કોટા, બુંદી, બારા અને ઝાલાવાડ સહિત સમગ્ર હાડોતી ક્ષેત્ર માટે આજનો દિવસ નવી આશા અને નવી સિદ્ધિનો દિવસ છે: PM
આ આધુનિક એરપોર્ટ, જે લગભગ દોઢ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે, તે આગામી સમયમાં સમગ્ર ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપશે: PM
જ્યારે આ એરપોર્ટ કાર્યરત થશે, ત્યારે મુસાફરી સરળ બનશે અને કોટા સહિત સમગ્ર વિસ્તારમાં વેપાર ઝડપથી વધશે: PM
કોટા આજે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે: PM
અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, કોટાના બંને મુખ્ય રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે: PM
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે કોટા અને બુંદીમાંથી પસાર થાય છે, તે સમગ્ર પ્રદેશના વિકાસ માટે એક નવો પ્રવેશદ્વાર ખોલી રહ્યો છે: PM

કોટા અને સમગ્ર હાડૌતી અંચલના, મારા તમામ સાથીઓને ફરીથી એકવાર નમસ્કાર.

હમણાં ગયા અઠવાડિયે જ મને રાજસ્થાનની યાત્રા પર આવવાનો અવસર મળ્યો હતો. અજમેરની પાવન ધરતી પરથી આપણે રાજસ્થાનના વિકાસ સાથે જોડાયેલા હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. તે જ કાર્યક્રમમાં રાજસ્થાનના 21 હજારથી વધુ નવયુવાન સાથીઓને નિમણૂક પત્રો પણ સોંપવામાં આવ્યા હતા. હવે અજમેર યાત્રાના થોડા જ દિવસો બાદ, આજે મને કોટા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ એરપોર્ટ પ્રોજેક્ટને શરૂ કરવાનો અવસર મળી રહ્યો છે. એક જ અઠવાડિયામાં રાજસ્થાનમાં વિકાસના આ બે મોટા કાર્યક્રમોનો બહુ મોટો સંદેશ છે. આ જણાવે છે કે આજે રાજસ્થાન કઈ ગતિએ આગળ વધી રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, યુવાનો માટે રોજગારની તકો હોય, ખેડૂતો અને માતાઓ-બહેનો માટેની યોજનાઓ હોય, રાજસ્થાનમાં દરેક ક્ષેત્રમાં તેઝીથી કામ થઈ રહ્યું છે.

સાથીઓ,

આજનો દિવસ કોટા, બૂંદી, બારાં અને ઝાલાવાડ સહિત સમગ્ર હાડૌતી ક્ષેત્ર માટે, એક નવી આશા અને નવી સિદ્ધિનો દિવસ છે. આશરે દોઢ હજાર કરોડ રૂપિયાથી બનવા જઈ રહેલું આ આધુનિક એરપોર્ટ, આવનારા સમયમાં સમગ્ર ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપવાનું છે. હું કોટા અને સમગ્ર હાડૌતી ક્ષેત્રના લોકોને, એરપોર્ટના શિલાન્યાસના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં, મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું.

સાથીઓ,

મને યાદ છે, નવેમ્બર 2023 માં જ્યારે હું કોટા આવ્યો હતો, ત્યારે મેં કોટાની જનતાને એક વચન આપ્યું હતું. મેં કહ્યું હતું કે કોટાનું એરપોર્ટ માત્ર એક સપનું બનીને નહીં રહે, પરંતુ તેને સાકાર કરીને બતાવવામાં આવશે. આજે મને પ્રસન્નતા છે કે તે ક્ષણ આવી ગઈ છે, જ્યારે કોટા એરપોર્ટના નિર્માણનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. અત્યાર સુધી કોટાના લોકોને જયપુર કે જોધપુર જઈને ફ્લાઈટ પકડવી પડતી હતી. આમાં ઘણો સમય પણ લાગતો હતો અને અસુવિધા પણ થતી હતી. હવે આ સ્થિતિ બદલાવા જઈ રહી છે. જ્યારે આ એરપોર્ટ શરૂ થશે, તો કોટા સહિત આસપાસના સમગ્ર વિસ્તારમાં યાત્રા પણ સરળ થશે અને વેપાર પણ તેઝીથી વધશે.

સાથીઓ,

કોટા માત્ર શિક્ષણનું જ નહીં, પરંતુ ઊર્જાનું પણ એક મોટું કેન્દ્ર છે. કોટા તે અનોખું ક્ષેત્ર છે, જ્યાં ન્યુક્લિયર હોય, કોલસા આધારિત હોય, ગેસ અને પાણી હોય, ઊર્જાના લગભગ તમામ સ્ત્રોતોમાંથી વીજળીનું ઉત્પાદન થાય છે. હાડૌતીની આ ધરતી પોતાની ધરોહરો માટે પણ એટલી જ પ્રસિદ્ધ છે. કોટા કચોરીનો સ્વાદ, કોટા ડોરિયા સાડી, તેની સાથે-સાથે કોટા સ્ટોન અને સેન્ડ સ્ટોનની ચમક, આ બધાએ વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે. અહીંના ધાણા હોય, બૂંદીના બાસમતી ચોખા હોય, તેની સુગંધ આંતરરાષ્ટ્રીીય બજારો સુધી પહોંચે છે. આ ક્ષેત્ર પોતાના પરિશ્રમ, ઉત્પાદન અને સંભાવનાઓ માટે જાણીતું છે. હવે કોટાનું આ નવું એરપોર્ટ, અહીંની સંભાવનાઓને અનેકગણી વધારવાનું કામ કરશે.

સાથીઓ,

કોટા અને હાડૌતીની આ ધરતી ઉદ્યમ અને આસ્થાનું પણ મોટું કેન્દ્ર છે. સદીઓથી દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ, અહીં શ્રી મથુરાધીશ જીની પાવન પીઠ, કેશવ-રાય-પાટણના તીર્થ, ઉભા ગણેશ જી મહારાજ અને ગોદાવરી બાલાજી ધામના દર્શન માટે આવતા રહ્યા છે. ગરડિયા મહાદેવથી દેખાતું ચંબલનું દૃશ્ય, દરેક કોઈને મંત્રમુગ્ધ કરી દે છે. મુકુંદરા હિલ્સ અને રામગઢ વિષધારી જેવા વન્યજીવ અભયારણ્યો, આ સમગ્ર ક્ષેત્રને વાઈલ્ડ-લાઈફ ટૂરિઝમનું મોટું કેન્દ્ર બનાવે છે. જ્યારે હવાઈ કનેક્ટિવિટી વધશે, તો દેશ અને દુનિયામાંથી પ્રવાસીઓ અહીં આવશે, અને તેનો સીધો લાભ અહીંના યુવાનો, વેપારીઓ અને સ્થાનિક અર્થતંત્રને મળશે.

સાથીઓ,

તેમ છતાં કોટા આજે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં તેઝીથી ચારે તરફ જોડાઈ રહ્યું છે, વધી રહ્યું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કોટાના બંને પ્રમુખ રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે કોટા અને બૂંદીથી પસાર થઈ રહ્યો છે, સમગ્ર ક્ષેત્રના વિકાસના નવા દ્વાર ખોલી રહ્યો છે. હવે દિલ્હી, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરોનું અંતર માત્ર થોડા કલાકોનું જ રહી ગયું છે. સારા રસ્તા અને રેલવે કનેક્ટિવિટીના કારણે અહીં નવા ઉદ્યોગો સ્થાપિત થઈ રહ્યા છે. વિશેષ રૂપે એગ્રો-બેઝ્ડ ઇન્ડસ્ટ્રી માટે આ ક્ષેત્ર એક મોટું કેન્દ્ર બનશે. રેલવે અને રોડ પછી હવાઈ કનેક્ટિવિટીનો આ નવો અધ્યાય કોટાના વિકાસને વધુ ગતિ આપશે. કોટા એરપોર્ટ સમગ્ર હાડૌતી ક્ષેત્ર અને આસપાસના જિલ્લાઓ માટે પ્રગતિની નવી તકો લઈને આવશે.

સાથીઓ,

હું આ મહત્વપૂર્ણ પરિયોજના માટે, કોટાના સાંસદ, શ્રીમાન ઓમ બિરલા જીના નિરંતર પ્રયાસોની પણ પ્રશંસા કરવા માંગું છું. તેમની હંમેશા એ જ કોશિશ રહી છે કે કોટાના લોકોનું જીવન બહેતર બને, તેમને નવી તકો મળે. એરપોર્ટ હોય, ટ્રિપલ આઈટી (IIIT) નું નવું કેમ્પસ હોય, રસ્તાઓનું વિસ્તરણ હોય, કોટાના વિકાસ માટે તેઓ સતત સેવાભાવથી કામ કરી રહ્યા છે. તેમના પ્રયાસોના કારણે જ કોટા અને આ સમગ્ર ક્ષેત્રના વિકાસને નવી ગતિ મળી રહી છે.

સાથીઓ,

ઓમ બિરલા જી, જેટલા શાનદાર સાંસદ છે, તેટલા જ ઉત્કૃષ્ટ લોકસભા અધ્યક્ષ પણ છે. તેઓ બંધારણને સંપૂર્ણ સમર્પિત છે, તેઓ સંસદીય પ્રણાલીઓ પ્રત્યે પૂરી નિષ્ઠા રાખે છે, તેઓ આજે કોઈ પક્ષના સભ્ય નથી, તેઓ પક્ષ, પ્રતિપક્ષથી પૂરી રીતે ઉપર છે, અને હું જોઈ રહ્યો છું, જ્યારે તેમને સદનમાં જોઉં છું, ત્યારે મને વિચાર આવે છે કે કદાચ શિક્ષણની નગરીમાંથી આવવાનો પ્રભાવ છે કે તેઓ લોકસભા અધ્યક્ષ તરીકે પણ એક સારા મુખિયાની જેમ, સૌને સાથે લઈને ચાલવાની ભૂમિકામાં રહે છે અને સદનમાં જેટલા પણ અમારા માનનીય સાંસદગણો છે, તેમને તેઓ સારી રીતે સંભાળી લે છે, તેમની લાગણીઓને, તેમના આગ્રહોને ખૂબ જ આદર આપે છે, અને એક એવા સ્પીકર મહોદય છે, જે સાંસદોનું સર્વાધિક સન્માન કરવાનો સ્વભાવ ધરાવે છે. અને ક્યારેક-ક્યારેક કોઈ મોટા ઘરાનાના અહંકારી ઉત્પાતી જો કોઈ છાત્ર આવી પણ જાય છે, તેઓ પોતાની હુડદંગ કરવાની આદત તો છોડતા નથી, તો પણ તેઓ સદનના મુખિયાની જેમ સૌને સંભાળે છે, કોઈને પણ અપમાનિત કરતા નથી, સૌના કડવા વેણ પણ સહન કરી લે છે, અને તમે જોયું હશે દરેક વખતે તેઓ હસતા હોય છે, એક મીઠી હસી તેમના ચહેરા પર હંમેશા રહે છે. કદાચ તે પણ એક કારણ છે કે સદનમાં તેઓ સર્વપ્રિય છે.

સાથીઓ,

જ્યારે કનેક્ટિવિટી વધે છે ત્યારે વિકાસની સંભાવનાઓમાં પણ નવી તેઝી આવે છે. છેલ્લા 11 વર્ષોમાં દેશના અલગ-અલગ ભાગોમાં બનેલા નવા એરપોર્ટ્સએ, વિકાસને નવી ગતિ આપી છે. 2014 પહેલા દેશમાં 70 ની આસપાસ એરપોર્ટ જ બન્યા હતા. આજે આ સંખ્યા વધીને 160 થી વધુ થઈ ગઈ છે. આ નવા એરપોર્ટ્સએ, હવાઈ યાત્રાને સરળ કરી છે, પ્રવાસનને પ્રોત્સાહન આપ્યું છે, યુવાનો માટે રોજગારની તકો પેદા કરી છે, અને ક્ષેત્રના વિકાસને નવી રફ્તાર આપી છે. આપણે દિલ્હીની આસપાસ જ જોઈએ તો કેટલાય નવા એરપોર્ટ્સ શરૂ થયા છે. હિસારમાં એરપોર્ટ બન્યું છે, હિંડનમાં એરપોર્ટ બન્યું છે, જેવરમાં નવું એરપોર્ટ બન્યું છે, જ્યારે આ એરપોર્ટ બને છે, નવા ટર્મિનલ બને છે, ત્યારે નાના શહેરોમાં પણ નવા ઉદ્યમો પહોંચે છે, નવી કંપનીઓ પહોંચે છે. મને વિશ્વાસ છે કે કોટાનું આ નવું એરપોર્ટ પણ, આવનારા સમયમાં આ ક્ષેત્રના વિકાસને આ જ રીતે નવી ગતિ આપશે.

સાથીઓ,

જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને કામ કરે છે, જ્યારે નીતિ સાફ હોય છે અને સંકલ્પ મજબૂત હોય છે, ત્યારે વિકાસની ગતિ અનેકગણી વધી જાય છે. આજે વિકસિત રાજસ્થાનનો આ જ મજબૂત પાયો, વિકસિત ભારતના સંકલ્પને વધુ તાકાત આપી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે, આપણે સૌ મળીને એક એવું રાજસ્થાન બનાવવામાં સફળ થઈશું, જે સમૃદ્ધ પણ હોય, સશક્ત પણ હોય અને તકોથી ભરેલું પણ હોય. આ જ વિશ્વાસ સાથે, આપ સૌને આ શિલાન્યાસના અવસર પર મારી ખૂબ-ખૂબ શુભકામનાઓ છે, ખૂબ-ખૂબ ધન્યવાદ. વંદે માતરમ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister inaugurates Namo Hospital at Daman
June 05, 2026

Prime Minister Shri Narendra Modi today inaugurated the Namo Hospital at Daman. He stated that this is in line with the ongoing efforts towards providing quality health treatment to the people, noting that the hospital features modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas.

The Prime Minister posted on X:

"In line with our efforts towards providing quality health treatment to the people, the Namo Hospital at Daman was inaugurated. It has modern facilities and will go a long way in addressing the healthcare needs of the Union Territory and surrounding areas."