પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં રૂ. 30,500 કરોડથી વધારેનાં મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે
ગતિશીલતાની સરળતાને વધારવા માટેના એક મહત્વપૂર્ણ પગલામાં, પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સેવરી - ન્હાવા શેવા અટલ સેતુનું ઉદઘાટન કરશે
લગભગ 17,840 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો અટલ સેતુ ભારતનો સૌથી લાંબો પુલ છે અને દેશનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે
પ્રધાનમંત્રી ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો શિલાન્યાસ કરશે
જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટેનાં એક મહત્ત્વપૂર્ણ પગલાં સ્વરૂપે પ્રધાનમંત્રી સીઇપીઝેડ સેઝ ખાતે 'ભારત રત્નમ' અને ન્યૂ એન્ટરપ્રાઇઝિસ એન્ડ સર્વિસીસ ટાવર (નેસ્ટ) 01નું ઉદઘાટન કરશે
રેલવે અને પીવાના પાણી સાથે સંબંધિત અનેક પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે
મહિલા સશક્તિકરણની દિશામાં વધુ એક પ્રયાસરૂપે પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પણ શુભારંભ કરાવશે
પ્રધાનમંત્રી 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે
Theme of the Festival - Viksit Bharat@ 2047: युवा के लिए, युवा के द्वारा

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નાસિક પહોંચશે, જ્યાં તેઓ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 3:30 વાગ્યે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી – ન્હાવા શેવા અટલ સેતુનું ઉદઘાટન અને પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.

અટલ બિહારી વાજપેયી સેવરી ન્હાવા શેવા અટલ સેતુ

પ્રધાનમંત્રીનું વિઝન શહેરી પરિવહન માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની 'સરળતા' વધારવાનું છે. આ વિઝનને અનુરૂપ મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક (એમટીએચએલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું નામ હવે 'અટલ બિહારી વાજપેયી સેવરી - ન્હાવા શેવા અટલ સેતુ' રાખવામાં આવ્યું છે. ડિસેમ્બર, 2016માં પ્રધાનમંત્રીએ આ પુલનો શિલાન્યાસ પણ કર્યો હતો.

અટલ સેતુનું નિર્માણ કુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. તે લગભગ 21.8 કિમી લાંબો 6-લેન બ્રિજ છે, જેની લંબાઈ સમુદ્ર પર લગભગ 16.5 કિમી છે અને જમીન પર લગભગ 5.5 કિમી છે. તે ભારતનો સૌથી લાંબો પુલ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે. એનાથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે તથા મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં પણ ઘટાડો થશે. તેનાથી મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.

નવી મુંબઈ ખાતે જાહેર કાર્યક્રમ

પ્રધાનમંત્રી નવી મુંબઈમાં જાહેર કાર્યક્રમમાં રૂ. 12,700 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે, રાષ્ટ્રને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે.

પ્રધાનમંત્રી ઇસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઇવને જોડતી અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો શિલાન્યાસ કરશે. 9.2 કિ.મી.ની આ ટનલ રૂ. 8700 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવશે અને તે મુંબઈમાં નોંધપાત્ર માળખાગત વિકાસ હશે જે ઓરેન્જ ગેટ અને મરીન ડ્રાઇવ વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે.

પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિન્કિંગ વોટર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે. 1975 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટથી મહારાષ્ટ્રના પાલઘર અને થાણે જિલ્લામાં પીવાના પાણીનો પુરવઠો મળશે, જેનો લાભ આશરે 14 લાખ લોકોને મળશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આશરે રૂ. 2000 કરોડની રેલવે પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં 'ઉરણ-ખારકોપર રેલવે લાઇનનો બીજો તબક્કો'નું લોકાર્પણ સામેલ છે, જે નવી મુંબઈ સાથેની કનેક્ટિવિટી વધારશે, કારણ કે નેરુલ/બેલાપુરથી ખારકોપર વચ્ચે દોડતી ઉપનગરીય સેવાઓ હવે ઉરણ સુધી લંબાવવામાં આવશે. પ્રધાનમંત્રી ઉરણ રેલવે સ્ટેશનથી ખારકોપર સુધી ઇએમયુ ટ્રેનના ઉદઘાટન દોડને પણ લીલી ઝંડી આપશે.

રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવનાર અન્ય રેલ પ્રોજેક્ટ્સમાં થાણે-વાશી/પનવેલ ટ્રાન્સ-હાર્બર લાઇન પર નવું ઉપનગરીય સ્ટેશન 'દિઘા ગાંવ' અને ખાર રોડ અને ગોરેગાંવ રેલવે સ્ટેશન વચ્ચેની નવી છઠ્ઠી લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સથી મુંબઇના હજારો દૈનિક મુસાફરોને ફાયદો થશે.

પ્રધાનમંત્રી સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન – સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સીઇપીઝેડ સેઝ) ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે 'ભારત રત્નમ' (મેગા કોમન ફેસિલિટેશન સેન્ટર)નું ઉદઘાટન કરશે, જે ભારતમાં આ પ્રકારનું પ્રથમ મશીન છે, જેમાં 3ડી મેટલ પ્રિન્ટિંગ સામેલ છે. આમાં વિશેષ સક્ષમ વિદ્યાર્થીઓ સહિત આ ક્ષેત્ર માટે કાર્યબળના કૌશલ્ય માટે એક તાલીમ શાળા હશે. મેગા સીએફસી જેમ્સ એન્ડ જ્વેલરી વેપારમાં નિકાસ ક્ષેત્રમાં પરિવર્તન લાવશે અને સ્થાનિક ઉત્પાદનને પણ મદદ કરશે.

પ્રધાનમંત્રી સીઈપીઝેડ- સેઝમાં ન્યૂ એન્ટરપ્રાઇઝિસ એન્ડ સર્વિસીસ ટાવર (નેસ્ટ)-01નું ઉદઘાટન પણ કરશે. નેસ્ટ - 01 મુખ્યત્વે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રના એકમો માટે છે, જેને હાલની સ્ટાન્ડર્ડ ડિઝાઇન ફેક્ટરી - I માંથી સ્થાનાંતરિત કરવામાં આવશે. નવા ટાવરને મોટા પાયે ઉત્પાદન માટે અને ઉદ્યોગની માંગ મુજબ બનાવવામાં આવ્યો છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો શુભારંભ કરશે. આ અભિયાનનો હેતુ કૌશલ્ય વિકાસ તાલીમ અને ઉદ્યોગસાહસિકતા વિકાસના સંપર્કમાં આવીને મહારાષ્ટ્ર રાજ્યમાં મહિલાઓને સશક્ત બનાવવાનો છે. આ અભિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારના મહિલા વિકાસ કાર્યક્રમોના સમન્વય અને સંતૃપ્તિ તરફના પ્રયત્નો પણ હાથ ધરશે.

27મો રાષ્ટ્રીય યુવા મહોત્સવ

પ્રધાનમંત્રીનો સતત પ્રયાસ રહ્યો છે કે યુવાનોને દેશની વિકાસ યાત્રાનો મુખ્ય હિસ્સો બનાવવામાં આવે. આ પ્રયાસના અન્ય એક પ્રયાસના ભાગરૂપે પ્રધાનમંત્રી નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવ (એનવાયએફ)નું ઉદઘાટન કરશે.

દર વર્ષે 12થી 16 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. આ વર્ષે મહોત્સવનું યજમાન રાજ્ય મહારાષ્ટ્ર છે. આ વર્ષના ફેસ્ટિવલની થીમ વિકસિત Bharat@ 2047 છે. યુવાનો માટે, યુવાનો દ્વારા.

એનવાયએફનો આશય એક એવું ફોરમ ઊભું કરવાનો છે, જ્યાં ભારતનાં વિવિધ ક્ષેત્રોનાં યુવાનો પોતાનાં અનુભવો વહેંચી શકે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે સંયુક્ત રાષ્ટ્ર માટે પાયો મજબૂત કરી શકે. નાસિક ખાતેના મહોત્સવમાં દેશભરમાંથી 7500 જેટલા યુવા પ્રતિનિધિઓ ભાગ લેશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વદેશી રમતો, ડિક્લેમેશન અને થિમેટિક આધારિત પ્રેઝન્ટેશન, યંગ આર્ટિસ્ટ કેમ્પ, પોસ્ટર મેકિંગ, સ્ટોરી રાઇટિંગ, યુથ કન્વેન્શન, ફૂડ ફેસ્ટિવલ વગેરે સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s Defense Export: A 14-Fold Leap in 7 Years

Media Coverage

India’s Defense Export: A 14-Fold Leap in 7 Years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14જુલાઈ 2024
July 14, 2024

New India celebrates the Nation’s Growth with PM Modi's dynamic Leadership