“ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ માધ્યમ બની ગઇ છે”
“છેલ્લાં 9 વર્ષોમાં ભારતમાં રમતગમતનો નવા યુગનો આરંભ થયો છે, જે રમતના માધ્યમથી સમાજને સશક્ત બનાવવાનો યુગ છે”
“રમતગમતને હવે આકર્ષક વ્યવસાય તરીકે જોવામાં આવે છે અને તેમાં ખેલો ઇન્ડિયા અભિયાને મોટી ભૂમિકા ભજવી છે”
“રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિએ રમતગમતને એક વિષય તરીકે લેવાની દરખાસ્ત કરી છે, જેમાં તે અભ્યાસક્રમનો એક ભાગ બનશે”
“ખેલો ઇન્ડિયાએ ભારતની પરંપરાગત રમતોની પ્રતિષ્ઠાને પણ ફરી સ્થાપિત કરી છે”
“તમારી પ્રતિભા, તમારી પ્રગતિમાં જ ભારતની પ્રગતિ રહેલી છે. તમે ભવિષ્યના ચેમ્પિયન છો”
“રમતો આપણને અંગત હિતોમાંથી ઉપર ઉઠીને સામૂહિક સફળતા તરફ પ્રેરી જાય છે”

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રમતગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુરજી, મંત્રીમંડળમાં મારા સાથી નિશિત પ્રામાણિકજી, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકજી, અન્ય મહાનુભાવો અને ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ, આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આજે યુપી દેશભરની યુવા રમત પ્રતિભાઓનું સંગમ બની ગયું છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે આવેલા 4,000 ખેલાડીઓમાંથી મોટાભાગના વિવિધ રાજ્યો અને પ્રદેશોના છે. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. હું ઉત્તર પ્રદેશની જનતાનો જનપ્રતિનિધિ છું. અને તેથી, યુપીના સંસદસભ્ય તરીકે, હું 'ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ'માં યુપીમાં આવેલા અને આવી રહેલા તમામ ખેલાડીઓનું વિશેષ સ્વાગત કરું છું.

આ રમતોનો સમાપન સમારોહ કાશીમાં યોજાશે. કાશીનો સાંસદ હોવાનાં કારણે હું પણ આ અંગે પણ ખૂબ જ ઉત્સાહિત છું. આજે જ્યારે દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિનું આયોજન પોતાનામાં ખૂબ જ ખાસ છે. તે દેશના યુવાનોમાં ટીમ સ્પિરિટ વધારવા, એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના વધારવા માટે આ ખૂબ જ સારું માધ્યમ બની ગયું છે. આ ગેમ્સ દરમિયાન યુવાનોને એકમેકનો સાક્ષાત્કાર થશે, પરિચય થશે.  યુપીનાં અલગ-અલગ શહેરોમાં યોજાનારી મેચોમાં તે શહેરોના યુવાનો વચ્ચે પણ જોડાણ બનશે. મને ખાતરી છે કે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં ભાગ લેવા જે યુવા ખેલાડીઓ આવ્યા છે તેઓ એવો અનુભવ લઈ જશે જે જીવનભર તેમના માટે યાદગાર ક્ષણ બની રહેશે. હું તમને આવનારી સ્પર્ધાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

સાથીઓ,

છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં રમતગમતનો નવો યુગ શરૂ થયો છે. આ નવો યુગ માત્ર ભારતને વિશ્વની એક મોટી રમત શક્તિ બનાવવાનો નથી. બલ્કે, રમતગમત દ્વારા સમાજનાં સશક્તીકરણનો પણ આ નવો દૌર છે. એક સમય હતો જ્યારે આપણા દેશમાં રમત પ્રત્યે ઉદાસીનતાની જ લાગણી હતી. સ્પોર્ટ્સ પણ એક કરિયર બની શકે છે, એવું બહુ ઓછા લોકો વિચારતા. અને તેનું કારણ એ હતું કે રમતગમતને સરકારો તરફથી જે સમર્થન અને સહકાર મળવો જોઈતો હતો તે મળતો ન હતો. ન તો રમતગમતનાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એટલું ધ્યાન આપવામાં આવતું કે ન તો ખેલાડીઓની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવતું. તેથી જ ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો માટે, ગામડાં અને ગ્રામ્ય વિસ્તારનાં બાળકો માટે રમતગમતમાં આગળ વધવું ખૂબ મુશ્કેલ હતું. સમાજમાં પણ એવી ભાવના વધી રહી હતી કે રમતગમત તો માત્ર ખાલી સમય પસાર કરવા માટે જ હોય છે. મોટાં ભાગનાં માતા-પિતાને પણ એવું લાગવા માંડ્યું કે બાળકે એવા વ્યવસાયમાં જવું જોઈએ જેનાથી તેનું જીવન 'સ્થાયી' થઈ જાય. ક્યારેક મને લાગે છે કે આ 'સેટલ' માનસિકતાનાં કારણે દેશે કોણ જાણે કેટલા મહાન ખેલાડીઓ ગુમાવ્યા હશે. પરંતુ આજે હું ખુશ છું કે રમત પ્રત્યે માતા-પિતા અને સમાજના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવ્યું છે. જીવનમાં આગળ વધવા માટે રમતગમતને આકર્ષક વ્યવસાય તરીકે જોવામાં આવી રહી છે. અને આમાં ખેલો ઈન્ડિયા અભિયાને મોટી ભૂમિકા ભજવી છે.

સાથીઓ,

અગાઉની સરકારોનાં રમત પ્રત્યેનાં વલણનો જીવંત પુરાવો કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન થયેલું કૌભાંડ હતું. જે રમતગમતની સ્પર્ધા વિશ્વમાં ભારતની ધાક જમાવવામાં કામ લાગી શકે તેમ હતી એમાં જ કૌભાંડ કરવામાં આવ્યું હતું. અગાઉ, ગામડાંનાં બાળકોને રમવાની તક મળે તે માટે એક યોજના ચાલતી હતી – પંચાયત યુવા ક્રિડા ઔર ખેલ અભિયાન. બાદમાં તેનું નામ બદલીને રાજીવ ગાંધી ખેલ અભિયાન કરી દેવામાં આવ્યું. આ અભિયાનમાં પણ માત્ર નામ બદલવાં પર ધ્યાન આપવામાં આવ્યું હતું, દેશમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર વધારે ભાર આપવામાં આવ્યો ન હતો. અગાઉ ગામ હોય કે શહેર, દરેક ખેલાડી સામે સૌથી મોટો પડકાર એ હતો કે તેને રમતગમતની પ્રેક્ટિસ માટે ઘરથી બહુ દૂર જવું પડતું હતું. ખેલાડીઓનો ઘણો સમય આમાં નીકળી જતો હતો, ઘણી વખત તેમને અન્ય શહેરોમાં જઈને રહેવું પડતું હતું. આને લીધે તો ઘણા યુવાઓ તો પોતાની આ પેશન સુદ્ધાં છોડવા માટે લાચાર થઈ જતા હતા. અમારી સરકાર, આજે ખેલાડીઓના આ દાયકાઓ જૂના પડકારનો પણ ઉકેલ લાવી રહી છે. અર્બન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે યોજનાઓ હતી એમાં પણ  અગાઉની સરકારે 6 વર્ષમાં માત્ર 300 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે, ખેલો ઈન્ડિયા અભિયાન હેઠળ, અમારી સરકારે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ 3,000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. વધતાં જતાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાને કારણે હવે વધુ ખેલાડીઓ માટે રમતમાં જોડાવું સરળ બની ગયું છે. મને સંતોષ છે કે અત્યાર સુધીમાં ખેલો ઇન્ડિયા ગેમ્સમાં 30 હજારથી વધુ રમતવીરો ભાગ લઈ ચૂક્યા છે. એમાં પણ દોઢ હજાર ખેલો ઇન્ડિયા ઍથ્લીટ્સની ઓળખ કરીને તેમને આર્થિક મદદ આપવામાં આવી રહી છે. તેમને આધુનિક સ્પોર્ટ્સ એકેડમીમાં ટોપ ક્લાસ ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. 9 વર્ષ અગાઉની સરખામણીએ આ વર્ષનું કેન્દ્રીય ખેલ બજેટ પણ ત્રણ ગણું વધારી દેવાયું છે.

આજે ગામડાઓ નજીક પણ આધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે. દેશના દૂર-દૂરના વિસ્તારોમાં પણ હવે વધુ સારાં મેદાન, આધુનિક સ્ટેડિયમ, આધુનિક તાલીમ સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. યુપીમાં પણ સ્પોર્ટ્સ પ્રોજેક્ટ પર હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. લખનૌમાં જે સુવિધાઓ પહેલાથી જ હતી તેનો વિસ્તાર કરવામાં આવ્યો છે. આજે વારાણસીનું સિગરા સ્ટેડિયમ આધુનિક અવતારમાં બહાર આવી રહ્યું છે. લગભગ 400 કરોડ રૂપિયા ખર્ચીને અહીં યુવાનો માટે આધુનિક સુવિધાઓ બનાવવામાં આવી રહી છે. ખેલો ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ, લાલપુરમાં સિન્થેટિક હૉકી ગ્રાઉન્ડ, ગોરખપુરની વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ કૉલેજમાં મલ્ટીપર્પઝ હૉલ, મેરઠમાં સિન્થેટિક હૉકી ગ્રાઉન્ડ અને સહારનપુરમાં સિન્થેટિક રનિંગ ટ્રેક માટે સહાય પૂરી પાડવામાં આવી છે. આગામી સમયમાં ખેલો ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ આવી જ સુવિધાઓને વધુ વિસ્તૃત કરવામાં આવશે.

સાથીઓ,

અમે એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે ખેલાડીઓને વધુમાં વધુ સ્પર્ધાઓમાં ભાગ લેવાની તક મળે. રમતગમતની સ્પર્ધાઓમાં ખેલાડી જેટલો વધુ ભાગ લે છે, તેટલો તેમને ફાયદો થાય છે, તેમની પ્રતિભામાં પણ વધારો થાય છે. તેમને એ પણ ખબર પડે છે કે આપણે કેટલાં પાણીમાં છીએ, ક્યાં આપણે આપણી રમત સુધારવાની જરૂર છે. આપણી ખામીઓ શું છે, આપણી ભૂલો શું છે, આપણા પડકારો શું છે, થોડાં વર્ષો પહેલા ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સની શરૂઆત પાછળનું આ પણ એક મોટું કારણ હતું. આજે તે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને ખેલો ઈન્ડિયા વિન્ટર ગેમ્સ સુધી વિસ્તરી ચૂકી છે. દેશના હજારો ખેલાડીઓ આ કાર્યક્રમ હેઠળ સ્પર્ધા કરી રહ્યા છે અને તેમની પ્રતિભાનાં બળ પર આગળ વધી રહ્યા છે. અને મને ખુશી છે કે ભારતીય જનતા પાર્ટીના ઘણા સાંસદો સાંસદ ખેલ સ્પર્ધાઓ ચલાવે છે. દરેક સંસદીય મતવિસ્તારમાં હજારોની સંખ્યામાં યુવાનો, દીકરા-દીકરીઓ રમતગમતમાં ભાગ લે છે. આજે દેશને તેનાં સુખદ પરિણામો પણ મળી રહ્યાં છે. વીતેલાં વર્ષોમાં, આપણા ખેલાડીઓએ ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ દર્શાવે છે કે આજે આપણા ભારતના યુવા ખેલાડીઓનો આત્મવિશ્વાસ કેટલો બુલંદ છે.

સાથીઓ,

રમતગમત સાથે સંબંધિત કૌશલ્ય હોય કે ખેલાડીઓને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે અન્ય વિદ્યાશાખાઓ હોય, સરકાર ડગલે ને પગલે ખેલાડીઓની સાથે ઊભી છે. અમારી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં રમતગમતને એક વિષય તરીકે ભણાવવાનો પ્રસ્તાવ છે. રમતગમત હવે અભ્યાસક્રમનો એક ભાગ બનવા જઈ રહી છે. દેશની પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની રચના આમાં વધુ મદદ કરશે. હવે રાજ્યોમાં પણ સ્પોર્ટ્સ સ્પેશિયલાઇઝ્ડ ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ આમાં પ્રશંસનીય કામ કરી રહ્યું છે. મેરઠની મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનું ઉદાહરણ આપણી સામે છે. આ ઉપરાંત આજે દેશભરમાં 1000 ખેલો ઈન્ડિયા કેન્દ્રો પણ સ્થાપિત થઈ રહ્યાં છે. લગભગ 2 ડઝન નેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સ પણ ખોલવામાં આવ્યાં છે. પ્રદર્શન સુધારવા માટે આ કેન્દ્રો પર તાલીમ અને રમત વિજ્ઞાન સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ખેલો ઈન્ડિયાએ ભારતની પરંપરાગત રમતોની પ્રતિષ્ઠા પણ પુનઃસ્થાપિત કરી છે. અમારી સરકાર ગટકા, મલ્લખંભ, થાંગ-તા, કલરીપયટ્ટુ અને યોગાસન જેવી વિવિધ વિદ્યાઓને પ્રોત્સાહિત કરવા માટે પણ શિષ્યવૃત્તિ પણ આપી રહી છે.

સાથીઓ,

ખેલો ઈન્ડિયા કાર્યક્રમનું બીજું પ્રોત્સાહક પરિણામ એ આપણી દીકરીઓની ભાગીદારી અંગેનું આવ્યું છે. દેશનાં ઘણાં શહેરોમાં ખેલો ઈન્ડિયા મહિલા લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મને કહેવામાં આવ્યું છે કે તેમાં અત્યાર સુધીમાં વિવિધ વય જૂથોની લગભગ 23 હજાર મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં પણ મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓની ભાગીદારી જોવા મળે છે. હું ખાસ કરીને આ ગેમ્સમાં ભાગ લેનારી દીકરીઓને મારી શુભકામનાઓ પાઠવું છું.

સાથીઓ,

તમે બધા યુવા મિત્રોએ એવા સમયે રમતનાં ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે જે ચોક્કસપણે ભારતનો સમયગાળો છે. ભારતની પ્રગતિ તમારી પ્રતિભા, તમારી પ્રગતિમાં રહેલી છે. તમે જ ભવિષ્યના ચૅમ્પિયન છો. તિરંગાનું ગૌરવ વધારવું એ આપ સૌની જવાબદારી છે. તેથી જ આપણે કેટલીક બાબતો ચોક્કસ યાદ રાખવી જોઈએ. આપણે ઘણીવાર ખેલદિલી - ટીમ સ્પિરિટ વિશે વાત કરીએ છીએ. આખરે આ ખેલભાવના શું છે? શું તે માત્ર હાર અને જીત સ્વીકારવા સુધી જ સીમિત છે? શું તે માત્ર ટીમવર્ક પૂરતું જ સીમિત છે? ખેલદિલીનો અર્થ આના કરતાં વિશાળ છે, વ્યાપક છે. રમતગમત, અંગત સ્વાર્થથી ઉપર ઊઠીને, સામૂહિક સફળતાની પ્રેરણા આપે છે. રમતગમત આપણને મર્યાદાનું પાલન કરવાનું શીખવે છે, નિયમોનું પાલન કરવાનું શીખવે છે. મેદાનમાં ઘણીવાર સંજોગો તમારી વિરુદ્ધ હોઈ શકે છે. શક્ય છે કે ક્યારેક નિર્ણયો તમારી વિરુદ્ધ પણ હોય. પરંતુ ખેલાડી પોતાનું ધૈર્ય ગુમાવતો નથી, હંમેશા નિયમો માટે પ્રતિબદ્ધ રહે છે. નિયમો અને કાયદાની મર્યાદામાં રહીને ધીરજથી તમારા વિરોધીને કેવી રીતે માત આપવી, આ જ એક ખેલાડીની ઓળખ હોય છે. વિજેતા ત્યારે જ મહાન ખેલાડી બને છે જ્યારે તે હંમેશા ખેલભાવના. મર્યાદાને અનુસરે છે. વિજેતા ત્યારે જ મહાન ખેલાડી બને છે જ્યારે સમાજ તેનાં દરેક આચરણમાંથી પ્રેરણા લે. તેથી, તમે બધા યુવા મિત્રોએ તમારી રમતમાં આ બાબતોને ધ્યાનમાં જરૂર રાખવી જોઈએ. મને ખાતરી છે કે, તમે પણ આ યુનિવર્સિટી ગેમ્સમાં ખેલશો પણ અને ખીલશો પણ. ફરી એકવાર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન! ખૂબ સારું રમો, ખૂબ આગળ વધો! આભાર !

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Jo khelega woh khilega, always cheer for Bharat: PM Modi meets India's CWG medallists

Media Coverage

Jo khelega woh khilega, always cheer for Bharat: PM Modi meets India's CWG medallists
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
You have not just increased the number of medals, you have prepared an entire generation: PM Modi to CWG Champions
August 10, 2026

प्रधानमंत्री – मेरे यहां, मुझे यहां लगभग 12-13 साल हो गए इसी मकान में, अगर मैंने regularly और हर बार किसी को रिसिव किया है, किसी को मैं मिला हूं, तो खिलाड़ी हैं। पिछले 10-12 साल हो गए, आप लोगों के पुरुषार्थ के कारण, भारत को लगातार विजय दिलाने के आपके प्रयासों के कारण और उत्तरोत्तर सफलता में नई ऊंचाईयां पार करने की परंपरा के कारण, जो काम शायद हम स्कूलों में जाकर कहें कि नहीं नहीं भई खेलना चाहिए, ये करना चाहिए, वो काम स्कूलों में जाकर के हम कर सकते थे, उससे ज्यादा आपका मेडल उनको inspire करता है।

प्रधानमंत्री – तुमने मुझे वादा किया था पिछली बार कि तुम्हारी दोनों बेटियां खिलाड़ी बन जाएंगी?

खिलाड़ी - हाँ जी अभी वे उमर की छोटी हैं, अगले कॉमनवेल्थ में एक घर में तीन मेडल लाकर दिखाएंगी।

प्रधानमंत्री – पक्का।

खिलाड़ी – हाँ जी।

खिलाड़ी – जब मैं दौड़ रहा था, जब मेरा इवेंट था 29 को, तो उस दिन गुरुपूर्णिमा थी, तो उस दिन मेरे गुरू को मैंने एक गिफ्ट दे दिया।

प्रधानमंत्री – बड़ी शान बढ़ाई आपने। इतनी आंसू टपक रहे थे, मुझे लगता है कि आंसू के हर बूंद से जैसे गोल्ड मेडल टपक रहा है।

खिलाड़ी – मैं बहुत ज्यादा खुशी थी, इमोशनल भी थे उसी दिन, खुशी ज्यादा था और मैं इसलिए रोई थी कि मेरा पेरिस आलंपिक में मेरा 1 Kg में मेडल रह गई थी और एक प्लेयर्स की लाइफ में क्या क्या हमको फेस करना पड़ता है। तो ये 4 साल के अंदर में कितना क्या क्या कुछ मैंने फेस किया था, हर टाइम injury ही चल रहे थे और family problem, वो सब हो रहा था। तो बहुत मुश्किल से मैं ये 4 साल फेस किया था। तो वो सब जब पोडियम में जब मैं खड़ी थी सर और हमारी जो फ्लैग ऊपर जाते हैं और हमारे नेशनल एंथम जब बजते हैं तो सर हम रुक नहीं सकते सर, अपना आप आंसू निकलते हैं।

प्रधानमंत्री – बहुत बहुत बढ़िया

प्रधानमंत्री – आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं, ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है।

खिलाड़ी – सब डर रहे थे हमसे कि इंडिया के साथ फाइट आ गई, अब तो हम पहली फाइट ही हार जायेंगे, हमारा मेडल भी नहीं आयेगा।

प्रधानमंत्री – यानी मान के चलते हैं।

खिलाड़ी – हाँ सर।

प्रधानमंत्री – क्या हुआ, वो restaurant वालों से झगड़ा कर रही थी?

खिलाड़ी – हम लोगों का जो इतना अच्छा परफॉर्मेंस था, लास्ट डे था और सब जीत के गए थे और पूरा इंडिया के लोग थे। तो थोड़ा सा मुझे बुरा लग रहा। तो मैंने उनको अच्छे से बोला रिक्वेस्ट किया था सर, फिर उन्होंने मान भी लिया, अभी चेंज भी हो गया सर।

प्रधानमंत्री – इस विजय की परिस्थिति खुशी, आनंद, अपने साथियों के साथ और गेम पूरे हो चुके हैं। तो हसी मजाक मस्ती का मूड ऐसे समय उस मैप पर नजर जाना और उसको रजिस्टर करना और तुरंत सिर्फ मेडल लेते समय देश खड़ा हो जाता है ऐसा नहीं, भीतर से देश का भाव मैं सच बताता हूँ ये वीडियो सामान्य नहीं है आपका, लंबे समय तक लोगों को याद रहेगा। ये बॉक्सिंग वालों से भी दुनिया के खिलाड़ी अब डरने लगे हैं।

खिलाड़ी – जरूर सर, पुरे सभी डरे हुए थे। एक के बाद एक गोल्ड मेडल गोल्ड मेडल आ रहे थे और मतलब पूरा लास्ट में ऐसे धमाका जैसा हो गया बिल्कुल। जिस तरीके से हम लोगों को सपोर्ट मिल रहा है, हमें बैक टू बैक कंपटीशन मिल रहा है वो एक बहुत बड़ी बात है और हमारे जितने भी यंग एथलीट है वो लोग सभी जैसे खेलो इंडिया स्कीम से आए हुए हैं और ये एक बहुत बड़ा changes ला रहा है पूरे स्पोर्ट्स में ही।

प्रधानमंत्री – अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबिन काटने से नहीं होगी। आप वैसे ही खेलेंगे जैसे एक छोटा विद्यार्थी, एक छोटा नौजवान, छोटा खिलाड़ी खेलता है। यह बहुत बड़ा कंट्रीब्यूशन करेगा। क्योंकि अभी तो हमें बहुत आगे जाना है, बहुत मेडल लाना है। कारगिल विजय दिवस पर किसकी विजय हुई थी?

खिलाड़ी – उस दिन कारगिल डे था वैसे और जिस दिन मैंने पाकिस्तान के साथ फाइट किया था सर, वो उसी दिन का था। तो मैं एक इंडियन आर्मी से हूं, तो मैंने उस दिन मैं पहले से बहुत वो था कि सर पाकिस्तान को हराना है। तो मैंने वो पाकिस्तान एक तरफ मैंने 5-0 से हराया, तो मैंने हमारा इंडियन आर्मी का कारगिल हीरोज़ को मैंने डेडिकेट किया किया था सर।

प्रधानमंत्री – आपको यह याद रहना और आप स्वयं फौज से हैं तो, मैं जरूर मानता हूं कि देश के वीर जवानों को आपने जो भाव प्रकट किया ना कि, मैं कारगिल के विजेताओं को मेरा मेडल समर्पित करता हूं। उसने उस विजय पर चार चांद लगा दिए और जिसको पराजित करना था उसी को किया आपने।

खिलाड़ी – वो पाकिस्तान की बात चल रही है, मुझे किस्सा याद आ गया सर। 2015 वर्ल्ड मिलिट्री गेम थे और मेरी पाकिस्तान के साथ पहली फाइट आ गई थी और वर्ल्ड मिलिट्री गेम थे तो मिलिट्री वाले के फोन आए कि भई पाकिस्तान से नहीं हारना है। तो फिर मैं फर्स्ट राउंड 4-1 से जीत गया। सेकंड राउंड 3-2 से जीत गया, पर दोनों के सर लग गए आपस में, तो दोनों के लग गए कट और फाइट तो मैं जीत गया।

प्रधानमंत्री – हाँ

खिलाड़ी – उसके बाद फिर दोनों चले गए हॉस्पिटल में टांके लगवाने के लिए। फिर 2014 में आप फर्स्ट टाइम प्रधानमंत्री जी बने थे और जो हमारे साथ आर्मी का कोच गया हुआ था उसका नाम नरेंद्र राणा था और फिर वो कई देर तक सोच के मेरे को बोला कि भाईजान एक बात बोलूं, मैं हां बोलो, बोला भाईजान आपका नाम नरेंद्र है। आपके कोच का नाम नरेंद्र है, आपके प्रधानमंत्री का नाम नरेंद्र है, तो मुझे नरेंद्र नाम से नफरत हो गई है।

प्रधानमंत्री – सिर्फ आपने मेडल की संख्या बढ़ाई ऐसा नहीं है। आपने एक पीढ़ी को तैयार किया।

खिलाड़ी – मेरे मन में भी धक-धक धक-धक हो रहा है सर।

प्रधानमंत्री – आप चिंता मत कीजिए।

खिलाड़ी – पर..

प्रधानमंत्री – आप चाहें तो आपको बोलने में भी मेडल मिलने वाला है।

खिलाड़ी – मेरे फ्रेंड सर्कल में किसी ने बोला था कि मैं उनको कुछ बोलती थी भई तुम्हारे अच्छे के लिए तुम करो। तो अक्सर मुझे वो बोलते थे कि तू के मोदी ते मिल रही है?

प्रधानमंत्री – हाँ

खिलाड़ी – हरियाणवी में बोल देते हैं सर कि क्या तू मोदी से मिली हुई है, कि तेरी बात माने। तो आज मैं आपसे मिली हूं सर। मैं उनको बोल पाऊंगी कि हां मैं मोदी जी से मिली हूं।

खिलाड़ी – कॉमनवेंल्थ गेम्स में मैंने सिल्वर मेडल जीता, फिर मैंने क्रेडिट साहब को दिया, सपना तो था एक बार मेडल जीत के लेके आने के लिए, बट ट्रेनिंग का सेंटर नहीं था, मैंने SAI आने के बाद मैं बहुत ट्रेनिंग करके मेडल जीत पा रहा, इसलिए बहुत खुशी से मैंने सर को क्रेडिट दिया था क्योंकि बहुत इंप्रूव हुआ।

प्रधानमंत्री – मेरे लिए बहुत बड़ा सम्मान का विषय है, मेहनत आपने की और मुझे याद किया, मैं आपका बहुत आभारी हूं दोस्त।

प्रधानमंत्री – वाराणसी में खेल तुम प्रैक्टिस कर रही थी ना?

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – कैसा बना है स्टेडियम?

खिलाड़ी – सर अच्छा बना है, वहां पर मैं 10-12 दिन के लिए ट्रेनिंग करने गई थी, क्योंकि मैं मंदिर गई थी तो वहां पर ही ट्रेनिंग करके आई थी। और मैं वहां पे मतलब सेटल भी होना चाहती हूं क्योंकि मुझे काशी विश्वनाथ बहुत अच्छा लगता है सर।

प्रधानमंत्री – भोपाल में ट्रेनिंग कर रही थी ना?

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – तो उज्जैन जाते थे कि नहीं?

खिलाड़ी – जी सर उज्जैन भी गई थी सर।

प्रधानमंत्री – अच्छा महाकाल के पास भी गई।

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – काशी विश्वनाथ के पास हो आई एक बार।

खिलाड़ी – जी सर।

प्रधानमंत्री – सावन महीना तो अभी है।

खिलाड़ी – वहां घर जाके फिर उसके बाद जाऊंगी सर।

प्रधानमंत्री – ठीक है।

खिलाड़ी – साई ने भी सर बहुत सपोर्ट किया है मुझे। इसके कारण ही मैं यहां तक पहुंची हूं सर। और मैं खेलो इंडिया स्कीम में भी थी 2018 में जो फर्स्ट खेलो इंडिया हुआ था, उसमें मेरा सिल्वर मेडल था, वहां पे भी मैंने आपको देखा था ओपनिंग सेरेमनी में, तो उसमें मेरा मेडल था, तो मेरे को स्कीम भी मिल गया और मैं यहां तक पहुंची हूं सर।

प्रधानमंत्री – स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों आपने बहुत बड़ा काम किया है। देश का नाम रोशन किया है। आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे और फिर से एक बार यहीं पर हम मिलेंगे। बहुत-बहुत धन्यवाद। बहुत-बहुत शुभकामनाएं।

प्रधानमंत्री – ये लगातार तीसरी बार देश को मेडल दिलवाया है।

खिलाड़ी – थैंक यू सर।

प्रधानमंत्री – बहुत आशीर्वाद बेटा।

खिलाड़ी – और थैंक यू सो मच मैं सर के हाथ से लड्डू खा रही मेरा कल बर्थडे था तो आज सर के हाथ से…

प्रधानमंत्री – बहुत बधाई वाह।

प्रधानमंत्री – मुस्कुराओ यार ।

प्रधानमंत्री – जो खेलेगा वो खिलेगा।