આદરણીય સંત અને સમાજ સુધારકના સન્માનમાં આદમપુર એરપોર્ટનું નામ બદલીને 'શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ, આદમપુર' કરવામાં આવશે
પ્રધાનમંત્રી લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1લી ફેબ્રુઆરી, 2026ના રોજ પંજાબની મુલાકાત લેશે. બપોરે લગભગ 3:45 વાગ્યે, પ્રધાનમંત્રી આદમપુર એરપોર્ટની મુલાકાત લેશે જ્યાં તેઓ એરપોર્ટના નવા નામ 'શ્રી ગુરુ રવિદાસ મહારાજ જી એરપોર્ટ, આદમપુર'નું અનાવરણ કરશે. તેઓ પંજાબના લુધિયાણામાં હલવારા એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન પણ કરશે.

સંત ગુરુ રવિદાસજીની 649મી જન્મજયંતીના પવિત્ર પ્રસંગે, આદમપુર એરપોર્ટનું નામકરણ એ આદરણીય સંત અને સમાજ સુધારકનું સન્માન કરે છે જેમના સમાનતા, કરુણા અને માનવીય ગૌરવના ઉપદેશો ભારતની સામાજિક નૈતિકતાને પ્રેરણા આપવાનું ચાલુ રાખે છે.

પંજાબમાં ઉડ્ડયન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ આગળ વધારતા, હલવારા એરપોર્ટ પર પ્રધાનમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવી રહેલું ટર્મિનલ બિલ્ડિંગ રાજ્ય માટે એક નવું પ્રવેશદ્વાર સ્થાપિત કરશે, જે લુધિયાણા અને તેની આસપાસના ઔદ્યોગિક અને કૃષિ પશ્ચાદભૂ (હિન્ટરલેન્ડ) ની જરૂરિયાતો પૂરી કરશે. લુધિયાણા જિલ્લામાં આવેલું હલવારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વાયુસેના સ્ટેશનનું ઘર પણ છે.

લુધિયાણા ખાતેના અગાઉના એરપોર્ટ પર પ્રમાણમાં નાનો રનવે હતો, જે નાના કદના વિમાનો માટે યોગ્ય હતો. કનેક્ટિવિટી સુધારવા અને મોટા વિમાનોને સમાવવા માટે, હલવારા ખાતે એક નવું સિવિલ એન્ક્લેવ વિકસાવવામાં આવ્યું છે જેમાં A320-પ્રકારના વિમાનોને હેન્ડલ કરવામાં સક્ષમ લાંબો રનવે છે.

ટકાઉ અને પર્યાવરણને અનુકૂળ વિકાસના પ્રધાનમંત્રીના વિઝન સાથે સુસંગત, ટર્મિનલમાં LED લાઇટિંગ, ઇન્સ્યુલેટેડ રૂફિંગ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ, સીવેજ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ અને લેન્ડસ્કેપિંગ માટે રિસાયકલ કરેલા પાણીના ઉપયોગ સહિત ઘણી ગ્રીન અને ઊર્જા-કાર્યક્ષમ સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાપત્ય ડિઝાઇન પંજાબના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે, જે મુસાફરોને વિશિષ્ટ અને પ્રાદેશિક રીતે પ્રેરિત પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Media Coverage

"One Earth, One Family": Oman lauds India's vision for peace, dialogue at BRICS Summit 2026
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Indian Women’s Cricket Team on winning Asia Cup
September 14, 2026

The Prime Minister, Shri Narendra Modi, has congratulated the Indian Women’s Cricket Team on winning the Asia Cup.

The Prime Minister said that the team’s confidence, consistency and remarkable spirit were on full display throughout the tournament.

Shri Modi expressed hope that this triumph would inspire millions of youngsters across the country to play more and shine.

In a post on X, Shri Modi said;

“A proud moment for Indian cricket!

Congratulations to the Women’s team on winning the Asia Cup. Their confidence, consistency and remarkable spirit were on full display throughout the tournament.

May this triumph inspire millions of youngsters across the country to play more and shine.”