પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બર, 2020ના રોજ બપોરે 12 વાગ્યે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ (મેગા બ્રિજ) રાષ્ટ્રને સમર્પિત કરશે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી બિહાર રાજ્યના લાભાર્થે મુસાફરોની સુવિધાથી સંબંધિત 12 રેલ્વે પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. તેમાં કીઉલ નદી પર એક નવો રેલ્વે બ્રિજ, બે નવી રેલ્વે લાઇન, વીજળીકરણ પરિયોજનાઓ, એક ઇલેક્ટ્રિક લોકમોટિવ શેડ અને બઢ-બખ્તિયારપુર વચ્ચેની ત્રીજી લાઇન પરિયોજનાઓનો સમાવેશ થાય છે.

કોસી રેલ મહાસેતુનું જનતાને સમર્પણ કરવો એ ફક્ત બિહારના ઇતિહાસમાં જ નહીં પરંતુ આખા પૂર્વોત્તર ક્ષેત્રને સાથે જોડતી એક ઐતિહાસિક ક્ષણ છે.

વર્ષ 1887માં નિર્મલી અને ભાપતિયાહી (સરાયગઢ) ની વચ્ચે એક મીટર ગેજ લાઈન શરુ કરવામાં આવી હતી. પરંતુ 1934માં ભારે પૂર અને ગંભીર ભારત-નેપાળ ધરતીકંપ દરમિયાન, રેલવે લાઈન ધોવાઈ ગઈ હતી અને ત્યારબાદ કોસી નદીના પ્રાકૃતિક વિચરણને કારણે લાંબા સમય સુધી આ રેલવે લાઈન પુન:સ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો.

ભારત સરકાર દ્વારા 2003-04 દરમિયાન કોસી મેગા બ્રિજ લાઇન પરિયોજનાને મંજૂરી આપવામાં આવી હતી. કોસી રેલ મહાસેતુ 1.9 કિ.મી. લાંબી લાઈન છે અને તેનો નિર્માણ ખર્ચ રૂ. 516 કરોડ છે. આ બ્રિજનું ભારત-નેપાળ સરહદની નજીક હોવાથી વ્યૂહાત્મક મહત્વ પણ છે. આ પરિયોજના કોવિડ રોગચાળા દરમિયાન પૂર્ણ થયો હતો જ્યાં પરપ્રાંતીય કામદારોએ પણ તેને પૂર્ણ કરવામાં ભાગ લીધો હતો.

આ પરિયોજના જનતાને સમર્પણ કરવાથી 86 વર્ષ જુનું સ્વપ્ન અને પ્રદેશના લોકોની લાંબી પ્રતીક્ષા પુરી થઇ રહી છે. મહાસેતુના સમર્પણ સાથે પ્રધાનમંત્રી સુપૌલ સ્ટેશનથી સહરસા-આસનપુર કુફા ડેમો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી રવાના કરશે. એકવાર નિયમિત ટ્રેન સેવા શરૂ થતાં, સુપૌલ, અરરિયા અને સહરસા જિલ્લાઓ માટે આ ખૂબ ફાયદાકારક સાબિત થશે. આ ક્ષેત્રના લોકો માટે કોલકાતા, દિલ્હી અને મુંબઇની લાંબા અંતરની મુસાફરીને પણ સરળ બનાવશે.

પ્રધાનમંત્રી હાજીપુર-ઘોસવાર-વૈશાલી અને ઇસ્લામપુર-નાતેશર ખાતે બે નવી લાઇન પરિયોજનાનું ઉદઘાટન પણ કરશે. શ્રી મોદી કરનૌતી-બખ્તિયારપુર લીંક બાયપાસ અને બઢ-બખ્તિયારપુર વચ્ચે ત્રીજી લાઇનનું ઉદ્ઘાટન પણ કરશે.

પ્રધાનમંત્રી મુઝફ્ફરપુર – સીતામઢી, કટિહાર-ન્યુ જલ્પાઇગુડી, સમસ્તીપુર-દરભંગા-જયનગર, સમસ્તીપુર-ખગડીયા, ભાગલપુર-શિવનારાયણપુર વિભાગોના રેલ્વે વીજળીકરણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan

Media Coverage

Portraits of PVC recipients replace British officers at Rashtrapati Bhavan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 18 ડિસેમ્બર 2025
December 18, 2025

Citizens Agree With Dream Big, Innovate Boldly: PM Modi's Inspiring Diplomacy and National Pride