આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા
આપણા ઈતિહાસમાં 22મી જુલાઈની વિશેષ પ્રાસંગિકતા છે કારણ કે આ દિવસે 1947માં આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતોઃ પીએમ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરવા વિનંતી કરી છે. શ્રી મોદીએ આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારાઓની અદભૂત હિંમત અને પ્રયત્નોને પણ યાદ કર્યા. તેમણે આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલા પ્રથમ ત્રિરંગા સહિત ઇતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો પણ શેર કરી છે. તેમણે કહ્યું કે 22મી જુલાઈનું આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે 1947માં આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો.

ટ્વીટ્સની શ્રેણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"આ વર્ષે, જ્યારે આપણે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે ચાલો હર ઘર તિરંગા ચળવળને મજબૂત કરીએ. 13 અને 15 ઓગસ્ટની વચ્ચે તમારા ઘરોમાં ત્રિરંગો લહેરાવો અથવા તેને પ્રદર્શિત કરો. આ ચળવળ રાષ્ટ્રધ્વજ સાથે આપણું જોડાણ વધુ ગાઢ બનાવશે."

"આજે, 22મી જુલાઈનો દિવસ આપણા ઈતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે. 1947માં આ દિવસે જ આપણો રાષ્ટ્રધ્વજ અપનાવવામાં આવ્યો હતો. આપણા ત્રિરંગા સાથે સંકળાયેલી સમિતિની વિગતો અને પંડિત નેહરુ દ્વારા લહેરાવવામાં આવેલ પ્રથમ ત્રિરંગા સહિત ઈતિહાસમાંથી કેટલીક રસપ્રદ બાબતો શેર કરી છે. "

" આપણે વસાહતી શાસન સામે લડતા હતા ત્યારે આઝાદ ભારત માટે ધ્વજનું સપનું જોનારા તમામની અદભૂત હિંમત અને પ્રયત્નોને યાદ કરીએ છીએ. આપણે આજે, તેમના વિઝનને સાકાર કરવા અને તેમના સપનાના ભારતનું નિર્માણ કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ."

 

 

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves

Media Coverage

Khichdi To Moringa Paratha: 7 Traditional Foods PM Modi Loves
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 26 ઓગસ્ટ 2026
August 26, 2026

Accountability Meets Ambition: Record Low NPAs, Record Defence Output, Record Digital Adoption Under the Leadership of PM Modi