પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે સંવિધાન સદનના સેન્ટ્રલ હોલ ખાતે બંધારણ દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે બંધારણ અપનાવવાની 76મી વર્ષગાંઠ છે.
આ ઉજવણીમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, બંને ગૃહોના સંસદ સભ્યો અને અન્ય લોકો ભાગ લેશે.
ભારતના રાષ્ટ્રપતિ કાર્યક્રમ દરમિયાન ભારતના બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કરશે. વધુમાં, ભારતના બંધારણનું અનુવાદિત સંસ્કરણ નવ ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે જેમાં મલયાલમ, મરાઠી, નેપાળી, પંજાબી, બોડો, કાશ્મીરી, તેલુગુ, ઓડિયા અને આસામીનો સમાવેશ થાય છે. કાર્યક્રમ દરમિયાન સ્મારક પુસ્તિકા “ભારતના બંધારણમાં કલા અને કેલીગ્રાફી”નું પણ વિમોચન કરવામાં આવશે.


