શેર
 
Comments
સુષ્માજી બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં; ભાજપના કાર્યાકર્તાઓએ તેમના મહાન વ્યક્તિત્વને ખૂબ નજીકથી અનુભવ્યું છે : પ્રધાનમંત્રી
સુષ્માજીના ભાષણ પ્રભાવશાળી હોવાની સાથે પ્રેરણાદાયક પણ હતા : પ્રધાનમંત્રી મોદી
સુષ્માજીએ કોઈ પણ મંત્રી પદની જવાબદારી અદા કરીને કાર્યસંસ્કૃતિમાં મુખ્ય પરિવર્તન કર્યું હતું : પ્રધાનમંત્રી
પરંપરાગત સ્વરૂપે વિદેશ મંત્રાલયને પ્રોટોકોલથી જોડીને જોવામાં આવતું હતું, પણ સુષ્માજીએ સામાન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન કર્યું હતું અને મંત્રાલયને જનોપયોગી બનાવ્યું હતું : પ્રધાનમંત્રી
સુષ્માજીએ હંમેશા પોતાનાં મનની વાત ખચકાટ વિના કહી હતી અને દ્રઢતાપૂર્વક પોતાનાં વિચારો રજૂ કર્યા હતાં
સુષ્માજી પ્રધાનમંત્રીને પણ શું કરવું તે કહી શકતા હતા : શ્રી મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને ભારતના સૌથી વધારે આદરણીય નેતાઓમાંના એક શ્રીમતી સુષ્માસ્વરાજનીસ્મૃતિમાં આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી મોદીએ શ્રીમતી સુષ્માસ્વરાજને કર્મઠ, દેશપ્રેમી નેતા ગણાવ્યાં હતાં અને તેમનાં જાહેર જીવન સાથે સંબંધિત વિવિધ પાસાંઓ પર પોતાનાં વિચારો પ્રસ્તુત કર્યા હતાં.

શ્રીમતી સુષ્માસ્વરાજજીની સાથે કામ કરનાર તમામ લોકોને એમની સાથે નિકટતાપૂર્વક સંવાદ સ્થાપિત કરવાનું સૌભાગ્ય મળ્યું

પ્રધાનમંત્રી શ્રી મોદીએ શ્રીમતી સુષ્માસ્વરાજનાંયોગદાનને યાદ કરીને કહ્યું હતું કે, અમને એમની સાથે નિકટતાપૂર્વક સંવાદ સ્થાપિત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, “સુષ્માજીબહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતાં હતાં અને જે લોકો સાથે એમણે કામ કર્યું તેમણે અનુભવ્યું હતું કે, તેઓ એક મહાન વ્યક્તિત્વ ધરાવતાં હતાં.”

શ્રીમતી સુષ્માસ્વરાજેપડકારોનો સામનો  કરવામાં ક્યારેય પીછેહટ કરી નહોતી

 

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રીમતી સુષ્માસ્વરાજેપડકારોનો સામનો કરવામાં ક્યારેય પીછેહટ કરી નહોતી. પ્રધાનમંત્રી મોદીએ વર્ષ 1999માં બેલ્લારીની લોકસભાની ચૂંટણીનો સંદર્ભ આપીને કહ્યું હતું કે, “મને યાદ છે કે, વૈંકયાનાયડુજી અને હું સુષ્માજીને મળવા ગયા હતાં અને તેમને કર્ણાટક જઈને ચૂંટણી લડવા કહ્યું હતું. એનું પરિણામ અગાઉથી નક્કી જ હતું, પણ સુષ્માજીપડકારનો સામનો કરવામાં પીછેહટ કરે એવાનેતાઓમાં સામેલ નહોતાં.”

 

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, શ્રીમતી સુષ્મા સ્વરાજ એક તેજસ્વી વક્તા હતા અને તેમનું ભાષણ પ્રભાવશાળી હોવાની સાથે પ્રેરણાદાયક પણ હતું.

 

શ્રીમતી સુષ્માસ્વરાજે વિદેશ મંત્રાલયને પ્રોટોકોલથી વધારે સામાન્ય લોકો સાથે જોડી દીધું.

 

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, સુષ્માસ્વરાજે કોઈ પણ મંત્રી પદની જવાબદારી અદા કરીને કાર્યસંસ્કૃતિમાં મુખ્ય પરિવર્તન કર્યું હતું. પરંપરાગત સ્વરૂપે વિદેશ મંત્રાલયને પ્રોટોકોલથી જોડીને જોવામાં આવતું હતું, પણ સુષ્માજીએ સામાન્ય લોકોની સમસ્યાઓનું સમાધાન કર્યું હતું અને મંત્રાલયને જનોપયોગી બનાવ્યું હતું.

 

શ્રીમતી સુષ્માસ્વરાજનાં વિદેશ મંત્રી તરીકેનાંકાર્યકાળ દરમિયાન પાસપોર્ટકાર્યાલયમાં મોટી સંખ્યામાં વધારો થયો

 

પ્રધાનમંત્રી મોદીએ યાદ કર્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શ્રીમતી સુષ્માસ્વરાજનાંકાર્યકાળ દરમિયાન પાસપોર્ટકાર્યાલયની સંખ્યામાં મોટો વધારો થવાની શરૂઆત થઈ હતી.

હરિયાણા સાથે લગાવ

 

શ્રીમતી સુષ્માસ્વરાજનાં એક અજાણ્યાં પાસાં વિશે જણાવતાં, પ્રધાનમંત્રી શ્રી મોદીએ તેમની હરિયાણવીબોલીનાં સંદર્ભમાં જાણકારી આપી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આપણે લોકોને રાજકીય સ્વરૂપે ઉચિત વાતો જણાવીએ છીએ, પણ સુષ્માજી અલગ હતાં. તેઓ પોતાનાં મનની વાત કહેવામાં ખચકાટ અનુભવતાં નહોતાં અને દ્રઢતાપૂર્વક પોતાનાં વિચારો રજૂ કરતાં હતાં. આ એમનાં વ્યક્તિત્વની વિશેષતા હતી.

 

શ્રીમતી સુષ્માસ્વરાજનું કદ એટલું વધારે હતું કે તેઓ પ્રધાનમંત્રીને  પણ અમૂલ્ય સૂચન આપી શકતાં હતાં

 

પ્રધાનમંત્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પોતાનાં પ્રથમ ભાષણનો સંદર્ભ આપતાં કહ્યું હતું કે, સુષ્માજીએ તેમને આ વિશે સલાહ આપી હતી. સુષ્માસ્વરાજે ફક્ત એક રાતમાં તેમનું ભાષણ તૈયાર કરવામાં મદદ કરી હતી.

શ્રીમતી સુષ્માસ્વરાજની ઝાંખી એમની પુત્રી બાસુંરીમાં જોવા મળે છે

 

પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમને સુષ્માસ્વરાજની ઝાંખી એમની પુત્રી બાંસુરીમાં જોવા મળે છે. પ્રધાનમંત્રી શ્રી મોદીને સુશ્રી બાસુંરીની એમનાં પ્રયાસો માટે પ્રશંસા કરી હતી.

 

પ્રધાનમંત્રી મોદીએ સ્વર્ગીય શ્રીમતી સુષ્માસ્વરાજનાં પતિ શ્રી સ્વરાજ કૌશલ અને તેમની પુત્રી સુશ્રી બાસુંરી સાથે સંવેદના પણ વ્યક્ત કરી હતી.

 

આ પ્રાર્થનાસભામાં ભાગ લેનાર મુખ્ય વ્યક્તિઓમાં શ્રી અવધેશાનંદ ગિરી મહારાજ, ભૂતપૂર્વ મંત્રી દિનેશ ત્રિવેદી, સાંસદપિનાકીમિશ્રા, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, સાંસદસતીશચંદ્રમિશ્રા, સાંસદ રાજીવ રંજન, સાંસદત્રિચી શિવા, સાંસદ એ નવનીતકૃષ્ણન, સાંસદનમ્માનાગેશ્વર રાવ, ભૂતપૂર્વ સાંસદ શરદ યાદવ, કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત, સાંસદપ્રેમચંદગુપ્તા, સાંસદસુખબીર સિંઘ બાદલ, સાંસદઅનુપ્રિયા પટેલ, સાંસદ આનંદ શર્મા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ડો. કૃષ્ણ ગોપાલ અને શ્રી જે પી નડ્ડા સામેલ હતાં.

पूरा भाषण पढ़ने के लिए यहां क्लिक कीजिए

દાન
Explore More
‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

‘ચલતા હૈ’ નું વલણ છોડી દઈને ‘બદલ સકતા હૈ’ વિચારવાનો સમય પાકી ગયો છે: વડાપ્રધાન મોદી
India Has Incredible Potential In The Health Sector: Bill Gates

Media Coverage

India Has Incredible Potential In The Health Sector: Bill Gates
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates President-elect of Sri Lanka Mr. Gotabaya Rajapaksa over telephone
November 17, 2019
શેર
 
Comments

Prime Minister Shri Narendra Modi congratulated President-elect of Sri Lanka Mr. Gotabaya Rajapaksa over telephone on his electoral victory in the Presidential elections held in Sri Lanka yesterday.

Conveying the good wishes on behalf of the people of India and on his own behalf, the Prime Minister expressed confidence that under the able leadership of Mr. Rajapaksa the people of Sri Lanka will progress further on the path of peace and prosperity and fraternal, cultural, historical  and civilisational ties between India and Sri Lanka will be further strengthened. The Prime Minister reiterated India’s commitment to continue to work with the Government of Sri Lanka to these ends.

Mr. Rajapaksa thanked the Prime Minister  for his good wishes. He also expressed his readiness to work with India very closely to ensure development and security.

The Prime Minister extended an invitation to Mr. Rajapaksa to visit India at his early convenience. The invitation was accepted