આ ટ્રેનોથી ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટી વધશે
નવી વંદે ભારત ટ્રેનો મુસાફરોને વૈશ્વિક કક્ષાનો અનુભવ પ્રદાન કરશે, મુસાફરીનો સમય ઘટાડશે અને પર્યટનને પ્રોત્સાહન આપશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટ, 2024ના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રીના 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરીને અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ માર્ગો મેરઠ-લખનઉ, મદુરાઈ - બેંગલુરુ અને ચેન્નાઈ - નાગરકોઈલ પર કનેક્ટિવિટીમાં સુધારો કરશે.

મેરઠ સિટી - લખનઉ વંદે ભારત બંને શહેરો વચ્ચે હાલની સૌથી ઝડપી ટ્રેનની તુલનામાં મુસાફરોને લગભગ 1 કલાકની બચત કરવામાં મદદ કરશે. એ જ રીતે, ચેન્નાઈ એગમોર - નાગરકોઇલ વંદે ભારત અને મદુરાઈ - બેંગલુરુ વંદે ભારત ટ્રેનો અનુક્રમે 2 કલાકથી વધુ અને લગભગ 1 કલાક 30 મિનિટની મુસાફરીને આવરી લેશે.

આ નવી વંદે ભારત ટ્રેનો આ ક્ષેત્રના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વૈશ્વિક કક્ષાનું માધ્યમ પ્રદાન કરશે તથા ત્રણ રાજ્યો – ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકને સેવા પૂરી પાડશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રેલવે સેવાના એક નવા માપદંડની શરૂઆત થશે, જે નિયમિત મુસાફરો, વ્યાવસાયિકો, વ્યવસાયીઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂર્ણ કરશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance

Media Coverage

India's Economic Journey: From Licence Raj To Pragmatic Governance
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 27 ઓગસ્ટ 2026
August 27, 2026

Make in India Goes Global: Engineering Boom, Rice Triumph & EU FTA Breakthrough Under PM Modi