પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 9 નવેમ્બરના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા વારાણસીમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓનો કુલ ખર્ચ રૂ. 614 કરોડ છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન આ પરિયોજનાઓના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

જે પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં સારનાથ લાઇટ અને સાઉન્ડ શો, લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલ રામનગરનું અપગ્રેડેશન, ગટર સંબંધિત કામો, ગાયોના રક્ષણ અને સંરક્ષણ માટેની માળખાકીય સુવિધાઓ, બહુહેતુક બિયારણ સ્ટોરહાઉસ, 100 એમટીનું કૃષિ પેદાશ વેરહાઉસ, આઈપીડીએસ ફેઝ 2, સંપૂર્ણાનંદ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે એક આવાસ સંકુલ, વારાણસી શહેરના સ્માર્ટ લાઇટિંગ કાર્ય, તેમજ આંગણવાડી કેન્દ્રો અને 102 ગૌ આશ્રય કેન્દ્રોનો સમાવેશ થાય છે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી દશાશ્વમેધ ઘાટ અને ખિડકીયા ઘાટનો પુનર્વિકાસ, પીએસી પોલીસ દળ માટે બેરેક, કાશીના અમુક વોર્ડનો પુનર્વિકાસ, બેનીયા બાગમાં પાર્કિગના સુધારણા સહિત પાર્કનો પુનર્વિકાસ, ગિરિજા દેવી સાંસ્કૃતિક સંકુલનો બહુહેતુક હોલનું અપગ્રેડેશન, શહેરમાં રસ્તાઓનું સમારકામ અને પર્યટક સ્થળોના વિકાસની પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.

 

Explore More
77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

77મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
How India has achieved success in national programmes

Media Coverage

How India has achieved success in national programmes
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 19 એપ્રિલ 2024
April 19, 2024

Vikas bhi, Virasat Bhi under the leadership of PM Modi