આ યોજના પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો અને કૌશલ્ય પ્રદાન કરવા માટે પીએમના વિઝનમાંથી પ્રેરણા મેળવી છે
'પીએમ વિશ્વકર્મા'ને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે
'પીએમ વિશ્વકર્મા' ની વિશાળ શ્રેણી - જે અઢાર હસ્તકલાને આવરી લેશે
વિશ્વકર્માને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે
વિશ્વકર્માને કૌશલ્ય અપગ્રેડ કરવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પણ આપવામાં આવશે

વિશ્વકર્મા જયંતી નિમિત્તે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 11 વાગ્યે ઈન્ડિયા ઈન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર, દ્વારકા, નવી દિલ્હી ખાતે "પીએમ વિશ્વકર્મા" નામની નવી યોજના લોન્ચ કરશે.

પરંપરાગત હસ્તકલામાં રોકાયેલા લોકોને ટેકો આપવા પર પ્રધાનમંત્રીનું સતત ધ્યાન રહ્યું છે. આ ફોકસ માત્ર કારીગરો અને કસબીઓને આર્થિક રીતે ટેકો આપવાની ઇચ્છાથી પ્રેરિત છે પરંતુ વર્ષો જૂની પરંપરા, સંસ્કૃતિ અને વૈવિધ્યસભર વારસાને જીવંત રાખવા અને સ્થાનિક ઉત્પાદનો, કળા અને હસ્તકલા દ્વારા ખીલી ઉઠે એવો ઈરાદો પણ છે.

પીએમ વિશ્વકર્માને 13,000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના હેઠળ, વિશ્વકર્મા બાયોમેટ્રિક આધારિત પીએમ વિશ્વકર્મા પોર્ટલનો ઉપયોગ કરીને સામાન્ય સેવા કેન્દ્રો દ્વારા વિના મૂલ્યે નોંધણી કરવામાં આવશે. તેઓને પીએમ વિશ્વકર્મા પ્રમાણપત્ર અને ID કાર્ડ, મૂળભૂત અને અદ્યતન તાલીમ સાથે સંકળાયેલ કૌશલ્ય અપગ્રેડેશન, ₹15,000 નું ટૂલકિટ પ્રોત્સાહન, ₹1 લાખ (પ્રથમ હપ્તા) અને ₹2 લાખ (બીજા હપ્તા) સુધીની કોલેટરલ-ફ્રી ક્રેડિટ સપોર્ટ, 5% ના રાહત દર, ડિજિટલ વ્યવહારો અને માર્કેટિંગ સપોર્ટ માટે પ્રોત્સાહન દ્વારા માન્યતા પ્રદાન કરવામાં આવશે.

આ યોજનાનો ઉદ્દેશ્ય ગુરુ-શિષ્ય પરમ્પરા અથવા વિશ્વકર્માઓ દ્વારા તેમના હાથ અને સાધનો વડે કામ કરતા પરંપરાગત કૌશલ્યોની કુટુંબ આધારિત પ્રથાને મજબૂત અને સંવર્ધન કરવાનો છે. પીએમ વિશ્વકર્માનું મુખ્ય ધ્યાન ગુણવત્તા સુધારવા તેમજ કારીગરો અને કસબીઓનાં ઉત્પાદનો અને સેવાઓની પહોંચ અને તેઓ સ્થાનિક અને વૈશ્વિક મૂલ્ય શૃંખલા સાથે સંકલિત છે તેની ખાતરી કરવા પર છે.

આ યોજના સમગ્ર ભારતમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોના કારીગરો અને કસબીઓને સહાય પૂરી પાડશે. પીએમ વિશ્વકર્મા હેઠળ 18 પરંપરાગત હસ્તકલા આવરી લેવામાં આવશે. આમાં (i) સુથાર; (ii) બોટ મેકર; (iii) આર્મરર; (iv) લુહાર ; (v) હેમર અને ટૂલ કીટ મેકર; (vi) લોકસ્મિથ; (vii) સુવર્ણકાર; (viii) કુંભાર; (ix) શિલ્પકાર, પથ્થર તોડનાર; (x) મોચી (જૂતા/ચંપલનો કારીગર); (xi) મેસન (રાજમિસ્ત્રી); (xii) બાસ્કેટ/મેટ/બ્રૂમ મેકર/કોયર વીવર; (xiii) ડોલ અને ટોય મેકર (પરંપરાગત); (xiv) વાળંદ; (xv) માળા બનાવનાર; (xvi) વોશરમેન; (xvii) દરજી; અને (xviii) ફિશિંગ નેટ મેકરનો સમાવેશ થાય છે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Rs 25,000 cr cyber fraud prevented, Rs 323 cr returned to victims as Centre expands e-Zero FIR: Report

Media Coverage

Rs 25,000 cr cyber fraud prevented, Rs 323 cr returned to victims as Centre expands e-Zero FIR: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of legendary playback singer S. Janaki Amma
July 12, 2026

The Prime Minister, Shri Narendra Modi, has expressed deep grief over the passing of distinguished playback singer S. Janaki Amma.

The Prime Minister said that her passing is an irreparable loss to the world of music and culture. He noted that her songs in various languages were popular across generations and gave voice to every emotion with unparalleled grace and versatility.

Shri Modi said that her melodies will continue to enchant listeners in the years to come.

The Prime Minister wrote on X;

“The passing of the distinguished playback singer S. Janaki Amma is an irreparable loss to the world of music and culture. Her songs in various languages were popular across generations. They gave voice to every emotion with unparalleled grace as well as versatility. Her melodies will continue to enchant listeners in the years to come. My heartfelt condolences to her family, countless admirers and the entire music fraternity in this hour of grief. Om Shanti.”