ચોલ તામ્રપત્રોની વાપસી

Published By : Admin | May 16, 2026 | 22:00 IST

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબ જેટેનની ઉપસ્થિતિમાં, લેઇડન યુનિવર્સિટી લાઇબ્રેરીએ આજે 11 મી સદીના ચોલ તામ્રપત્રો ભારત સરકારને પરત સોંપ્યા છે.

ચોલ તામ્રપત્રો, જે 21 મોટા પત્રો અને 3 નાના પત્રોનો સમૂહ છે, તે 11 મી સદી દરમિયાન ચોલ રાજાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા શાહી શાસનપત્રો (રાજશાહી દસ્તાવેજો) છે. આ શાસનપત્રો તમિલનાડુના નાગાપટ્ટનમમાં ચુલામણિવર્મા-વિહાર નામના બુદ્ધ વિહારને અનાઈમંગલમ ગામ દાનમાં આપવાની પ્રક્રિયાને સત્તાવાર બનાવે છે. આ તામ્રપત્રોમાં તમિલ અને સંસ્કૃતમાં લખાયેલા લખાણો સામેલ છે.

આ ચોલ તામ્રપત્રોનું પ્રત્યાર્પણ ખૂબ જ મહત્વ ધરાવે છે કારણ કે તે માત્ર ભૂતકાળની કલાકૃતિઓ નથી, પરંતુ ભારતની વિરાસત અને સભ્યતાની એક અમૂલ્ય વાર્તા છે. આ તામ્રપત્રોનું સ્વદેશ પરત ફરવું એ ભારતના લોકો માટે ઊંડી ભાવનાત્મક અપીલ ધરાવે છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi