આ આપણી નારી શક્તિને સશક્ત બનાવવાની એક ઐતિહાસિક તક છે : PM
નિર્ણય લેવાની પ્રક્રિયામાં નારી શક્તિનો સમાવેશ એ વિકસિત ભારતના નિર્માણની ચાવી છે : PM
વધુ ને વધુ મહિલાઓ પાયાના સ્તરે નેતાઓ બની રહી છે : PM
આપણે એવું ન માની લેવું જોઈએ કે આપણે નારી શક્તિને કંઈક આપી રહ્યા છીએ; આ તેમનો અધિકાર છે : PM
આપણી સંસદીય લોકશાહીમાં મહિલાઓની ભાગીદારી માત્ર સંખ્યા વિશે નથી, પરંતુ લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા છે : PM

આદરણીય અધ્યક્ષજી, આ મહત્વપૂર્ણ વિધેયક પર આજે સવારથી ચર્ચા શરૂ થઈ છે. ઘણા સાથીઓ અહીંથી પણ જે મુદ્દાઓને સ્પર્શ કરવામાં આવ્યા છે, તેને તથ્યો અને તર્ક સાથે સદનને ચોક્કસ જાણકારી આપશે. અને એટલા માટે હું તે વિષયોમાં જવા માંગતો નથી.

આદરણીય અધ્યક્ષજી, રાષ્ટ્રના જીવનમાં કેટલીક મહત્વપૂર્ણ ક્ષણો આવે છે અને તે સમયની સમાજની મનોસ્થિતિ અને નેતૃત્વની ક્ષમતા, તે ક્ષણને કેપ્ચર કરીને એક રાષ્ટ્રની અમાનત બનાવી દે છે, એક મજબૂત ધરોહર તૈયાર કરી દે છે. હું સમજું છું કે ભારતના સંસદીય લોકતંત્રના ઇતિહાસમાં આ એવી જ ક્ષણો છે. જરૂરિયાત તો એ હતી કે 25-30 વર્ષ પહેલા જ્યારે આ વિચાર સામે આવ્યો, જરૂરિયાત અનુભવાઈ, આપણે તેને લાગુ કરી દીધો હોત અને આપણે આજે તેને ઘણી પરિપક્વતા સુધી પહોંચાડી દીધો હોત. અને જરૂરિયાત મુજબ તેમાં સમયાંતરે સુધારા પણ થાત અને એ જ તો લોકતંત્રની બ્યુટી હોય છે. આપણે, આપણે 'મધર ઓફ ડેમોક્રેસી' છીએ. આપણી હજારો વર્ષોની લોકતંત્રની એક વિકાસ યાત્રા રહી છે, અને તે વિકાસ યાત્રામાં એક નવો આયામ જોડવાનો એક શુભ અવસર સદનના આપણા તમામ સાથીઓને મળ્યો છે. અને મેં શરૂઆતમાં કહ્યું છે કે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આવા મહત્વપૂર્ણ અને દેશની અડધી વસ્તીને આ રાષ્ટ્ર નિર્માણની નીતિ નિર્ધારણ પ્રક્રિયામાં હિસ્સેદાર બનાવવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. આ આપણા માટે સૌભાગ્ય છે અને હું ઈચ્છું છું કે મારા તમામ માનનીય સાંસદો, હું આજે અહીં-તહીંની વાત કરવા માંગતો નથી, આપણે તમામ સાંસદો આ મહત્વપૂર્ણ અવસરને જવા ન દઈએ. આપણે ભારતીય સૌ મળીને દેશને નવી દિશા આપવા જઈ રહ્યા છીએ. આપણી શાસન વ્યવસ્થાને સંવેદનશીલતાથી ભરવાનો એક સાર્થક પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આ મંથનમાંથી જે અમૃત નીકળશે, તે દેશની રાજનીતિના પણ, તેના રૂપ અને સ્વરૂપને તો નક્કી કરવાનું જ છે, પરંતુ આ દેશની દિશા અને દશા પણ નક્કી કરવાનું છે, એટલા મહત્વપૂર્ણ વળાંક પર આપણે ઉભા છીએ.

આદરણીય અધ્યક્ષજી, 21મી સદીમાં ભારત એક નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. વિશ્વમાં પણ આજે ભારતની સ્વીકૃતિ આપણે સૌ અનુભવી રહ્યા છીએ અને આ આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે. એક સમય આપણી પાસે આવ્યો છે, અને આ સમયને આપણે એક વિકસિત ભારતના સંકલ્પ સાથે જોડ્યો છે. અને હું પાક્કું માનું છું કે વિકસિત ભારતનો અર્થ માત્ર ઉત્તમ પ્રકારની રેલ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કેટલાક આર્થિક પ્રગતિના આંકડા, માત્ર આટલાથી જ વિકસિત ભારતની સીમિત કલ્પનાવાળા આપણે લોકો નથી. આપણે ઈચ્છીએ છીએ કે વિકસિત ભારત, જેના નીતિ નિર્ધારણમાં 'સબકા સાથ સબકા વિકાસ'નો મંત્ર સમાવિષ્ટ હોય. દેશની 50% જનસંખ્યા નીતિ નિર્ધારણનો હિસ્સો બને, એ સમયની માંગ છે. આપણે પહેલા જ મોડું કરી ચૂક્યા છીએ, કારણો ગમે તે હશે, જવાબદાર ગમે તે હશે, પરંતુ આ સત્યને આપણે સ્વીકારવું પડશે કે જ્યારે આપણે એકલા મળીએ છીએ, ત્યારે માનીએ છીએ 'હા યાર!'. પરંતુ જ્યારે સામૂહિક રીતે મળીએ છીએ, મને યાદ છે જ્યારે આની પ્રક્રિયા ચાલી હતી, તમામ પક્ષોને મળવાનું થયું છે, એક પક્ષને છોડીને, જેમને પણ મળવાનું થયું છે, દરેકે સૈદ્ધાંતિક વિરોધ કર્યો નથી. બાદમાં જઈને જે કંઈ પણ થયું હશે, રાજકીય દિશા પકડવામાં આવી રહી છે. પરંતુ જેઓ રાજકીય દિશામાં જ વિચારે છે, હું તેમને પણ એડવાઈઝ કરવા માંગીશ, એક મિત્ર તરીકે એડવાઈઝ કરું છું અને સૌને કામ આવશે. આપણા દેશમાં જ્યારથી વુમન રિઝર્વેશનને લઈને ચર્ચા થઈ છે અને ત્યારબાદ જ્યારે-જ્યારે ચૂંટણી આવી છે, દરેક ચૂંટણીમાં મહિલાઓને મળનારા આ અધિકારનો જેણે-જેણે વિરોધ કર્યો છે, જેણે-જેણે વિરોધ કર્યો છે, દેશની મહિલાઓએ તેમને માફ કર્યા નથી. તેમની હાલત ખરાબમાં ખરાબ કરી છે. પરંતુ એ પણ જુઓ કે 2024ની ચૂંટણીમાં એવું ન થયું. કેમ ન થયું? એ એટલા માટે ન થયું કે 2024માં સૌએ સહમતિથી આને પસાર કર્યું, તો આ વિષય જ ન રહ્યો. કોઈના પક્ષમાં પોલિટિકલ ફાયદો ન થયો, કોઈનું નુકસાન પણ ન થયું. સહજ રીતે જે મુદ્દાઓ હતા, તે મુદ્દાઓના આધારે ચૂંટણી લડાઈ, કારણ કે 2024માં સૌ સાથે હતા. કેટલાક લોકો અહીં છે, કેટલાક લોકો નથી, પરંતુ સૌ સાથે હતા. આજે પણ હું કહું છું, જો આપણે સૌ સાથે જઈએ છીએ, તો ઇતિહાસ સાક્ષી છે કે આ કોઈ એકના રાજકીય પક્ષમાં નહીં જાય. આ દેશના લોકતંત્રના પક્ષમાં જશે, દેશની સામૂહિક નિર્ણય શક્તિના પક્ષમાં જશે અને આપણે સૌ તેના યશના હકદાર હોઈશું. ન તો ટ્રેઝરી બેન્ચ આની હકદાર રહેશે, ન તો મોદી તેનો હકદાર રહેશે, અહીં બેઠેલા તમામ હકદાર રહેશે અને એટલા માટે જે લોકોને આમાં રાજનીતિની ગંધ આવી રહી છે, હું ઈચ્છીશ કે તેઓ પોતે પોતાના પરિણામો છેલ્લા 30 વર્ષમાં જોઈ લે. ફાયદો તેમનો પણ આમાં જ છે, રસ્તો બતાવી રહ્યો છું કે આમાં જ ફાયદો છે કે જે નુકસાન થઈ રહ્યું છે, તેનાથી બચી જશો અને એટલા માટે હું સમજું છું કે આમાં રાજકીય રંગ આપવાની જરૂર નથી.

આદરણીય અધ્યક્ષજી, મને યાદ છે, ત્યારે તો હું શાસકીય વ્યવસ્થાની રાજનીતિમાં નહોતો, હું એક સંગઠનના કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. તે સમયે એક ચર્ચા સાંભળવા મળતી હતી ગલિયારાઓમાં કે જુઓ આ કેવા લોકો છે, પંચાયતોમાં આરક્ષણ આપવું છે, તો બહુ આરામથી આપી દે છે. પરંતુ પંચાયતોમાં આરક્ષણ આપવું છે, તો આરામથી આપે છે કારણ કે તેમાં તેમને પોતાનું પદ જવાનો ડર નથી લાગતો. તેમને લાગે છે, આપણે સુરક્ષિત છીએ યાર, ત્યાં આપી દો. આ તે સમયે ગલિયારાઓમાં બહુ ચર્ચા હતી કે બોલે આ ક્યારેય નહીં કરે અહીં બેઠેલા, કેમ? કારણ કે તેમનું કંઈક જશે અને એટલા માટે અને બાકી પંચાયતનું થઈ જાય છે, 50% સુધી પહોંચી ગયા.

હું રાજકીય દ્રષ્ટિએ વધુ એક વાત સમજાવવા માંગુ છું સાથીઓ, આજથી 25 વર્ષ, 30 વર્ષ પહેલા જેણે પણ વિરોધ કર્યો, તો વિરોધ રાજકીય સપાટીથી નીચે નહોતો ગયો. આજે એવી સમજવાની ભૂલ ન કરતા, છેલ્લા 25-30 વર્ષમાં ગ્રાસ રૂટ લેવલ પર પંચાયતી ચૂંટણી વ્યવસ્થાઓમાં જીતીને આવેલી બહેનોમાં એક political consciousness છે, તેઓ ઓપિનિયન મેકર છે ગ્રાસ રૂટ લેવલ પર. 30 વર્ષ પહેલા તેઓ શાંત રહેતી હતી, બોલતી નહોતી, સમજતી હતી, બોલતી નહોતી. આજે તેઓ વોકલ છે અને એટલા માટે હવે જે પણ પક્ષ-વિપક્ષ હશે, તે લાખો બહેનો જે ક્યારેક ને ક્યારેક પંચાયતમાં કામ કરી ચૂકી છે, પ્રતિનિધિત્વ કરી ચૂકી છે, જનતાના સુખ-દુઃખની સમસ્યાઓને ઊંડાણપૂર્વક જોઈ છે, તેઓ આંદોલિત છે. તેઓ કહે છે કે ઝાડુ-કચરાવાળા કામમાં તો અમને જોર આપો છો, એ તો પરિવારમાં પણ પહેલા થતું હતું, હવે અમને નિર્ણય પ્રક્રિયામાં જોડો અને નિર્ણય પ્રક્રિયાઓ વિધાનસભામાં અને પાર્લામેન્ટમાં હોય છે. અને એટલા માટે હું રાજકીય જીવનમાં જે લોકો પ્રગતિ ઈચ્છે છે, હું કોઈપણ સાંસદની વાત કરું છું, કોઈપણ એમએલએની વાત કરું છું, આ પક્ષ કે તે પક્ષની વાત હું નથી કરી રહ્યો. જે પણ રાજકીય જીવનમાં સફળતાપૂર્વક આગળ વધવા માંગે છે, તેમણે એ માનીને ચાલવું પડશે કે છેલ્લા 25-30 વર્ષમાં લાખો બહેનો ગ્રાસ રૂટ લેવલ પર લીડર બની ચૂકી છે. હવે તેમની અંદર માત્ર અહીં 33%નું નહીં, ત્યાં પણ તેઓ તમારા નિર્ણયોને પ્રભાવિત કરવાના છે અને એટલા માટે જે આજે વિરોધ કરશે તેમણે લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે, લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે. અને એટલા માટે રાજકીય સમજદારી પણ આમાં જ છે કે આપણે ગ્રાસ રૂટ લેવલ પર મહિલાઓની જે પોલિટિકલ લીડરશિપ ઉભી થઈ છે, તેને તમારે હવે કન્સિડર કરવી પડશે. અહીં મેં સાંભળ્યું, આપણા મુલાયમ સિંહ જી હતા ત્યારથી એક વિષય ચલાવી રહ્યા છે, તેમના પરિવારવાળા પણ ચલાવી રહ્યા છે. તમે દેશની બહેનો પર ભરોસો કરો ને, તેમની સમજદારી પર ભરોસો કરો, એકવાર 33% બહેનોને અહીં આવવા દો, આવીને તેમને નિર્ણય કરવા દો, કોને આપવું છે, કોને નથી આપવું, આ વર્ગને આપવું છે, પેલા વર્ગને આપવું છે, કરશે તેઓ નિર્ણય, આપણે તેમના સામર્થ્ય પર આશંકા કેમ કરીએ છીએ ભાઈ? એકવાર આવવા તો દો! તેમને આવવા તો દો! જ્યારે આવશે, તો 34માં અને ધર્મેન્દ્ર જી, ધર્મેન્દ્ર જી હું તમારો ખૂબ આભારી છું કે તમે મારી ઓળખાણ કરાવી દીધી. આ વાત સાચી છે, હું અતિ પછાત સમાજમાંથી આવું છું. ધર્મેન્દ્ર જી, હું તમારો ખૂબ આભારી છું અને અખિલેશ જી મારા મિત્ર છે, તો ક્યારેક-ક્યારેક મદદ કરી દે છે. એ વાત સાચી છે કે હું અતિ પછાત સમાજમાંથી આવું છું, પરંતુ મારી જવાબદારી સમાજના સૌને સાથે લઈને ચાલવાની છે અને આ જ મારા સંવિધાને મને રસ્તો બતાવ્યો છે. મારા માટે, મારા માટે સંવિધાન જ સર્વોપરી છે અને એટલા માટે અને આ સંવિધાનની તાકાત છે કે મારા જેવા અત્યંત નાના સમાજના અતિ પછાત સમાજના વ્યક્તિને આટલી મોટી જવાબદારી દેશે આપી છે. અને એટલા માટે હું તો દેશવાસીઓનો ઋણી છું અને હું તો સંવિધાન નિર્માતાઓનો ઋણી છું કે જેના કારણે આજે હું અહીં છું.

પરંતુ આદરણીય અધ્યક્ષજી! આજે જીવનના દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ કે નારી શક્તિ દેશના ગૌરવને વધારનારા, પરચમ લહેરાવવામાં ક્યાંય પાછળ નથી જી. આપણે ગર્વ કરી શકીએ, આ પ્રકારે જીવનના અલગ-અલગ ક્ષેત્રોમાં આજે આપણી માતાઓ-બહેનો બહુ મોટું યોગદાન, આપણી દીકરીઓ તો કમાલ કરી રહી છે, જીવનના દરેક ક્ષેત્રમાં! આટલું મોટું સામર્થ્ય, તેને આપણે હિસ્સેદારીથી રોકવા માટે કેમ આટલી તાકાત ખર્ચી રહ્યા છીએ જી, તેમના જોડાવાથી સામર્થ્ય વધવાનું છે અને એટલા માટે હું આજે અપીલ કરવા આવ્યો છું તમારી પાસે કે આને રાજનીતિના ત્રાજવાથી ન તોળો. આ રાષ્ટ્રહિતનો નિર્ણય છે.

આદરણીય અધ્યક્ષજી, આજનો આપણો આ, આપણી સામે આ અવસર એકસાથે બેસીને, એક દિશામાં વિચારીને વિકસિત ભારત બનાવવામાં આપણી નારી શક્તિની ભાગીદારીનો એક ખુલ્લા મનથી નિર્ણય કરવાનો અવસર છે, સ્વીકાર કરવાનો અવસર છે અને મેં જેવું પહેલા પણ કહ્યું કે આજે આખો દેશ અને ખાસ કરીને નારી શક્તિ, આપણા નિર્ણયો તો જોશે જ, પરંતુ નિર્ણયથી વધુ આપણી દાનત (નિયત) ને જોશે. અને એટલા માટે આપણી દાનતની ખોટ, દેશની નારી શક્તિ ક્યારેય માફ નહીં કરે.

આદરણીય અધ્યક્ષજી, 2023માં આ નવા સદનમાં આપણે સર્વસંમતિથી એક પ્રકારે આ અધિનિયમને સ્વીકાર્યો હતો. આખા દેશમાં ખુશીનું વાતાવરણ બન્યું, તેના પર કોઈ રાજકીય રંગ ન લાગ્યો અને એટલા માટે તે ક્યારેય રાજકીય ઇશ્યુ પણ ન બન્યો, એક સારી સ્થિતિ છે. હવે સવાલ એ છે કે આપણે કેટલા સમય સુધી આને રોકવું છે, હવે અહીં જે લોકો જનસંખ્યા વગેરેના વિષય ઉઠાવે છે, શું તમને ખબર નથી, હું ઈચ્છીશ કે અમિતભાઈ પોતાના ભાષણમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરશે, જ્યારે કે આપણે જનગણનાના સંબંધમાં ક્યારે-ક્યારે શું-શું કર્યું હતું, બાદમાં કોવિડ આવ્યો, તેના કારણે શું મુસીબત આવી, કેવી રીતે અડચણો આવી. આ બધી વાત આપણી સૌની સામે છે, આમાં કોઈ વિષય નથી. પરંતુ છેલ્લા દિવસોમાં જ્યારે આપણે 2023માં ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે પણ વ્યાપક રૂપે વાત એ હતી કે આને જલ્દી કરો, દરેક કોઈ કહી રહ્યું હતું જલ્દી કરો. હવે 2024માં શક્ય નહોતું કારણ કે આટલા ઓછા સમયમાં આ કરવું મુશ્કેલ હતું. હવે 2029માં આપણી પાસે અવસર છે, જો આપણે તે 2029માં પણ નથી કરતા, તો સ્થિતિ શું બનશે, આપણે કલ્પના કરી શકીએ છીએ, તો પછી આપણે દેશની માતાઓ-બહેનોને એ વિશ્વાસ નહીં અપાવી શકીએ કે આપણે સાચે જ આ પ્રયાસ સાચા અર્થમાં કરી શકીએ છીએ. અને એટલા માટે સમયની માંગ છે કે હવે આપણે વધુ વિલંબ ન કરીએ, આ દરમિયાન રાજકીય પક્ષના લોકો સાથે, સંવિધાનના જાણકાર લોકો સાથે, જે મહિલાઓમાં એક્ટિવિસ્ટ તરીકે કામ કરનારા છે, એવા લોકો સાથે પણ ઘણી ચર્ચાઓ થઈ, કેટલાક લોકોએ જાતે થઈને પણ સૂચનો આપ્યા. બધું મંથન કરતાં-કરતાં અહીં પણ તમામ પક્ષો સાથે સતત વાતો થતી રહી છે. સ્ટ્રક્ચરલ વે માં પણ થઈ છે, ઇન્ફોર્મલ વે માં પણ થઈ છે અને તેમાંથી છેવટે બનાવેલો આ કોઈ રસ્તો કાઢવો પડશે, જેથી આપણે આપણી માતાઓ-બહેનોની શક્તિને જોડી શકીએ.

આદરણીય અધ્યક્ષજી, હું એક વાત જરૂર કહેવા માંગીશ. અહીં બેસીને આપણને કોઈને સંવિધાને દેશને ટુકડાઓમાં વિચારવાનો અધિકાર જ આપ્યો નથી. જે શપથ લઈને આપણે બેઠા છીએ ને, આપણે સૌએ એક રાષ્ટ્રના રૂપમાં વિચાર કરવો આપણી જવાબદારી બને છે. ભલે કાશ્મીર હોય કે કન્યાકુમારી, આપણે ટુકડાઓમાં ન વિચારી શકીએ, ન ટુકડાઓમાં આપણે નિર્ણય કરી શકીએ. અને એટલા માટે નિરાધાર રૂપમાં, જેમાં કોઈ સત્ય નથી, રતીભાર સત્ય નથી, માત્ર રાજકીય લાભ લેવા માટે જે વંટોળ ઉભો કરવામાં આવી રહ્યો છે, હું આજે મોટી જવાબદારી સાથે આ સદનમાં આ પવિત્ર જગ્યાએથી કહેવા માંગુ છું, શું આ દક્ષિણ હોય, ઉત્તર હોય, પૂર્વ હોય, પશ્ચિમ હોય, નાના રાજ્યો હોય, મોટા રાજ્યો હોય, હું આજે આ જવાબદારીથી કહેવા માંગુ છું કે આ નિર્ણય પ્રક્રિયા કોઈની પણ સાથે ભેદભાવ નહીં કરે, આ નિર્ણય પ્રક્રિયા કોઈની સાથે અન્યાય નહીં કરે, ભૂતકાળમાં જે સરકારો રહી અને જેમના કાળખંડમાં જે સીમાંકન થયું અને જે ગુણોત્તર (ratio) તે સમયથી ચાલ્યો આવે છે, તો તે ગુણોત્તરમાં પણ કોઈ ફેરફાર નહીં થાય અને વૃદ્ધિ પણ તે જ ગુણોત્તર પર થશે. જો ગેરંટી શબ્દ જોઈએ, તો હું ગેરંટી શબ્દ ઉપયોગ કરું છું. વાદાની વાત કરો છો, તો હું વાદા શબ્દ ઉપયોગ કરું છું. જો તમિલમાં કોઈ સારો શબ્દ હોય, તો તે પણ હું બોલવા માટે તૈયાર છું, કારણ કે જ્યારે દાનત સાફ છે, તો પછી શબ્દોની રમત કરવાની આપણને જરૂર નથી જી.

આદરણીય અધ્યક્ષજી, હું આજે સદનના તમામ સાથીઓને એ પણ કહેવા માંગુ છું કે સાથીઓ, આપણે ભ્રમમાં ન રહીએ, આપણે તે અહંકારમાં ન રહીએ અને હું 'આપણે' શબ્દનો ઉપયોગ કરી રહ્યો છું. હું 'હું' અને 'તું' ની વાત નથી કરી રહ્યો હું, આપણે આ ભ્રમમાં ન રહીએ કે આપણે દેશની નારી શક્તિને આપણે કંઈક આપી રહ્યા છીએ, જી નહીં. તેનો હક છે; અને આપણે, આપણે ઘણા દાયકાઓથી તેને રોકેલો છે, આજે તેનું પ્રાયશ્ચિત કરીને આપણને તે પાપમાંથી મુક્તિ મેળવવાનો આ અવસર છે. આપણે સૌ જાણીએ છીએ, દરેકે કેવી ચાલાકી કરી દર વખતે, ચતુરાઈ કરી, 'બિલકુલ આપણે તો આના પક્ષમાં જ છીએ, પરંતુ'; 'આપણે આની સાથે જ છીએ, પરંતુ'; દર વખતે કોઈને કોઈ ટેકનિકલ પૂંછડું લગાવી દીધું આને અને આને રોકવામાં આવ્યું છે. દર વખતે આવી જ વસ્તુઓ લાવવામાં આવી છે. હિંમત નથી કે આપણે 33% મહિલાઓના આરક્ષણનો વિરોધ કરી શકીએ, એ તો જમાનો જતો રહ્યો, તમારે કરવો નથી, પરંતુ કહેવાની હિંમત પણ નથી. અને એટલા માટે ટેકનિકલ બહાનાબાજી, આ કરો તો આ, પેલું કરો તો પેલું, ઢીંકણું કરો તો, હવે દેશની નારીને આ નહીં સમજાવી શકો, સદનમાં નંબરની રમત શું હોય છે, તે તો સમય નક્કી કરશે, પરંતુ એ પાક્કું છે કે હવે આ ભાત-ભાતની બહાનાબાજી, ભાત-ભાતની ટેકનિકલ મુદ્દાઓના આધારે વસ્તુઓને ગૂંચવીને ત્રણ દાયકા સુધી આમાં અડંગા નાખ્યા આપણે ફસાવી-ફસાવીને રાખ્યું, તમારે જે અચીવ કરવું હતું, કરી લીધું, હવે છોડી દો ને ભાઈ! ત્રણ દાયકા ઓછા પડે છે શું રોકવામાં, ત્રણ દાયકા સુધી તમે રોક્યું, છતાં કંઈ કરી ન શક્યા, તો હવે તો કરો.

આદરણીય અધ્યક્ષજી, અહીં કેટલાક લોકોને લાગે છે. આદરણીય અધ્યક્ષજી, અહીં કેટલાક લોકોને લાગે છે, આમાં ક્યાંક ને ક્યાંક મોદીનો રાજકીય સ્વાર્થ છે. અરે ભાઈ, આમને બોલવા દો, ત્યાં બિચારાના મોઢા પર તાળું લાગેલું છે, ત્યાં બંગાળમાં કોઈ બોલવા નથી દેતું તેને.

આદરણીય અધ્યક્ષજી, આદરણીય અધ્યક્ષજી, જુઓ આનો જો વિરોધ કરશે, તો સ્વાભાવિક છે કે રાજકીય લાભ મને થશે. પરંતુ સાથે ચાલશો, તો કોઈને પણ નહીં થાય, આ લખી રાખો. કોઈને નહીં થાય, કારણ કે પછી અલગ પાસું થઈ જાય છે, પછી કોઈને ફાયદો નથી થતો. અને એટલા માટે આપણને ક્રેડિટ નથી જોઈતી, જેવું આ પસાર થઈ જાય, હું કાલે જાહેરખબર આપીને સૌનો આભાર માનવા માટે તૈયાર છું, સૌના ફોટા છપાવવા માટે તૈયાર છું, ક્રેડિટ તમે લઈ લો ચાલો! ક્રેડિટની ચિંતા છે શું જી? લઈ લો ને ક્રેડિટ, તમારે જેનો ફોટો છપાવવો હોય, સરકારી ખર્ચે અમે કરાવી દઈશું. સામેથી, સામેથી ક્રેડિટનો બ્લેન્ક ચેક તમને આપી રહ્યો છું.

આદરણીય અધ્યક્ષજી, આપણા સંસદીય લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી એ માત્ર આંકડાઓની રમત કે એક લોકતાંત્રિક વ્યવસ્થામાં સુધારો, આટલું સીમિત નથી. લોકતંત્રની જનની તરીકે, 'મધર ઓફ ડેમોક્રેસી' તરીકે આ નિર્ણય ભારતનું કમિટમેન્ટ છે, આ સાંસ્કૃતિક કમિટમેન્ટ છે અને આ જ કમિટમેન્ટના કારણે પંચાયતોમાં આ વ્યવસ્થા બની અને હવે તો 20 થી વધુ રાજ્યોમાં 50% થયું છે અને આપણે અનુભવ કર્યો છે, મને લાંબા સમય સુધી, મને લાંબા સમય સુધી મુખ્યમંત્રી તરીકે સેવા કરવાનો જનતાએ અવસર આપ્યો અને તે જ કાળખંડમાં ગ્રાસરૂટ લેવલ પર વુમન લીડરશિપને મેં જોઈ છે. મારો અનુભવ છે કે સંવેદનશીલતાની સાથે સમસ્યાઓના સમાધાનમાં તેમનું કમિટમેન્ટ ખૂબ જ પરિણામકારી રહેતું હતું, વિકાસની યાત્રાને ગતિ આપવામાં રહેતું હતું અને તે અનુભવના આધારે હું કહું છું કે આ સદનમાં તેમનો અવાજ નવી શક્તિ બનશે, નવી વિચારધારા જોડાશે, દેશની દિશામાં એક સંવેદનશીલતા જોડાશે, તથ્ય અને તર્કના આધારો પર અનુભવ જ્યારે જોડાય છે, ત્યારે હું સમજું છું તેનું સામર્થ્ય અનેકગણું વધી જાય છે અને સદન કેટલું સમૃદ્ધ થાય છે.

આદરણીય અધ્યક્ષજી, આપણા દેશમાં અનુભવી નારી શક્તિની કોઈ કમી નથી, સામર્થ્યવાનમાં કોઈ કમી નથી, આપણે ભરોસો કરીએ, તેઓ કન્ટ્રીબ્યુટ કરશે, બહુ સારું કન્ટ્રીબ્યુટ કરશે અને આજે પણ જેટલી આપણી બહેનો અહીં છે, જ્યારે પણ તેમને અવસર મળ્યો છે, તેમણે બહુ સારી રીતે પોતાની વાત રજૂ કરી છે, સદનને સમૃદ્ધ કર્યું છે.

આદરણીય અધ્યક્ષજી, આજે દેશમાં વર્તમાનમાં, દેશમાં 650 થી વધુ પંચાયત છે, ડિસ્ટ્રિક્ટ પંચાયત, આશરે પોણા ત્રણસો મહિલાઓ તેનું નેતૃત્વ કરી રહી છે અને કેન્દ્રના કેબિનેટ મિનિસ્ટર કરતા વધુ તેમની પાસે જવાબદારી અને ધન અને વ્યવસ્થા હોય છે, કામ કરે છે જી. આશરે 6700 બ્લોક પંચાયતોમાં 2700 થી વધુ બ્લોક પંચાયત એવી છે, જેનું નેતૃત્વ મહિલાઓના હાથમાં છે. આજે દેશમાં 900 થી વધુ શહેરોમાં અર્બન લોકલ બોડીઝની હેડ તરીકે મેયર્સ હોય કે સ્ટેન્ડિંગ કમિટીનું કામ જોનારી બહેનો છે, તેમની તાકાત છે. અને હું માનું છું કે આજે દેશ જે પ્રગતિ કરી રહ્યો છે, તે પ્રગતિમાં એમનો પણ મહત્વપૂર્ણ ફાળો છે, તે ઋણને આપણે સ્વીકારવાનો આ અવસર છે. અને જ્યારે આ અનુભવ સદન સાથે જોડાશે, ત્યારે તે અનેકગણી તાકાત વધારી દેશે.

આદરણીય અધ્યક્ષજી, એક લાંબી પ્રતીક્ષા એટલે એક પ્રકારે આપણા સૌના માટે આ સવાલિયા નિશાન પેદા થાય, એવી પરિસ્થિતિ આપણે જ લોકોએ પેદા કરી છે. આ અવસર છે કે આપણે જૂની જે કંઈ પણ મર્યાદા રહી હશે, મુશ્કેલીઓ રહી હશે, તેનાથી બહાર નીકળીએ, હિંમતની સાથે આપણે આગળ વધીએ અને નારી શક્તિનો રાષ્ટ્રના વિકાસમાં તેમની સહભાગિતાને આપણે સુનિશ્ચિત કરીએ અને હું પાક્કું માનું છું કે જો આજે આપણે મળીને નિર્ણય કરીએ છીએ અને હું તો આગ્રહ કરીશ કે આપણે સર્વ સંમતિથી આને આગળ વધારવું જોઈએ અને જ્યારે સર્વ સંમતિથી વધે છે, તો ટ્રેઝરી બેન્ચ પર એક દબાણ રહે છે જી, તેમને પણ લાગે છે કે નહીં ભાઈ સૌનો સૌનો આમાં હક છે, દરેકની વાત માનીને ચાલો, કોઈ નુકસાન નથી. સામૂહિક શક્તિથી તો અનેક પરિણામો આપણને સારા મળે છે.

આદરણીય અધ્યક્ષજી, હું વધુ સમય ન લેતા એટલું જ કહીશ કે આને રાજનીતિના ત્રાજવાથી ન તોળો. આપણે જ્યારે પણ કંઈ નિર્ણય કરવા જઈ રહ્યા છીએ, તો દેશના, આટલા મોટા દેશનો અડધો જીમ્મો જે ઉઠાવી રહ્યા છે, તેમનો પણ કોઈ હક બને છે અહીં આવવાનો, આપણે રોકવા ન જોઈએ. અને બીજું સંખ્યાના સંબંધમાં પણ, સંખ્યાના સંબંધમાં પણ, સંખ્યાના સંબંધમાં પણ એક મત પહેલાથી બનતો આવ્યો હતો, ચર્ચા હતી કે સાહેબ આ જે છે, તેમનો ઓછો મત કરો, વધુ કરી દો, તો જલ્દી થઈ જશે. તે વધુ વાળો વિષય હવે આવ્યો છે કે ચાલો ભાઈ પહેલા જે સંખ્યા હતી 33% એ વધારી દો, જેથી કોઈને એવું ન લાગે કે મારો હક જતો રહ્યો. એક નવી શક્તિ જોડાશે, વધારાની શક્તિ જોડાશે અને હવે સદનની રચના પણ તો હવે, જે પહેલાથી આપણે વિચારીને રાખ્યું છે, જગ્યા તો બનાવી લીધી છે.

અને આદરણીય અધ્યક્ષજી, હું લાઈટર વે માં જરૂર કહેવા માંગીશ, દરેકના પોતાના રાજકીય કારણો હોય છે અને પરાજયનો ડર જરા હેરાન કરનારો હોય છે. પરંતુ આપણે ત્યાં જ્યારે કોઈ પણ શુભ કામ થાય છે, તેને નજર ન લાગી જાય, એટલા માટે કાળું ટીલું (કાલા ટીકા) લગાવવાની પરંપરા છે. હું તમારો આભાર માનું છું કાળું ટીલું લગાવવા માટે!

ખૂબ ખૂબ ધન્યવાદ!

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh

Media Coverage

Cabinet approves Rs 4,415 crore upgrade of 233 km NH-347B in Madhya Pradesh
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
UK Foreign Secretary meets Prime Minister
June 04, 2026

UK Foreign Secretary Yvette Cooper today met Prime Minister Shri Narendra Modi.

The Prime Minister expressed his pleasure upon the meeting and appreciated the deepening of the India-UK partnership in recent times which has unlocked unprecedented growth opportunities for both countries.

The Prime Minister affirmed that the India-UK Vision 2035 will continue to guide the partnership and strengthen joint efforts for the global good.

The Prime Minister posted on X:

"Pleased to meet UK Foreign Secretary Yvette Cooper. Appreciated the deepening of the India-UK partnership in recent times that has unlocked unprecedented growth opportunities for both our countries.

India-UK Vision 2035 will continue to guide our partnership and strengthen our joint efforts for global good.@YvetteCooperMP"