શેર
 
Comments
રમતવીરો અને એમના પરિવારો સાથે અનૌપચારિક, સ્વયંસ્ફૂર્ત સત્રમાં ભાગ લીધો
135 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ આપ સૌ માટે દેશના આશીર્વાદ છે: પ્રધાનમંત્રી
ખેલાડીઓને વધુ સારી તાલીમ શિબિરો, સાધનો, આંતરરાષ્ટ્રીય તકો પૂરી પાડવામાં આવી છે: પ્રધાનમંત્રી
ઍથ્લીટ્સ જોઇ રહ્યા છે કે નવી વિચારધારા અને નવા અભિગમ સાથે આજે દેશ કેવી રીતે એમનામાંના દરેકની સાથે ઊભો છે: પ્રધાનમંત્રી
પહેલી વાર આટલી મોટી સંખ્યામાં અને આટલી બધી રમતોમાં ખેલાડીઓ ઑલિમ્પિક માટે ક્વૉલિફાઇ થયા છે: પ્રધાનમંત્રી
એવી ઘણી રમતો છે જેમાં ભારત પહેલી વાર પાત્ર ઠર્યું છે: પ્રધાનમંત્રી
‘ચિઅર4ઇન્ડિયા’ કરવાની દેશવાસીઓની જવાબદારી છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી : દીપિકાજી, નમસ્તે !

દીપિકા : નમસ્તે, સર  !

પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.

દીપિકા : સર, મારી યાત્રા ઘણી સારી રહી, શરૂઆતમાં જ. કેરી મને ખૂબ ભાવતી હતી, એટલે સ્ટોરી બની. ઘણી સારી રહી સ્ટાર્ટિંગમાં થોડો સંઘર્ષ રહ્યો હતો, કેમકે ત્યાં સવલતો સારી ન હતી. તે પછી એકસાથે તીરંદાજી કર્યા પછી ઘણી સારી સવલતો મળી, સર અને મને ઘણા સારા કોચ પણ મળ્યા.

પ્રધાનમંત્રી : દીપિકાજી, જ્યારે તમે સફળતાના એવા શિખર ઉપર પહોંચી જાઓ, તો લોકોની તમારી પાસેની અપેક્ષાઓ પણ વધી જાય છે. હવે સામે ઓલિમ્પિક જેવી સૌથી મોટી ઈવેન્ટ છે, તો અપેક્ષાઓ અને ફોકસ વચ્ચે તમે સંતુલન કેવી રીતે જાળવી રહ્યા છો ?

દીપિકા : સર, આશાઓ તો છે, પરંતુ સૌથી વધુ આશાઓ પોતાની જાતથી હોય છે અને અમે એના ઉપર જ ફોકસ કરી રહ્યા છીએ કે જેટલું પણ ધ્યાન હોય, પોતાની પ્રેક્ટિસ ઉપર હોય અને મારે કેવી રીતે પર્ફોર્મ કરવાનું છે, તેના ઉપર હોય. આ બાબત ઉપર હું સૌથી વધુ ફોકસ કરી રહી છું, સર.

પ્રધાનમંત્રી : ચાલો, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે વિપરિત પરિસ્થિતિઓ સામે પરાજય સ્વીકાર્યો નથી. તમે પડકારોને જ તાકાત બનાવી લીધા છે અને હું જોઈ રહ્યો છું કે સ્ક્રીન ઉપર મને તમારા કુટુંબીજનો પણ દેખાઈ રહ્યા છે, હું તેમને પણ નમસ્કાર કરું છું. દેશને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે ઓલિમ્પિકમાં પણ આ જ રીતે દેશનું ગૌરવ વધારશો. તમને મારી ઢગલાબંધ શુભેચ્છાઓ.

દીપિકા : થેન્ક્યુ, સર!

પ્રધાનમંત્રી : આવો, હવે આપણે પ્રવીણ કુમાર જાધવજી સાથે વાત કરીએ. પ્રવીણજી, નમસ્તે !

પ્રવીણ : નમસ્તે સર !

પ્રધાનમંત્રી : પ્રવીણજી, મને જણાવાયું છે કે તમારી ટ્રેનિંગ પહેલા એથલીટ બનાવા માટે થઈ હતી.

પ્રવીણ : હા, સર !

પ્રધાનમંત્રી : આજે તમે ઓલિમ્પિકમાં તીરંદાજી માટે દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છો. આ પરિવર્તન કેવી રીતે થયું ?

પ્રવીણ : સર, અગાઉ હું એથ્લેટિક્સ કરતો હતો, તો મારી પસંદગી સરકારે અકાદમીમાં એથ્લેટિક્સ માટે કરી. મારું શરીર થોડું દુબળું હતું એ સમયે, તો ત્યાં મારા જે કોચ હતા, તેમણે કહ્યું કે તમે બીજી રમતમાં સારું કરી શકો છો, તો એ પછી મને આર્ચરી - તીરંદાજીની રમત આપવામાં આવી. એ પછી મેં અમરાવતીમાં તીરંદાજીની રમત ચાલુ રાખી.

પ્રધાનમંત્રી : અચ્છા, અને આ પરિવર્તન છતાં પણ તમે તમારી રમતમાં કોન્ફિડન્સ અને પર્ફેક્શન કેવી રીતે લાવ્યા ?

પ્રવીણ : સર, હકીકતમાં ઘરમાં મારી સ્થિતિ ખાસ સારી નથી. એટલે કે થોડી નાણાંકીય સ્થિતિ બરોબર નથી.

પ્રધાનમંત્રી : મારી સામે તમારા માતાજી-પિતાજી મને દેખાઈ રહ્યા છે. હું તેમને પણ નમસ્કાર કરું છું. હા, પ્રવીણભાઈ, જણાવો.

પ્રવીણ : તો, મને ખબર હતી કે ઘરે જઈને મારે પણ મજૂરી જ કરવી પડશે. એના કરતાં તો અહીં મહેનત કરીને આગળ કંઈક કરવું વધુ સારું છે. એટલે, મેં આમાં પ્રયાસો ચાલુ રાખ્યા.

પ્રધાનમંત્રી : જુઓ, તમારા બાળપણના કઠોર સંઘર્ષો વિશે ઘણી માહિતી લીધી છે અને તમારા માતા-પિતાએ પણ જે રીતે, પિતાજીની દહાડી મજૂરીથી માંડીને આજે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક સુધીની યાત્રા ખૂબ પ્રેરણાદાયક છે અને આવું સંઘર્ષભર્યું જીવન તમે વીતાવ્યું છે, પરંતુ લક્ષ્યને ક્યારેય પોતાની આંખો સામેથી હટવા દીધું નથી. તમારા જીવનના શરૂઆતના અનુભવોએ ચેમ્પિયન બનવામાં તમારી શી મદદ કરી ?

પ્રવીણ : સર, જ્યાં પણ મને ઓછો અવકાશ લાગતો હતો કે અહીં થોડું વધુ મુશ્કેલ છે, ત્યાં હું એ જ વિચારતો હતો કે અત્યાર સુધી જેટલું પણ કર્યું, જો અહીં હાર માની જઈશ તો એ બધું પણ ખલાસ થઈ જશે. એનાથી સારું એ છે કે હજુ વધુ કોશિશ કરીને આને સફળ કરી લઉં.

પ્રધાનમંત્રી : પ્રવીણજી, તમે તો એક ચેમ્પિયન છો જ, પરંતુ તમારા માતા-પિતા પણ મારી દ્રષ્ટિએ ચેમ્પિયન છે. તો મારી ઇચ્છા છે કે માતા-પિતાજી સાથે પણ હું થોડી વાત કરું, નમસ્કાર જી !

વાલી : નમસ્કાર !

પ્રધાનમંત્રી : તમે મજૂરી કરતા કરતા તમારા દીકરાને આગળ વધાર્યો અને આજે તમારો દીકરો ઓલિમ્પિકમાં દેશ માટે રમવા જઈ રહ્યો છે. તમે બતાવી દીધું છે કે મહેનત અને પ્રામાણિકતાની શક્તિ શું હોય છે. તમે શું કહો છો ?

વાલી : ------------------------------

પ્રધાનમંત્રી : જુઓ, તમે સાબિત કરી દીધું છે કે જો કંઈ કરવાની ઈચ્છા હોય તો મુશ્કેલીઓ કોઈને અટકાવી શકતી નથી. તમારી સફળતાથી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે તળિયાના સ્તરે જો સાચી પસંદગી હોય તો આપણા દેશની પ્રતિભા શું નથી કરી શકતી. પ્રવીણ તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ફરી એકવાર તમારા માતા-પિતાજીને પણ પ્રણામ છે અને જાપાનમાં જઈને જોરદાર રમજો.

પ્રવીણ : થેન્ક્યુ સર !

પ્રધાનમંત્રી : અચ્છા, હવે આપણે નીરજ ચોપડાજી સાથે વાત કરીશું.

નીરજ : નમસ્તે સર !

પ્રધાનમંત્રી : નીરજજી, તમે તો ભારતીય સેનામાં છો અને સેનાના એવા ખૂણાનો અનુભવ છે, જે અનુભવ, એ કઈ ટ્રેનિંગ છે, જેણે રમતમાં તમને આ સ્તરે પહોંચવામાં મદદ કરી ?

નીરજ : સર, જુઓ, મારું શરૂઆતથી જ એવું હતું કે મને ભારતીય સેના ખૂબ પસંદ હતી અને હું પાંચ-છ વર્ષ રમ્યો અને એ પછી મને ભારતીય લશ્કરમાં જોડાવાનું કહેવામાં આવ્યું. તો મને ખૂબ ખુશી થઈ. પછી હું ભારતીય લશ્કરમાં જોડાઈ ગયો અને તે પછી હું પોતાની રમત ઉપર ફોકસ કરી રહ્યો છું અને ભારતીય લશ્કરે મને જેટલી ફેસિલિટી આપી છે, અને મને જે જોઈએ, એ બધું જ ભારત સરકારે મને પૂરું પાડ્યું છે અને હું મારું પૂરેપૂરું મન લગાવીને મહેનત કરી રહ્યો છું.

પ્રધાનમંત્રી : નીરજજી, હું તમારી સાથે સાથે તમારા સમગ્ર પરિવારને પણ જોઈ રહ્યો છું. તમારા પરિવારને પણ હું પ્રણામ કરું છું.

પ્રધાનમંત્રી : નીરજજી, મને એવું પણ જણાવાયું છે કે તમને ઈજા પહોંચી હતી પરંતુ આમ છતાં તમે આ વર્ષે તમારો રાષ્ટ્રીય વિક્રમ સ્થાપી દીધો છે. તમે તમારું મનોબળ, તમારી પ્રેક્ટિસને, આ બધું કેવી રીતે જાળવી રાખ્યું ?

નીરજ : હું માનું છું સર કે જે ઈજા છે, તે એક સ્પોર્ટસનો ભાગ છે, તો મેં જે 2019માં ઘણી મહેનત કરી હતી, એ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશીપ હતી આપણી...

પ્રધાનમંત્રી : અચ્છા, તમને સ્પોર્ટ્સની ઈજામાં પણ સ્પોર્ટસમેન સ્પિરિટ દેખાય છે.

નીરજ : સર, કેમકે આ જ અમારો પ્રવાસ છે. અમારી કરિયર કેટલાક વર્ષની જ હોય છે અને અમારે પોતાની જાતને ઈનોવેટ કરવાની હોય છે. તો મારું એક વર્ષ એને લીધે જ ખરાબ થઈ ગયું કેમકે મેં તૈયારી ઘણી કરી હતી વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપ માટેની, પરંતુ ઈજાને કારણે તેમાં તકલીફ આવી ગઈ. પછી મેં મારું સંપૂર્ણ ફોકસ ઓલિમ્પિક ઉપર આપ્યું અને ફરી કમબેક કર્યું. પહેલી કોમ્પિટિશન હું સારી રીતે રમ્યો. એમાં જ ઓલિમ્પિક ક્વોલિફાય કરી લીધું હતું. તે પછી કોરોનાને કારણે ઓલિમ્પિક પાછી ઠેલાઈ. તો ફરી મેં મારી તૈયારીઓ ચાલુ રાખી સર. અને એ પછી જે ફરીવાર કોમ્પિટિશનમાં રમ્યો, અને ફરી પોતાનું બેસ્ટ કરીને નેશનલ રેકોર્ડ કર્યો અને હજુ પણ સર પૂરી મહેનત કરી રહ્યો છું. કોશિશ કરીશું કે ઓલિમ્પિકમાં જેટલું પણ સારું કરી શકાય, એટલું શ્રેષ્ઠ કરીને આવીએ.

પ્રધાનમંત્રી : નીરજ જી, ખૂબ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. હું એક મહત્ત્વપૂર્ણ વાત તમને કહેવા માગું છું. તમારે અપેક્ષાઓના બોજા નીચે દબાવાની જરૂર નથી. તમે તમારા સોએ સો ટકા આપો બસ, આ જ મિજાજ. કોઈ પણ દબાણ વિના પૂરો પ્રયત્ન કરજો, મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે અને તમારા માતા-પિતાને પણ પ્રણામ છે.

પ્રધાનમંત્રી : આવો, દુતિ ચંદજી સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી : દુતિ જી, નમસ્તે !

દુતી : માનનીય પ્રધાનમંત્રીજી, નમસ્તે !

પ્રધાનમંત્રી : દુતી જી, તમારા તો નામનો અર્થ જ છે ચમક, દુતીનો અર્થ જ થાય છે આભા ! અને તમે રમતના માધ્યમથી તમારી ચમક પ્રસરાવી પણ રહ્યા છો. હવે તમે ઓલિમ્પિકમાં છવાઈ જવા માટે તૈયાર છો ? આટલી મોટી સ્પર્ધાને તમે કેવી રીતે જુઓ છો ?

દુતી : સર, પહેલા તો હું તમને એ જણાવી દઉં છું કે હું ઓડિસાના વણકર પરિવારમાંથી આવું છું. મારા પરિવારમાં ત્રણ બહેનો, એક ભાઈ, મમ્મી અને પપ્પા મળીને નવ સભ્યો છે. જ્યારે મારા ઘરે છોકરી ઉપર છોકરી જન્મતી હતી, ગામવાળાઓ મારી મમ્મીની હંમેશા ટીકા કરતા હતા કે આટલી છોકરીઓ કેમ પેદા કરે છે ? તો, ખૂબ ગરીબ પરિવાર હતો, ભોજન પણ નહતું અને અમારા પપ્પાની આવક પણ ખૂબ જ ઓછી હતી.

પ્રધાનમંત્રી : તમારા માતાજી-પિતાજી મારી સામે છે.

દુતી : જી, તો મારા મનમાં એ જ હતું કે હું સારું રમીશ તો દેશ માટે નામ રોશન કરીશ અને સરકારી ક્ષેત્રમાં મને નોકરી મળી જશે અને નોકરીમાં જે પગાર આવશે, તે હું મારી ફેમિલીની સ્થિતિ બદલી શકીશ. તો આજે આ કોર્સ પછી મેં જે ઘણું બધું બદલ્યું છે, પરિવર્તન લાવી છું, પોતાના પરિવારને. હવે હું આપનો આભાર માનીશ અને... જેમણે મને કાયમ સપોર્ટ આપ્યો છે. મારું કાયમ, મારી લાઈફમાં વિવાદ રહે છે. આપને ટીવીના માધ્યમથી એક વધુ વાત જણાવીશ. એટલા બધા પડકારો ઝીલ્યા છે, એટલી બધી તકલીફો સહી છે, હું આજે અહીં સુધી પહોંચી છું. મારા મનમાં એ જ છે કે મારી સાથે જે ઓલિમ્પિકમાં જશે, અત્યારે બીજીવાર ઓલિમ્પિકમાં જઈ રહી છું. હું એ જ કહીશ કે હું પૂરેપૂરી હિંમતથી જઈ રહી છું, હું ડરીશ નહીં. ભારતની કોઈ મહિલા કમજોર નથી અને મહિલાઓ આગળ વધીને દેશનું નામ રોશન કરશે, એવી જ હિંમત સાથે ઓલિમ્પિકમાં રમીશ અને દેશ માટે મેડલ લઈને આવવાની કોશિશ કરીશ.

પ્રધાનમંત્રી : દુતી જી, તમારી વર્ષોની મહેનતનો નિર્ણય કેટલીક સેકન્ડોમાં થવાનો હોય છે. વિજય અને પરાજયમાં પલકારા માત્રનો વિલંબ હોય છે. આનો સામનો કરવો કેટલો મુશ્કેલ હોય છે ?

દુતી : બેઝિકલી તો 100 મીટરમાં જોઈએ તો 10-11 સેકન્ડમાં પૂરું થઈ જાય છે. પરંતુ એની રીપિટિશન કરવામાં આખું વરસ લાગી જાય છે. ખૂબ કઠોર પરિશ્રમ કરવો પડે છે. એક 100 મીટર દોડવા માટે અમારે 10-12 રિપિટિશન લગાવવા પડે છે. ઘણી બધી જિમ એક્સરસાઈઝ, ઘણી બધી સ્વિમિંગ પૂલ એક્સરસાઈઝ કરવી પડે છે અને હંમેશા ચેલેન્જની જેમ લેવું પડે છે કે થોડું પણ પડી ગયા તો તમને ડિસ્ક્વોલિફાય કરીને બહાર કાઢી દેશે. એટલે, દરેક બાબતનું ધ્યાન રાખીને અમારે દોડવું પડે છે. મન નર્વસ તો રહે છે, ડર પણ લાગે છે, પરંતુ હું હિંમત સાથે લડત આપું છું, જેવી રીતે હું મારી પર્સનલ લાઈફમાં હિંમત સાથે કરતી આવી છું, તો એનાથી હંમેશા હિંમત સાથે ચેલેન્જ કરું છું, લડાઈ કરીને દોડું છું અને એમાં સારો દેખાવ પણ કરું છું અને દેશ માટે મેડલ પણ લાવું છું.

પ્રધાનમંત્રી : દુતી જી, તમે દેશ માટે ઘણા વિક્રમો સર્જ્યા છે. દેશને આશા છે કે તમે આ વખતે ઓલિમ્પિક પોડિયમ ઉપર અવશ્ય તમારું સ્થાન બનાવશો. તમે ભયમુક્ત થઈને રમતમાં ભાગ લો, સમગ્ર ભારત પોતાના ઓલિમ્પિક રમતવીરોની સાથે છે. મારી તમને ખૂબ શુભેચ્છાઓ અને તમારા માતા-પિતાને વિશેષ પ્રણામ.

પ્રધાનમંત્રી : આવો, હવે આપણે આશિષ કુમારજી સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી : આશિષ જી, તમારા પિતા રાષ્ટ્રીય સ્તરે કબડ્ડીના ખેલાડી હતા અને તમારા પરિવારમાં ઘણા રમતવીરો છે. તમે બોક્સિંગ કેમ પસંદ કર્યું ?

આશિષ : સર, જ્યારે હું નાનો હતો, ત્યારે અમારા ઘરનો માહોલ રમતનો હતો. મારા ફાધર ખૂબ સારા પ્લેયર રહ્યા છે પોતાના સમયમાં. તો, તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો પણ બોક્સિંગ કરે. મને એ વખતે કબડ્ડી માટે કોઈ દબાણ કરાયું ન હતું. પરંતુ મારા પરિવારમાં મારા ભાઈ રેસલિંગ કરતા હતા અને બોક્સિંગ કરતા હતા, તો તેઓ ઘણા સારા લેવલ સુધી રમ્યા છે. તો મને પણ એમાંથી કોઈ એકમાં જોડાવાનું કહેવામાં આવ્યું. હું બહુ પાતળો હતો અને શરીર ખાસ ભરાવદાર ન હતું, તો એને કારણે મેં વિચાર્યું કે રેસલિંગ તો કરી નહીં શકું તો મારે કદાચ બોક્સિંગ જ કરવી જોઈએ, તો એ રીતે બોક્સિંગ તરફ ઢળ્યો, સર.

પ્રધાનમંત્રી : આશિષ જી, તમે કોવિડ સામે પણ લડત આપી છે. એક રમતવીર તરીકે તમારા માટે આ કેટલું મુશ્કેલ રહ્યું ? તમારી રમત, તમારી ફિટનેસ ઉપર અસર ન થાય, એ માટે તમે શું કર્યું ? અને હું જાણું છું કે તમે આ મુશ્કેલ સમયમાં તમારા પોતાના પિતાને પણ ગુમાવ્યા છે, આવા સમયે પણ તમે આ જે મિશન લઈને નીકળ્યા હતા, તેમાં જરા પણ આમ-તેમ થવા ન દીધું. તો હું તમારા મનના ભાવ જરૂરથી જાણવા ઈચ્છું છું.

આશિષ : જી સર, કોમ્પિટિશનના 25 દિવસ પહેલા મારા પિતાજીનું મૃત્યુ થઈ ગયું હતું, જેના કારણે હું ખૂબ આઘાતમાં હતો કે હું ઈમોશનલી ખૂબ દુઃખી હતો. સર, એ સમયે મારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તો એ સમયે મને સૌથી વધારે જરૂર હતી તે ફેમિલી સપોર્ટની હતી. મને મારા પરિવારે ખૂબ સપોર્ટ આપ્યો. મારા ભાઈ, મારી બહેન અને મારા પરિવારના તમામ લોકોએ મને ખૂબ સપોર્ટ આપ્યો અને મારા મિત્રોએ પણ ઘણો સપોર્ટ આપ્યો. તેઓ મને વારંવાર મોટિવેટ કરતા હતા કે મારે મારા ફાધરનું સ્વપ્ન પૂરું કરવું જોઈએ. જે સ્વપ્નની શરૂઆતમાં, બોક્સિંગની શરૂઆતમાં તેમણે જે સપનું મારા માટે જોયું હતું, તો સર, બધું કામ છોડીને તેમણે મને ફરી કેમ્પમાં જોડાવાનું કહ્યું કે તમે જાઓ અને પિતાજીએ તમારા માટે જે સપનું જોયું છે, તે પૂરું કરો. તો સર, જ્યારે હું સ્પેનમાં હતો, ત્યારે હું કોવિડ પોઝિટિવ થઈ ગયો હતો, તો એ સમયે મને સિમ્પ્ટમ હતા, સર, તો કેટલાક દિવસ મને એ સિમ્પ્ટમ રહ્યા. પરંતુ સર, ત્યાં મારા માટે થોડી ફેસિલિટી સ્પેશિયલ કરાવાઈ હતી અને અમારી ટીમના જે ડૉક્ટર હતા, ડૉ. કરણ, તેમની સાથે હું રેગ્યુલર કોન્ટેક્ટમાં હતો. પરંતુ તો પણ સર, કોરોનાની રિકવરીમાં ઘણો સમય લાગ્યો. એ પછી જ્યારે હું ઈન્ડિયા પરત આવ્યો, સર, તો પછી હું કેમ્પમાં પાછો ફર્યો ત્યારે ત્યાં મારા કોચીઝ, સપોર્ટિંગ સ્ટાફે મારી ખૂબ મદદ કરી. ધર્મેન્દ્ર સિંહ યાદવ મારા કોચ છે, તેમણે મને ખૂબ મદદ કરી. તેમણે રિકવરી માટે અને મારી રમતની રિધમમાં મને પાછો લાવવા માટે.

પ્રધાનમંત્રી : આશિષ જી, તમારા કુટુંબીજનોને પણ હું પ્રણામ કરું છું અને આશિષ જી તમને યાદ હશે સચિન તેંડુલકર જી એક ખૂબ મોટી મહત્ત્વપૂર્ણ રમત રમી રહ્યા હતા અને તે જ સમયે તેમના પિતાજીનો સ્વર્ગવાસ થયો હતો. પરંતુ તેમણે રમતને પ્રાથમિકતા આપી અને રમતના માધ્યમથી પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપી. તમે પણ એવો જ કમાલ કર્યો છે. તમે આજે પોતાના પિતાજી ગુમાવ્યા છતાં પણ દેશ માટે, રમત માટે, પૂરા મન, વચનથી એક રીતે જોડાઈ ગયા છો. તમે સાચે જ એક રીતે પ્રેરણાદાયક ઉદાહરણ છો, તમે એક રમતવીર તરીકે દરેક વખતે વિજેતા નીવડ્યા છો. તેની સાથે સાથે એક વ્યક્તિ તરીકે પણ તમે શારીરિક અને ભાવનાત્મક પડકારો બંને ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. સમગ્ર દેશને તમારી પાસેથી ઘણી આશાઓ છે. અમને વિશ્વાસ છે કે ઓલિમ્પિકના પ્લેટફોર્મ ઉપર પણ તમે સારો દેખાવ કરશો, મારા તરફથી તમને ખૂબ શુભેચ્છાઓ છે. તમારા પરિવારજનોને પણ મારા પ્રણામ છે.

પ્રધાનમંત્રી : આવો, આપણા બધાનો જાણીતો ચહેરો છે, જાણીતું નામ છે. આપણે મેરી કોમ સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી : મેરી કોમ જી, નમસ્તે !

મેરી કોમ : નમસ્તે સર !

પ્રધાનમંત્રી : તમે તો એવાં રમતવીર છો, જેમનામાંથી સમગ્ર દેશ પ્રેરણા લે છે. આ ઓલિમ્પિક ટીમમાં પણ એવા ઘણા રમતવીર હશે, જેમના માટે તમે પોતે એક આદર્શ રહ્યા હો. એ લોકો તમને ફોન કરતા જ હશે અને જો ફોન કરતા હોય તો તમને શું પૂછે છે ?

મેરી કોમ : સર, ઘરમાં સહુ મારા માટે પ્રાર્થના કરે છે કે એ લોકો બાળકો મને ખૂબ મિસ કરે છે. સર અને હું એમને સમજાવું છું કે તમારી મમ્મી દેશ માટે લડવા જઈ રહી છે અને તમે લોકો ઘરમાં પપ્પા જે પણ કહે છે, તેને ફોલો કરજો અને ઘરમાં તમે સહુ પ્રેમથી રહેજો, કોવિડને કારણે બહાર ન નીકળતા. અને સર, એ લોકો પણ ઘરમાં ખૂબ કંટાળી રહ્યા છે, ઓનલાઈન ક્લાસીઝ લઈ રહ્યા છે, પરંતુ એટલા ખૂલી રહ્યા નથી. બાળકોને રમવાનું ખૂબ ગમે છે, સર, મિત્રો સાથે રમવાનું પણ ખૂબ સારું કરે છે, સારું થઈ રહ્યું છે, પરંતુ આ વકતે કોવિડને કારણે આ બધા મિત્રો પણ દૂર થઈ રહ્યા છે અને મેં કહ્યું આ બાબતે આપણે લોકોએ ફાઈટ કરવાનું છે, સ્વસ્થ રહેવાનું છે અને સુરક્ષિત રહેવાનું છે, સેફ્લી રહેવાનું છે અને હું પણ દેશ માટે લડાઈ માટે જઈ રહી છું અને હું ઈચ્છું છું કે તમે સુરક્ષિત રહો અને હું પણ સુરક્ષિત રહું અને દેશ માટે સારું કરવા માટે હું કોશિશ કરું છું, આ જ વાત હોય છે, સર.

પ્રધાનમંત્રી : એ લોકો સાંભળી રહ્યા છે, મારી સામે દેખાઈ રહ્યા છે, બધા. અચ્છા, એમ તો તમે દરેક પંચમાં ચેમ્પિયન છો, પરંતુ તમારો સૌથી ફેવરિટ પંચ કયો છે ? જોબ, હુક, અપર કટ કે બીજું કંઈ ? અને એ પણ જણાવજો કે એ પંચ તમારો ફેવરિટ કેમ છે ?

મેરી કોમ : સર, મારો ફેવરિટ પંચ તો મારો સાઉથ પોલ છે, એ મારો સૌથી ફેવરિટ છે, સર. તો એમાં કોઈ પણ વ્યક્તિ મિસ કરી શકતા નથી, વાગવાનો એટલે વાગવાનો જ છે, બસ.

પ્રધાનમંત્રી : હું જાણવા માંગું છું કે તમારો ફેવરિટ રમતવીર કોણ છે ?

મેરી કોમ : સર, મારો ફેવરિટ રમતવીર બોક્સિંગમાં તો હીરો છે, ઈન્સ્પિરેશન - મુહમ્મદ અલી છે, સર.

પ્રધાનમંત્રી : મેરી કોમ જી, તમે બોક્સિંગની લગભગ દરેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ જીતી લીધી છે. તમે ક્યાંક કહ્યું હતું કે ઓલિમ્પિક ગોલ્ડ તમારું સ્વપ્ન છે. તો તમારું જ નહીં, સમગ્ર દેશનું સપનું છે. દેશને આશા છે કે તમે તમારું અને દેશનું સ્વપ્ન અવશ્ય પૂરું કરશો. મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે, તમારા પરિવારજનોને પ્રણામ છે.

મેરી કોમ : ખૂબ ખૂબ આભાર, સર તમારો !

પ્રધાનમંત્રી : આવો, હવે પી.વી. સિંધુ સાથે વાત કરીએ.

પ્રધાનમંત્રી : સિંધુ જી, મને જણાવાયું છે કે તમે ટોક્યો ઓલિમ્પિક પૂર્વે ઓલિમ્પિક સાઈઝના કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માગતાં હતાં. હવે ગૌચીબાઉલીમાં તમારી પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે ?

પી.વી. સિંધુ : ગૌચીબાઉલીમાં પ્રેક્ટિસ ખૂબ સારી ચાલી રહી છે, સર. મેં એના ઉપર પસંદગી એટલા માટે ઢોળી, કેમકે ઓલિમ્પિક સ્ટેડિયમ ઘણું વિશાળ હોય છે અને એ એ.સી. અને.... ખૂબ અનુભાવય છે તો એટલા માટે મેં વિચાર્યું કે જો સારું સ્ટેડિયમ હોય તો સારું, તો પછી ઓપોર્ચ્યુનિટી છે, તો શા માટે ના રમું... એમ વિચાર્યું અને ફેબ્રુઆરીથી પ્રેક્ટિસ કરી રહી છું, સર. સ્વાભાવિક છે કે મેં સરકાર પાસેથી મંજૂરી લીધી હતી, સર. વળી, એ પણ દેખીતું છે કે મહામારીને કારણે એ લોકોએ તરત પરમિશન આપીને પ્રોટોકોલ્સ ફોલો કરવા માટે કહ્યું હતું. તો, હું એમની ખૂબ આભારી છું, કેમકે, મેં એ લોકો પાસે જેવી પરમિશન માંગી, કે એ લોકોએ મને તરત પરમિશન આપી દીધી, સર. તો એટલા માટે મેં વિચાર્યું કે સારું છે કે અત્યારે જ શરૂ કર્યું છે, કેમકે ટોક્યો ગયા પછી એ વિશાળ સ્ટેડિયમમાં રમવું એટલું મુશ્કેલ નહીં પડે અને મને ઝડપથી તેની ટેવ પડી જશે, એટલા માટે સર.

પ્રધાનમંત્રી : તમારાં કુટુંબીજનો પણ મારી સામે છે, હું તેમને પ્રણામ કરું છું. મને યાદ આવે છે કે ગોપીચંદજીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમણે રિયો ઓલિમ્પિક પૂર્વે તમારો ફોન લઈ લીધો હતો. તમને આઈસ્ક્રીમ ખાવાની છૂટ પણ ન હતી. શું હજુ તમારા આઈસ્ક્રીમ ખાવા ઉપર પ્રતિબંધ છે કે થોડી રાહત મળી છે ?

પી.વી. સિંધુ : સર, સ્વાભાવિક છે, થોડો કંટ્રોલ કરું છું, સર. કેમકે એક એથલીટ માટે ડાયેટ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. અને અત્યારે ઓલિમ્પિક છે, તો તૈયારી કરી રહી છું, તો સ્વાભાવિક, થોડું ડાયેટ કન્ટ્રોલ તો કરીશ જ. તો, આઈસ્ક્રીમ એટલો નથી ખાતી સર, બસ ક્યારેક-ક્યારેક ખાઉં છું.

પ્રધાનમંત્રી : જુઓ સિંધુ જી, તમારા માતા-પિતા બંને પોતે સ્પોર્ટસમાં રહ્યા છે, અને એટલા માટે મને આજે તેમની સાથે વાત કરવાનું મન થાય છે, આજે હું તેમની સાથે પણ એક વાત જરૂર કરીશ. તમને નમસ્કાર. જ્યારે કોઈ બાળકની રુચિ રમતગમત પ્રત્યે હોય તો ઘણા પેરેન્ટ્સ માટે ખૂબ મુશ્કેલ હોય છે. ઘણા બધા લોકોને સેંકડો શંકાઓ રહે છે. તમે આવા તમામ પેરેન્ટ્સને શું સંદેશ આપવા માંગો છો ?

વાલી : બસ સર, પેરેન્ટ્સે એ વાત જાણવી જોઈએ કે જો તમારા બાળક હેલ્થ વાઈઝ સારા હશે તો બધું ઘણું મોટું થશે, કેમકે તમે થોડું રમશો, તો તમારી હેલ્થ સારી રહેશે ઓટોમેટિકલી, તમારું ધ્યાન વધુ કેન્દ્રિત થશે. દરેક મુદ્દે તમે લોકો આગળ વધશો અને તમે અવશ્ય ઊંચે ઊઠી શકો છો.

પ્રધાનમંત્રી : તમે એક સફળ ખેલાડીના માતા-પિતા છો. પોતાનાં બાળકોને સ્પોર્ટસપર્સન બનાવવા માટે કેવી પેરેન્ટિંગ કરવી પડે છે ?

વાલી : સર, પેરેન્ટિંગ તો, પહેલા પેરેન્ટ્સે જ સમર્પિત થવું જોઈએ સર, કેમકે તેમણે પ્રોત્સાહન આપવાનું હોય છે. તમારે તેમને પ્રોત્સાહિત કરવાના હોય છે અને તમે તો જાણો છો કે સરકાર તો દરેક રીતે પ્રત્યેક રમતવીરને તમામ સુવિધાઓ આપી રહી છે. એટલે, એ બધું આપણાં બાળકોને સમજાવવું જોઈએ કે બેટા, દેશનું નામ રોશન કરવા માટે આપણે મહેનત કરવાની છે અને સારું નામ કમાવાનું છે. આવું કરીને આપણે તેમને પ્રોત્સાહિત કરીને આપણે તેમને પહેલા માન આપવાનું શીખવવાનું છે કે માન આપો અને તેમના આશીર્વાદ લો.

પ્રધાનમંત્રી : સિંધુ જી, તમારાં માતા-પિતાએ તમને વિશ્વ ચેમ્પિયન બનાવવા માટે ઘણો ભોગ આપ્યો છે. તેમણે એમનું કામ કરી દીધું છે. હવે તમારો વારો છે, તમે ખૂબ મહેનત કરો. અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ તમે જરૂર સફળ થશો અને સફળતા મેળવ્યા બાદ આપણે મળવાનું જ હોય છે તમારા લોકો સાથે, તો એ વખતે હું પણ તમારી સાથે આઈસ્ક્રીમ ખાઈશ.

પ્રધાનમંત્રી : આવો, એલા સાથે વાત કરીએ, એલા, નમસ્તે !

એલાવેનિલ : નમસ્તે સર !

પ્રધાનમંત્રી : (ગુજરાતીમાં સંબોધન) એલાવેનિલ, મને જણાવાયું છે કે તમે અગાઉ એથલેટિક્સમાં આવવા માંગતા હતા. પછી એવું શું ટ્રિગર થઈ ગયું કે તમે શૂટિંગ અપનાવી લીધું ?

એલાવેનિલ : સર, મેં એક્ચ્યુલી ઘણી બધી રમતો ટ્રાય કરી હતી, શૂટિંગ પહેલાં. મને બાળપણથી જ સ્પોર્ટસ ખૂબ જ પસંદ હતું. એથલેટિક, બેડમિંટન, જૂડો વગેરે ટ્રાય કર્યા હતા. પરંતુ જ્યારે મેં શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને એક ખૂબ જ વધુ એક્સાઈટમેન્ટ મળ્યું હતું આ ગેઇમમાં, કેમકે આપણે ખૂબ વધારે સ્થિર રહેવું પડે છે. ખૂબ વધારે શાંતિ જોઈએ છે, તો સર બસ, એ જે શાંતિ જોઈતી હતી, એ મારી પાસે હતી નહીં. હું જાણે કે ઠીક છે, આનાથી પણ ઘણું બધું શીખવા મળશે, આ ગેઇમથી.. એમ વિચારતી હતી. પરંતુ આ ગેઇમથી ગાઢ લગાવ થઈ ગયો.

પ્રધાનમંત્રી : હમણાં હું દૂરદર્શન ઉપર એક કાર્યક્રમ જોઈ રહ્યો હતો. તેમાં હું તમારાં માતાજી-પિતાજીને સાંભળી રહ્યો હતો અને એ સંસ્કારધામમાં તમે તેનો પ્રારંભ કર્યો હતો. એનું સંપૂર્ણ વર્ણન કરી રહ્યાં હતાં. અને એના માટે ભારે ગર્વ લઈ રહ્યા હતા કે ત્યાં જઈને તેઓ તમને યાદ કરી રહ્યાં હતાં. અચ્છા, સ્કૂલથી ઓલિમ્પિક સુધી - ઘણા બધા યુવાનો તમારી આ જર્ની વિશે જાણવા માંગતા હશે. જુઓ, હું મણીનગરનો એમએલએ હતો અને તમે મણીનગરમાં રહેતાં હતાં અને જ્યારે મેં ખોખરામાં મારા એસેમ્બ્લી સેગમેન્ટમાં સૌથી પહેલા સ્પોર્ટસ અકાદમી શરૂ કરી હતી, તો તમે લોકો રમવા આવતા હતા. ત્યારે તો તું ઘણી નાની હતી અને આજે મને તમને અહીં જોઈને ઘણો ગર્વ થાય છે. તો તમે તમારી થોડી વાત જણાવો.

એલોવેનિલ :  સર મારી શૂટિંગની પ્રોફેશનલ જર્ની સંસ્કારધામથી જ શરૂ થઈ હતી. જ્યારે હું 10મા ધોરણમાં હતી, તો મોમ-ડેડે જ કહ્યું હતું કે સારું તું સ્પોર્ટસ ટ્રાય કરી જો, જો તને આટલો બધો ઈન્ટરેસ્ટ હોય, તો તું કરી લે - એવું તેમણે કહ્યું હતું. તો, સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગન ફોર ગ્લોરી શૂટિંગ અકાદમી સાથે એમઓયુ સાઈન થયું હતું, સર. તો, સંસ્કારધામે તેને જિલ્લા સ્તરની રમત શરૂ કરી હતી. તો ભણવાનું પણ ત્યાં જ થતું હતું. આખો દિવસ અમારો ટ્રેનિંગ પણ ત્યાં જ થતી હતી, સર. તો સર એ જર્ની ઘણી સારી રહી છે, કેમકે મેં ત્યાંથી જ શરૂ કર્યું અને હવે જ્યારે હું મારા ફર્સ્ટ ઓલિમ્પિકમાં જઈ રહી છું, સર તો ખૂબ પ્રાઉડ ફીલ થાય છે સર કે આટલા લોકોની મદદ, આટલા લોકોએ મારા માટે આટલો સપોર્ટ કર્યો અને હંમેશા માર્ગદર્શન આપ્યું છે, સર તો ઘણું સારું લાગે છે, સર.

પ્રધાનમંત્રી : એલોવેનિલ, હજુ તમે ગ્રેજ્યુએશન કરી રહ્યાં છો. શૂટિંગ કરિયર અને એકેડેમિક્સને તમે કેવી રીતે બેલેન્સ કરો છો ?

એલાવેનિલ : સર, હું તો એના માટે મારી ગુજરાત યુનિવર્સિટી જે છે, અને અમારી કોલેજ ભવન રાજ કોલેજ જે છે, તેનો આભાર માનીશ, કેમકે સર એક પણ વખત એવું નહોતું કે જ્યારે તેમણે મને કહ્યું હોય કે ના, તમારે ફરજિયાતપણે આ વસ્તુ કરવી જ પડશે. તેમણે મને એટલી છૂટ આપી હતી કે મારા માટે એક્ઝામ્સ પણ એ લોકો સ્પેશિયલ એરેન્જ કરાવતા હતા. મારા માટે મારા સેમિનાર્સ અલગથી યોજતા હતા, સર, તો ઘણો સપોર્ટ કર્યો છે. સર, મારી જર્નીમાં ઘણો સપોર્ટ કર્યો છે અને મારી સ્કૂલે પણ ઘણો સપોર્ટ કર્યો છે, સર.

પ્રધાનમંત્રી : એલાવેનિલ તમારી જનરેશન એમ્બિશસ પણ છે અને મેચ્યોર પણ છે. તમે આટલી નાની ઉંમરમાં વિશ્વ સ્તરે સફળતા મેળવી છે. એવામાં દેશને આશા છે કે રમતના આ સૌથી મોટા મંચ ઉપર પણ તમે આ યાત્રા ચાલુ રાખશો. મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે અને તમારાં માતાજી-પિતાજીને પણ મારા પ્રણામ છે. વણક્કમ.

પ્રધાનમંત્રી : આવો, આપણે સૌરભ ચૌધરી સાથે વાત કરીએ, સૌરભ જી, નમસ્તે !

પ્રધાનમંત્રી : તમે આટલી નાની ઉંમરે જ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. તમારું આ મિશન કેવી રીતે અને ક્યારે શરુ થયું ?

સૌરભ : સર, 2015માં મેં મારું શૂટિંગ શરૂ કર્યું હતું. અમારી પાસે ગામમાં જ એક શૂટિંગ અકાદમી છે, ત્યાં મેં સ્ટાર્ટ કર્યું. મારી ફેમિલીએ પણ ઘણો સપોર્ટ કર્યો મને. તેમણે પોતે મને કહ્યું કે જ્યારે તને આટલું પસંદ છે, તો તારે ટ્રાય કરવો જોઈએ. તો ત્યાં ગયો અને મેં ટ્રાય કર્યો. પછી ત્યાં મને ગમવા લાગ્યું, ધીમે-ધીમે કરતો ગયો અને જેમ જેમ ધીમે ધીમે કરતો ગયો, તેમ તેમ રિઝલ્ટ સારું આવતું ગયું અને રિઝલ્ટ વધુને વધુ સારું આવતું ગયું, ભારત સરકાર મારી મદદ કરતી ગઈ, તો આજે અમે અહીં છીએ, સર.

પ્રધાનમંત્રી : જુઓ, તમારા કુટુંબીજનો પણ ઘણો ગર્વ અનુભવે છે, મને તેઓ પણ દેખાઈ રહ્યા છે, જાણે કહેતા હોય કે ભઇ જુઓ, સૌરભ કેવી કમાલ કરશે, તે બધાની આંખોમાં મોટા મોટા સપના જોવા મળી રહ્યાં છે. જુઓ સૌરભ, શૂટિંગમાં મહેનત સાથે માનસિક એકાગ્રતા પણ ખૂબ જરૂરી હોય છે. તે માટે તમે યોગ વગેરે કરો છો, કે બીજી કોઈ રીત છે, તમારી, જે જાણવામાં મને પણ આનંદ થશે અને દેશના નવયુવાનોને પણ જાણવામાં આનંદ થશે?

સૌરભ : સર, મેડિટેશન કરીએ છીએ, આપણો યોગ કરીએ છીએ. સર, શાંત રહેવા માટે, એ તો અમારે આપની પાસેથી જાણવું જોઈએ, કેમકે તમે કેટલા મોટા, એટલે કે સમગ્ર હિન્દુસ્તાનને સંભાળી રહ્યા છો, તો તમે તેના માટે શું કરો છો ?

પ્રધાનમંત્રી : અચ્છા સૌરભ, એ જણાવો, તમારા મિત્રો, સાથીદાર તમારી પાસે આવે છે, કે તમારી સાથે સેલ્ફી ક્લિક કરવી છે, તો તમને કેવું લાગે છે ?  પહેલા તો નહીં કરતા હોય, ખરું ને ?

સૌરભ : નહીં, જ્યારે હું ઘરે જઉં છું તો મારા ગામમાં પાડોશમાં મારા જે મિત્રો છે, તેઓ આવે છે, સેલ્ફી લે છે. મારી જે પિસ્ટલ છે, તેની સાથે સેલ્ફી લે છે. ઘણું સારું લાગે છે.

પ્રધાનમંત્રી : સૌરભ, તમારી વાતોથી લાગી રહ્યું છે કે તમે ખૂબ જ ફોકસ્ડ જણાવ છો, જે તમારા જેવા યુવાન માટે ઘણી સારી વાત છે. શૂટિંગમાં પણ આવું જ ફોકસ અને સ્થિરતાની જરૂર છે. તમારે તો હજુ ઘણી લાંબી યાત્રા કરવાની છે, દેશ માટે અનેક પડાવ હાંસલ કરવાના છે. અમને સહુને વિશ્વાસ છે કે તમે ઓલિમ્પિકમાં ખૂબ સારો દેખાવ કરશો અને ભવિષ્યમાં પણ ખૂબ આગળ વધશો. તમને અને તમારા પરિવારજનોને મારાં પ્રણામ.

પ્રધાનમંત્રી : આવો, આપણે શરત કમલ જી સાથે વાત કરીએ, શરત જી, નમસ્તે !

શરત : નમસ્તે, સર !

પ્રધાનમંત્રી : શરતજી, તમે 3 ઓલિમ્પિક્સમાં ભાગ લીધો છે. તમે તો ઘણા જાણીતા ખેલાડી છો. ઓલિમ્પિકમાં દેશનું પ્રથમવાર જ પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય, તે યુવાન રમતવીરોને તમે શું સૂચવશો ?

શરત : આ વખતે જે ઓલિમ્પિક રમાઈ રહી છે, તે એક ઘણી જ નવી પરિસ્થિતિમાં યોજાઈ રહી છે, કોવિડ-19માં થઈ રહી છે. તો પાછલા ત્રણ જે ઓલિમ્પિક હતા, તેમાં આવો કોઈ અનુભવ ન હતો. અહીં અમારું તમામ ધ્યાન સમગ્ર રમત ઉપરથી હટીને અમારી સેફ્ટી માટે છે, જે પ્રોટોકોલ્સ છે તે જાણવાના છે, તેના ઉપર ધ્યાન છે. પરંતુ આ વખતે સ્પોર્ટસ ઉપરાંત અમારે તેમાં પણ ધ્યાન આપવાનું છે. હું એટલું જ કહીશ કે જે ઓલિમ્પિકમાં પહેલીવાર જઈ રહ્યા છીએ, તે ત્યાં જતાં પહેલા, એટલે કે સ્પોર્ટસ ઘણું મહત્ત્વપૂર્ણ, પરંતુ તેની સાથે જ જો આપણે પ્રોટોકોલ્સ અને એ બધું યોગ્ય રીતે અનુસરીશું નહીં તો આપણે ગેઇમમાંથી જ બહાર ફેંકાઈ શકીએ છીએ. આપણે પ્રોટોકોલ્સ પાળવા જ પડશે અને જેવા આપણે ઓલિમ્પિક્સ પહોંચીએ છીએ તો આપણું સમગ્ર ધ્યાન આપણા સ્પોર્ટમાં જ હોવું જોઈએ. જ્યાં સુધી આપણે જઈશું, સારું છે, કોશિશ કરીશું કે સ્પોર્ટમાં પણ ધ્યાન રાખીશું અને પ્રોટોકોલ્સમાં પણ રાખીએ. પરંતુ જેવા ત્યાં પહોંચી ગયા, આપણું સંપૂર્ણ ધ્યાન પોતાની રમત ઉપર જ હોવું જોઈએ.

પ્રધાનમંત્રી : સૌરભ જી, તમે જ્યારે રમતા ત્યારે ટેબલ ટેનિસ માટે કંઈ પરિવર્તન આવ્યા છે ? સ્પોર્ટસ સાથે જોડાયેલા સરકારી વિભાગોનો સંપર્ક સાધવામાં તમે કોઈ પરિવર્તન અનુભવ્યું ?

શરત : ઘણું બધું, ઘણા બધા ફરક આવ્યા છે. જેમકે 2006માં જ્યારે મેં પહેલીવાર કોમનવેલ્થ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો, અને હમણાં 2018માં જ્યારે અમે બધાએ મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2006 અને 2018માં ઘણો ફરક હતો. મુખ્ય બાબત એ હતી કે સ્પોર્ટસ એક પ્રોફેશનલ ફિલ્ડ બન્યું હતું. 2006માં જ્યારે હું જીત્યો હતો, ત્યારે સ્પોર્ટસમાં એટલું પ્રોફેશનાલિઝમ ન હતું. એટલે કે ભણવાનું વધુ મહત્ત્વનું હતું, સ્પોર્ટસ એક સાઈડલાઈન હતી. પરંતુ હવે એવું નથી. ખૂબ ઈમ્પોર્ટન્સ અપાઈ રહ્યું છે, સરકાર ઘણું મહત્ત્વ આપી રહી છે, ખાનગી સંસ્થાઓ પણ ઘણું બધું મહત્ત્વ આપી રહી છે અને સાથે સાથે પેરેન્ટ્સને પણ હવે થોડી ઘણી ગેરંટી મળે છે. ગેરંટીથી વધુ એક કોન્ફિડન્સ મળે છે કે મારું બાળક જો સ્પોર્ટસમાં પણ જશે તો એ પોતાની જિંદગી સંભાળી શકશે. તો હું માનું છું કે આ માઈન્ડ સેટ એક ઘણું સારું પરિવર્તન છે.

પ્રધાનમંત્રી : શરત જી, તમારી પાસે ફક્ત ટેબલ ટેનિસ જ નહીં, પરંતુ મોટી ઈવેન્ટ્સનો એક ઘણો વિશાળ અનુભવ છે. મને લાગે છે કે એ અનુભવ તમારા કામમાં તો આવશે જ, સાથે સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી દેશની સમગ્ર ટીમને પણ કામમાં આવવાનો છે. તમે એક ઘણી મોટી ભૂમિકામાં આ વખતે એક રીતે સમગ્ર ટીમને એક વિશેષ ભૂમિકામાં પણ તમારી સામે આવી છે અ઩ે મને વિશ્વાસ છે કે પોતાની રમતની સાથે સાથે એ પૂરી ટીમને સંભાળવામાં પણ તમારું ઘણું મોટું યોગદાન રહેશે અને તમે એને ખૂબ સારી રીતે નિભાવશો, મને પૂરો વિશ્વાસ છે. મારી તમને ખૂબ શુભેચ્છાઓ અને તમારી ટીમને પણ.

પ્રધાનમંત્રી : આવો, મનિકા બત્રાજી સાથે વાત કરીએ, મનિકા જી, નમસ્તે !

મનિકા : નમસ્તે સર !

પ્રધાનમંત્રી : મનિકા, મને જણાવાયું છે કે તમે ટેબલ ટેનિસ રમવાની સાથે સાથે જ ગરીબ બાળકોને આ રમત શીખવો છો પણ ખરા. તેમની મદદ પણ કરો છો. તમે પોતે હજુ યુવાન છો, તમને આ વિચાર કેવી રીતે આવ્યો ?

મનિકા : સર, જ્યારે હું પહેલીવાર અહીં પૂણેમાં રમતી હતી, તો ત્યાં આવી હતી અને મેં જોયું કે જે વંચિતો અને અનાથ હતા, તેઓ ખૂબ સારું રમી રહ્યા હતા અને અહીં જે સેન્ટરમાં એમને જે શીખવે છે. તો ઘણું અલગ હતું મારા માટે તો મને એવું લાગ્યું કે એમને જે ચીજો ન મળી, કે જો પહેલા ન કરી શક્યા, તો મારે એમને હેલ્પ કરવી જોઈએ કે એ લોકો પણ મને ફોલો કરીને સારા પ્લેયર બની શકે. તો મને લાગે છે કે જે રીતે એ બાળકો રમે છે, તે જોઈને મને મોટિવેશન મળે છે.

પ્રધાનમંત્રી : મનિકા, મેં જોયું છે કે તમે તમારી મેચમાં ક્યારેક ક્યારેક તમારા હાથ ઉપર તિરંગો પેઇન્ટ કરો છો. એ પાછળનો વિચાર, તમારી પ્રેરણા વિશે જણાવો.

મનિકા : છોકરી હોવાને કારણે મને એ બધી ચીજો પસંદ છે, પરંતુ ભારતનો ઝંડો પોતાની પાસે ક્યાંક રાખવાનો હોય અને સ્પેશિયલી જ્યારે હું સર્વિસ કરતી હોઉં, તો રમતી વખતે તો મને મારો ડાબો હાથ દેખાય છે અને એ ભારતનો ઝંડો દેખાય છે, તો એ બાબત મને ઈન્સ્પાયર કરે છે એટલે જ્યારે પણ હું ભારત માટે કંઈક રમવા માગું, કન્ટ્રી માટે રમવા જઉં તો હું એક ચીજ હંમેશા રાખું છું કે ક્યાંકને ક્યાંક ઝંડો અથવા ભારતનું કંઈ પણ, જે મારા દિલ સાથે જોડાયેલું રહે.

પ્રધાનમંત્રી : મનિકા, મને જણાવાયું કે તમને ડાન્સિંગનો પણ ખૂબ શોખ છે. શું ડાન્સિંગનો શોખ તમારા માટે સ્ટ્રેસ દૂર કરનાર તરીકે કામ કરે છે ?

મનિકા : હા સર, કેમકે જેવું કોઈ કોઈને હોય છે મ્યુઝિક સાંભળવું, ડાન્સ કરવું તો મને ડાન્સ કરવાથી સ્ટ્રેસ દૂર થાય છે. જ્યારે પણ હું ટુર્નામેન્ટમાં જઉં છું કે જ્યારે નવરાશનો સમય હોય છે, હું રૂમમાં આવું છું નૃત્ય કરું છું, કે મેચ રમવાની હોય તો હું નૃત્ય કરીને જઉં છું, કેમકે મને સારું લાગે છે અને કોન્ફિડન્સ આવે છે.

પ્રધાનમંત્રી : હું એવા સવાલ કરી રહ્યો છું, તમારા કુટુંબીજનો, તમારા મિત્રો હસી રહ્યા છે.

પ્રધાનમંત્રી : મનિકા, તમે આંતરરાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન છો. તમે બાળકોને પણ તમારી રમત સાથે જોડી રહ્યાં છો. તમારી સફળતા ફક્ત આ બાળકો માટે નથી, પરંતુ દેશના તમામ ટેબલ ટેનિસના યુવાન ખેલાડીઓને પ્રેરણા આપશે. મારી તમને ખૂબ શુભેચ્છાઓ છે, તમારા સહુ મિત્રોને બધા ખૂબ ઉત્સાહથી આજના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. તમારા પરિવારજનો બધા નિહાળી રહ્યા છે. તમને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ - ખૂબ આભાર.

પ્રધાનમંત્રી : આવો, હવે આપણે વિનેશ ફોગાટ જીને મળીએ, વિનેશ, નમસ્તે.

વિનેશ : સર નમસ્તે !

પ્રધાનમંત્રી : વિનેશ, તમે ફોગાટ ફેમિલીમાંથી છો. તમારા સમગ્ર પરિવારે રમતગમત માટે દેશને એટલું બધું આપ્યું છે. આ ઓળખને કારણે થોડું વધુ પ્રેશર, થોડી વધુ જવાબદારી તો નથી આવી જતી ને ?

વિનેશ : સરજી જવાબદારી તો ચોક્કસ આવે છે. કેમકે ફેમિલીએ કામ સ્ટાર્ટ કર્યું છે, તો પૂરું કરવું છે અને એ જે સ્વપ્ન ઓલિમ્પિકનું લઈને સ્ટાર્ટ કર્યું હતું, એ મેડલ જ્યારે આવશે તો એના પછી જ કદાચ પૂરું થશે. તો આશા છે, સર સમગ્ર દેશને આશા છે, પરિવારને પણ આશાઓ હોય છે. અને મને લાગે છે કે આશાઓ જરૂરી છે આપણા માટે, કેમકે જ્યારે આશા દેખાય છે, ત્યારે આપણે થોડું એક્સ્ટ્રા પુશ કરીએ છીએ, એક લેવલ ઉપર ગયા પછી. તો સારું લાગે છે, સર કોઈ પ્રેશર નથી, સારી રીતે રમીશું અને દેશને પ્રાઉડ લેવાનો મોકો અવશ્ય આપીશું.

પ્રધાનમંત્રી : જુઓ, પાછલી વખતે રિઓ ઓલિમ્પિકમાં તમને ઈજાને કારણે હટાવવા પડ્યા હતાં ગયા વર્ષે પણ તમે બીમાર હતાં. તમે આ બધી મુશ્કેલીઓમાંથી પાર ઉતરીને શાનદાર દેખાવ કર્યો છે. આટલા સ્ટ્રેસને સક્સેસમાં ફેરવવો એ જ ઘણી મોટી વાત છે, આ તમે કેવી રીતે કર્યું ?

વિનેશ : સર, ડિફિકલ્ટ હોય છે ઘણું, પરંતુ એ જ છે કે એથલીટ હોવાને કારણે અમે એથલીટ ટોપ લેવલ ઉપર જો અમારે પર્ફોર્મ કરવું છે, તો અમારે મેન્ટલી સ્ટ્રોન્ગ રહેવું પડે છે અને એથલીટ હોવાને કારણે હું વિચારું છું કે એ જરૂરી અમને એ લેવલ ઉપર લઈ જવા માટે, એ પુશ કરવા માટે, એટલે ફેમિલીનો પણ એક ઘણો મોટો રોલ રહે છે તમારી પાછળ. તો ફેમિલીનો સપોર્ટ રહે છે, હંમેશા અને આપણી જે ફેડરેશન છે, તમામ લોકો પૂરી પ્રામાણિકતાથી લાગેલા રહે છે. તો એક એવું રહે છે કે એ લોકોને નિરાશ નથી કરવા જે લોકો અમારા માટે આટલું બધું કરી રહ્યા છે, આશાઓ સાથે, તો આ રીતે ક્યાંયે અટકવાનું નથી. કેમકે એ અટકવાનું નથી એટલે એ લોકો અમને પુશ કરી રહ્યા છે. આવી કેટલીયે બાબતો છે, જે અમને એ સમયે યાદ આવે છે. તો અમે એના માટે લાગેલા રહીએ છીએ. ભલે ઈજા થઈ હોય. કે પછી કોઈ પણ અવરોધ આવે.

પ્રધાનમંત્રી : મને તો પૂરી ખાતરી છે કે તમે ટોક્યોમાં ખૂબ શાનદાર દેખાવ કરવાના છો. શું અમે આશા રાખીએ કે હવે ભવિષ્યમાં તમારા ઉપર પણ એક ફિલ્મ આવશે ?

વિનેશ : સર, બસ તમારા લોકોના આશીર્વાદ છે. અને ઈચ્છીશ કે અમે જેટલા પણ એથલીટ્સ જઈ રહ્યા છીએ, પોતાની કન્ટ્રીને થોડી તક આપે. મેડલ આવી રહ્યા છે. અને સમગ્ર દેશ, જે આશાઓ બાંધીને બેઠો છે, તેમને આપણે નિરાશ ન કરીએ.

પ્રધાનમંત્રી : તમારાં માતા-પિતા પણ જોડાયેલા છે. તમારાં માતા-પિતા ગુરુ પણ છે, એક રીતે. હું જરા પિતાજી સાથે વાત અવશ્ય કરવા ઈચ્છીશ. વિનેશનાં માતા-પિતા પણ સાથે જોડાયેલાં છે. નમસ્કાર. તમને મારો સવાલ થોડો બીજી રીતનો છે. જ્યારે કોઈ ફિટ અને તંદુરસ્ત હોય છે, તો આપણા દેશમાં કહેવાય છે - કઈ ઘંટીનો લોટ ખાય છે ? તો ફોગાટ ફેમિલી પોતાની દીકરીઓને કઈ ઘંટીનો લોટ ખવડાવે છે ? એમ તો એમ પણ જણાવો કે વિનેશને કયો મંત્ર આપીને ટોક્યો મોકલી રહ્યાં છો ?

વાલી : જુઓ, જે ઘંટીના લોટની વાત છે, તો અમારા ગામની ઘંટીનો લોટ ખાઈએ છીએ. અને ગાય-ભેંસ રાખીએ છીએ. આ ગાય-ભેંસનાં દૂધ, દહીં, ઘી, માખણ. અને વિનેશને વર્ષ 2016માં જે ઈજા થઈ હતી, હું સમગ્ર દેશનો આભાર માનું છું. આજે મારી દીકરી પાસે જે આશા - અપેક્ષા છે. મેં એમને એક જ વચન આપ્યું હતું. જો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ લઈને આવશો તો હું એરપોર્ટ ઉપર લેવા આવીશ. નહીં લાવો તો નહીં આવું. અને આજે પણ હું આ જ વાત કહું છું. પાછલી વખતે તો મારી દીકરી રહી ગઈ હતી. પરંતુ હવેની વખતે પણ તે ગોલ્ડ મેડલ લઈને આવશે. મારું સ્વપ્ન પૂરું કરશે.

પ્રધાનમંત્રી : તમારા પેરેન્ટ્સની વાતોથી મને વિશ્વાસ થઈ ગયો છે વિનેશ કે તમે જરૂર વિજય મેળવશો. તમે લડો છો, પડો છો, મથો છો, પરંતુ હાર નથી માનતા. તમે તમારા પરિવાર પાસેથી જે શીખ્યા છો, તે આ ઓલિમ્પિકમાં દેશના કામે અવશ્ય લાગશે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી : આવો, સાજન પ્રકાશ જી સાથે વાત કરીએ. સાજન જી, નમસ્તે ! મને જણાવાયું છે કે તમારાં તો માતાજીએ પણ એથ્લેટિક્સમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તમારાં માતાજી પાસેથી તમે શું શું શીખ્યા છો ?

સાજન પ્રકાશ : સર, મારાં માતાજી મારા માટે બધું જ છે અને તેઓ અગાઉના દિવસોમાં સ્પોર્ટસ પર્સન હતાં અને તેમણે મને સિદ્ધિઓ માટે તમામ સંઘર્ષોમાંથી અને અવરોધોમાંથી બહાર નીકળવામાં મદદ કરી છે, સર.

પ્રધાનમંત્રી જી : મને જણાવાયું કે તમને ગંભીર ઈજા પણ થઈ હતી. તમે તેમાંથી કેવી રીતે બહાર આવ્યા ?

સાજન પ્રકાશ : સૌથી પહેલાં, પૂલ બંધ થયા બાદ, 18 મહિના પછી અમે અનેક સંઘર્ષો કર્યા હતા અને ઈજા પછી લાંબો સમય મારે પૂલની બહાર રહેવું પડ્યું હતું અને તે ખૂબ જ નિરાશાજનક અને હતાશાભર્યું હતું, પરંતુ તમામ લોકો અને મારા કોચીઝ, ગૌરી આન્ટી અને કેરળ પોલીસ ઉપરાંત સ્વિમિંગ પિટિશન ઓફ ઈન્ડિયા, દરેકના સપોર્ટને કારણે મને આ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ મળી. હું માનું છું કે સમયે મને તેમાંથી બહાર આવવામાં મદદ કરી, આ દુઃખ અને ઈજામાંથી બહાર આવવામાં સહાય કરી અને માનસિક રીતે મજબૂતી આપી, સર.

પ્રધાનમંત્રી : સાજન, તમે ઓલિમ્પિકમાં જતા પૂર્વે જ ભારતીય રમતોના સોનેરી ઈતિહાસમાં સ્થાન બનાવી રહ્યા છો. મને આશા છે કે તમે તમારા દેખાવથી આ ઉપલબ્ધિને વધુ સ્વર્ણિમ બનાવશો.

પ્રધાનમંત્રી : મનપ્રીત, મને જણાવાયું કે કોરોનાની પહેલી લહેર દરમ્યાન તમે બધા મિત્રો બેંગલુરુમાં એકસાથે રહ્યા, સહુએ મળીને કોરોનાનો મુકાબલો કર્યો. તેનાથી ટીમ સ્પિરિટ ઉપર શી અસર થઈ ?

મનપ્રીત : સર, એ સમયે તો હું કહેવા માંગું છું કે સરકારનો ખૂબ વધુ સપોર્ટ રહ્યો હતો. કેમકે અમે લોકો અહીં બેંગ્લોરમાં હતા. એ સમયે અમને એવું હતું કે કેવી રીતે અમે અમારી ટીમને સ્ટ્રોંગ બનાવી શકીએ. તેના ઉપર કામ કર્યું. અમે લોકોએ એકસાથે મળીને કામ કર્યું. અમે પ્લેયર્સે એકબીજાના બેકગ્રાઉન્ડ વિશે પણ જાણ્યું, જેનાથી અમારી ટીમ બોન્ડિંગ વધુ મજબૂત બની. અને સર, અમે એવું માન્યું હતું કે અમારી પાસે હજુ એક વર્ષ છે, તો અમે લોકો પોતાની જાતને કેવી રીતે વધુ સારા બનાવી શકીએ. તો અમે બીજી ટીમ વિશે અભ્યાસ કર્યો, તેમના કયા પ્લસ પોઈન્ટ છે, કયા વીક પોઈન્ટ્સ છે. ક્યાં અમે તેમને હર્ટ કરી શકીએ છીએ. આ બધું અમારા માટે ઘણું મદદગાર બનશે.

પ્રધાનમંત્રી : ઓલિમ્પિકમાં હોકીમાં આપણા દેશનો ખૂબ શાનદાર ઈતિહાસ છે. એવામાં સ્વાભાવિક છે, થોડી વધારે જવાબદારી લાગતી હશે કે રેકોર્ડ જાળવી રાખવાનો છે. અને એને કારણે રમત દરમ્યાન તમને કોઈ એક્સ્ટ્રા તણાવનો માહોલ તો નથી હોતો ને ?

મનપ્રીત : નહીં સર, બિલકુલ નહીં. કેમકે એમ જોવા જઈએ તો હોકીમાં અત્યાર સુધીમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા છીએ. સૌથી વધુ મેડલ જીત્યા છીએ. તો અમે એ બાબતે પ્રાઉડ ફીલ કરીએ છીએ કે અમે લોકો એ જ રમત રમી રહ્યા છીએ. અને જ્યારે પણ અમે લોકો ઓલિમ્પિક્સમાં જતા હોઈએ છીએ, ત્યારે એ જ કોશિશ કરીએ છીએ કે અમે અમારું શ્રેષ્ઠ આપીએ. અને ભારત માટે મેડલ જીતીએ.

પ્રધાનમંત્રી : ચાલો, તમારા પરિવારજનો પણ મને દેખાઈ રહ્યા છે. હું તેમને પ્રણામ કરું છું. તેમના આશીર્વાદ તમારી ઉપર વરસતા રહે અને દેશવાસીઓની શુભેચ્છાઓ તમારી સાથે છે.

પ્રધાનમંત્રી : મનપ્રીત, તમારી સાથે વાત કરતાં કરતાં મને મેજર ધ્યાનચંદ, કે. ડી. સિંહ બાબૂ, મોહમ્મદ શાહિત જેવા મહાન હોકી ખેલાડીઓની યાદ આવી રહી છે. તમે હોકીના મહાન ઈતિહાસને વધુ ઉજ્જ્વળ કરશો, તેવો મને અને સમગ્ર દેશને વિશ્વાસ છે.

પ્રધાનમંત્રી : સાનિયા જી, તમે કેટલાયે ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે, મોટા મોટા ખેલાડીઓ સાથે તમે રમ્યા છો. તમને શું લાગે છે કે ટેનિસના ચેમ્પિયન બનવા માટે કઈ ખૂબીઓ હોવી જોઈએ ? કેમકે આજકાલ હું જોઈ રહ્યો છું કે ટાયર ટુ, ટાયર થ્રી સિટીમાં પણ તમે એમના હીરો છો અને તેઓ ટેનિસ શીખવા ઈચ્છે છે.

સાનિયા : જી સર, મને લાગે છે કે ટેનિક એક એવી વૈશ્વિક રમત છે, જેમાં જ્યારે મેં શરૂ કર્યું હતું, 25 વર્ષ પહેલાં, ત્યારે વધુ લોકો ટેનિસ રમતા ન હતા. પરંતુ આજે તમે કહી રહ્યા છો, ઘણાં બધાં બાળકો છે, જે ટેનિસનું રેકેટ ઉઠાવવા માગે છે અને પ્રોફેશનલ બનવા માગે છે, અને જે બિલિવ કરે છે કે તેઓ ટેનિસમાં એક મોટા ખેલાડી બની શકે છે. તેના માટે સાફ વાત છે કે તમારે જરૂર હોય છે સપોર્ટની, લગનની અને મને લાગે છે ખૂબ-ખૂબ બધા નસીબની પણ. નસીબ તેમાં એક રોલ પ્લે કરે છે. પરંતુ મહેનત અને પ્રતિભા   વિના કોઈ પણ જગ્યાએ કશું થતું નથી. પછી તે ટેનિસ હોય કે કોઈ પણ રમત હોય. અને હવે ફેસિલિટી પણ ખૂબ સારી થઈ ગઈ છે. તેના કારણે 25 વર્ષ પહેલાંની સરખામણીએ અત્યારે ઘણાં અને ખૂબ સારાં સ્ટેડિયમ બની ગયાં છે. હાર્ડ કોર્ટસ છે. તો આશા એ જ છે કે ઘણા બધા ટેનિસ પ્લેયર્સ તૈયાર થશે ભારતમાં.

પ્રધાનમંત્રી : ઓલિમ્પિકમાં તમારી સાથી અંકિતા રૈનાની સાથે તમારી પાર્ટનરશિપ કેવી ચાલી રહી છે ? તમારા બંનેની તૈયારી કેવી છે ?

સાનિયા : અંકિતા એક યંગ ખેલાડી છે. ખૂબ સારું રમી રહી છે. હું તેની સાથે રમવા માટે ખૂબ ઉત્સાહિત છું અને અમે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રમ્યા હતા. જે ફેડકપની મેચો હતી. અને તેમાં અમે ખૂબ સારો દેખાવ કર્યો હતો. પરંતુ અમે ઓલિમ્પિક્સમાં વધુ સારું કરવા ઈચ્છીએ છીએ, જેમ આ મારી ચોથી ઓલિમ્પિક છે. એની પહેલી જ ઓલિમ્પિક છે, તો થોડું અત્યારે મારી ઉંમર સાથે યંગ પગની જરૂરત છે. તો મને લાગે છે કે તે એ પ્રોવાઈડ કરી શકે છે.

પ્રધાનમંત્રી : સાનિયા, તમે અગાઉ પણ સ્પોર્ટસ માટે સરકારી વિભાગોનું કામકાજ જોયું છે. છેલ્લાં 5-6 વર્ષોમાં તમને શું પરિવર્તન અનુભવાયું ?

સાનિયા : મેં કહ્યું તેમ, મને લાગે છે કે 5-6 વર્ષ નહીં, હવે તમને ખબર છે, જ્યારથી આપણે ત્યાં કોમનવેલ્થ ગેઇમ્સ યોજાઈ છે, સર ત્યારથી મને લાગે છે કે જે આપણા દેશમાં ક્રિકેટર્સ ઉપરાંત ઘણા એવા સ્પોર્ટસ પર્સન છે, જેઓ દેશ માટે નામ કમાય છે અને દેશ માટે ખૂબ સારા મુકામે પહોંચે છે અને મને લાગે છે કે આ માન્યતા ધીમે ધીમે પાંચ છ વર્ષમાં વધી છે. અને તમે તો સરકાર મારફતે હંમેશા અમને સપોર્ટ મળે છે. હું જ્યારે પણ તમને પર્સનલી મળી છું. તમે કાયમ મને એ જ કહ્યું છે કે તમે દરેક વાતમાં સાથ આપશો. તો આ જ રીતે 5-6 વર્ષોમાં ઘણું બધું થયું અને છેલ્લી ઓલિમ્પિક્સથી અત્યારની ઓલિમ્પિક્સ સુધીમાં તો ઘણું બધું પરિવર્તન છે.

પ્રધાનમંત્રી : સાનિયા, તમે ચેમ્પિયન પણ છો, ફાઈટર પણ છો. મને આશા છે કે તમે આ ઓલિમ્પિકમાં વધુ શ્રેષ્ઠ અને સફળ ખેલાડી બનશો. મારી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે.

20 વર્ષની સેવા અને સમર્પણ દર્શાવતા 20 ચિત્રો.
Mann KI Baat Quiz
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
World's tallest bridge in Manipur by Indian Railways – All things to know

Media Coverage

World's tallest bridge in Manipur by Indian Railways – All things to know
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets Israeli PM H. E. Naftali Bennett and people of Israel on Hanukkah
November 28, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has greeted Israeli Prime Minister, H. E. Naftali Bennett, people of Israel and the Jewish people around the world on Hanukkah.

In a tweet, the Prime Minister said;

"Hanukkah Sameach Prime Minister @naftalibennett, to you and to the friendly people of Israel, and the Jewish people around the world observing the 8-day festival of lights."