બંને નેતાઓએ સપ્ટેમ્બર 2025માં વારાણસીમાં તેમની છેલ્લી મુલાકાત પછી દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી
તેઓએ ભારત-મોરિશિયસ એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને વધુ આગળ વધારવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
પીએમ મોદીએ મોરિશિયસની વિકાસ પ્રાથમિકતાઓ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
પીએમ મોદીએ મોરિશિયસની વિકાસ પ્રાથમિકતાઓ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો
બંને નેતાઓ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે નજીકથી કામ કરવા સંમત થયા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોરિશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.

બંને નેતાઓએ સપ્ટેમ્બર 2025 માં વારાણસીમાં તેમની છેલ્લી મુલાકાત પછી વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના આદાનપ્રદાન પર ભાર મૂકતા વ્યાપક દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી હતી.

તેઓએ બંને દેશોના લોકોના હિત માટે ભારત અને મોરિશિયસ વચ્ચેની એન્હાન્સ્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ (સંવર્ધિત વ્યૂહાત્મક ભાગીદારી) ને વધુ આગળ વધારવા માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ વિઝન મહાસાગર (Vision MAHASAGAR), ભારતની નેબરહુડ ફર્સ્ટ (પાડોશી પ્રથમ) નીતિ અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતાને અનુરૂપ મોરિશિયસની વિકાસ પ્રાથમિકતાઓ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓ હિંદ મહાસાગર ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના સહિયારા ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે નજીકથી કામ કરવાનું ચાલુ રાખવા સંમત થયા હતા.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે AI ઇમ્પેક્ટ સમિટ માટે દિલ્હીમાં તેમનું સ્વાગત કરવા આતુર છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report

Media Coverage

Spirituality remains key driver for travel in Asia, India ranks top: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 માર્ચ 2026
March 26, 2026

India’s Economy, Innovative Spirit and Global Standing Continue to Thrive with the Modi Government