ભારત એક જીવંત સભ્યતા છે જે હજારો વર્ષોથી સમૃદ્ધ થઈ રહી છે: પ્રધાનમંત્રી
વિશ્વમાં એવા બહુ ઓછા ઉદાહરણો છે જ્યાં પરંપરાઓ આટલા લાંબા સમય સુધી સતત અકબંધ રહી હોય: પ્રધાનમંત્રી
આપણા સમાજમાં સમયાંતરે આવી મહાન હસ્તીઓ ઉભરતી રહી છે, જેઓ માત્ર આધ્યાત્મિક માર્ગદર્શન પૂરતા સીમિત નથી રહ્યા: પ્રધાનમંત્રી
તેઓ લોકોની વચ્ચે રહ્યા છે, તેમના સુખ-દુઃખને સમજ્યા છે, તેમના સંઘર્ષોને અનુભવ્યા છે અને સમાજને દુઃખ, પીડા અને મુશ્કેલીમાંથી બહાર લાવવાનો માર્ગ બતાવ્યો છે: પ્રધાનમંત્રી
મારી પ્રથમ અપીલ એ છે કે આપણે સૌ પાણી બચાવવા અને તેના વધુ સારા સંચાલનનો સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી
મારી બીજી અપીલ વૃક્ષો અને પ્રકૃતિ સાથે સંબંધિત છે, ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ લાખો લોકોએ પોતાની માતાના નામે વૃક્ષો વાવ્યા છે; ચાલો આપણે પણ આપણી માતાના સન્માનમાં વૃક્ષો વાવીએ અને ધરતી માતાની રક્ષા કરવાનો સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી
મારી ત્રીજી અપીલ સ્વચ્છતા અંગે છે; ધાર્મિક સ્થળ હોય, જાહેર સ્થળ હોય, ગામ હોય કે શહેર, દરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવી એ આપણી જવાબદારી છે: પ્રધાનમંત્રી
મારી ચોથી અપીલ સ્વદેશી અને સ્વનિર્ભરતા સાથે સંબંધિત છે; ચાલો આપણે ભારતીય ઉત્પાદનો અપનાવીએ, ભારતીય ઉત્પાદકો અને ઉદ્યોગોને મજબૂત કરીએ: પ્રધાનમંત્રી
મારી પાંચમી અપીલ આપણા દેશની સુંદરતાની પ્રશંસા કરવા સંબંધિત છે; ચાલો આપણે આપણા દેશને જાણીએ, દેશમાં મુસાફરી કરીએ અને સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપીએ: પ્રધાનમંત્રી
ખેડૂતોને મારી છઠ્ઠી અપીલ એ છે કે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ વળે: પ્રધાનમંત્રી
મારી સાતમી અપીલ તંદુરસ્ત આહાર સાથે સંબંધિત છે; મેદસ્વીપણું (Obesity) આપણા દેશમાં એક મોટો પડકાર બની રહ્યો છે. આના નિરાકરણ માટે, તમારા ખોરાકમાં તેલનું પ્રમાણ 10% ઘટાડવાનો પ્રયાસ કરો: પ્રધાનમંત્રી
મારી આઠમી અપીલ યોગ, રમતગમત અને ફિટનેસ સાથે સંબંધિત છે. આપણે સૌએ આને આપણા જીવનનો અભિન્ન ભાગ બનાવવો જોઈએ: પ્રધાનમંત્રી
મારી નવમી અપીલ સેવાની ભાવના સાથે સંબંધિત છે: પ્રધાનમંત્રી

પરમ પૂજ્ય જગતગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજીભૂતપૂર્વ પ્રધાનમંત્રી આદરણીય એચ.ડી. દેવેગૌડાજીરાજ્યપાલ શ્રીમાન થાવરચંદ ગેહલોતજીપરમ પૂજ્ય જગતગુરુ સ્વામી પરમાત્માનંદજી સરસ્વતીજીકેન્દ્રમાં મારા સાથી એચ.ડી. કુમારસ્વામીશોભા કરંદલાજેજીકર્ણાટકના વિરોધ પક્ષના નેતા આર. અશોકજીરાજ્યમંત્રી એન. ચેલુવરાય સ્વામીજી બધા પૂજ્ય સંતો અન્ય બધા મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં અહીં આવેલા બધા ભાઈઓ અને બહેનો.

મિત્રો,

આજે મારું હૃદય એવી લાગણીઓથી ભરેલું છે જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. શ્રી કાલ ભૈરવ મંદિરમાં દર્શન અને પૂજા શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરના ભવ્ય ઉદ્ઘાટનનું સાક્ષી બનવુંઐતિહાસિક જ્વાલા પીઠમાં સમય વિતાવવોઆધ્યાત્મિક ઊંચાઈએ પહોંચેલા સંતોના સાનિધ્યમાં રહેવું અને હવે અહીં એકઠી થયેલી ભીડને જોવીઆ અનુભવો હંમેશા મારી સાથે રહેશે. તમારા બધાની વચ્ચે રહેવાની તક મળી તે હું એક સૌભાગ્ય માનું છું. આ પ્રસંગે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.

મિત્રો,

કર્ણાટકની મુલાકાત લેવી મારા માટે ખૂબ જ આનંદની વાત છે. હું જ્યારે પણ મુલાકાત લઉં છુંત્યારે મને નવી પ્રેરણા મળે છે. પરંતુ આજે સક્કરે નગરા મધુર મંડ્યા જિલ્લાની આ મુલાકાત ઘણા કારણોસર મહત્વપૂર્ણ છે. આ ભૂમિ શેરડીની મીઠાશ માટે જાણીતી છે અને લોકોના શબ્દોમાં પણ એ જ મીઠાશ સ્પષ્ટ દેખાય છે. તેમની હૂંફ અને સ્વાગત ભાવના હૃદયસ્પર્શી છે. હું વારંવાર કહું છું કે કર્ણાટક ફિલસૂફી અને ટેકનોલોજી બંનેમાં સમૃદ્ધ છે. એટલે કેફિલસૂફીની ઊંડાઈ અને ટેકનોલોજીની શક્તિ બંને અહીં હાજર છે. શ્રી આદિ ચુંચનગિરિ મહાસંસ્થાન મઠ જેવા આધ્યાત્મિક કેન્દ્રો આ મહાન ભૂમિ તરફથી મળેલી એક મહાન ભેટ છે. આ સંસ્થા સમાજને ફિલસૂફીઆધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યો દ્વારા માર્ગદર્શન આપે છે.

મિત્રો,

ભારત એક જીવંત સભ્યતા છે જે હજારો વર્ષોથી અસ્તિત્વમાં છે. દુનિયામાં એવા ઘણા ઓછા ઉદાહરણો છે જ્યાં પરંપરાઓ આટલા લાંબા સમયગાળા દરમિયાન ખીલતી રહે છે. જ્યારે આપણે શ્રી આદિ ચુંચનગિરિ મહાસંસ્થાન મઠ જોઈએ છીએત્યારે આપણને આ સાતત્યનું મૂર્ત સ્વરૂપ દેખાય છે. આ પવિત્ર મઠનો ઇતિહાસ લગભગ બે હજાર વર્ષનો છે. તેની ગુરુ પરંપરાતેનું આધ્યાત્મિક દર્શન અને સેવાની પરંપરાએ પેઢી દર પેઢી આ ભૂમિને સમૃદ્ધ બનાવી છે. આ પરંપરામાં જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. બાલ ગંગાધરનાથ મહાસ્વામીજી જેવા મહાન સંતોનો ઉદય થયોજેમણે આ વારસાને નવી ઊંચાઈએ પહોંચાડ્યો. આજે જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજી આ જ પ્રવાહને નવી ઉર્જાગતિ અને સમર્પણ સાથે આગળ ધપાવી રહ્યા છેબધાને સાથે લઈ જઈ રહ્યા છે.

મિત્રો,

સમયાંતરેઆપણા સમાજે એવા મહાન વ્યક્તિઓ જોયા છે જેમણે પોતાને આધ્યાત્મિક માર્ગદર્શન આપવા સુધી મર્યાદિત રાખ્યા નહીં. તેઓ લોકોની વચ્ચે રહેતાતેમના સુખ-દુઃખને સમજતાતેમના સંઘર્ષોને અનુભવતા અને સમાજને દુઃખપીડા અને કષ્ટમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવતા. જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. બાલ ગંગાધરનાથ મહાસ્વામીજી આવા જ એક દિવ્ય વ્યક્તિ હતા. તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે નથીપરંતુ તેઓ અહીં હાજર છે. તેમણે લોકોના જીવનને સુધારવા માટે ઘણા સ્તરો પર કામ કર્યું. તેમની પાસે ઊંડી આધ્યાત્મિક શક્તિ હતીપરંતુ તેમનું જીવન ફક્ત આધ્યાત્મિક સાધના પૂરતું મર્યાદિત નહોતું. ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવતાતેઓ ગ્રામીણ યુવાનોની આકાંક્ષાઓ અને સામાન્ય લોકો દ્વારા સામનો કરવામાં આવતા પડકારોને સમજતા હતા. તેથીતેમના માટેભક્તિનો અર્થ સમાજથી દૂર રહેવાનો નહોતોપરંતુ સમાજ પ્રત્યે જવાબદારી લેવાનો હતો.

મિત્રો,

મહાસ્વામીજીએ સેંકડો શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરીજેમાં પ્રાથમિક સ્તરથી લઈને તબીબી અને એન્જિનિયરિંગ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો સુધી શિક્ષણ આપવામાં આવ્યું. ગરીબ અને ગ્રામીણ પરિવારોના બાળકોને આનો સૌથી વધુ ફાયદો થયો છે. આરોગ્ય ક્ષેત્રે તેમનો દ્રષ્ટિકોણ પણ એટલો જ પરિવર્તનશીલ હતો. તેમણે આરોગ્યસંભાળ સંસ્થાઓ બનાવી જે આજે પણ સેવા આપી રહી છે. તેમનું માનવું હતું કે ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ ફક્ત થોડા લોકો માટે જ ઉપલબ્ધ ન હોવી જોઈએપરંતુ દરેક નાગરિક માટે સુલભ હોવી જોઈએ.

મિત્રો,

આજેઅમારી સરકાર પણ આ દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહી છે. આયુષ્માન ભારત યોજના હેઠળલાખો ગરીબ લોકોને મફત હોસ્પિટલમાં સારવાર મળી છે. અમે આ યોજના 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકો સુધી પણ લંબાવી છેજેથી તેઓ ગૌરવ સાથે વધુ સારી આરોગ્યસંભાળ મેળવી શકે.

મિત્રો,

આજે આ શ્રી ગુરુ ભૈરવક્ય મંદિરમાં હાજર રહેવું અને જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. બાલ ગંગાધરનાથ મહાસ્વામીજીના આશીર્વાદ મેળવવાનો મને લહાવો મળ્યો છે. આપણે બધા જાણીએ છીએ કે મહાસ્વામીજી કરુણાના પ્રતિક હતા. તેમની કરુણા ફક્ત મનુષ્યો સુધી મર્યાદિત ન હતીતે બધા જીવો સુધી વિસ્તરેલી હતી. મોરના રક્ષણ માટે તેમણે શરૂ કરેલી સામાજિક ચળવળ તેનું ઉદાહરણ છે. અને આજેસ્વામીજીએ મને સ્મૃતિચિહ્ન તરીકે મોર આપ્યો છે. આ ફક્ત પર્યાવરણીય સંરક્ષણ વિશે નથીતે આપણી સાંસ્કૃતિક ચેતના સાથે પણ જોડાયેલું છેકારણ કે મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે અને ભગવાન સુબ્રમણ્યનું વાહન છે. આમ દિલ્હીમાં આપ સૌ દેશવાસીઓની કૃપાથી ભારત સરકાર દ્વારા મને આપવામાં આવેલા સરકારી નિવાસસ્થાન આપવામાં આવ્યું છે, ત્યાં પણ અસંખ્ય મોર છે. અને કેટલાંક લોકો સાથે મારી સારી મિત્રતા પણ થઈ ગઈ છે. હું તો પ્રત્યક્ષ જોઉં છું કે મોર કેટલું શાંત અને સુંદર પક્ષી છે.

મિત્રો,

આજે જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજી તેમના ગુરુની પરંપરાને આગળ ધપાવી રહ્યા છે. તેમના માર્ગ પર ચાલીનેઆપણે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છીએ. આપણા ગુરુના માનમાં શ્રી ગુરુ ભૈરવૈક્ય મંદિરનું નિર્માણ ફક્ત એક માળખું બનાવવા વિશે નથીતે એક ભાવનાને સાકાર કરવા વિશે છે. ભવિષ્યમાંઆ સ્થાન ચોક્કસપણે સેવાઆધ્યાત્મિક અભ્યાસ અને પ્રેરણાનું કેન્દ્ર બનશે.

મિત્રો,

શ્રી આદિ ચુંચનગિરિ મહાસંસ્થાન મઠ, અન્ન, અક્ષર, આરોગ્ય, આધ્યાત્મ, આશ્રય, અરણ્ય, આકલુ, અનુકંપા અને અનુબંધ આ નવ સિદ્ધાંતો પર કાર્ય કરે છે. આ ભાવનામાં હું તમને નવ ક્ષેત્રો રજૂ કરવા માંગુ છું જ્યાં આપણે બધા એક સાથે આવીને સામૂહિક સંકલ્પ કરી શકીએ. હું તમારી સમક્ષ મારી નવ વિનંતીઓ રજૂ કરું છું.

મિત્રો,

આપણું માંડ્યા પાણીનું મહત્વ સમજે છે. આ આખો પ્રદેશ માતા કાવેરીના આશીર્વાદ હેઠળ ખીલ્યો છે. તેથીમારી પહેલો આગ્રહ એ છે કે આપણે બધા પાણીની બચત અને તેનાં વધુ સારી રીતે સંચાલન કરવાનો સંકલ્પ કરીએ. મારો બીજો આગ્રહ વૃક્ષો અને પ્રકૃતિ સાથે સંબંધિત છે. "એક પેડ માં કે નામ" અભિયાન હેઠળલાખો લોકોએ તેમની માતાઓના નામે વૃક્ષો વાવ્યા છે. આપણે પણ આપણી માતાઓના સન્માનમાં વૃક્ષો વાવવા જોઈએ અને ધરતી માતાનું રક્ષણ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. મારો ત્રીજો આગ્રહ સ્વચ્છતા વિશે છે. પછી ભલે તે ધાર્મિક સ્થળ હોયજાહેર સ્થળ હોયગામ હોય કે શહેર હોયદરેક જગ્યાએ સ્વચ્છતા જાળવવી એ આપણી સામૂહિક જવાબદારી છેઆપણી ફરજ છે. મારો ચોથો આગ્રહ સ્વદેશી અને આત્મનિર્ભરતા સાથે સંબંધિત છે. આપણે ભારતીય ઉત્પાદનો અપનાવવા જોઈએભારતીય ઉત્પાદકો અને ઉદ્યોગોને મજબૂત કરવા જોઈએ અને "લોકલ માટે વોકલ"ના મંત્ર દ્વારા જીવવું જોઈએ. મારો પાંચમો આગ્રહ દેશની સુંદરતા જોવા સાથે સંબંધિત છે. આપણે આપણા દેશને જાણવો જોઈએદેશના વિવિધ ખૂણામાં મુસાફરી કરવી જોઈએ અને સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવું જોઈએ.

મિત્રો,

માંડ્યા એ મહેનતુ ખેડૂતોનો દેશ છે. ખેડૂતોને મારો છઠ્ઠો આગ્રહ એ છે કે તેઓ રસાયણમુક્તપ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે. મારો સાતમો આગ્રહ સ્વસ્થ આહાર સાથે સંબંધિત છે. અત્યારેઆપણા આદરણીય શ્રી દેવેગૌડા આપણી સાથે હાજર છે. તેઓ "રાગી મુદ્દે"ને લોકપ્રિય બનાવવા માટે જાણીતા છે. આ સમગ્ર પ્રદેશ રાગીનું મહત્વ સમજે છે. યુવા પેઢીએ પણ પોતાના આહારમાં બાજરીનો સમાવેશ કરવો જોઈએ. આપણા દેશમાં સ્થૂળતા એક મોટો પડકાર બની રહી છે. આનો સામનો કરવા માટેખોરાકમાં તેલનું પ્રમાણ 10 ટકા ઘટાડવાનો પ્રયાસ કરો. મારો આઠમો આગ્રહ યોગરમતગમત અને તંદુરસ્તી સાથે સંબંધિત છે. આપણે બધાએ આને આપણા જીવનનો ભાગ બનાવવો જોઈએ. મારો નવમો આગ્રહ સેવાની ભાવના સાથે સંબંધિત છેજે તમે તમારા કાર્યો દ્વારા સતત દર્શાવી રહ્યા છો.

જરૂરતમંદોની સેવા કરવાથી સમાજ મજબૂત થાય છે અને તમારા જીવનમાં મોટો હેતુ ઉમેરાય છે. જો આપણે બધા આ નવ આગ્રહને પ્રામાણિકતા અને દૃઢ નિશ્ચય સાથે અનુસરીએતો આપણે ઝડપથી વિકસિત કર્ણાટક અને વિકસિત ભારત તરફ આગળ વધી શકીએ છીએ. ફરી એકવારહું આ પ્રસંગે આપ સૌને મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આ પવિત્ર પ્રસંગેઆ પવિત્ર ભૂમિ પરઆ તપસ્યાની ભૂમિ પરઅને તમારી સાથે થોડી ક્ષણો વિતાવવાની તક આપવા બદલ હું જગદગુરુ શ્રી શ્રી શ્રી ડૉ. નિર્મલાનંદનાથ મહાસ્વામીજી અને શ્રી આદિ ચુંચનગિરિ મહાસંસ્થાન મઠનો આભાર માનું છું. હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારી શુભકામનાઓ. આભાર.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 ઓગસ્ટ 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour