નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરના રોજ આયોજિત જી20ના શિખર સંમેલન માટે વહીવટી વ્યવસ્થાઓની સમીક્ષા કરી
જી20ના શિખર સંમેલનને સફળ બનાવવા તમામ સંસ્થાઓ “સરકારનાં સંપૂર્ણ” અભિગમમાં કામ કરેઃ ડૉ. પી કે મિશ્રા
જુદી જુદી સંસ્થાઓ સંકલિત રીતે કામ કરે એ માટે શિખર સંમેલનનાં સ્થાને મૂક તૈયારીઓ અને મૂક કવાયતો યોજશે

ભારતની જી20ની અધ્યક્ષતા પર સંકલન સમિતિની છઠ્ઠી બેઠક આજે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન સેન્ટર (IECC) ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ભારતના પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી કે મિશ્રાની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 9 અને 10 સપ્ટેમ્બર, 2023ના રોજ નવી દિલ્હીમાં આયોજિત જી20ની બેઠકની તૈયારી સાથે સંબંધિત વિવિધ પાસાંની સમીક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભમાં સમિતિએ શિખર સંમેલનના સ્થાન પર વિવિધ પ્રકારની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી તેમજ દિલ્હી અને પડોશી રાજ્યોમાં આચારસંહિતા, સુરક્ષા, એરપોર્ટ પરથી સંકલન, મીડિયા, માળખાગત સુવિધામાં વધારો અને વ્યવસ્થાઓ વગેરે સાથે સંબંધિત પાસાંનો વિચાર કર્યો હતો. ડૉ. મિશ્રાએ જી20ના શિખર સંમેલનને સફળ બનાવવા “સરકારનાં સંપૂર્ણ” અભિગમ સાથે કામ કરવા તમામ સંસ્થાઓને અપીલ કરી હતી.

સમિતિના સભ્યોએ વિવિધ બેઠકો માટે સૂચિત વિવિધ સ્થાનોની મુલાકાત લીધી હતી અને નાની-નાની વિગતો પણ મેળવી હતી. મૂક કવાયતો/મૂક તૈયારીઓ હાથ ધરવાનો નિર્ણય પણ લેવાયો હતો, જેથી વિવિધ સંસ્થાઓ સાતત્યપૂર્ણ રીતે કામ કરે. સમિતિએ જી20ના આગામી શિખર સંમેલન માટે તૈયારીના વિવિધ પાસાં પર કામ કરવા માર્ગદર્શન અને દિશા પણ પ્રદાન કરી હતી તથા આગામી બે અઠવાડિયાઓમાં વધારે સમીક્ષા કરવા માટે એક વાર ફરી બેઠક યોજવાનો નિર્ણય લીધો હતો.

સંકલન સમિતિની બેઠકે ભારતની જી20ની અધ્યક્ષતા અંતર્ગત અત્યાર સુધી યોજાયેલી જી20ની બેઠકો અને આયોજીત બાકીની બેઠકોની સમીક્ષા માટે એક તક પૂરી પાડી હતી. સમિતિએ નોંધ્યું હતું કે, પોતાની જી20ની અધ્યક્ષતા અંતર્ગત ભારતે અત્યાર સુધી સમગ્ર દેશમાં વિવિધ 55 સ્થાનોમાં 170 બેઠકોનું આયોજન કર્યું છે. જુલાઈ અને ઓગસ્ટ, 2023ના મહિનાઓમાં આયોજિત મંત્રીસ્તરની ઘણી બેઠકો યોજાશે.

મંત્રીમંડળે જી20ની ભારતની અધ્યક્ષતા સાથે સંબંધિત તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર નજર રાખવા સંકલન સમિતિને અધિકૃત કરી છે. અત્યાર સુધી સંકલન સમિતિની પાંચ બેઠકો યોજાઈ છે. આ ઉપરાંત ભારતની જી20ની અધ્યક્ષતા સાથે સંબંધિત ચોક્કસ અર્થપૂર્ણ અને તર્કબદ્ધ મુદ્દાઓની ચર્ચા કરવા અનેક બેઠકો યોજાઈ છે.

આ બેઠક દરમિયાન ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને વરિષ્ઠ અધિકારીઓમાં એનએસએ (રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર) શ્રી અજિત દોવલ, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી વી કે સક્સેના, કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબા વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ભારત છોડો ચળવળના બહાદુર સહભાગીઓને શ્રદ્ધાંજલિ આપી
August 09, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કર્યા અને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં તેમની હિંમત અને દૃઢ નિશ્ચયને શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“ઐતિહાસિક 'ભારત છોડો ચળવળ'માં ભાગ લેનારા તમામ લોકોને યાદ કરીને તેમની હિંમત હંમેશા દરેક ભારતીય માટે પ્રેરણારૂપ રહેશે. મહાત્મા ગાંધીના નેતૃત્વથી પ્રેરિત થઈને, 'ભારત છોડો ચળવળ'ના આહ્વાનથી આપણા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઊર્જાનો સંચાર કર્યો હતો અને બ્રિટિશ શાસનમાંથી મુક્ત થવાના આપણા લોકોના અડગ સંકલ્પને પ્રતિબિંબિત કર્યો હતો.”