GoI is in regular touch with the manufacturers to enhance production of medicines & extend all help needed
Production of all drugs including Remdesivir have been ramped up significantly in the last few weeks
Supply of oxygen is now more than 3 times the supply during the peak of first wave

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, સરકાર સક્રિયપણે કોવિડ અને મ્યુકોર્માયકોસિસના નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના પુરવઠા પર દેખરેખ રાખી રહી છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, તેઓ દવાઓનું ઉત્પાદન વધારવા માટે અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટે નિયમિત ધોરણે ઉત્પાદકો સાથે સંપર્કમાં રહે છે. પ્રધાનમંત્રીને વર્તમાન ઉત્પાદન અને આવી દરેક દવાઓ માટેના APIના ઉપલબ્ધ જથ્થા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી કે, રાજ્યોને દવાઓનો ઘણો સારો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, રેમડેસિવીર સહિત તમામ પ્રકારની દવાઓના ઉત્પાદનમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત પાસે ખૂબ જ સક્રિય અને ગતિશીલ ફાર્મા ક્ષેત્ર છે અને તેમની સાથે સરકારના નીકટતાપૂર્વક અવિરત સંકલનથી તમામ દવાઓની યોગ્ય ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે.

પ્રધાનમંત્રીએ દેશમાં ઓક્સિજનની ઉપલબ્ધતા અને પુરવઠાની પરિસ્થિતિની પણ માહિતી મેળવી હતી. દરમિયાન એવી ચર્ચા કરવામાં આવી હતી કે, હાલમાં ઓક્સિજનનો પુરવઠો કોવિડના પ્રથમ ચરણના સર્વોચ્ચ તબક્કાની સરખામણીએ ત્રણ ગણાથી પણ વધારે છે. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, ઓક્સિજન રેલ અને IAFના વિમાનો દ્વારા ઓક્સિજનની હેરફેરની કામગીરી ચાલી રહી છે. પ્રધાનમંત્રીને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, ઓક્સિજનના સિલિન્ડરો અને સમગ્ર દેશમાં સ્થાપવામાં આવી રહેલા PSA પ્લાન્ટ્સની સ્થિતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

પ્રધાનમંત્રીએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, રાજ્યોને નિયત સમય મર્યાદામાં વેન્ટિલેટર્સ કાર્યાન્વિત કરવાનું અને ઉત્પાદકોની મદદ લઇને ટેકનિકલ તેમજ તાલીમ સંબંધિત સમસ્યાઓ ઉકેલવાનું કહેવું જોઇએ.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Centre's Nasha Mukt Bharat campaign reaches 34.54 crore people

Media Coverage

Centre's Nasha Mukt Bharat campaign reaches 34.54 crore people
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister extends greetings on Samvatsari
September 15, 2026

The Prime Minister, Shri Narendra Modi, has extended his greetings to the people on the sacred occasion of Samvatsari. Shri Modi said that Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond. He called upon everyone to embrace humility and let kindness and goodwill guide their actions.

The Prime Minister posted on X:

Samvatsari reminds us that forgiveness and compassion strengthen every bond.

On this sacred occasion, may humility guide us and may kindness and goodwill shape our every action.

Michhami Dukkadam!