India has entered the third decade of the 21st century with new energy and enthusiasm: PM Modi
This third decade of 21st century has started with a strong foundation of expectations and aspirations: PM Modi
Congress and its allies taking out rallies against those persecuted in Pakistan: PM

પૂજનીય શ્રી સિદ્ધલિંગેશ્વરા સ્વામીજી, કર્ણાટકન મુખ્યમંત્રી શ્રી બી.એસ.યેદિયુરપ્પા, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથી શ્રી ડી.વી.સદાનંદ ગૌડાજી, શ્રી પ્રહલાદ જોશીજી, કર્ણાટક સરકારના મંત્રિગણ, અહીં ઉપસ્થિત આદરણીય સંત સમાજ શ્રદ્ધાળુગણ, દેવીઓ અને સજ્જનો, આપ સૌને નમસ્કાર, તુમકુરુમાં ડૉક્ટર શિવકુમાર સ્વામીજીની ધરતી, સિદ્ધગંગા મઠમાં આવી મને ખૂબ પ્રસન્નતા થઈ રહી છે. સૌથી પહેલા આપ સૌને નવ વર્ષની શુભકામનાઓ

વર્ષ 2020ની આપ સૌને મંગળકામનાઓ !

એ મારું સૌભાગ્ય છે કે વર્ષ 2020ની શરૂઆત તુમકુરૂની આ પાવન ધરાથી, આપ સૌની વચ્ચે થી કરી રહ્યો છું. મારી કામના છે કે સિદ્ધગંગા મઠની આ પવિત્ર ઉર્જા સમગ્ર દેશવાસીઓના જીવનને મંગલકારી બનાવે.

સાથિઓ, આજે ઘણાં વર્ષ બાદ અહીં આવ્યો છું તો એક ખાલીપાનો પણ અનુભવો થઈ રહ્ય છે. પૂજ્ય સ્વામી શ્રી શ્રી શિવકુમારજીની ભૌતિક અનુપસ્થિતિ આપણને સૌને અનુભવ થાય છે. મેં તો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે કે તેમના દર્શન માત્ર થી જ જીવન ઉર્જા થી ભરી જતું હતું. તેમના પ્રેરક વ્યક્તિત્વ થી પવિત્ર સ્થળ દશકો થી સમાજને દિશા આપતું રહ્યું છે. ખાસ કરીને એક શિક્ષિત અને સમાન અવસરવાળા સમાજના નિર્માણની ગંગા અહીં થી નિરંતર વહેતી રહી છે. પોતાના જીવનકાળમાં, સ્વામીજીએ જેટલા લોકોના જીવન પર પ્રભાવ પાડ્યો, એવું ઓછું જોવા મળે છે.

આ મારું સદભાગ્ય છે કે શ્રી શ્રી શિવકુમારજીની સ્મૃતિમાં બનનારું મ્યુઝિયમનો શિલાન્યાસ કરવાનો અવસર મળ્યો. આ મ્યૂઝિયમ, ન માત્ર લોકોને પ્રેરણા આપશે, પરંતુ સમાજ અને દેશના સ્તર પર આપણને દિશા આપવાનું પણ કાર્ય કરશે. હું પૂજ્ય સ્વામીજીને પુનઃસ્મરણ કરતાં તેમના ચરણોમાં નમન કરું છું.

સાથિઓ, હું અહીં એવા સમયે આવ્યું છું જ્યારે કર્ણાટકની ધરતી પર એક બીજા મહાન સંતનો સાથ છૂટી ગયો છે. પેજાવર મઠના પ્રમુખ વિશ્વેશ તીર્થ સ્વામીનો દેહાવસાન ભારતના સમાજ માટે એક ખોટ ઉભી કરી ગયો છે. આપણા આધ્યાત્મિક અને સામાજિક જીવનના આવા સ્તંભોનું આપણી વચ્ચે થી જવું, એક મોટું શૂન્ય અવકાશ મુકીને જાય છે. આપણે શારીરિક જીવનમાં આ ગતિને તો નથી રોકી શકતા, પરંતુ આપણે આ સંતોના દેખાડેલા માર્ગને સશક્ત જરૂર કરી શકીએ છીએ, માનવતાની સેવા અને માં ભારતીની સેવામાં પોતાની જાતને સમર્પિત કરી શકીએ છીએ.

સાથીઓ, આ એટલા માટે જરૂરી પણ છે, કારણ કે ભારતને નવી ઉર્જા અને નવા ઉત્સાહની સાથે 21મી સદીના ત્રીજા દશકમાં પ્રવેશ કર્યો છે. તમને યાદ હશે કે ગત દશકની શરૂઆત કેવી રીતના વાતાવરણમાં થઈ હતી. પરંતુ 21મી સદીનો આ ત્રીજો દશક આશાઓ, આકાંશાઓના મજબૂત પાયા સાથે શરૂ થયો છે.

આ આકાંક્ષાઓ નવા ભારતની છે. આ આકાંક્ષાઓ યુવા સ્વપનોની છે. આ આકાંક્ષાઓ દેશની બહેન – દીકરીઓની છે. આ આકાંક્ષાઓ દેશના ગરીબ, દલિત , વંચિત, પીડીતિ, પછાત, આદિવાસીઓની છે. આ આકાંક્ષાઓ શું છે ? ભારતને સમૃદ્ધ, સક્ષમ અને સર્વહિતકારી વિશ્વશક્તિના રૂપમાં જુએ છે. વિશ્વના નકશા પર ભારતને પોતાના સ્વાભાવિક સ્થાનને પ્રતિષ્ઠાપિત થતા જોવાની છે.

સાથિઓ, આ આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે, રાષ્ટ્રના રૂપમાં મોટા બદલાવને દેશના લોકોએ સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. હવે આ દરેક ભારતીયનું માનસ બની ચૂક્યો છે કે વિરાસતમાં જે સમસ્યાઓ આપણને મળી છે, તેનું નિરાકરણ કરવું જ પડશે. સમાજમાંથી મળનારો આ જ સંદેશ અમારી સરકારને પણ પ્રેરિત કરે છે, પ્રોત્સાહિત કરે છે. આ જ કારણ છે કે 2014 બાદ થી સામાન્ય ભારતીયના જીવનમાં સાર્થક પરિવર્તન લાવવાનો અભૂતપૂર્વ પ્રયત્ન દેશે કર્યો છે.

ગત વર્ષે તો એક સમાજના રૂપમાં, એક રાષ્ટ્રના રૂપમાં આપણા એ પ્રયાસોને શિખર પર પહોંચાડ્યો છે. આજે દેશનો ખુલ્લામાં શૌચ મુક્ત સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. દેશની ગરીબ બહેનોને ધૂમાડાથી મુક્તિનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે. દેશના દરેક ખેડૂત પરિવારને સીધી મદદ, ખેત મજૂરો, શ્રમિકો, નાના વેપારીઓને સમાજિક સુરક્ષાનું, પેન્શન જેવી વ્યવસ્થા સાથે જોડવાનો સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે.

આતંકવાદ સામે ભારતની નીતિ અને રીતિના બદલાવનો સંકલ્પ પણ સિદ્ધ થઈ રહ્યો છે. જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી ત્યાંના જીવન થી આતંક અને અનિશ્ચિતતાને દૂર કરવાનો, જમ્મુ-કાશ્મીર અને લદાખના લોકોની આગેવાનીમાં વિકાસના નવા યુગની શરૂઆતનો સંકલ્પ પણ સિદ્ધ થઈ રહ્યો છે. અને આ બધાની વચ્ચે, ભગવાન રામના જન્મ સ્થળ પર એક ભવ્ય મંદિરનો માર્ગ પણ પૂર્ણ શાંતિ અને સહયોગ થી પ્રશસ્ત થઈ ગયો છે.

સાથિઓ, કેટલાક અઠવાડિયા પહેલા આપણા લોકતંત્રની સૌથી મોટી સંસ્થા, આપણી સંસદે સિટિજનશિપ એમેન્ડમેન્ટ એક્ટ બનાવવાનું પણ ઐતિહાસિક કાર્ય કર્યું છે. પરંતુ કોંગ્રેસના લોકો, તેમના સાથી દળો અને તેમના બનાવેલા ઇકોસિસ્ટમ, ભારતની સંસદ સામે જ ઉભા થયા છે. આ લોકોએ ભારતની સંસદની સામે જ આંદોલન શરૂ કરી દીધું છે. આ લોકો પાકિસ્તાન થી આવેલા દલિત-પીડિતો-શોષિતો સામે જ આંદોલન કરી રહ્યા છે.

સાથિયો, પાકિસ્તાનનો જન્મ ધર્મના આધાર પર થયો હતો. દેશ ધર્મના આધાર પર વહેંચાયેલો હતો. અને ભાગલા સમયથી જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકોની સાથે અત્યાચાર શરૂ થઈ ગયો હતો. સમયની સાથે પાકિસ્તાનમાં પછી હિન્દુ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જૈન હોય, તેમના પર ધર્મના આધારે અત્યાચાર વધી રહ્યા છે. હજારો એવા લોકોને ત્યાંથી પોતાનું ઘર છોડી શરણાર્થીના રૂપમાં ભારત આવવું પડ્યું છે.

પાકિસ્તાને હિંદુઓ પર અત્યાચાર કર્યો, શીખો પર અત્યાચાર કર્યો, જૈન અને ઈસાઈઓ પર અત્યાચાર કર્યો, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી, પાકિસ્તાનની સામે નથી બોલતા. આજે દરેક દેશવાસીના મનમાં પ્રશ્ન છે કે જે લોકો પાકિસ્તાન થી પોતાનો જીવ બચાવવા માટે, પોતાની દિકરીઓની જિંદગી બચાવવા માટે અહીં આવ્યા છે, તેમની સામે તો આંદોલન ચલાવાયું છે પરંતું જે પાકિસ્તાને તેમના પર અત્યાચાર કર્યો, તેમની સામે આ લોકોના મોં પર તાળું કેમ મારેલું છે ?

આપણી એ ફરજ બને છે કે પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓની મદદ કરીએ, તેમની સાથે ઉભા રહીએ. આપણીએ ફરજ બને છે કે પાકિસ્તાનથી આવેલા હિંદુઓને, દલિતો-પીડિતો-શોષિતોને તેમના નસીબ પર ન છોડીએ, તેમની મદદ કરીએ. આપણી એ ફરજ બને છે કે પાકિસ્તાનથી આવેલા શિખોને તેમના નસીબ પર ન છોડીએ, તેમની મદદ કરીએ. આપણી એ ફરજ બને છે કે પાકિસ્તાનથી આવેલા જૈન અને ઈસાઈઓને તેમના નસીબ પર ન છોડીએ, તેમની મદદ કરીએ.

સાથિઓ જે લોકો આજે ભારતની સંસદની સામે આંદોલન કરી રહ્યા છે, હું તેમને કહેવા માગુ છું કે આજે જરૂર છે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આ હરકતને ખુલ્લી પાડવાની. જો તમારે આંદોલન કરવું છે તો પાકિસ્તાનના ગત 70 વર્ષના પરાક્રમોની સામે અવાજ ઉઠાવો.

જો તમારે સૂત્રોચ્ચાર કરવા છે તો પાકિસ્તાનમાં જે રીતે અલ્પસંખ્યકો પર અત્યાચાર થઈ રહ્યા છે, તેની સાથે જોડાયેલા બાબતો પર સૂત્રોચ્ચાર કરો. જો તમારે સરઘસ કાઢવું હોય તો પાકિસ્તાન થી આવેલા હિંદૂ-દલિત-પીડિત-શોષિતોના સમર્થનમાં સરઘસ કાઢો. જો તમારે ઘરણાં પર ઉતરવું હોય, તો પાકિસ્તાનની સામે ધરણાં પર ઉતરો.

સાથિઓ, અમારી સરકાર, દેશની સામે ચાલી રહેલા દશકો જૂના પડકારોનું સમાધાન કરવા માટે રાત-દિવસ કાર્ય કરી રહી છે. દેશના લોકોનું જીવન સરળ બને, એ અમારી પ્રાથમિકતા છે. દેશના દરેક ગરીબની પાસે માથે છત હોય, દરેક ઘરમાં ગેસ કનેક્શન હોય, દરેક ઘરમાં પાઈપથી પાણી પહોંચે, દરેક વ્યક્તિને સ્વાસ્થ્ય સુવિધા સુલભ રહે, દરેક વ્યક્તિની પાસે વીમા સુરક્ષાનું કવચ હોય, દરેક ગામમાં બ્રોડબેન્ડ હોય, આવા ઘણાં લક્ષ્યો પર અમે કાર્ય કરી રહ્યા છીએ.

વર્ષ 2014માં જ્યારે હું તમારી પાસે સ્વચ્છ ભારત અભિયાનમાં ભાગીદારી માટે પ્રાર્થના કરી હતી, તો તમે પૂર્ણ સમર્થન સાથે હાથ આગળ વધાર્યો હતો. તમારા જેવા કરોડો સાથિઓના સહયોગના કારણે ગીંધીજીની 150મી જયંતિ પર ભારતે પોતે ખુલ્લામાં શૌચ મુક્ત કરી દીધું.

આજે હું સંત સમાજના 3 સંકલ્પોમાં સક્રિય સહયોગ ઈચ્છું છુ. પહેલો – પોતાના કર્તવ્યો અને જવાબદારીઓને મહત્વ આપવાની આપણી જૂની સંસ્કૃતિને આપણે ફરી મજબૂત કરવાની છે, લોકોને આ બાબતમાં સતત જાગૃત કરવાના છે. બીજો, પ્રકૃતિ અને પર્યાવરણી રક્ષા. અને ત્રીજો, જળ સંરક્ષણ, જળ સંચયન માટે જનજાગરણમાં સહયોગ.

સાથિઓ, ભારતે હંમેશા સંતોને, ઋષિઓને, ગુરુઓને શ્રેષ્ઠ માર્ગના એક પ્રકાશ સ્તંભના રૂપમાં જોયા છે. ન્યૂ ઈન્ડિયામાં પણ સિદ્ધંગંગા, મઠ, આધ્યાત્મ અને આસ્થા સાથે જોડાયેલ દેશના દરેક નેતૃત્વની ભૂમિકા મહત્વની છે.

આપ સૌ સંતોનો આશીર્વાદ, અમારા સૌ પર હંમેશા રહે, આપના આશીર્વાદથી અમે અમારા સંકલ્પોને સિદ્ધ કરીએ, એવી કામાની સાથે હું મારી વાત સમાપ્ત કરું છું.

આપ સૌનો ખૂબ – ખૂબ આભાર!

ભારત માતા કી જય,

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers

Media Coverage

Enclosures Along Kartavya Path For R-Day Parade Named After Indian Rivers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
The Beating Retreat ceremony displays the strength of India’s rich military heritage: PM
January 29, 2026
Prime Minister shares Sanskrit Subhashitam emphasising on wisdom and honour in victory

The Prime Minister, Shri Narendra Modi, said that the Beating Retreat ceremony symbolizes the conclusion of the Republic Day celebrations, and displays the strength of India’s rich military heritage. "We are extremely proud of our armed forces who are dedicated to the defence of the country" Shri Modi added.

The Prime Minister, Shri Narendra Modi,also shared a Sanskrit Subhashitam emphasising on wisdom and honour as a warrior marches to victory.

"एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"

The Subhashitam conveys that, Oh, brave warrior! your anger should be guided by wisdom. You are a hero among the thousands. Teach your people to govern and to fight with honour. We want to cheer alongside you as we march to victory!

The Prime Minister wrote on X;

“आज शाम बीटिंग रिट्रीट का आयोजन होगा। यह गणतंत्र दिवस समारोहों के समापन का प्रतीक है। इसमें भारत की समृद्ध सैन्य विरासत की शक्ति दिखाई देगी। देश की रक्षा में समर्पित अपने सशस्त्र बलों पर हमें अत्यंत गर्व है।

एको बहूनामसि मन्य ईडिता विशं विशं युद्धाय सं शिशाधि।

अकृत्तरुक्त्वया युजा वयं द्युमन्तं घोषं विजयाय कृण्मसि॥"