કેઈન્સ સેમિકોન સુવિધાનું ઉદ્ઘાટન આત્મનિર્ભરતા તરફ ભારતના પુશને મજબૂત બનાવે છે; તે મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ પગલું છે: પ્રધાનમંત્રી
ભારત વૈશ્વિક બજારમાં વિશ્વસનીય સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે તેની ભૂમિકા મજબૂત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી
2021 માં, ભારતે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન લોન્ચ કર્યું; આ મિશન માત્ર એક ઔદ્યોગિક નીતિ નથી પરંતુ ભારતના આત્મવિશ્વાસની જાહેરાત છે: પ્રધાનમંત્રી
21મી સદીનો આ સમયગાળો માત્ર આર્થિક સ્પર્ધાનો સમય નથી, તે ભાવિ ટેક લેન્ડસ્કેપને આકાર આપવાનો સમય છે: પ્રધાનમંત્રી
ભારત આ દાયકામાં જે ટેકનોલોજી પહેલ કરી રહ્યું છે તે આવનારા દાયકાઓમાં તેના નેતૃત્વને મજબૂત કરશે: પ્રધાનમંત્રી
21મી સદીનું ભારત માત્ર પરિવર્તનનું સાક્ષી નથી, પરંતુ તે પરિવર્તનનું નેતૃત્વ કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે: પ્રધાનમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ ભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી અશ્વિની વૈષ્ણવ જી, રાજ્યના મંત્રી ભાઈ અર્જુન મોઢવાડિયા જી, કેઇન્સ અને આલ્ફા ઓમેગા સેમિકન્ડક્ટર્સના પ્રતિનિધિગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ અને સજ્જનો.

ગયા મહિનાના અંતિમ દિવસે પણ હું સાણંદમાં હતો, અને આ મહિનાના અંતિમ દિવસે પણ હું સાણંદમાં છું. 28 ફેબ્રુઆરીએ માઈક્રોનના પ્લાન્ટમાં પ્રોડક્શનની શરૂઆત થઈ, અને આજે 31 માર્ચે, કેઈન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થઈ રહ્યું છે. આ માત્ર સંયોગ નથી, આ એ વાતનો પુરાવો છે કે ભારતનું સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ, કયા પેસ (pace) થી, કઈ ગતિથી, કઈ ઝડપ સાથે ડેવલપ થઈ રહી છે. હું કેઈન્સ ટેકનોલોજીની આખી લીડરશીપને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. રમેશ રઘુ congratulations. ગુજરાત સરકારને, આ પ્લાન્ટમાં કામ કરી રહેલા અને તમામ સાથીઓને હું ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, આજે સવારે હું એક ડિવાઈન (Divine) વાળા કાર્યક્રમમાં હતો અને અત્યારે હું ડિજિટલ વાળા કાર્યક્રમમાં છું.

સાથીઓ, મને એ વાતનો પણ અત્યંત આનંદ છે કે ભારતની કંપનીએ સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવામાં રસ દાખવ્યો, અને પરિણામ આપણી સામે છે. આપણા ભારતની પોતાની કંપની કેઈન્સ હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો એક મજબૂત હિસ્સો બની ગઈ છે. આ એક ખૂબ જ શાનદાર શરૂઆત છે, એક ગૌરવની ક્ષણ છે, દરેક ભારતવાસી માટે ગૌરવની ક્ષણ છે. આવનારા દિવસોમાં ભારતની ઘણી બધી કંપનીઓ, ગ્લોબલ કોલાબોરેશન (collaboration) ના માધ્યમથી, દુનિયાને એક રિઝિલિયન્ટ (resilient) સેમિકન્ડક્ટર સપ્લાય ચેન આપવા જઈ રહી છે.

 

સાથીઓ, આજનો આ દિવસ, મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ, આ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે. આ પ્રોજેક્ટમાં પ્રોડક્શન શરૂ થવાથી, ભારત ગ્લોબલ માર્કેટમાં, એક ભરોસાપાત્ર સેમિકન્ડક્ટર સપ્લાયર તરીકે પોતાની ભૂમિકા વધુ સશક્ત કરી રહ્યું છે. આજે એક પ્રકારે સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો સેતુ (બ્રિજ) જેવો બની ગયો છે. કેલિફોર્નિયાની કંપની માટે, સાણંદનો આ પ્લાન્ટ ઈન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સ (Intelligent Power Modules) આપી રહ્યો છે. મને જણાવવામાં આવ્યું છે કે અહીં બનતા પ્રોડક્ટ્સનો એક મોટો હિસ્સો, પહેલાથી જ એક્સપોર્ટ માટે બુક થઈ ચૂક્યો છે. સાણંદમાં બનતા મોડ્યુલ્સ અમેરિકાની કંપનીઓ સુધી પહોંચશે, અને ત્યાંથી આખી દુનિયાને પાવર આપશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડના મંત્રની સફળતાનો ગુંજારવ દુનિયાના ખૂણેખૂણે પહોંચશે.

સાથીઓ, અહીં બનતા ઈન્ટેલિજન્ટ પાવર મોડ્યુલ્સથી, ભારત અને વિશ્વના ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકોસિસ્ટમને, હેવી ઇન્ડસ્ટ્રીને ઘણું બળ મળશે. આ જ ગ્લોબલ પાર્ટનરશિપ જ દુનિયાના વધુ સારા ભવિષ્યનો મજબૂત પાયો છે.

સાથીઓ, 21મી સદીનો આ દાયકા આરંભથી દુનિયા માટે અનેક પડકારો લઈને આવ્યો છે. સંકટ પેન્ડેમિક (મહામારી) નું રહ્યું છે, કોન્ફ્લિક્ટ્સ (સંઘર્ષો) નું રહ્યું છે. આમાં પણ સૌથી મોટી ભોગ બનનાર, ગ્લોબલ સપ્લાય ચેન રહી છે. ભલે ચિપ્સ હોય, રેર અર્થ મિનરલ્સ હોય, એનર્જી હોય, આ સંઘર્ષોને કારણે ખૂબ જ પ્રભાવિત થયા છે. આ માનવતાના ઝડપી વિકાસ સાથે જોડાયેલી વસ્તુઓ છે, તેમની સપ્લાય ચેનમાં, તેમના પ્રવાહમાં બ્રેક લાગવાથી, આખી હ્યુમેનિટી (માનવતા) નો વિકાસ પ્રભાવિત થાય છે. તેથી ભારત જેવા ડેમોક્રેટિક (લોકશાહી) દેશનું આ દિશામાં આગળ વધવું, આખા વિશ્વના વિકાસ માટે ખૂબ જ મહત્વનું છે.

સાથીઓ, અમે કોરોનાની આપત્તિ સમયે જ નક્કી કરી લીધું હતું, કે ભારત સેમિકન્ડક્ટર સેક્ટરનું નવું ગ્લોબલ હબ બનશે, આ સેક્ટરમાં આત્મનિર્ભર બનશે. અને સેમિકન્ડક્ટરમાં આત્મનિર્ભરતા, માત્ર એક ચિપ સુધી સીમિત નથી. એનો અર્થ છે, AI માં, ઇલેક્ટ્રિક વ્હીકલમાં, ક્લીન એનર્જીમાં, ડિફેન્સમાં, ઇલેક્ટ્રોનિક્સમાં, આવા અનેક સેક્ટરમાં પણ આત્મનિર્ભરતાને બળ મળશે. તેથી, વર્ષ 2021માં ભારતે ઇન્ડિયા-સેમિકન્ડક્ટર મિશન શરૂ કર્યું. આ મિશન માત્ર એક ઇન્ડસ્ટ્રિયલ પોલિસી (industrial policy) નથી, આ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. અને એની અસર સૌની સામે છે. આ મિશન હેઠળ, દેશના 6 રાજ્યોમાં એક લાખ સાઠ હજાર કરોડ રૂપિયાના 10 પ્રોજેક્ટ્સ પર કામ થઈ રહ્યું છે. કેઈન્સ અને માઈક્રોનના પ્રોજેક્ટ્સ પણ આનો જ હિસ્સો છે. સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતા માટે ભારતે ધ્રુવ 64 (Sixty Four) જેવો, આધુનિક માઇક્રોપ્રોસેસર વિકસિત કર્યો છે. આનાથી 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓટોમોટિવ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન (industrial automation), આવા અનેક સેક્ટર્સ માટે આપણને એક પોતાનું સુરક્ષિત પ્લેટફોર્મ (platform) મળ્યું છે.

 

સાથીઓ, સેમિકન્ડક્ટર મિશનની અત્યાર સુધીની સફળતા પછી, હવે ભારતે એના આગામી ફેઝ (તબક્કા) તરફ કદમ વધાર્યા છે. આ જ વિચાર સાથે, આ વર્ષના બજેટમાં ઇન્ડિયા-સેમિકન્ડક્ટર મિશન 2.0 ની જાહેરાત કરવામાં આવી છે. આ ફેઝનું ફોકસ, ભારતમાં સેમિકન્ડક્ટર ઇક્વિપમેન્ટ્સ અને મટીરિયલ્સના પ્રોડક્શન પર છે. હવે અમારો પ્રયાસ, એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરવાનો છે. જેથી આપણે ડોમેસ્ટિક અને ગ્લોબલ સપ્લાય ચેનમાં મોટી પાર્ટનરશિપ કરી શકીએ.

સાથીઓ, ભારત આજે ઇન્ડસ્ટ્રી લેડ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર્સ (industry led research and training centres) ને પ્રોત્સાહિત કરી રહ્યું છે. જેથી ટેકનોલોજી ડેવલપમેન્ટ પણ થાય અને એક ફ્યુચર રેડી સ્કીલ્ડ વર્કફોર્સ (future ready skilled workforce) પણ તૈયાર થાય. ખૂબ જ જલ્દી, દેશમાં 85 હજારથી વધુ ડિઝાઇન પ્રોફેશનલ્સ તૈયાર કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરી લેવામાં આવશે. સાથે જ, આખા ઇકોસિસ્ટમની જરૂરિયાતોને જોતા પ્રોફેશનલ્સની ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સેમિકન્ડક્ટર ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે 'ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ' કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. આજે દેશની આશરે 400 યુનિવર્સિટીઝ અને સ્ટાર્ટઅપ્સને, આધુનિક ડિઝાઇન ટુલ્સ સુધી એક્સેસ (access) આપવામાં આવી છે. આનાથી 55 (Fifty Five) થી વધુ ચિપ્સનું ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી ચૂક્યું છે.

સાથીઓ, ઇન્ડસ્ટ્રી એસ્ટિમેટ્સ (Industry Estimates) અનુસાર, આજે ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ આશરે પચાસ (Fifty) બિલિયન ડોલર, એટલે કે આશરે સાડા ચાર લાખ કરોડ રૂપિયાનું છે. આ દાયકાના અંત સુધીમાં સો (Hundred) બિલિયન ડોલર એટલે કે નવ લાખ કરોડ રૂપિયાને પાર કરી શકે છે. આ બતાવે છે કે ભારતમાં આ સેક્ટરમાં કેટલી વધારે સંભાવનાઓ છે. અમારો ટાર્ગેટ આપણી જરૂરિયાતોની વધુમાં વધુ ચિપ્સ, ભારતમાં જ બનાવવાનો છે. ભારતના આ સંકલ્પને લઈને દુનિયાભરના રોકાણકારોમાં જે ઉત્સાહ છે, તે અમારા માટે ખૂબ મોટી મૂડી છે.

સાથીઓ, ભારત એક સશક્ત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તો બનાવી જ રહ્યું છે, સાથે જ, રો મટીરિયલની રિઝિલિયન્ટ (resilient) સપ્લાય ચેન માટે પણ મોટા પ્રયાસો કરી રહ્યું છે. પેક્સ સિલિકામાં ભારતનું સામેલ થવું એ આ જ પ્રયાસનો એક ભાગ છે. દુનિયાભરમાં જે આપણા પાર્ટનર્સ છે, તેમની સાથે મળીને ભારતમાં આપણે એક સુરક્ષિત સપ્લાય ચેન સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.

સાથીઓ, ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતા માટે, ભારતે નેશનલ ક્રિટિકલ મિનરલ્સ મિશન પણ શરૂ કર્યું છે. આ હેઠળ, ક્રિટિકલ મિનરલ્સની માઇનિંગ અને પ્રોડક્શન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. મિનરલ્સના રિ-સાઇકલિંગ માટે પણ 1500 કરોડ રૂપિયાની સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કેરલમ જેવા કોસ્ટલ સ્ટેટ્સ (દરિયાકાંઠાના રાજ્યો) ને મિલાવીને રેર અર્થ કોરિડોરના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. આ કોરિડોર, એક એવો ઇન્ટિગ્રેટેડ (Integrated) નેટવર્ક હશે, જે માઇનિંગ, રિફાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગની એક સશક્ત ચેન બનાવશે. અમારો પ્રયાસ છે કે દેશમાં ક્રિટિકલ મિનરલ્સનો એક રાષ્ટ્રીય ભંડાર હોય. સારું હોત કે, આ કામ 30-40 વર્ષ પહેલાં શરૂ થયું હોત. પરંતુ હવે ભારત આ માટે મિશન મોડ પર કામ કરી રહ્યું છે.

સાથીઓ, ભારતનું માનવું છે, 21મી સદીનો આ કાલખંડ, માત્ર આર્થિક પ્રતિસ્પર્ધા (economic competition) નો સમય નથી. આ ફ્યુચરના ટેક લેન્ડસ્કેપ (tech landscape) ને આકાર (shape) કરવાનો સમય છે. તેથી, હું આ દાયકાને, આ ડૅકેડને, ભારતનો ટેકેડ (Techade) કહું છું. આ દાયકામાં ભારત, ટેકનોલોજી સાથે જોડાયેલા જે ઇનિશિયેટિવ્સ (initiatives) લઈ રહ્યું છે, તે આવનારા દાયકાઓમાં ભારતની લીડરશીપને સશક્ત કરશે. તમે સૌ, તાજેતરમાં થયેલી AI ઈમ્પેક્ટ સમિટની સફળતાથી પરિચિત છો. જો AI એડોપ્શન (adoption) ના મામલે જોઈએ, તો ભારત દુનિયામાં સૌથી આગળ છે. અમે ભારતીયો, ટેકને એક્સપ્લોર કરીએ છીએ. ડિજિટલ ઇન્ડિયાની સફળતા, ફિનટેકમાં થઈ રહેલું શાનદાર કામ, આ ટેકનોલોજી પર ભારતીયોના ભરોસાને જ આપણે જોઈ શકીએ છીએ, તેને બતાવે છે. અને ભારતની જે AI ઇકોસિસ્ટમ છે, તેને આપણા સેમિકન્ડક્ટર સેક્ટરના ઉદયથી ખૂબ મદદ મળશે.

 

સાથીઓ, 21મી સદીનું ભારત કેવળ પરિવર્તનનું સાક્ષી નથી, પરંતુ પરિવર્તનનું નેતૃત્વ કરવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. આપણી નીતિઓ અને આપણા નિર્ણયો, આવનારા દાયકાઓની ટેકનોલોજી અને એનર્જી સિક્યોરિટી (security) નો મજબૂત પાયો નાખી રહ્યા છે. તેથી આજે ભારત દરેક ક્રિટિકલ ટેકનોલોજી પર અભૂતપૂર્વ રોકાણ કરી રહ્યું છે, રિફોર્મ્સ કરી રહ્યું છે. અમે સ્પેસ સેક્ટરને પ્રાઇવેટ પ્લેયર્સ (private players) માટે ખોલ્યું છે, IN-SPACe જેવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. આનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. સ્પેસ સાથે જોડાયેલા આપણા સ્ટાર્ટઅપ્સ ખૂબ જ શાનદાર કામ કરી રહ્યા છે. તેવી જ રીતે, તાજેતરમાં જ અમે ન્યુક્લિયર સેક્ટરમાં SHANTI Bill જેવા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ રિન્યુએબલ એનર્જી મિક્સમાં, ન્યુક્લિયર એનર્જીના હિસ્સાને ખૂબ જ વધારવા જઈ રહ્યું છે. આ આપણા AI ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે.

 

સાથીઓ, ભારત ક્વોન્ટમ કોમ્પ્યુટિંગને પણ એક સ્ટ્રેટેજિક એસેટ (strategic asset) માનીને, મિશન મોડ પર કામ કરી રહ્યું છે. આ ભારતના ડિજિટલ ફ્યુચરને સશક્ત કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવશે. એટલે કે ભારત, આજે ટેકનોલોજીના વિકાસ અને ટેકનોલોજીના ઉપયોગ, બંને મામલે ખૂબ જ ઝડપથી કામ કરી રહ્યું છે. આખી દુનિયાના ઇન્વેસ્ટર્સ (રોકાણકારો) માટે આ બહુ મોટી તક છે. અમે Ease of Doing Business, Ease of Manufacturing, Ease in Logistics, આના પર પણ નિરંતર કામ કરી રહ્યા છીએ.

સાથીઓ, મને વિશ્વાસ છે, કેઈન્સના આ પ્લાન્ટમાંથી નીકળતા પ્રોડક્ટ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ (factory of the world) તરીકે ભારતની સફરને વધુ મજબૂતી આપશે. ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check

Media Coverage

'Strategic partnership' to 'Cooperation in AI': Six major outcomes of PM Modi's historic Sweden visit - Check
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 મે 2026
May 18, 2026

Norway to Netherlands: PM Modi's Leadership Turns Heritage, Honors & High-Tech Deals into India's Global Momen