પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 જુલાઈ, 2021ના રોજ બપોરે 3 વાગ્યે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે તબીબોને સંબોધન કરશે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારતને કોવિડ-19 સામેની લડાઈમાં તબીબોનાં અથાક પ્રયાસો માટે ગૌરવ છે. 1 જુલાઈનો દિવસ રાષ્ટ્રીય તબીબ દિવસ તરીકે મનાવાય  છે. આવતીકાલે બપોરે 3 વાગ્યે તબીબ સમુદાયને @IMAIndiaOrg દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરીશ.”