Baba Saheb Ambedkar had a universal vision: PM Modi
Baba Saheb Ambedkar gave a strong foundation to independent India so the nation could move forward while strengthening its democratic heritage: PM
We have to give opportunities to the youth according to their potential. Our efforts towards this is the only tribute to Baba Saheb Ambedkar: PM

નમસ્કાર,

કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંહજી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર અમી ઉપાધ્યાયજી, એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસીડેન્ટ પ્રોફેસર તેજ પ્રતાપજી તથા ઉપસ્થિત તમામ મહાનુભવો અને સાથીઓ,

આજે જ્યારે દેશની આઝાદીના અમૃત મહોત્સવની  ઉજવણી થઈ રહી છે ત્યારે એ જ સમયગાળામાં બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિનો અવસર આપણને એક મહાન યજ્ઞની સાથે પણ જોડે છે અને ભવિષ્યની પ્રેરણા સાથે પણ જોડે છે. હું કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી, તમામ દેશવાસીઓ તરફથી  બાબા સાહેબ આંબેડકરજીને આદરપૂર્વક શ્રધ્ધાંજલી અર્પણ કરૂ છું.

સાથીઓ,

આઝાદીની લડતમાં આપણા લાખો- કરોડો સ્વાતંત્ર્ય સેનાનીઓએ સમરસ-સમાવેશી ભારતનું સપનું જોયુ હતું  બાબા સાહેબે દેશને બંધારણ આપીને આ સપનાંને પૂરાં કરવાની શરૂઆત કરી હતી. આજે એ જ બંધારણ ઉપર ચાલીને  ભારત એક નવા ભવિષ્યનું ઘડતર કરી રહ્યુ છે. સફળતાનાં નવા પાસાં હાંસલ કરી રહ્યુ છે.

આજે આ પવિત્ર દિવસે એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસિડેન્ટસની 95મી બેઠક પણ મળી રહી છે. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાં ‘બાબા સાહેબ સમરસતા ચેર’ની સ્થાપનાની જાહેરાત પણ થઈ છે. હમણાં બાબા સાહેબના જીવન અને આદર્શો ઉપર ભાઈ શ્રી કિશોર મકવાણાજીનાં ચાર પુસ્તકોનું વિમોચન પણ થયું છે. આ પ્રયાસો સાથે જોડાયેલા તમામ મહાનુભવોને  અભિનંદન પાઠવુ છું.

સાથીઓ,

દુનિયામાં ભારતને લોકશાહીની માતા ગણવામાં આવે છે. લોકશાહી આપણી સભ્યતા, આપણી કામ કરવાની પધ્ધતિ અને એક રીતે કહીએ તો આપણી જીવન પધ્ધતિનો એક સહજ હિસ્સો બની રહી છે. આઝાદી પછી ભારત એ જ લોકશાહી વારસાને મજબૂત બનાવીને આગળ ધપે તે માટે બાબા સાહેબે દેશને મજબૂત આધાર આપ્યો. આપણે જ્યારે બાબા સાહેબને વાંચીએ છીએ ત્યારે સમજીએ છીએ અને ત્યારે  આપણને અનુભવ થાય છે કે  તે એક સાર્વત્રિક વિઝન ધરાવતા વ્યક્તિ હતા.

શ્રી કિશોર મકવાણાજીનાં પુસ્તકોમાં બાબા સાહેબના આ સ્પષ્ટ વિઝનનું દર્શન થાય છે. તેમનું એક પુસ્તક બાબા સાહેબના ‘જીવનદર્શન’ થી પરિચિત કરાવે છે. બીજુ પુસ્તક તેમના વ્યક્તિ દર્શન ઉપર કેન્દ્રિત છે. એવી જ રીતે ત્રીજા પુસ્તકમાં બાબા સાહેબનું ‘રાષ્ટ્ર દર્શન’ આપણી સામે આવે છે અને ચોથા પુસ્તક તેમના ‘આયામ દર્શન’ ને દેશવાસીઓ સુધી લઈ જશે. આ ચારેય વિચારધારાઓ  કોઈ આધુનિક શાસ્ત્રથી ઓછી નથી. હું ઈચ્છા રાખીશ કે દેશનાં વિશ્વ વિદ્યાલયોમાં, કોલેજોમાં, આપણી નવી પેઢી આ પુસ્તકો તથા તેના જેવાં અનેક પુસ્તકોને પણ વાંચે અને સમરસ સમાજની વાત થાય. દલિત અને વંચિત સમાજના અધિકારોની ચિંતા વ્યક્ત થાય. મહિલાઓના ઉત્કર્ષ અને યોગદાનનો સવાલ હોય, શિક્ષણ ઉપર અને ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ ઉપર બાબાસાહેબના વિઝન અંગે આ તમામ પાસાંઓમાંથી દેશના યુવાનોને બાબા સાહેબને જાણવા-સમજવાની તક મળશે.

સાથીઓ,

ડો.આંબેડકર કહેતા હતા કે “મારા ત્રણ ઉપાસ્ય દેવો છે-જ્ઞાન, સ્વાભિમાન અને શીલ”. એટલે કે જ્ઞાન, આત્મસન્માન અને નમ્રતા. જ્યારે જ્ઞાન આવે છે ત્યારે આત્મસન્માન વધે હોય છે. આત્મસન્માનને કારણે વ્યક્તિ પોતાના અધિકાર અંગે  જાણકાર બને છે અને સમાન અધિકારથી જ સમાજમાં સમરસતા આવે છે અને દેશ પ્રગતિ કરે છે. 

આપણે સૌ બાબા સાહેબના જીવન સંઘર્ષથી પરિચિત છીએ. આટલા સંઘર્ષ પછી પણ બાબા સાહેબ જે ઉંચાઈ ઉપર પહોંચ્યા તે આપણા સૌના માટે એક મોટી પ્રેરણા છે. બાબા સાહેબ આંબેડકર આપણને જે માર્ગ બતાવીને ગયા છે તેની ઉપર દેશ નિરંતર ચાલતો રહે તેની જવાબદારી આપણી શિક્ષણ વ્યવસ્થા ઉપર છે, આપણાં વિશ્વ વિદ્યાલયો ઉપર  રહે છે. અને જ્યારે સવાલ એક રાષ્ટ્ર તરીકે સહિયારા લક્ષ્યોનો હોય ત્યારે સામાજીક પ્રયાસ જ સિધ્ધિનું માધ્યમ બની જાય છે.

એટલા માટે મારી સમજ છે કે આમાં એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝની ભૂમિકા મહત્વની બની જાય છે  એઆઈયુની પાસે તો ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણજી, ડો. શ્યામા પ્રસાદ મુખરજી, શ્રીમતિ હંસા મહેતા, ડો. ઝાકિર હુસૈન જેવા વિદ્વાનોનો વારસો પડેલો છે.

ડો. રાધાકૃષ્ણજી કહેતા હતા કે શિક્ષણનું આખરી પરિણામ એક મુક્ત રચનાત્મક પુરૂષ હોવો જોઈએકે જે ઐતિહાસિક સંજોગોમાં અને કુદરતની વિપરિત પરિસ્થિતિમાં લડત આપી શકે.”  

આનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ મુક્ત અને મોકળા મનથી વિચારે તથા નવી વિચારધારા મુજબ નવુ નિર્માણ કરે. તે એવું માનતા હતા કે આપણે શિક્ષણ વ્યવસ્થાપનને સમગ્ર વિશ્વને એક એકમ ગણીને વિકસિત કરવુ જોઈએ, પણ સાથે સાથે તે શિક્ષણની ભારતીય લાક્ષણિકતા ઉપર પણ એટલો જ ભાર મૂકતા હતા. આજના વૈશ્વિક  ફલક ઉપર આ બાબત વધુ મહત્વની બની જાય છે.

હમણાં અહીંયા ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ’ અને તેના અમલીકરણ આયોજન અંગે વિશેષ અંકોનું વિમોચન કરવામાં આવ્યું. આ અંકો એ બાબતના વિસ્તૃત દસ્તાવેજો છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ રીતે એક ભવિષ્યલક્ષી નીતિ છે, વૈશ્વિક માપદંડોની નીતિ છે. આપ સૌ વિદ્વાનો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઝીણામાં ઝીણી બાબતોથી પરિચિત છો. ડો. રાધાકૃષ્ણજીએ શિક્ષણના જે ઉદ્દેશની વાત કરી હતી, તે આ નીતિની મુખ્ય બાબતોમાં દેખાય છે.

મને કહેવામાં આવ્યું છે કે આ વખતે તમે સેમિનારનો વિષય પણ ‘ઉચ્ચ શિક્ષણના રૂપાંતરણ માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020નો અમલ’ રાખ્યો છે. આ માટે તમે અભિનંદનના અધિકારી છો.

હું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બાબતે નિષ્ણાંતો સાથે સતત ચર્ચા કરતો રહું છું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેટલી વ્યવહારૂ છે તેટલું જ વ્યવહારૂ તેનું અમલીકરણ પણ છે.

સાથીઓ,

તમે તમારૂં સમગ્ર જીવન શિક્ષણને જ સમર્પિત કર્યું છે. તમે સૌ સારી રીતે જાણો છો કે દરેક વિદ્યાર્થીનું પોતાનું એક સામર્થ્ય હોય છે, ક્ષમતા હોય છે. આ ક્ષમતાઓના આધારે જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સામે ત્રણ સવાલ પણ ઉભા થતા હોય છેઃ

પ્રથમ- તે શું કરી શકે છે?

બીજુ- જો તેમને ભણાવવામાં આવે તો, તે શું કરી શકે છે? અને

ત્રીજું- તે શું કરવા ઈચ્છે છે?

એક વિદ્યાર્થી જે કરી શકે છે તે તેની આંતરિક તાકાત હોય છે, પરંતુ આપણે તેની આંતરિક તાકાતની સાથે સાથે તેને સંસ્થાકિય તાકાત આપવાની છે, જેનાથી તેમનો વિકાસ વ્યાપક બની શકે છે. આ સમન્વયથી આપણાં યુવાનો જે કરવા ઈચ્છે છે તે કરી શકે છે. એટલા માટે આજે દેશમાં કૌશલ્ય વિકાસ ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આજે જે રીતે દેશ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન સાથે આગળ ધપી રહ્યો છે, કૌશલ્ય ધરાવતા યુવાનોની ભૂમિકા અને તેમની માંગ વધતી જઈ રહી છે.

સાથીઓ,

ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ કૌશલ્યોની આ તાકાત જોઈને, દાયકાઓ પહેલા શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગોના સહયોગ ઉપર વધુ ભાર મૂક્યો હતો. આજે તો દેશની પાસે ઘણાં અપાર અવસર છે. અને આધુનિક સમયના નવા નવા ઉદ્યોગો છે. આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થીંગ્ઝ અને બીગ ડેટાથી માંડીને થ્રીડી પ્રિન્ટીંગ, વર્ચ્યુઅલ રિયાલિટી, રોબોટીક્સ, મોબાઈલ ટેકનોલોજી, જીયો-ઈન્ફોર્મેટિકસ અને સ્માર્ટ હેલ્થ કેરથી માંડીને સંયુક્ત ક્ષેત્ર સુધી આજે ભારતને દુનિયાના ભવિષ્યના કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે દેશ લગાતાર પગલાં લઈ રહયો છે.

દેશના ત્રણ મોટા શહેરોમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સની સ્થાપના કરવામાં આવી રહી છે. થોડાંક મહિના પહેલાં ડિસેમ્બરમાં જ ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ્સની મુંબઈમાં પ્રથમ બેચ પણ શરૂ થઈ ગઈ છે. નાસકોમની સાથે પણ 2018માં ફ્યુચર સ્કીલ્સ ઈનિશ્યેટીવ શરૂ કરવામાં આવ્યું છે આ ઈનિશ્યેટીવ ઉભરતી 10 ટેકનોલોજીસમાં 150થી વધુ સ્કીલ સેટની તાલિમ આપે છે.

સાથીઓ,

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એનઈટીએફની પણ જોગવાઈ છે, જે શિક્ષણમાં ટેકનોલોજીના વધુમાં વધુ ઉપયોગ ઉપર ભાર મૂકે છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે તમામ યુનિવર્સિટીઓ વિવિધ વિદ્યાશાખાઓ ધરાવતી હોય. આપણે વિદ્યાર્થીઓને સુગમતા પૂરી પાડવા માંગીએ છીએ. જે રીતે આસાન પ્રવેશ અને બહાર નિકળવાની સ્થિતિ તથા એકેડેમિક ઓફ બેંક ક્રેડિટ બનાવીને સરળતાથી કોઈપણ સ્થળે અભ્યાસક્રમ પૂરો કરી શકાય. આ તમામ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દેશની દરેક યુનિવર્સિટી સાથે મળીને, એક બીજા સાથે તાલમેલ રાખીને કામ કરવું જ પડશે. આ બાબતે આપ સૌ ઉપકુલપતિઓએ વિશેષ ધ્યાન આપવાનું રહેશે.

દેશમાં જે નવી નવી સંભાવનાઓ છે, જે જે ક્ષેત્રોમાં આપણે સંભાવનાઓ ઉભી કરી શકીએ છીએ તેના માટે એક મોટો કૌશલ્ય સમુદાય આપણી યુનિવર્સિટીઓમાં જ તૈયાર કરવાનો રહેશે. મારો આપ સૌને આગ્રહ છે કે આ દિશામાં વધુ ઝડપથ કામ કરવામાં આવે, એક નિશ્ચિત સમયની અંદર તે કામ પૂર્ણ કરવામાં આવે.

સાથીઓ,

ડો. બાબા સાહેબ આંબેડરના પગલે ચાલતા દેશ ઝડપથી ગરીબ, દલિત, પીડિત, શોષિત, વંચિત તમામના જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે. બાબા સાહેબે સમાન તકોની વાત કરી હતી, સમાન અધિકારોની વાત કરી હતી. આજે દેશ જનધન ખાતાના માધ્યમથી દરેક વ્યક્તિનો આર્થિક સમાવેશ કરી રહ્યો છે. ડીબીટીના માધ્યમથી ગરીબના પૈસા તેના ખાતામાં પહોંચી રહ્યા છે. ડીજીટલ ઈકોનોમી માટે જે ભીમ યુપીઆઈ શરૂ કરવામાં આવ્યું છે. આજે તે ગરીબની ખૂબ મોટી તાકાત બન્યું છે. ડીબીટીના માધ્યમથી ગરીબના પૈસા સીધા તેના ખાતામાં પહોંચી રહ્યા છે. આજે દરેક ગરીબને ઘર મળી રહ્યું છે, વિજળીનું જોડાણ મફત મળી રહયું છે. એ રીતે જલ-જીવન મિશન હેઠળ ગામડાંમાં શુધ્ધ પાણી પહોંચાડવા માટે એક ભરપૂર મિશન મોડમાં કામ ચાલી રહ્યું છે.

કોરોનાનું સંકટ આવ્યું તો પણ દેશ ગરીબ મજૂરને માટે સૌથી પહેલાં ઉભો રહ્યો. દુનિયાના સૌથી મોટા રસીકરણ પ્રોગ્રામમાં ગરીબ અને અમીરને આધારે કોઈ ભેદભાવ નથી, કોઈ અંતર નથી. આ જ તો, બાબા સાહેબનો માર્ગ છે. એ જ તો, તેમનો આદર્શ છે.

સાથીઓ,

બાબાસાહેબ હંમેશા મહિલા સશક્તીકરણ ઉપર ભાર મૂકતા હતા અને તે દિશામાં તેમણે અનેક પ્રયાસ કર્યા. તેમના વિઝન પર ચાલતા ચાલતા દેશ આજે પોતાની દિકરીઓને નવી નવી તકો આપી રહ્યો છે. ઘર અને શાળામાં શૌચાલયથી માંડીને સેનામાં યુધ્ધની ભૂમિકાઓ સુધી દેશની દરેક નીતિના કેન્દ્રમાં આજે મહિલાઓ છે.

આ રીતે બાબ સાહેબના જીવન સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે પણ આજે દેશમાં કામ થઈ રહ્યું છે. બાબા સાહેબ સાથે જોડાયેલા સ્થળોને પંચ તીર્થ તરીકે વિકસીત કરવામાં આવી રહ્યા છે.

થોડાંક વર્ષો પહેલાં મને ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરનું લોકાર્પણ કરવાની તક મળી હતી. આજે આ સેન્ટર સામાજીક અને આર્થિક વિષયો ઉપર, બાબા સાહેબના જીવન પર સંશોધનના એક કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે.

સાથીઓ,

આજે આપણે આઝાદીના 75 વર્ષની નજીક છીએ અને આગળના 25 વર્ષના લક્ષ્ય આપણી સામે છે. દેશનું આ ભવિષ્ય, ભવિષ્યના લક્ષ્ય અને સફળતાઓ આપણાં યુવાનો સાથે જોડાયેલી છે. આપણાં યુવાનો જ આ સંકલ્પો પૂરાં કરશે. આપણે દેશના યુવાનોને પણ તેમના સામર્થ્ય પ્રમાણે તકો પૂરી પાડવાની છે.

મને ખાત્રી છે કે આપણાં સૌનો આ સામુહિક સંકલ્પ, આપણાં શિક્ષણ જગતનો આ જાગૃત પ્રયાસ, નવા ભારતના આ સપનાને જરૂરથી પૂરો કરશે.

આપણો આ પ્રયાસ, આ પરિશ્રમ જ બાબા સાહેબના ચરણોમાં આપણી શ્રધ્ધાંજલિ બની રહેશે.

આવી શુભકામનાઓ સાથે હું ફરી એક વખત આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. નવરાત્રીની શુભેચ્છા પાઠવું છું. આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ સમયે વિશેષ શુભકામનાઓ પાઠવું છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.

Media Coverage

India leads globally in renewable energy; records highest-ever 31.25 GW non-fossil addition in FY 25-26: Pralhad Joshi.
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to a mishap in Nashik, Maharashtra
December 07, 2025

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to a mishap in Nashik, Maharashtra.

Shri Modi also prayed for the speedy recovery of those injured in the mishap.

The Prime Minister’s Office posted on X;

“Deeply saddened by the loss of lives due to a mishap in Nashik, Maharashtra. My thoughts are with those who have lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi”