શેર
 
Comments
"CM dedicates war memorial for soldiers who devoted themselves for the protection of India"
"CM dedicates water supply pipeline, is confident that it will solve water problems for Jawans"

દરેક ભારતીય સેનાના જવાનોને લડવા માટેનો હક્ક મળવો જોઇએ

સરહદી ચોકી ધર્મશાળા ખાતે વોર મેમોરિયલ અને જવાનો માટેની પાણી પુરવઠા યોજનાનું ઉદ્દઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજના સ્‍વાતંત્ર્ય પર્વના રાષ્‍ટ્રીય અવસરે સીમાવર્તી ક્ષેત્ર કચ્‍છ જિલ્લાની ભારત-પાકિસ્‍તાન આંતરરાષ્‍ટ્રીય સરહદે સીમા સુરક્ષા દળ (બોર્ડર સિકયોરિટી ફોર્સ)ની સરહદી ચોકી ધર્મશાળામાં વોર મેમોરિયલ અને પાણી પુરવઠા યોજનાના ઉદ્દઘાટનો કર્યા હતા. મુખ્‍ય મંત્રીશ્રીએ આઝાદી પર્વની શુભકામના મા ભારતીના તિરંગા ધ્‍વજની સુરક્ષા માટે રાષ્‍ટ્રની સુરક્ષાના પ્રહરી એવા સીમા સુરક્ષા દળના જવાનોની જવાંમર્દી અને રાષ્‍ટ્રરક્ષા માટે પીઠ થપથપાવી હતી.

કચ્‍છના રેગીસ્‍તાનના આ સરહદી ભૂભાગમાં પ્રાકૃતિક વિપદાઓ વચ્‍ચે પણ ભારતના તિરંગાની આન-બાન-શાનને ઝૂકયા નહીં દેવાના સંકલ્‍પ સાથે રાત-દિવસ જાનની બાજી લગાવીને બીએસએફના જવાનો માટે દેશ અને સમાજ ગૌરવ અનુભવે છે, એમ શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વોર મેમોરિયલનું ઉદ્દઘાટન કર્યા બાદ નર્મદાની પીવાના પાણીની ર૭.પ૦ કિ.મી. લાંબી રૂા. ૮.ર૭ કરોડના ખર્ચે તૈયાર થયેલી ન્‍યુ એકસપ્રેસ પાઇપલાઇનની સુવિધાથી બીએસએફ જવાનોની પાણીની તકલીફનું કાયમી નિવારણ કર્યું હતું. તેમણે જણાવ્‍યું કે, નર્મદાની આ પાઇપલાઇન સરહદની સૌથી છેલ્લી ચોકી સુધી પહોંચાડવામાં આવશે.

યુદ્ધમાં સામી છાતીએ દુશ્મીનોના દાંત ખાટા કરનારા વીર શહીદ જવાનોના સ્માયરક વોર મેમોરિયલના નિર્માણથી તેમનો એક સંકલ્પટ પૂરો થયો છે, એમ મુખ્યુ મંત્રીશ્રીએ રૂા. ૮પ લાખના ખર્ચે તૈયાર થયેલા આ વોર મેમોરિયલ શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપનારું સ્મૃપતિ સ્મારક બની રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ ભારતની સરહદો ઉપર સંકટો ઘેરાયેલા છે ત્યા રે બાંગ્લા્દેશની સરહદે બી.એસ.એફ.ના જવાનોનો દુશ્મોે સામે લડવાનો હક્ક- રાઇટ ટુ રિટાલીએટને પાછો ખેંચી લેવાના ભારતની વર્તમાન સરકારના આદેશની આકરી આલોચના કરી હતી. દુશ્મંનો સામે લડવા માટે હરેક ભારતીય સેનાના જવાનનો બદલાનો અધિકાર છે તે પાછો મળવો જ જોઇએ, એમ શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ જણાવ્યું હતું.

ગુજરાત સરકારે બીએસએફની અને સેન્ટ્રેલ પોલીસ ફોર્સ સંચાલિત કેન્ટી્નોમાં વેચાતી ચીજવસ્તુ ઓની ઉપર રાજ્યે સરકારના વેટમાંથી મુક્તિત આપવાના નિર્ણયની જાહેરાત કરી હતી અને આ વેટની જે બચત થાય તેમાંથી જવાનો પોતાની દીકરીઓને ભણાવવા પાછળ ખર્ચે તેવો પણ જવાનોને અનુરોધ કર્યો હતો.

૬૭મા સ્વા તંત્ર્ય દિનની કચ્છ માં થયેલી રાજ્યધકક્ષાની ઉજવણી અંતર્ગત ભૂજમાં ધ્વજવંદન બાદ મુખ્યર મંત્રીશ્રી ધર્મશાળા ખાતે પહોંચ્યાો હતા. જયાં બીએસએફના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર સાથે મુખ્યી મંત્રીશ્રીનું ઉષ્માહભર્યું સ્વાહગત કર્યું હતું. આ પ્રસંગે મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા, બીએસએફના ગુજરાત આઇ.જી.પી. શ્રી એ. કે. સિંહા, આઇ. જી. શ્રી એ. એસ. રાઠોર, ડી.આઇ.જી. શ્રી એમ.પી.એસ. ભાટી, કમાન્ડનન્ટસ શ્રી એ. એસ. જોહલ, જિલ્લા વિકાસ અ ધિકારી શ્રી આર. જે. ભાલારા, પાણી પુરવઠા બોર્ડના મેમ્બીર સેક્રેટરી શ્રી મહેશ સીંગ, અધિક્ષક ઇજનેર શ્રી આર. એલ. પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી એલ. જી. ફૂફલ વગેરે ઉપસ્થિવત રહયા હતા.

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
UPI transactions surged to 9.3 billion in June 2023, driven by P2M, says Worldline report

Media Coverage

UPI transactions surged to 9.3 billion in June 2023, driven by P2M, says Worldline report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 સપ્ટેમ્બર 2023
September 26, 2023
શેર
 
Comments

New India Extends Its Appreciation and Gratitude for Yet Another Successful Rozgar Mela

Citizens Praise PM Modi's Speech at ‘G20 University Connect’