રાજ્ય સરકારમાં એક વર્ષ વહિવટીતંત્ર સાથે કામ કરવાના અનુભવોને જીવનનો વિરલ અવસર ગણાવ્યો
મુખ્યમંત્રી ફિલોશીપના વિદાય લેતા યુવાનોને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ મુખ્યમંત્રીશ્રીએ પાઠવી
શ્રી નરેન્દ્ર ભાઇ મોદીની આજે ગુજરાત મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ પ્રોજેકટની બીજી બેચના ૯ ફેલોએ મૂલાકાત લીધી હતી અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં એક વર્ષ સુધી તેમને ગુડ-ગર્વનન્સ અંગેનો જે પ્રત્યક્ષ અનુભવ તથા સરકાર અને સમાજ વચ્ચે વહીવટીતંત્રમાં સેતુરૂપ કાર્ય કરવાનો જે વિરલ અવસર મળ્યો તે અંગે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી ફેલોશીપ પ્રોજેકટને વધુ વ્યાપક ફલક ઉપર સંસ્થાગત સ્વરૂપ (ઇન્ટીક ટયુશનલાઇઝડ) સ્વરૂપે વિકસાવવા પ્રતિબધ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ફેલોશીપની આ બીજી બેચના યશસ્વી યુવક-યુવતિઓને ભવિષ્યની ઉજજવળ કારકિર્દીની શુભેચ્છા આપતાં જણાવ્યું કે, રાજ્ય સરકારને પણ આપના જેવી તેજસ્વી યુવાશકિતના નવા વિચારોથી લાભ થયો છે.
મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય મંત્રીશ્રી ફેલોશીપના આ યુવક-યુવતિઓને તેઓ નવી વ્યવસાયિક કારકિર્દી શરૂ કરે તે પહેલાં દેશની પ૦ જેટલી યુનિવર્સિટીઓમાં જઇને મુખ્યમંત્રી ફેલોશીપ અંગે તેમના અનુભવો અને પ્રતિભાવોની જાણકારી આપવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્દેશ આપ્યો હતો કે, દેશના દરેક રાજ્યોઓ અને ૪૦૦ જેટલા જિલ્લાઓની યુવા પેઢી માટે ઓનલાઇન બેસ્ટ એસે કોમ્પી્ટીશન (શ્રેષ્ઠા નિબંધ સ્પેર્ધા) યોજવા તેઓ તત્પર છે જેમાં ગુજરાતના વિકાસના જુદા જુદા પાસાંઓને આવરી લઇને નિબંધના વિષયો રજુ કરાશે.
પ્રકાશ યાત્રા તરીકે આ પ્રોજકેટને પણ મુખ્યમંત્રી ફિલોશીપના યુવાનો સોશ્યશલ મિડીયામાં સંવાદરૂપે રજુ કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. આ પ્રસંગે વહિવટી સુધારણા અને તાલીમ પ્રભાગના અગ્રસચિવશ્રી અરવિંદ અગ્રવાલ ઉપસ્થિરત રહયા હતા.


