With Pakyong Airport, the country has hit a century of airports: PM Modi
Pakyong Airport would greatly ease connectivity to Sikkim, boost tourism, strengthen trade: PM Modi
Out of 100 airports in the country today, 35 have been operationalized in the last four years: PM Modi

સિક્કિમના રાજ્યપાલ શ્રીમાન ગંગાપ્રસાદજી, રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન પવન ચામલિંગજી, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથી શ્રીમાન સુરેશ પ્રભુજી, ડૉક્ટર જીતેન્દ્ર સિંહજી, એસ. એસ. અહલુવાલિયાજી, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રીમાન કે. એન. રાયજી, રાજ્ય સરકારમાં મંત્રી શ્રીમાન દોરજી શેરીંગ લેપચ્યાજી, અહિં ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

સાથીઓ, હું વીતેલા ત્રણ દિવસોથી હિન્દુસ્તાનના પૂર્વીય વિસ્તારમાં, પૂર્વીય ભારતમાં ફરી રહ્યો છું અને આ દરમિયાન ઇન્ફ્રાસ્ટ્રક્ટર અને માનવતાની સેવા સાથે જોડાયેલા ઘણા મોટા મોટા પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવાનું મને સૌભાગ્ય મળ્યું છે.

ગઈકાલે ઝારખંડમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પીએમજેએવાયની શરૂઆત આયુષ્માન ભારત યોજનાનો શુભારંભ કર્યા પછી સાંજે હું સિક્કિમ આવી ગયો હતો અને આજે સવારે સિક્કિમમાં સિક્કિમની સવાર, ઉગતો સુરજ, ઠંડી હવા, પહાડોની પ્રકૃતિની સુંદરતા, તો હું પણ આજે સવારે કેમેરા પર હાથ અજમાવવા લાગી ગયો હતો. અહિંની સુંદરતા, ભવ્યતાને કોણ પસંદ નહીં કરતું હોય. પ્રત્યેક વ્યક્તિ તેનો પ્રશંસક છે. પ્રકૃતિએ આટલું બધું આપ્યું છે, તેને પ્રાપ્ત કરવા માટે દરેક વ્યક્તિ અહિં દોડી આવે છે.

ભાઈઓ બહેનો, પૂર્વ દિશાની આપણી સંસ્કૃતિ અને પરંપરાનું શું મહત્વ છે એ તમે પણ સારી રીતે જાણો છો, દેશ પણ સારી રીતે જાણે છે.

પૂર્વમાં પણ પૂર્વોત્તરનું તો અલગ જ મહત્વ છે. પૂર્વીય રાજ્યમાં રહેનારા આપ સૌ લોકોને હું આદરપૂર્વક નમન કરું છું અને સિક્કિમનું, આપ સૌનું પહેલું પાક્યોંગ વિમાનમથક આપને ભેટ આપું છું.

આજનો આ દિવસ સિક્કિમ માટે તો ઐતિહાસિક છે જ, દેશ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. પાક્યોંગ વિમાનમથકના ખુલતા જ તમને પણ ગર્વ થશે. ક્રિકેટના મેદાનમાં લોકો સદી ફટકારે છે, આજે ભારતે સદી ફટકારી છે. એટલે કે આ વિમાનમથકો શરૂ થયા પછી સમગ્ર હિન્દુસ્તાનમાં 100 વિમાનમથકો, એક સો વિમાનમથકો કામ કરવા લગી ગયા છે અને આ અર્થમાં દેશે આજે સદી ફટકારી છે અને દેશ કેવી રીતે બદલાઈ રહ્યો છે, આ આપણું સિક્કિમ ફૂટબોલ માટે જાણીતું છે. દરેક વ્યક્તિ ફૂટબોલ રમે છે. પરંતુ એ જ સિક્કિમ હવે ક્રિકેટમાં પણ હાથ અજમાવા લાગ્યું છે.

અને મેં કાલે, આજે છાપામાં વાંચ્યું કે અહિંના કેપ્ટન નીલેશ લામીછાએ સદી ફટકારી. જ્યારે સિક્કિમ ફૂટબોલ રમતું હતું ત્યાંનો નીલેશ સદી મારે છે ક્રિકેટમાં પહેલો સિક્કમવાસી સદી મારનારો બની શકે છે તો અહીનું વિમાનમથક, દેશમાં એરપોર્ટનું શતક પૂરું કરી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, આ વિમાનમથક જીવનને વધુ સરળ બનાવવામાં ઘણી મોટી ભૂમિકા નિભાવવાનું છે. આજ સુધી આપણને સૌને જો દેશના બીજા કોઈ ભાગમાંથી સિક્કિમ આવવું હોય અને પછી અહિંથી બીજા ક્ષેત્રમાં જવું હોય તો કેટલું અઘરું થઇ જતું હતું. આ વાત અહિંના લોકો પણ જાણે છે અને અહિં આવનારા લોકો પણ જાણે છે.

પહેલા પશ્ચિમ બંગાળના બાગડોરા સુધી વિમાનમાંથી ઉતરો, પછી ત્યાંથી આશરે સવા સો કિલોમીટર સુધી ઊંચા નીચા રસ્તા પર 5-6 કલાક થકાવી નાખનારી મુસાફરી અને ત્યારે જઈને ગંગટોક પહોંચી શકતા હતા. પરંતુ હવે પાક્યોંગ વિમાનમથક આ થકાવી દેનારા અંતરને મિનીટોમાં પસાર કરી દેશે.

ભાઈઓ અને બહેનો, તેનાથી મુસાફરી તો સરળ અને ઓછી થઇ જ છે, પરંતુ સરકારે એ પણ પ્રયત્ન કર્યો છે કે અહિંથી આવવા જવાનું સામાન્ય વ્યક્તિની પહોંચમાં પણ હોય અને એટલા માટે આ વિમાનમથકને ઉડાન યોજના સાથે જોડવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત 2500-2600 રૂપિયા સુધી જ આપવાના હોય છે. લગભગ અઢી હજાર રૂપિયા.

સરકારના આ જ વિઝન અને પ્રયાસોના કારણે આજે વિમાનની મુસાફરી રેલવેના એર કંડીશનર ક્લાસ જેટલી સસ્તી થઇ ગઈ છે. અને આપણે ત્યાં કહે છે ને કે ટાઈમ ઈઝ મની, સાંભળતા આવ્યા છીએ ને ટાઈમ ઈઝ મની, વિમાનમાં જવાથી સમય બચે છે અર્થાત પૈસા બચે છે. એ જ કારણ છે કે દેશના લાખો મધ્યમ વર્ગના પરિવારો આજે હવાઈ મુસાફરી કરવા માટે સક્ષમ બન્યા છે.

સાથીઓ હજુ તો એરપોર્ટની શરૂઆત થઇ છે. હમણાં જ મને વિમાનમથકનું ઉદઘાટન કરવાનો અવસર મળ્યો છે. પરંતુ આગામી એક-બે અઠવાડિયાની અંદર જ અહિંથી ગુવાહાટી અને કોલકાતા માટે નિયમિત ફ્લાઈટ શરુ થઇ જશે. આવનારા દિવસોમાં દેશના બીજા ભાગોમાં અને પાડોશી દેશોને પણ સાથે જોડવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

સાથીઓ, પાક્યોંગ એરપોર્ટ માત્ર સુંદરતા માટેનું જ નહીં પરંતુ એન્જીનિયરીંગ કૌશલ્યનું પણ પ્રતીક છે. જે લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા હશે, તેમણે પાછલા ત્રણ દિવસથી આ એરપોર્ટની તસવીરો અને પ્રકૃતિના ખોળામાં કઈ રીતે વિમાન ઉતરી રહ્યું છે, એ તસવીરો સોશિયલ મીડિયામાં એટલી વાયરલ થઇ છે; તમે જોઇ જ હશે. ઉદઘાટન તો આજે થયું છે પરંતુ લોકોએ તેનો અગઉથી જ સતત તેનો જય જયકાર શરુ કરી દીધો છે.
સાડા 500 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ વિમાનમથક આપણા એન્જીનિયરો, કારીગરો, તેમની ક્ષમતાનું એક ગૌરવપૂર્ણ પાસું છે. કેવી રીતે પહાડોને તોડવામાં આવ્યા, તેના ખડકોમાંથી ખાઈને ભરવામાં આવી, ભારે વરસાદના પડકારો સામે લડવામાં આવ્યું. અહિંથી પસાર થનારી જલધારાઓને વિમાનમથકની નીચેથી પસાર કરવામાં આવી. ખરેખર આ અદભૂત એન્જીનિયરીંગની કમાલ છે.

આજે આ અવસર પર હું એરપોર્ટના પ્લાનિંગ અને નિર્માણ સાથે જોડાયેલા તમામ એન્જીનિયરો, તમામ શ્રમિકોને આ અદભૂત કાર્ય માટે હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તમે સૌએ ખરેખર કમાલ કરી બતાવી છે.
ભાઈઓ અને બહેનો, સિક્કિમને અને પૂર્વોત્તરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લાગણી, બંને પ્રકારની કનેક્ટિવિટીને વિસ્તૃત કરવા માટેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. વીતેલા ચાર વર્ષો દરમિયાન અનેક વાર હું પોતે પૂર્વોત્તરના રાજ્યોમાં આપ સૌના આશીર્વાદ લેવા, અહિંના વિકાસની જાણકારી લેવા માટે રૂબરૂ આવ્યો છું.

એટલું જ નહીં, દર અઠવાડિયે બે અઠવાડિયે કોઈ ને કોઈ કેન્દ્ર સરકારના મંત્રી પૂર્વોત્તરના કોઈ ન કોઈ રાજ્યમાં ભ્રમણ કરે છે, આવે છે, પુછપરછ કરે છે, કામકાજનો હિસાબ લે છે. તેનું પરિણામ શું થયું છે તે પણ આપ સૌ આજે જમીન પર જોઈ રહ્યા છો.

સિક્કિમ હોય, અરુણાચલ પ્રદેશ હોય, મેઘાલય હોય, મણિપુર હોય, નાગાલેંડ હોય, આસામ હોય, ત્રિપુરા હોય, મિઝોરમ હોય, પૂર્વોત્તરના તમામ રાજ્યોમાં ઘણા બધા કામો, આઝાદી પછી ઘણા બધા કામો પહેલી વાર થઇ રહ્યા છે. વિમાનો પહેલી વાર પહોંચ્યા છે. રેલ કનેક્ટિવિટી પહેલીવાર પહોંચી છે. કેટલીક જગ્યાઓ પર તો વીજળી પણ પહેલીવાર પહોંચી છે.

પહોળા રાષ્ટ્રીય ધોરીમાંર્ગો બની રહ્યા છે, ગામમાં પણ રસ્તાઓ બની રહ્યા છે. નદીઓ પર મોટા મોટા પુલ બની રહ્યા છે. ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. ‘સૌનો સાથ સૌનો વિકાસ’ના મંત્ર પર ચાલી રહેલી અમારી સરકાર ક્ષેત્રીય અસંતુલનને દૂર કરવા માટે અને પૂર્વોત્તર તથા પૂર્વીય ભારતને દેશની વિકાસ ગાથાનું એન્જીન બનાવવા માટે પુરજોશમાં મહેનત કરી રહી છે, અમે તેના માટે કટિબદ્ધ છીએ.

આ જ વિઝન અંતર્ગત સિક્કિમને પોતાનું વિમાનમથક આપવાનું કામ અમે ઝડપી બનાવ્યું છે. અવરોધોને દુર કર્યા અને આજે તમારું સપનું પૂર્ણ થયું છે. નહિતર તમે પણ સારી રીતે જાણો છો લગભગ 6 દાયકા પહેલા એક નાનકડું વિમાન અહિંથી ઉડ્યું હતું. ત્યાર પછી છ દાયકા સુધી તમારે વિમાનમથક માટે રાહ જ રાહ જોવી પડી છે.

સાથીઓ, સિક્કિમ જ નહીં, અરુણાચલ સહિત દેશના અનેક રાજ્યોમાં નવા વિમાનમથકો બન્યા છે. જેમ કે પહેલા જ મે શરૂઆતમાં કહ્યું હતું કે આજે આપણા 100 વિમાનમથકો, સો એરપોર્ટ ચાલુ થઇ ગયા છે. અને તમને જાણીને નવાઈ લાગશે, આમાંથી 35 એરપોર્ટ છેલ્લા ચાર વર્ષમાં બન્યા છે.

આઝાદી પછીથી 2014 સુધીમાં, ઝડપી ગતિએ કામ થવાનો અર્થ શું હોય છે? ચારેય દિશામાં કામ થવાનો અર્થ શું હોય છે? વિઝન સાથે કામ કરવાનો અર્થ શું હોય છે? આ એક ઉદાહરણથી તમે સમજી જશો. આઝાદી પછીથી 2014 સુધી એટલે કે સડસઠ વર્ષ, 67 વર્ષમાં 65 એરપોર્ટ હતા, પાસઠ. સડસઠ વર્ષમાં પાંસઠ એરપોર્ટ એટલે કે સરેરાશ એક વર્ષમાં એક વિમાનમથક. વાત સમજાઈ રહી છે તમને? મારી વાત તમને સમજમાં આવી રહી છે? એક વર્ષમાં એક વિમાનમથક. તે તેમની ઝડપ હતી, તે તેમની વિચારધારા હતી. વીતેલા ચાર વર્ષોમાં એક વર્ષમાં 9 વિમાનમથકો ઉડાન ભરવા માટે તૈયાર છે. 9 ગણી ગતિ એટલે કે આ જ કામને પૂરું કરવાનું હોત તો કદાચ તેઓ બીજા 40 વર્ષ લાગી જતા, જે અમે ચાર વર્ષમાં કરીને બતાવ્યું છે.

ભાઈઓ-બહેનો, આજે ભારત સ્થાનિક હવાઈ સેવાના ક્ષત્રમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું બજાર બની ગયું છે, વિશ્વનું ત્રીજું. ભારતમાં હવાઈ સેવા આપનારી કંપનીઓની પાસે વિમાન ઓછા પડી ગયા છે. નવા વિમાનો માટે ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. તમને બીજો એક આંકડો જણાવું છું, તે પણ તમને જરા આશ્ચર્ય પમાડશે. આઝાદીના 70 વર્ષોમાં દેશમાં લગભગ 400 વિમાનો સેવા આપી રહ્યા હતા, 400 વિમાનો. 70 વર્ષમાં 400 વિમાન. હવે વિમાન સેવા આપનારી કંપનીઓએ આ એક વર્ષમાં 1000 નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. 70 વર્ષમાં 400 અને એક વર્ષમાં 1000 નવા. તમે કલ્પના કરી શકો છો. અને આનાથી જ ખબર પડે છે કે જે મારું સપનું છે, હવાઈ ચપ્પલ પહેરનાર વ્યક્તિને હવાઈ મુસાફરી કરાવવાનું અમારું સપનું કેટલી ઝડપથી પૂરું થઇ રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, તમારું પોતાનું એરપોર્ટ બનવાથી તમને સૌને દેશના બીજા ભાગોમાં આવવા-જવાની સુવિધા તો મળશે જ, તમારી કમાણી પણ વધશે, આવક પણ વધશે. સિક્કિમ તો આમ પણ દેશી-વિદેશી પ્રવાસીઓનું લોકપ્રિય સ્થળ રહ્યું છે. અહિંની વસ્તી કરતા તો વધુ પ્રવાસીઓ આવે છે. મને જણાવવામાં આવ્યું છે કે વિમાનમથક ન હોવા છતાં રાજ્યની કુલ વસ્તી કરતા દોઢ ગણા વધુ પર્યટકો અહિં આવે છે.

હવે આ વિમાનમથક બની ગયા પછી પ્રવાસીઓની સંખ્યા એટલી સીમિત નથી રહેવાની, એ તમે માનીને ચાલજો. આ દિવાળીમાં જ તમને જોવા મળશે, આ દુર્ગા પૂજામાં જ જોવા મળશે કે કેવી રીતે અહિં પ્રવાસીઓનો મેળો લાગવાનો છે.

વિમાનમથક સિક્કિમના નવયુવાનો માટે રોજગારનું નવું દ્વાર સાબિત થવાનું છે અને તેના કારણે અહિં હોટેલ, મોટેલ, ગેસ્ટ હાઉસ, કેમ્પીંગ સાઈટ્સ, હોમ સ્ટે, ટુરિસ્ટ, ગાઈડ, રેસ્ટોરન્ટ, કેટલું ય. અને પ્રવાસન એક એવું માધ્યમ છે, ગરીબમાં ગરીબ માણસ પણ કમાય છે, શીંગ-ચણા વેચનારો પણ કમાશે, ફૂલ છોડ વેચનારો પણ કમાશે, ઓટો રીક્ષા વાળો પણ કમાશે, ગેસ્ટ હાઉસ વાળો પણ કમાશે અને ચા વેચનારો પણ કમાશે.

સાથીઓ, પરિવહન અને પ્રવાસનને સરકારે પરિવર્તનનું સાધન બનાવ્યું છે. આસ્થા સાથે જોડાયેલા સ્થળો હોય, આધ્યાત્મિક સ્થળો હોય, આદિવાસી ઓળખના ક્ષેત્રો હોય, આ બધા જ ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અહિં શ્રદ્ધાળુઓ માટે, પર્યટકો માટે સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રમાં તો સૌથી ઊંચી પર્વતમાળા કાંચનજંઘા પણ છે અને અહિં આગળ નાથૂલા દર્રા પણ છે. જેને અમારી સરકારે જ કૈલાસ માનસરોવરની યાત્રા માટે ખોલ્યો છે.

અહિંયા શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનું નિર્માણ કરવા માટે 40 કરોડથી વધુ રકમની મંજૂરીઓ પણ આપવામાં આવી છે. અહિંના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે સિક્કિમને હર્યુભર્યુ બનાવેલું રાખવા માટે પણ રાજ્ય સરકારની સાથે મળીને અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારે નેશનલ રીવર કન્વર્ઝેશન પ્લાન અંતર્ગત 350 કરોડથી વધુની રકમની મંજૂરી આપી છે. તે અંતર્ગત જે 9 પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે અને તેમાં 8 ગંગટોક અને સિંગટમ માટે છે. આશરે દોઢસો કરોડના પ્રોજેક્ટ રાનીચૂ નદીને પ્રદુષિત થવાથી બચાવવા માટેના છે. આ સિવાય પર્યાવરણ બચાવવા માટે સમગ્ર પૂર્વોત્તરને માટે આશરે સવા સો કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે જેમાંથી 50 કરોડથી વધુની રકમ ફાળવી દેવામાં આવી છે.

સાથીઓ, પર્યાવરણ, પરિવહન અને પર્યટન, તેનો અરસપરસ ઊંડો સંબંધ છે. એટલે સિક્કિમ માટે માત્ર હવાઈ જોડાણ પર જ ભાર મુકવામાં નથી આવી રહ્યો, પરંતુ બીજા સાધનોને પણ મજબુત કરવામાં આવી રહ્યા છે. આશરે 1500 કરોડ રૂપિયાથી વધુના રાષ્ટ્રીય ધોરીમાર્ગના પ્રોજેક્ટ પર પણ અહિં કામ ચાલી રહ્યું છે. આ સિવાય આશરે 250 કરોડ રૂપિયાના ખર્ચે નાના-નાના રસ્તાઓને બનાવવામાં આવી રહ્યા છે, રસ્તાઓને પહોળા કરવામાં આવી રહ્યા છે.

માર્ગોની સાથે-સાથે સિક્કિમમાં રેલવેને પણ મજબુત કરવામાં આવી રહી છે. ગંગટોકને બ્રોડગેજ સાથે જોડવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

સિક્કિમમાં વીજળીની વ્યવસ્થાને સુધારવા માટે ટ્રાન્સમીશન લાઈનને સરખી કરવા માટે 1500 કરોડથી વધુની સહાયતા રાજ્યને આપવામાં આવી છે. મને જણાવવામાં આવ્યું છે કે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં આ કામને પૂરું કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ સિવાય વીજળી ઉત્પન્ન કરવાના મામલે પણ સિક્કિમને દેશના અગ્રણી રાજ્યોની સાથે ઊભું કરવા તરફ અમે આગળ વધી રહ્યા છે. આશરે 14 હજાર કરોડના ખર્ચે 6 હાઈડ્રો ઇલેક્ટ્રિક પરિયોજનાઓ માટે અહિં કામ ચાલી રહ્યું છે.

ભાઈઓ અને બહેનો, હું આપ સૌ સિક્કિમવાસીઓને, અહિંની સરકારને અને ખાસ કરીને અહિંના ખેડૂતોને અભિનંદન આપું છું કે તમે ઓર્ગેનિક ફાર્મિંગને લઈને દેશમાં ઉદાહરણ બનીને સામે આવ્યા છો. સિક્કિમ સો ટકા ઓર્ગેનિક ખેતી કરનારૂ સૌપ્રથમ રાજ્ય છે.

ઓર્ગેનિક ફાર્મિંગને દેશભરમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. તેના માટે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત કામ કરવામાં આવી રહ્યું છે. માત્ર સજીવ ખેતી પર ભાર જ મુકવામાં નથી આવી રહ્યો પરંતુ તેના માટે મૂલ્ય વૃદ્ધિ અને બજારની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે અને આ જે વિમાનમથક છે, આજે તો મુસાફરો માટે શરુ થઇ રહ્યું છે, પરંતુ એ દિવસ દૂર નથી કે જ્યારે અહિંથી ફળ-ફૂલ એક જ કલાકમાં દિલ્હીના બજારોમાં પહોંચી જશે, તે દિવસો હવે દૂર નથી.

હિંદુસ્તાનમાં અનેક ભગવાન હશે જેમના ચરણોમાં હવે સિક્કિમના ખેડૂતોએ જે ફૂલો તૈયાર કર્યા છે તે પહોંચવાના છે. પૂર્વોત્તરના રાજ્યોમાં સરકારે ‘મિશન ઓર્ગેનિક વેલ્યુ ડેવલપમેન્ટ ફોર નોર્થ ઇસ્ટર્ન રીજન’ નામથી એક વિશેષ યોજના પણ ચલાવી છે. તેની માટે આશરે 400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
સાથીઓ ઓર્ગેનિક ઉત્પાદન માત્ર આપણા પર્યાવરણ માટે, આપણી ધરતી માટે જ સુરક્ષિત છે એવું નથી પરંતુ તે આપણને બીમારીઓથી પણ દુર રાખે છે. દેશવાસીઓનું સ્વાસ્થ્ય સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે અને મને કાલે મુખ્યમંત્રીજી જણાવી રહ્યા હતા, અહિં આયુષ્ય હવે વધી રહ્યું છે. પહેલાની દુનિયામાં પાછલા દસ વર્ષમાં જીવન જીવવાની ઉંમરની સીમા ઝડપી ગતિએ વધી રહી છે અને તેમાં પણ પુરુષો કરતા વધુ મહિલાઓની વધી રહી છે.

મને વિશ્વાસ છે કે દેશના લોકો પણ આ રાસાયણિક ખાતરથી મુક્તિ મેળવીને કેટલું સારૂં જીવન જીવી શકાય છે, તેની સમજ જરૂરથી સિક્કિમ પાસેથી મેળવશે.

મને જાણકારી છે કે સ્વચ્છતા હી સેવાના આંદોલનને સિક્કિમવાસીઓએ એક રીતે ગળે લગાડ્યું છે, ઘણું આગળ વધાર્યું છે. આપ સૌના પ્રયાસો, તમારી જાગૃતિના કારણે સિક્કિમે 2016માં સૌથી પહેલા સિક્કિમને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કર્યું હતું, એટલું જ નહીં, પ્લાસ્ટિકના કચરામાંથી મુક્તિ માટે પણ તમે લોકોએ ખૂબ પ્રશંસનીય કામ કર્યું છે.

ભાઈઓ અને બહેનો, જેમ કે મે પહેલા જ કહ્યું. ગઈકાલે દેશમાં આયુષ્માન ભારતના રૂપમાં દુનિયાની સૌથી મોટી હેલ્થ કેર યોજના, તેનો પ્રારંભ થયો છે. અને સિક્કિમ પણ તેની સાથે જોડાયેલું છે અને તેના કારણે સિક્કિમના ગરીબ પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની બીમારી, ગંભીર બીમારીનો ખર્ચો હવે સરકાર તરફથી આપવામાં આવશે અને અહિંનો નાગરિક હિન્દુસ્તાનના કોઇપણ ખૂણામાં જાય, તેને ત્યાં દવાખાનાની જરૂર પડી તો ત્યાંથી પણ તેને તે પૈસા આપવામાં આવશે. બીમાર વ્યક્તિ જ્યાં પણ જશે, આ જે આયુષ્માન ભારતનું સુરક્ષા કવચ છે, તે તેની સાથે-સાથે ચાલશે.

સાથીઓ, વીતેલા ચાર વર્ષોમાં સામાન્ય લોકોના જીવનસ્તરને પર ઉઠાવવા માટે અનેક પ્રકારની યોજનાઓ કેન્દ્ર સરકાર ચલાવી રહી છે જેનો સિક્કિમને પણ લાભ મળી રહ્યો છે. જન ધન યોજનાના કારણે અહિંના આશરે એક લાખ લોકોના બેંક ખાતા ખુલ્યા છે. લગભગ 80 હજાર ભાઈઓ-બહેનોને માત્ર એક રૂપિયા મહીને અને 90 પૈસા પ્રતિદિન સુરક્ષા વીમા યોજનાઓ સાથે જોડવામાં આવ્યા છે.

ઉજ્જવલા યોજના અંતર્ગત આશરે 38 હજાર ગરીબ પરિવારોને રસોડા સુધી મફતમાં ગેસ કનેક્શન પહોંચાડવામાં આવ્યા છે.

સાથીઓ, પૂર્વીય ભારત, પૂર્વોત્તરના જીવનને સરળ બનાવવા, અહિંની મુશ્કેલ પરિસ્થિતિઓને સરળ બનાવવા માટે, જીવન જીવવાની સુગમતા સુનિશ્ચિત કરવા માટે એનડીએની સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે. અમે આ ક્ષેત્રને વિકાસ માટે નવા યુગની સાથે જોડવા માગીએ છીએ. નવા ભારતની નવી ધરી બનાવવા માંગીએ છીએ.

આ વિમાનમથકના લીધે અહિં અનેક સુવિધાઓ વિકસિત થશે જે સિક્કિમને વિકાસની નવી ઊંચાઈ આપશે. આપ સૌને તમારા સૌપ્રથમ વિમાનમથક માટે હું ફરી એકવાર હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છુ.
મુખ્યમંત્રીજીએ અનેક વિષયોનો ઉલ્લેખ કર્યો છે, આ તમામ વિષયો અંગે મારી તેમની સાથે વ્યક્તિગત ચર્ચા થતી રહે છે. અને એટલા માટે તેને સાર્વજનિક રૂપે અલગથી મારે ઉલ્લેખ કરવાની જરૂર નથી. પરંતુ હું તમને વિશ્વાસ અપાવું છું કે આ દેશને નવી ઊંચાઈઓ પર લઇ જવાનો છે, સિક્કિમને પણ આગળ વધારવાનું છે, સિક્કિમના દરેક સમાજને, દરેક વ્યક્તિને, દરેક નવયુવાનને, તેના સપનાઓને પુરા કરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે.

આ જ વિશ્વાસની સાથે હું ફરી એકવાર આપ સૌને ખૂબ-ખૂબ શુભકામનાઓ, ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.
આભાર!

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA

Media Coverage

Since 2019, a total of 1,106 left wing extremists have been 'neutralised': MHA
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Welcomes Release of Commemorative Stamp Honouring Emperor Perumbidugu Mutharaiyar II
December 14, 2025

Prime Minister Shri Narendra Modi expressed delight at the release of a commemorative postal stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran) by the Vice President of India, Thiru C.P. Radhakrishnan today.

Shri Modi noted that Emperor Perumbidugu Mutharaiyar II was a formidable administrator endowed with remarkable vision, foresight and strategic brilliance. He highlighted the Emperor’s unwavering commitment to justice and his distinguished role as a great patron of Tamil culture.

The Prime Minister called upon the nation—especially the youth—to learn more about the extraordinary life and legacy of the revered Emperor, whose contributions continue to inspire generations.

In separate posts on X, Shri Modi stated:

“Glad that the Vice President, Thiru CP Radhakrishnan Ji, released a stamp in honour of Emperor Perumbidugu Mutharaiyar II (Suvaran Maran). He was a formidable administrator blessed with remarkable vision, foresight and strategic brilliance. He was known for his commitment to justice. He was a great patron of Tamil culture as well. I call upon more youngsters to read about his extraordinary life.

@VPIndia

@CPR_VP”

“பேரரசர் இரண்டாம் பெரும்பிடுகு முத்தரையரை (சுவரன் மாறன்) கௌரவிக்கும் வகையில் சிறப்பு அஞ்சல் தலையைக் குடியரசு துணைத்தலைவர் திரு சி.பி. ராதாகிருஷ்ணன் அவர்கள் வெளியிட்டது மகிழ்ச்சி அளிக்கிறது. ஆற்றல்மிக்க நிர்வாகியான அவருக்குப் போற்றத்தக்க தொலைநோக்குப் பார்வையும், முன்னுணரும் திறனும், போர்த்தந்திர ஞானமும் இருந்தன. நீதியை நிலைநாட்டுவதில் அவர் உறுதியுடன் செயல்பட்டவர். அதேபோல் தமிழ் கலாச்சாரத்திற்கும் அவர் ஒரு மகத்தான பாதுகாவலராக இருந்தார். அவரது அசாதாரண வாழ்க்கையைப் பற்றி அதிகமான இளைஞர்கள் படிக்க வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன்.

@VPIndia

@CPR_VP”