શેર
 
Comments

નમસ્કાર.

ગુલમર્ગની ઘાટીમાં હજુ ભલે ઠંડી હવા પ્રસરાયેલી હોય, પરંતુ તમારો જોશ, તમારી ઉર્જા દરેક હિન્દુસ્તાની અનુભવી પણ શકે છે અને જોઈ પણ રહ્યો છે. આજથી ખેલો ઈન્ડિયા - વિન્ટર ગેઇમ્સની બીજી આવૃત્તિનો આરંભ થઈ રહ્યો છે. આ ઈન્ટરનેશનલ વિન્ટર ગેઇમ્સમાં ભારતની અસરકારક ઉપસ્થિતિની સાથે જ જમ્મુ કાશ્મીરને તેનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં ઘણું મોટું પગલું છે. હું જમ્મુ-કાશ્મીરને અને દેશભરથી આવેલા તમામ ખેલાડીઓને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

દેશના અલગ-અલગ પ્રદેશોમાંથી આવેલા આપ સહુ ખેલાડી, એક ભારત-શ્રેષ્ઠ ભારતની ભાવનાને પણ મજબૂત કરી રહ્યા છો. મને જણાવવામાં આવ્યું છે કે આ વખતે વિન્ટર ગેઇમ્સમાં ભાગ લેનારાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા બમણાથી પણ વધુ થઈ ગઈ છે. આ વિન્ટર ગેઇમ્સ તરફ દેશભરમાં વધતું આકર્ષણ અને વધતા ઉત્સાહને રજૂ કરે છે. ગઈ વખતે જમ્મુ કાશ્મીરની ટીમે તેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. મને વિશ્વાસ છે આ વખતે બાકીની ટીમો તરફથી જમ્મુ કાશ્મીરની ટેલેન્ટેડ ટીમને વધુ સારો પડકાર પણ મળશે અને દેશભરથી આવેલા ખેલાડી, જમ્મુ કાશ્મીરના ખેલાડીઓને, તેમના કૌશલ્યને, તેમના સામર્થ્યને જોશે અને તેમાંથી શીખશે પણ ખરા. મને એ પણ ભરોસો છે કે ખેલો ઈન્ડિયા વિન્ટર ગેઇમ્સનો અનુભવ, વિન્ટર ઓલિમ્પિક્સના પોડિયમ ઉપર ભારતના ગૌરવને વધારવામાં ખૂબ કામ લાગશે.

સાથીઓ,

ગુલમર્ગમાં યોજાયેલી આ રમતો દર્શાવે છે કે જમ્મુ-કાશ્મીર, શાંતિ અને વિકાસની નવી ઊંચાઈઓને આંબવા માટે કેટલું તત્પર છે. આ વિન્ટર ગેઇમ્સ જમ્મુ કાશ્મીરમાં એક નવી સ્પોર્ટિંગ ઈકોસિસ્ટમ વિકસાવવામાં મદદરૂપ બનશે. જમ્મુ અને શ્રીનગરમાં બે ખેલો ઈન્ડિયા સેન્ટર્સ ઓફ એક્સલેન્સ અને 20 જિલ્લામાં ખેલો ઈન્ડિયા સેન્ટર્સ, યુવા ખેલાડીઓ માટે ઘણી મોટી સુવિધાઓ છે. આવાં સેન્ટર્સ દેશભરના દરેક જિલ્લામાં ખોલવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, આ આયોજનથી જમ્મુ કાશ્મીરના પ્રવાસનને પણ નવી ઉર્જા, નવો ઉત્સાહ મળવાનો છે. અને આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે કોરોનાને કારણે જે તકલીફો આવી હતી, તે પણ ધીમે ધીમે ભૂતકાળ બની રહી છે.

સાથીઓ,

સ્પોર્ટસ ફક્ત એક હોબી કે ટાઈમ પાસ નથી. સ્પોર્ટસથી આપણે ટીમ સ્પિરિટ શીખીએ છીએ, પરાજયમાંથી નવો રસ્તો શોધીએ છીએ, વિજયને બેવડાવવાનું શીખીએ છીએ, સંકલ્પબદ્ધ બનીએ છીએ. સ્પોર્ટસ દરેક વ્યક્તિના જીવનનું ઘડતર કરે છે, તેની જીવનશૈલીને ઘડે છે. સ્પોર્ટસ આત્મવિશ્વાસ વધારે છે, જે આત્મનિર્ભરતા માટે પણ એટલો જ જરૂરી છે.

સાથીઓ,

વિશ્વમાં કોઈ દેશ ફક્ત આર્થિક અને વ્યૂહાત્મક શક્તિથી જ મોટો બનતો હોય, એવું નથી હોતું. તેનાં બીજાં પણ ઘણાં પાસાં છે. એક વૈજ્ઞાનિક પોતાના નાનકડા ઈનોવેશનથી સમગ્ર દુનિયામાં પોતાના દેશનું નામ રોશન કરે છે. એવાં અનેક ક્ષેત્રો છે. પરંતુ ખૂબ જ ઓર્ગેનાઈઝ્ડ રીતે, માળખાબદ્ધ રીતે, આજે સ્પોર્ટસ એક એવું ક્ષેત્ર બની ગયું છે, જે આજની દુનિયામાં દેશની તસવીરનો પણ, દેશની શક્તિનો પણ પરિચય કરાવે છે. દુનિયાના ઘણા નાના-નાના દેશ, સ્પોર્ટસને કારણે વિશ્વમાં પોતાની ઓળખ બનાવે છે. સ્પોર્ટસમાં પોતાના વિજયથી, સમગ્ર દેશમાં પ્રેરણા અને ઊર્જા ભરી દે છે. અને એટલે જ, સ્પોર્ટસને ફક્ત હાર-જીતની સ્પર્ધા કહી શકાય નહીં. સ્પોર્ટસ ફક્ત ચંદ્રક અને પર્ફોર્મન્સ સુધી સીમિત હોય, એવું પણ નથી. સ્પોર્ટસનું એક વૈશ્વિક રૂપ છે. ક્રિકેટના ક્ષેત્રમાં તો આપણે ભારતમાં આ વાતને અનુભવી શકીએ છીએ, પરંતુ આ જ વાત તમામ આંતરરાષ્ટ્રીય રમતોને લાગુ પડે છે. આ જ વિઝન સાથે છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશના સ્પોર્ટસ ઈકો - સિસ્ટમ સંબંધિત સુધારા કરવામાં આવી રહ્યાં છે.

ખેલો ઈન્ડિયા અભિયાનથી લઈને ઓલિમ્પિક પોડિયમ સ્કીમ સુધી, એક હોલિસ્ટિક એપ્રોચ (સર્વાંગી અભિગમ) સાથે અમે આગળ વધી રહ્યા છીએ. નીચલા સ્તરથી ટેલેન્ટની ઓળખીને તેને સૌથી મોટા મંચ સુધી પહોંચાડવા માટે સરકાર સ્પોર્ટસ પ્રોફેશનલને મદદ પણ કરી રહી છે. ટેલેન્ટની ઓળખથી માંડીને ટીમ સિલેક્શન સુધી, પારદર્શિતા સરકારની પ્રાથમિકતા છે. જે ખેલાડીઓએ જીવનભર દેશના માન-સન્માન વધાર્યા, તેમના પણ માન-સન્માન વધે, તેમના અનુભવનો લાભ નવા ખેલાડીઓને મળે, તે પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.

સાથીઓ,

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ સ્પોર્ટસને ખૂબ વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અગાઉ સ્પોર્ટસને ફક્ત એક્સ્ટ્રા કુરિકુલર એક્ટિવિટી માનવામાં આવતું હતું, હવે સ્પોર્ટસ કુરિકુલમનો ભાગ બનશે. સ્પોર્ટસની ગ્રેડિંગ પણ બાળકોના શિક્ષણમાં ગણતરીમાં લેવાશે. આ સ્પોર્ટસ માટે, આપણા વિદ્યાર્થીઓ માટે ઘણો મોટો રિફોર્મ છે. સાથીઓ, દેશમાં આજે સ્પોર્ટસની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને સ્પોર્ટસ યુનિવર્સિટી ખોલવામાં આવી રહી છે. હવે એ દિશામાં વિચારવાનો સમય છે કે સ્પોર્ટસ સાયન્સીઝ અને સ્પોર્ટસ મેનેજમેન્ટને આપણે શાળાકીય સ્તર સુધી કેવી રીતે લઈ જઈએ. તે આપણા યુવાનો માટે વધુ સારી કરિયરની તકો તો આપશે જ, ઉપરાંત, સ્પોર્ટસ ઈકોનોમીમાં પણ ભારતની હિસ્સેદારી વધારશે.

મારા યુવાન સાથીઓ,

જ્યારે તમે ખેલો ઈન્ડિયા - વિન્ટર ગેઇમ્સમાં પોતાની પ્રતિભા બતાવો, ત્યારે એ પણ યાદ રાખજો કે તમે ફક્ત એક રમતનો જ હિસ્સો નથી, પરંતુ તમે આત્મનિર્ભર ભારતના બ્રાન્ડ એમ્બેસેડર પણ છો. તમે રમતના મેદાનમાં જે કમાલ બતાવો છો, તેનાથી દુનિયામાં ભારતને ઓળખ મળે છે. એટલા માટે જ્યારે પણ તમે મેદાનમાં ઉતરો, તો ભારતભૂમિને પોતાના મન અને આત્મામાં હંમેશા રાખો. તેનાથી તમારી રમત જ નહીં, પરંતુ તમારું વ્યક્તિત્ત્વ પણ નિખરશે. જ્યારે પણ તમે રમતના મેદાનમાં ઉતરો છો, તો વિશ્વાસ રાખજો કે તમે એકલા નથી હોતા, 130 કરોડ દેશવાસી તમારી સાથે હોય છે.

એકવાર ફરી આ ખેલ મહોત્સવને, તેના ખુશનુમા વાતાવરણમાં તમે એન્જોય પણ કરજો અને પર્ફોર્મ પણ કરજો. ફરી એકવાર તમને સહુને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું માનનીય મનોજ સિન્હાજી, કિરણ રિજિજુજી, અન્ય તમામ આયોજકોને અને જમ્મુ કાશ્મીરની જનતાને આ સુંદર આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

 

આભાર !!

 

'મન કી બાત' માટે તમારા વિચારો અને સૂચનો શેર કરો.
Modi Govt's #7YearsOfSeva
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
Whom did PM Modi call on his birthday? Know why the person on the call said,

Media Coverage

Whom did PM Modi call on his birthday? Know why the person on the call said, "You still haven't changed"
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM calls citizens to take part in mementos auction
September 19, 2021
શેર
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has called citizens to take part in the auction of gifts and mementos. He said that the proceeds would go to the Namami Gange initiative.

In a tweet, the Prime Minister said;

"Over time, I have received several gifts and mementos which are being auctioned. This includes the special mementos given by our Olympics heroes. Do take part in the auction. The proceeds would go to the Namami Gange initiative."