્રિક વાહન બજાર 10 મિલિયન વાર્ષિક વેચાણ સુધી પહોંચવાનો અંદાજ છે. અમે આ વર્ષે 20 ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલનું રોલઆઉટ શરૂ કર્યું છે. અમારું લક્ષ્ય 2025 સુધીમાં આખા દેશને આવરી લેવાનું છે. ભારતને ડિકાર્બનાઇઝ કરવા માટે અમે તેના વિકલ્પ તરીકે ગ્રીન હાઇડ્રોજન પર મિશન મોડ પર કામ કરી રહ્યા છીએ. તેનો ઉદ્દેશ ભારતને ગ્રીન હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝના ઉત્પાદન, ઉપયોગ અને નિકાસ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો છે. અમને અમારા ભણતરને શેર કરવામાં આનંદ થાય છે.

મિત્રો,

વિશ્વ આ જૂથને સાતત્યપૂર્ણ, ન્યાયી, વાજબી, સર્વસમાવેશક અને સ્વચ્છ ઊર્જા પરિવર્તનને આગળ વધારવા માટે જુએ છે. આમ કરતી વખતે ગ્લોબલ સાઉથમાં આપણા ભાઈ-બહેનો પાછળ ન રહી જાય તે જરૂરી છે. આપણે વિકાસશીલ દેશો માટે ઓછા ખર્ચે ધિરાણની ખાતરી કરવી જોઈએ. આપણે ટેકનોલોજીની ખામીઓ દૂર કરવા, ઊર્જા સુરક્ષાને પ્રોત્સાહન આપવા અને પુરવઠા સાંકળોમાં વિવિધતા લાવવા પર કામ કરવાનાં માર્ગો શોધવાં જોઈએ. અને, આપણે 'ભવિષ્ય માટે ઇંધણ' પર સહયોગને મજબૂત કરવો પડશે. "હાઈડ્રોજન અંગેના ઉચ્ચ-સ્તરીય સિદ્ધાંતો' એ સાચી દિશામાંનું એક પગલું છે. ટ્રાન્સ-નેશનલ ગ્રિડ ઇન્ટરકનેક્શન્સ ઊર્જા સુરક્ષામાં વધારો કરી શકે છે. અમે આ ક્ષેત્રમાં અમારા પડોશીઓ સાથે આ પારસ્પરિક લાભદાયક સહકારને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અને હું તમને કહી શકું છું કે, અમે પ્રોત્સાહક પરિણામો જોઈ રહ્યા છીએ. એકબીજા સાથે જોડાયેલી ગ્રીન ગ્રીડની દ્રષ્ટિને સાકાર કરવાથી પરિવર્તન થઈ શકે છે. તે આપણને બધાને આપણા આબોહવા લક્ષ્યોને પહોંચી વળવા, હરિયાળા રોકાણને પ્રોત્સાહિત કરવા અને લાખો ગ્રીન જોબ્સનું સર્જન કરવા માટે સક્ષમ બનાવશે. હું તમને બધાને ગ્રીન ગ્રીડ્સ ઇનિશિયેટિવ - ''વન સન, વન વર્લ્ડ, વન ગ્રિડ ઓફ ધ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ" માં જોડાવા આમંત્રણ આપું છું.

મિત્રો,

તમારા આસપાસનાની સંભાળ રાખવી એ કુદરતી હોઈ શકે છે. તે સાંસ્કૃતિક પણ હોઈ શકે છે. ભારતમાં તે આપણા પરંપરાગત ડહાપણનો એક ભાગ છે. અને ત્યાંથી જ મિશન લિફને તેની તાકાત મળે છે. પર્યાવરણ માટેની જીવનશૈલી આપણામાંના દરેકને આબોહવા ચેમ્પિયન બનાવશે.

મિત્રો,

આપણે ગમે તે રીતે સંક્રમણ કરીએ તો પણ, આપણા વિચારો અને કાર્યો હંમેશાં આપણા ''એક પૃથ્વી''ને જાળવવામાં, આપણા ''એક પરિવાર'' ના હિતોનું રક્ષણ કરવામાં અને ગ્રીન ''વન ફ્યુચર'' તરફ આગળ વધવામાં મદદરૂપ થવા જોઈએ. હું તમને તમારા વિચાર-વિમર્શમાં સફળતાની શુભેચ્છા પાઠવું છું. આભાર!

નમસ્કાર!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand

Media Coverage

Republic Day sales see fastest growth in five years on GST cuts, wedding demand
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 જાન્યુઆરી 2026
January 27, 2026

India Rising: Historic EU Ties, Modern Infrastructure, and Empowered Citizens Mark PM Modi's Vision